Love Revenge Spin Off Season - 2 - 7 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-7

લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-7

 

 

            “તું અને રાગિણી...બેય જતાં આવજો.....!” ફૉન ઉપર કરણસિંઘ સુરેશસિંઘને ઇન્સ્ટ્રકશન આપી રહ્યાં હોય એવાં સ્વરમાં બોલી રહ્યાં હતાં “અમારે હજી અમદાવાદ આવતાં એકાદ દિવસ લાગશે....! ત્યાં સુધી તમે વિજયને મલીને બધુ નક્કી કરી લેજો.....! હવે નેહાએ હાં પાડી દીધી છે...! તો એનું મન બદલાય એ પે’લ્લાં લગનનું ગોઠવી દેવું છે...!”

 

            “હાં...સારું...! નેહા કૉલેજથી ઘેર જાય એ પછી જઈશું...!”  સુરેશસિંઘ બોલ્યાં.

 

            “હમ્મ...! ક્યારે દહેજ વ્હોરવાં જવાનું એ પણ વેવાણને પૂછીને નક્કી કરીજ લેજો....!” કરણસિંઘ એવાંજ સ્વરમાં બોલી રહ્યાં હતાં “

 

            “હાં....સારું...!” સુરેશસિંઘ બોલ્યાં “એવું હશે...તો હું વિજય જોડે તમારી વાત પણ કરાઇ લઇશ....!”

 

            “અરે સુરેશ...તું મ્હોરવી છે....! હવે બધુ તુંજ નક્કી કરીલે....! મારે ઝડપથી આ પ્રસંગ હવે પતાવવો છે....!”

 

            “વાંધો નઈ ભાઉ....! અમે આજે સાંજે જતાં આઈએ છે....!” સુરેશસિંઘ બોલ્યાં.

 

            કરણસિંઘને સુરેશસિંઘ સાથે વાત કરતાં સાંભળી રહેલો સિદ્ધાર્થ મલકાતાં-મલકાતાં કાર ચલાવી રહ્યો હતો. તેઓ બરોડાંથી સિંહલકોટ જઇ રહ્યાં હતાં.

 

******

            “અરે પણ દોસ્ત મારે બરોડાં વધારે રોકાવાનો મેળજ ના પડ્યો....!” સિદ્ધાર્થ વિકટને ફોન ઉપર કહી રહ્યો હતો.

            પપ્પાં કરણસિંઘ સાથે સિંહલકૉટ જતાં રસ્તામાં તેઓ કારમાં ડીઝલ પુરાવાં અટક્યાં હતાં.

            “ પણ તું છેક બરોડાં આઈને નીકળી ગ્યો....ત્યાં સુધી તે મને કીધુંય નઈ....!?” વિકટ નારાજ હોય એમ ચિડાઈને સિદ્ધાર્થને ધમકાઈ રહ્યો હતો.

            “અરે યાર.....એવું નઈ....!”

            “શું એવું નઈ....!” વિકટ વચ્ચે બોલી પડ્યો “તું બરોડાં પોં’ચવાં આયો...ત્યારેજ મને ફૉન કરી દીધો હોત...તો હુંજ તને સામે મલવાં આઈ ગ્યો હોત....!”

            “અરે હાં નઈ....એ તો મને સૂઝયુંજ નઈ....!”

            “સૂઝયું નઈ વાળા....! મારી મારીને ગાલ “સુઝાડી” દઇશ તારાં....!”

            “હાં...હાં...હાં....!” સિદ્ધાર્થથી હસી પડાયું.

            “તો બોલ અવે…..શું કરે છે અમારાં પરમ પૂજ્ય ભાભી...!?” વિકટે પૂછ્યું.

            “બસ જો....!” દાંત દબાવીને હસતાં-હસતાં સિદ્ધાર્થ બોલ્યો “છેવટે તો હાં પાડીજ દીધી છે....!”

            “હેં....!?” સિદ્ધાર્થે સરપ્રાઈઝ આપી હોય એમ વિકટ ચોંકીને બોલ્યો “એની માને.....! તું આ ન્યૂઝ આ રીતે આપે છે મને....!”

            “અરે બાપા...તને મલવું’તું....! પણ મેળજ ના પડ્યો....!”

            કોઈને કોઈ રીતે હવે વિકટ સિદ્ધાર્થની “પથારી” ફેરવવાં માંડ્યો.

****

 

            “પણ અંકલ...મેં ક્યાં હાં પાડીજ છે...!?” નેહા બોલી રહી હતી “મારે સિદ્ધાર્થ સાથે એવી કોઈ વાતજ નઈ થઈ...!?”

 

            “પણ સિદ્ધાર્થ તો કે’તો ‘તો....કે તે મેરેજ માટે હાં પાડી દીધી છે....!” ડ્રૉઇંગરૂમનાં સોફામાં બેઠેલા રાગણીબેન બોલ્યાં “તો પછી અચાનક શું થયું...!?”

           

            કરણસિંઘ સાથે વાત થયાં પછી રાગિણીબેન અને સુરેશસિંઘ બંને વિજયભાઈ સાથે આગળ વાત કરવાં નેહાનાં ઘરે આવી પહોંચ્યાં હતાં.

           

            “બેટાં...! પાછું શું થયું તમારી બેય વચ્ચે....!?” સોફાં ચેયરમાં બેઠેલાં વિજયસિંઘે પૂછ્યું.

 

            “અરે પપ્પાં કઈં નઈ થ્યું....!” નેહા બોલી “મારે અને સિદ્ધાર્થને મેરેજ વિષે કોઈ વાતજ નઈ  થઈ….! મેં હાં પાડીજ નઈ તો....!?”

 

            “ભલે નઈ પાડી...!” કિચન અને ડ્રૉઇંગરૂમને જોડતાં વચ્ચેના દરવાજે ઉભેલાં નેહાનાં મમ્મી ચિડાઈને બોલ્યાં “હવે હાં પાડીદે...! હવે ઘણો ટાઈમ લઈ લીધો તે....હાં પાડવાં માટે....!”

 

            “પણ મેં કીધુંને....મારે હમણાં મેરેજ નઈ કરવાં....!” નેહા સહેજ સખત સ્વરમાં બોલી પછી સોફામાં બેઠેલાં સુરેશસિંઘ અને રાગિણીબેન સામે જોઈને બોલી “આન્ટી...અંકલ....! સોરી...! સિદ્ધાર્થને કોઈ મિસઅન્ડસ્ટેન્ડિંગ થઈ હશે....! મેં મેરેજ માટે હાં પાડીજ નઈ....! હું સાચે કવ છું....! મારે પે’લ્લાં સ્ટડી પૂરું કરી લેવું છે....!”

 

            “પણ બેટાં....એ તો તું બરોડાં પણ પૂરું કરી શકે એમ છે....!” સુરેશસિંઘ સમજાવતાં હોય એમ બોલ્યાં “સિદ્ધાર્થની કૉલેજમાં તું ટ્રાન્સફર લઈ લેજે...!”

           

            “અરે કૉલેજ ટ્રન્સ્ફરમાં કેટલી બધી માથાકૂટ થાય અંકલ....!” નેહા દલીલ કરતાં બોલી.

 

            “અરે પણ તારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે...!” નેહા મેરેજ ટાળવાં બહાનાં કાઢી રહી એવું સમજી સુરેશસિંઘ મલકાતાં-મલકાતાં બોલ્યાં “હું બેઠો છુંને...! હું જોઈ લઈશ બધું....!”

 

            “પણ હવે થોડાં મહિનાંજ બાકી છે....! અને આ છેલ્લું વર્ષજ છે...!”  નેહા બાળક જેવાં જેવાં જિદ્દીલાં સ્વરમાં બોલી “મારે હવે કૉલેજ નઈ બદલવી....!”

 

            “અરે પણ એમાં શું મોટી વાત છે....!” નેહાનાં મમ્મી હવે આગળ આવીને બોલ્યાં “ત્યાં સિદ્ધાર્થ જોડે ભણવા મલે એ વાત વધારે સારી નઈ વળી....!”

 

            “હાસ્તો....!” વિજયસિંઘ પણ બોલ્યાં.

 

            બધાં હવે ભેગાં થઈને દલીલબાજી વડે નેહાને ઘેરી વળ્યાં. નેહાની કોઈપણ દલીલ તેમની આગળ કમજોર પડવાં લાગી.

           

            “નાં મારે સિદ્ધાર્થ જોડે મેરેજ નઈ કરવાં ...!” દલીલબાજીમાં “હારવાં”  નેહા છેવટે તો એજ વાતે વળગી રહી.

 

            “તું મને કારણ કે’ ખાલી...! કેમ નઈ કરવાં...!” વિજયસિંઘ હવે ચિડાયાં હોય ઉગ્ર સ્વરમાં બોલ્યાં “સિદ્ધાર્થ જેવો છોકરો બીજો નઈ મલે....!”

 

            “મ્મ...મને સિદ્ધાર્થ નઈ ગમતો....! કોઈ બીજું  ગમે છે....!” કોઈ દલીલ નાં બચતાં નેહા જે મનમાં આવ્યું, તે બોલી ગઈ.

           

            “હેં....!? શું બકવાસ કરે છે....!?” વિજયસિંઘ તાડૂકયાં.

 

            “વિજય...શાંત....!” સુરેશસિંઘ મલકાતાં-મલકાતાં બોલ્યાં “નેહા ખોટું બોલે છે...!”

           

            “હું ખોટું નઈ બોલતી....!” નેહા જેમ-તેમ બચાવ કરતાં બોલી “તમે સિદ્ધાર્થને પૂછીલો...! એને ખબર છે...!”

 

            “ભલે....! અમે સિદ્ધાર્થ જોડે વાત કરશું....!” સુરેશસિંઘ બોલ્યાં અને સોફામાંથી ઊભાં થયાં.

 

            સાથે-સાથે રાગણીબેન અને વિજયસિંઘ પણ ઊભાં થયાં.

 

            “ચાલો વિજય....! પછી આગળ વાત કરીએ....!” સુરેશસિંઘ બોલ્યાં અને બહાર જવાં લાગ્યાં.

 

            નેહા સિવાય બાકીનાં બધાં પણ તેમની પાછળ- પાછળ જવાં લાગ્યાં.

 

            “ક્યાં મૂરતનું આ છોકરાંનું જોયું છે....!” સુરેશસિંઘની પાછળ-પાછળ ઓટલાં ઉપર ચાલતાં-ચાલતાં રાગિણીબેન ટોંટ મારતાં બોલ્યાં “છેક કિનારે આઈને અટકે છે....! અને આ છોકરો શું ખબર એવું તો શું કરે  છે..કે આ છોકરી અકળાઈને નાં પાડીદે છે....!”

 

            “વાંક સિદ્ધાર્થનો નઈ....!” ઝાંપો ખોલી ઓટલાંનાં પગથિયાં ઉતરી રહેલાં સુરેશસિંઘ બોલ્યાં “નેહા બવ જિદ્દલી છે....!”

           

            “સુરેશભાઈ..હું નેહાને સમજાઈશ...!” રાગિણીબેનની પાછળ આવી રહેલાં વિજયસિંઘ બોલ્યાં.

           

            “રઘુનાથભાઈ....! આ લો......!”  નેહાને શગુનમાં આપવાં માટે સાથે લાવેલાં સામાનનાં ચોરસ ગિફ્ટ બોક્સને ડ્રાઈવર રઘુનાથભાઈને આપતાં રાગિણીબેન બોલ્યાં “પાછળ દેકીમાં મૂકીદો....!”

 

            “ચાલો....કરણભાઉ આવે ....એટ્લે વાત કરીને કઉ....!” કારની પાછલી સીટમાં બેસતાં પહેલાં સુરેશસિંઘ બોલ્યાં.

            વિજયસિંઘે નિરાશ ચેહરે પરાણે સ્મિત કર્યું.

 

            “ભાઉ રાતે મોડાં પાછાં આવાનાં છે....!” કારમાં બેસીને સુરેશસિંઘે રાગિણીબેનને કહ્યું “તો રાતેજ વાત કરવી છે....!?”

           

            “જે તને ઠીક લાગે એ ભઈલાં...!” રાગણીબેન નિરાશ સ્વરમાં બોલ્યાં “નેહાનું મારાં આરવ સાથે થયું હોત....તો સારું હોત.....! એને તો એ ગમતો ‘તો પણ ખરો....!”

 

             કશું બોલ્યાં વગર સુરેશસિંઘે એક ઊંડો શ્વાસ ભરી કારની વિન્ડોમાંથી બહાર જોયે રાખ્યું.

 

****

            “હવે તે આ બધુ શું માંડ્યુ છે...!?” સુરેશસિંઘ અને રાગીનીબેનનાં ગયાં પછી વિજયસિંઘ નેહા ઉપર તાડૂકયાં “કોણ ગમે છે તને....કે તે સિદ્ધાર્થને ના પાડી દીધી...!?”

           

            “પપ્પા...!” નેહા તેમની સામે હથેળી ધરીને બોલી “ મારે આ ટોપીક ઉપર કોઈ વાત નઈ કરવી...!”

 

            “કરવી પડશે....!” નેહાનાં મમ્મી તેણીને ધમકાવતાં હોય એમ બોલ્યાં “તારાં આવાં નખરાંને લીધે અમારી ઈજ્જત નાં ધજાગરા થાય છે....!”

 

            “આમાં ઇજ્જતની વાત ક્યાંથી આઈ...!?” નેહા બોલી.

 

            “હું તો કવ છું તમે સુરેશભાઈ અને કરણજીને કઈને બધુ ગોઠવી જ દો...!” નેહાનાં મમ્મીએ વિજયસિંઘ સામે જોઈને કહ્યું “ગમે તે થાય...લગન કરીજ નાંખો...!”

 

            “મારે નઈ કરવાં ....કીધુંને મેં...!”

           

            “પણ તને તકલીફ શું છે એ છોકરાથી....!?” નેહાનાં મમ્મી ઉગ્ર સ્વરમાં બોલ્યાં “દારુ પીતો હોય....સીગરેટ ફૂંકતો હોય....કે પછી કોઈ વ્યસન કરતો હોય તો વાત બરાબર છે તું ના પાડે....!”

 

            ક્યાંય સુધી એજ વાત ઉપર માથાકૂટ ચાલી. છતાંય નેહા પોતાની વાત ઉપર અડગજ રહી. છેવટે તેનાં મમ્મી-પપ્પાએ વાત પડતી મૂકી.

 

****

 

            "તમે ગમે તે કો'....! પણ વાંક તમારાં સિદ્ધાર્થનો જ છે ...!" વહેલી સવારે રાગીણીબેન કરણસિંઘ સાથે વાત કરી રહ્યાં હતાં.

 

            આગલી રાતે બરોડાથી સિદ્ધાર્થ અને કરણસિંઘ લેટ આવ્યાં હોવાથી રાગિણીબેન અને સુરેશસિંઘે નેહા વિષે કોઈપણ વાત કરવાનું ટાળ્યું હતું.

           

            જોકે વહેલી સવારે ડાયનિંગ ટેબલ ઉપર કરણસિંઘ,  સિદ્ધાર્થ અને સુરેશસિંઘ ત્રણેય સાથે નાસ્તો કરવાં બેઠાં હતાં, ત્યાં ત્રણેયની હાજરીમાં રાગણીબેને નેહાની વાત ઉખેળી હતી.

 

"એ દર વખતે ખબર નઈ શું કરે છે ...! કે ઓલી ધરાર ના જ પાડી દે  છે ....!" રાગિણીબેન ચિડાઈને બોલી રહ્યાં હતાં.

નાસ્તો કરી રહેલાં કરણસિંઘ, સિદ્ધાર્થ અને સુરેશસિંઘ રાગિણીબેનની વાત ક્યારનાં સાંભળી રહ્યાં હતાં.

 

            કિચનના દરવાજા પાસે ઊભાં-ઊભાં તેઓ બોલી રહ્યાં હતાં. અને નેહાની ના માટે સિદ્ધાર્થને તેઓ દોષી ઠેરવી ચૂક્યાં હતાં.

 

            "પણ એમાં ભાઈનો શું વાંક ....!" ડાયનિંગ ટેબલ પાસે સિદ્ધાર્થની ચેયરની પાછળ ઉભેલી ઝીલ બોલી "નેહાને કોઈ બીજું ગમતું હોય તો સિદ્ધાર્થ શું કરે એમાં ...!?"

 

            "તારે નેહા સાથે શું વાત થઇ 'તી ...!?" બધાને અવગણી કરણસિંઘે જોડે બેઠેલાં સિદ્ધાર્થને પૂછ્યું "એણે મેરેજ માટે હાં પાડી'તી કે નઈ ....!?"

 

            એક ઊંડો શ્વાસ ભરી સિદ્ધાર્થ મૂંઝાઈને કરણસીંઘ સામે જોઈ રહ્યો.

 

            નેહાએ માત્ર તેમની સગાઈ વિષે કૉલેજમાં બધાંને જણાવવાંનું કહ્યું હતું, મેરેજ વિષે તેણીએ કશું સ્પષ્ટ નહોતું કહ્યું. જોકે નેહાએ બધાની સામે તેમનો રિલેશન એક્સેપ્ટ કરવાની વાત કરતાં સિદ્ધાર્થ મેરેજ માટે પણ નેહાની હા માની બેઠો અને ઉત્સાહમાં આવીને કરણસિંઘને કહી દીધું.

 

            સિદ્ધાર્થ મૌન થઈ વિચારે ચઢી જઈ શૂન્યમનસ્ક જોઈ રહ્યો.

 

            "જો કોઈ વાત ન'તી થઇ....તો તારે અમારી ફજેતી કરાવવાની શું જરૂર હતી ....!?" રાગિણીબેન ચિડાઈને બોલ્યાં.

 

"તારે સરખી વાત કરી લેવી જોઈતી’તી....!” ચેયરમાંથી ઊભાં થતાં કરણસિંઘ બોલ્યાં.

 

તેમનાં સ્વરમાં નારાજગીનો ભાવ સિદ્ધાર્થ પારખી ગયો.

 

“જે પણ મિસઅંન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય.... ! એ દૂર કર...!” બેડરૂમ તરફ જતાં-જતાં કરણસિંઘ ઠંડા સ્વરમાં બોલ્યાં “મારે દિવાળીએ તમારાં લગન કરી દેવાં છે....ગમે તે થાય...!”

 

એટલું બોલતાં-બોલતાં કરણસિંઘ પોતાનાં રૂમ તરફ જતાં રહ્યાં. ચિડાયેલો સિદ્ધાર્થ થોડીવાર સુધી એમજ બેસી રહ્યો. રાગિણીબેન પણ પાછાં કિચનમાં જતાં રહ્યાં.

 

સિદ્ધાર્થની પાછળ ઊભાં-ઊભાં ઝીલ દયામણું મોઢું કરી સિદ્ધાર્થની પીઠ તાકી રહી.

 

“જે પણ મિસઅંન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય.... ! એ દૂર કર...!” કરણસિંઘની એ વાત સિદ્ધાર્થનાં મનમાં ઘૂમરાવવાં લાગી “મારે દિવાળીએ તમારાં લગન કરી દેવાં છે....ગમે તે થાય...! ગમે તે થાય...!”

 

“ગમે તે થાય...!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો અને ચેયરમાંથી ઊભો થયો અને પોતાનાં રૂમ તરફ ચાલ્યો “નેહા જોડે વાત કરવીજ પડશે...!”

 

ઝડપથી  તૈયાર થઈ તે કૉલેજ જવાં નીકળી ગયો.

****

   

            “બાપરે....આજે તો કેન્ટીન આખી ખાલી-ખાલી છે.....!?” વહેલી સવારે કૉલેજ કેન્ટીનમાં આવી પહોંચેલી નેહા એક ટેબલ નીચેથી ખેંચી બેસતાં બબડી “એક્ઝામને લીધે હજી કોઈ ખાસ આયુ નઈ લાગતું....!”

           

            નેહા બબડી અને પોતાનાં હેન્ડબેગમાંથી પોતાની નોટબૂક વગેરે કાઢી ટેબલ ઉપર મુકવાં લાગી.

 

            “લાવણ્યા મેડમ પણ નઈ બે-ત્રણ દિવસથી નઈ દેખાતાં....! સિદ્ધાર્થ પણ બે-ત્રણ દિવસથી નઈ દેખાતો....!” નોટબૂકમાં લખેલું લખાણ વાંચતાં-વાંચતાં નેહા એકલાં-એકલાં બબડી રહી હતી.

 

            “ઘર્રરર....!”

           

            ત્યાંજ ટેબલની નીચેથી સામેની ચેયર ખેંચવાંનો અવાજ આવતાં નેહાએ નજર ઊંચી કરીને જોયું. સામેની ચેયર ખેંચી ઊંધી ફેરવીને સિદ્ધાર્થ આઈને બેઠો હતો.

 

            તે ચિડાયેલાં મોઢે નેહા સામે જોઈ રહ્યો હતો.

 

            “બવ દિવસે દેખાયો....!” નેહાએ  તદ્દન સ્વાભાવિક સ્વરમાં પૂછ્યું.

 

            સિદ્ધાર્થ ઘડીભર તેણીનાં ચેહરા સામે જોઈ રહ્યો. નેહાનાં ચેહરા ઉપર જાણે કોઈજ ભાવ  નહોતાં.

 

            “તારે ખરેખર એક્ટર હોવું જોઈએ....!” સિદ્ધાર્થ ટોંટ મારતાં બોલ્યો “તારે કૉલેજમાં ભણવાની જરૂરજ ક્યાં છે..!?”

 

            “અચાનક શું થઈ ગ્યું તને યાર...!?” નેહાએ સિદ્ધાર્થને વધુ ચીડવ્યો.

           

            “તને બધી ખબર છે...તો પણ તું એક્ટિંગ કરે છે ...!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું.

 

            “જો.....!” પોતાની નોટબૂક બંધ કરતાં-કરતાં નેહા છેવટે બોલી “ઈંટ વોઝ એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ.....! અને મોસ્ટલી તારી સાઈડથી હતી….!”

 

            “શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ યાર...!” સિદ્ધાર્થ વધુ ચિડાયો “તે કીધું’તું...કે તું હવે બધાની સામે આપડો રિલેશન એકસેપ્ટ કરવાં માંગે છે....!”

           

            “હાં....તો મેં ગ્રૂપમાં બધાંને કઈ પણ દીધું કે તું મારો ફિયાન્સ છે....!” નેહા પોતાનાં ખભાં ઉછાળીને બોલી “અને મેં આપડો રિલેશન બધાની સામેએકસેપ્ટ કરવાની વાત કરી હતી....!  મેરેજ માટે હાં ન’તી પાડી....! તે ખોટું સમજી લીધું....! અને બધું બાફી માર્યું....એમાં હું શું કરું.....!?”

 

            નેહા ફરીવાર એજ રીતે ખભાં ઉછાળીને બોલી. સિદ્ધાર્થ થોડીવાર માટે અવાચક નજરે તેણી સામે જોયે રાખ્યું.

 

            “ઓકે ચલ....! માની લીધું...!” કેટલીક ક્ષણો પણ સિદ્ધાર્થ એવાજ ટોંન્ટભર્યા સ્વરમાં બોલ્યો “તે હાં નો’તી પાડી....! તો હવે હું ક્લિયર પૂછું છું....! ઘરમાં બધાં મેરેજ માટે પ્રેશર કરે છે...! હવે બોલ.....! તારી ઈચ્છા નઇ....!”

 

            “એજ જે પે’લ્લાં હતી....!” નેહા શાંતિથી બોલી “મારે અત્યારે મેરેજ નઈ કરવાં....!”

           

            “તો તે સગાઈ માટે હાં શું કામ  પાડી’તી.....!?” સિદ્ધાર્થ ચિડાઈ ગયો.

 

            નેહાએ એક ઊંડો શ્વાસ ભર્યો અને કહ્યું “તું ય જાણે છે....એ વખતે શું સિચ્યુંએશન હતી....!”

 

            પોતાનું નોટપેડ ઓપન કરી નેહા પાછું તેમાં કઈંક વાંચવા લાગી.

 

            “પણ હવે અત્યારની સિચ્યુંએશનનું શું....!?” સિદ્ધાર્થે વેધક સ્વરમાં પૂછ્યું.

 

            “મારે અત્યારે મેરેજ નઈ કરવાં....ધેટ ઈઝ ફાઇનલ...!” નેહા બોલી.

 

            “ઝીલ કે’તી’તી...કે તને કોઈ બીજું ગમે છે....!” સિદ્ધાર્થ બોલ્યો “એટ્લે નઈ કરવાં તારે.....!?”

 

            “હાં એટ્લેજ નઈ કરવાં....! તું ય કોઈક બીજી ગોતીલે...! તને મેરેજની બવ ઉતાવળ હોય તો....!” નેહાએ ચિડાઈને જવાબ આપ્યો.

 

            “બીજી શું કામ....!? તારી ફેવરિટ લાવણ્યાને જ પકડી લવને....!” ગુસ્સે થઈ સિદ્ધાર્થ ટોંન્ટ મારતાં બોલ્યો.

 

            “હાં તો જા....પકડીલે....! એનાં માટે મેં તને ઓલરેડી છૂટ આપી જ દીધી છે....!” નોટપેડમાં લખતાં-લખતાં નેહા બોલી ગઈ.

 

            ચિડાયેલો સિદ્ધાર્થ ગુસ્સે થઈ ચેયરમાંથી ઊભો થઈ ગયો અને પાછું ફરીને ઝડપથી કેન્ટીનની બહાર નીકળી ગયો.

            કેન્ટીનનાં ગેટમાંથી બહાર નીકળી રહેલાં સિદ્ધાર્થની પીઠને નેહા તાકતી રહી અને વિચારી રહી.

*****

            “લાવણ્યા...!”

 

            ગેટથી ચાલતી-ચાલતી લાવણ્યા કેન્ટીન તરફ જઈ રહી હતી ત્યાં પ્રેમે પાછળથી તેને બૂમમારી. નેહા-સિદ્ધાર્થની સગાઈનું જાણ્યાં પછી  લાવણ્યા આજે ત્રણેક દિવસ પછી કોલેજ આવી હતી.

 

            પ્રેમે બૂમ મારતાં પાછાં ફરીને લાવણ્યાએ તે તરફ જોયું

 

            “કેમ આજે બહુ દિવસે આવી...!?” તેની નજીક આવતાં પ્રેમ બોલ્યો.

 

        “તબિયત ઠીક નહોતી....!” લાવણ્યાએ ટૂંકો જવાબ આપ્યો પછી પૂછ્યું “તું દર વખતે હું જ્યારે કોલેજ આવુંછું તું પાછળથી મને બોલાવે છે...! તું રાહજ જોઈને બેઠો હોય છે કે શું..!?”

 

        “નાં.... નાં...અ …! એવું કઈ નથી...!” પ્રેમ થોથવાઈ ગયો.

 

            કેમકે લાવણ્યાએ તુક્કો સમજીને મારેલું તીર નિશાને વાગ્યું હતું. પ્રેમ હમેશાં લાવણ્યાની રાહ જોઈને ગેટની સામે ઉભેલા મેગીવાળા જોડે ઝાડ નીચે બેઠો રહેતો.

 

        “અરે બાપરે....!?” લાવણ્યા સમજી ગઈ અને મનમાં બબડી.

           

            એક ક્ષણ માટે તેણીને આરવ યાદ આવી ગયો અને તે હળવું હસી પાછી કેન્ટીન તરફ ચાલવાં લાગી.

 

        “તને ખબર પડી ગઈ …એમને...!?”  પ્રેમ તેની જોડે ચાલવાં લાગ્યો.

 

            લાવણ્યા ફરીવાર હળવું દર્દભર્યું હસી.

 

        “ પ્રેમ....! ડિયર...!” લાવણ્યા અટકી અને ધીરેથી પ્રેમને સમજાવવાના સૂરમાં કહ્યું “સોરી...!”

 

        “સોરી...!?” પ્રેમને નવાઈ લાગી “પણ કેમ....!?”

 

            આખી કોલેજ લાઈફમાં પહેલીવાર તેણે “લાવણ્યા”ના મોઢેથી સોરી શબ્દ સાંભળ્યો હતો.

 

        “હું કાયમ તારી ઇન્સલ્ટ કરતી હતીને....!?” લાવણ્યાએ ઢીલા ચેહરે તેની તરફ જોયું અને હળવેથી તેનાં ગાલે હાથ મૂક્યો “સોરી....!”

 

            પ્રેમે નવાઈપૂર્વક લાવણ્યા સામે જોયું. તે બદલાયેલી લાગતી હતી.

 

        “મને હવે ખરેખર ડાઉટ થાય છે....! કે તું લાવણ્યા નથી....!” પ્રેમે લાવણ્યાને છેડતાં કહ્યું.

 

             “ઓહ shut up પ્રેમ...!” લાવણ્યાએ ચીડાવાનો ઢોંગ કરતી હોય એમ બોલી અને ચાલવાં લાગી.

 

            કોલેજમાં ગેરહાજર રહ્યાં દરમિયાન લાવણ્યા સિદ્ધાર્થ વિષેજ વિચાર્યા કરતી. સિદ્ધાર્થ માટે પોતે જે ફીલ કરતી એ જાણને તેને પોતાને આશ્ચર્ય થતું. જેને પ્રેમ કરતાં હોવ એની લાઈફમાં જ્યારે તમારું કોઈ મહત્વજ ના હોય ત્યારે કેવું ફીલ થાય એ લાવણ્યા આ સમય દરમ્યાન સમજી ગઈ હતી. સિદ્ધાર્થની લાઈફમાં પોતાનું કોઈ મહત્વ નાં હોવું વગેરે એ બધાંથી હર્ટ થયાં પછી લાવણ્યાને પોતે પ્રેમ સાથે કરેલાં બિહેવિયર ઉપર ખૂબ પસ્તાવો થયો હતો. પ્રેમને જોઈનેજ તેણીએ નક્કી કરી લીધું હતું કે તે હવે પ્રેમ સાથે પહેલાં જેવુ અપમાનજનક બિહેવિયર નહીં કરે.

 

            “પણ તને કેમની ખબર પડી કે હું તારી રાહ જોઈને બેસી રઉ છું...!?” પ્રેમે પૂછ્યું.

                       

            “મેં તને પહેલાં પણ એક-બેવાર ત્યાં મેગીવાળાં જોડે ઝાડ નીચે બેઠેલો જોયો છે....!” લાવણ્યા સ્મિત કરીને બોલી “પણ મને હતું કે તું અમસ્તુંજ બેસતો હોઈશ....! મને ન’તી ખબર કે તું મારી રાહ જોઈને બેસી રહેતો હોઈશ....!”

 

        “પણ....! પ્રેમ...!” લાવણ્યા હવે કોલેજ બિલ્ડીંગ તરફ ચાલવાં લાગી “હું તને સાચું કહું છું....! હું તને ફક્ત એક સારો ફ્રેન્ડ માનું છું ...! બીજું કઈ નઈ....!”

 

        “હું જાણું છું….!” પ્રેમ ભોળાંભાવે બોલ્યો “અને મને તું ફ્રેન્ડ તરીકે પણ ચાલશે.....!”

 

        બંને હવે જોડે કોલેજ બિલ્ડીંગનું પગથિયું ચઢીને કેન્ટીન તરફ જતાં કોરિડોરમાં ચાલવાં લાગ્યા.

 

        “આજે શું વાત છે ...!? લાલ ચટ્ટાક હોંઠ...! લાલ પંજાબી ડ્રેસ....!? એકદમ પંજાબી કૂડી બની ગઈ...!?” લાવણ્યાએ પહેરેલાં રેડ બાંધણીવાળાં પંજાબી ડ્રેસ સામે જોઈને પ્રેમ બોલ્યો.

 

        “હાં ....હાં...હાં...! રોજ કઇંક નવું કરવું પડેને....!?” લાવણ્યા દર્દભર્યું હસી પછી સિદ્ધાર્થને યાદ કરી મનમાં બબડી “નઈ તો કોઈ જોવે પણ નઈ.....!”

 

            “હમ્મ...!” પ્રેમે હકારમાં માથું ધૂણાવ્યું તેની નજર સામેથી ઝડપથી ચાલીને આવતાં સિદ્ધાર્થ ઉપર પડતાં તે બોલ્યો “અરે આ સિદ્ધાર્થ....! કેમ પાછો જાય છે..!?”

 

        પ્રેમે સામેથી ઉતાવળા પગલે તેમની તરફ આવી રહેલાં સિદ્ધાર્થને આવતો જોઈને કહ્યું. લાવણ્યાએ પણ સિદ્ધાર્થને આવતો જોયો.

 

            “જબરી જિદ્દીલી છે....!”  કૉલેજ બિલ્ડીંગમાંથી બહાર નીકળી પેવમેંન્ટ ઉપર ઊંધું ઘાલીને ચાલતો-ચાલતો સિદ્ધાર્થ ગુસ્સામાં બોલતાં-બોલતાં જઈ રહ્યો હતો.

 

            “એનું મોઢું કેમ ઉતરેલું છે...!?” પેવમેંન્ટ ઉપર આવી રહેલાં સિદ્ધાર્થને જોઈને લાવણ્યા હળવેથી બબડી.  

 

            “શું ખબર....!? ” પ્રેમે ખભાં ઉલાળ્યા.

 

        “સિદ્ધાર્થ....!?” સિદ્ધાર્થ સામે ઝડપથી ચાલીને જઈને લાવણ્યાએ સિદ્ધાર્થને આંતરીને ચિંતાતુર સ્વરમાં કહ્યું “શું થયું તને...!?”

     

       “hi લવ...!” સિદ્ધાર્થે વિલા મોઢે લાવણ્યા સામે જોઈ કહ્યું.  

 

      સિદ્ધાર્થે લાવણ્યાને તેનાં પેટનેમથી બોલાવતાં લાવણ્યાના ગાલ લાલ થઈ ગયાં.

 

       પ્રેમને નવાઈ લાગી. તે લાવણ્યા સામે જોઈ રહ્યો.

 

      “ક્યાં જાય છે....!?” સિદ્ધાર્થનું ઉતરી ગયેલું મોઢું જોઈને લાવણ્યાએ વધુ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

 

        “બસ ઘર તરફ જતો હતો...!” સિદ્ધાર્થ વિલા એવાંજ મોઢે બોલ્યો.

 

        “શું થયું મને કહીશ….!?” સિદ્ધાર્થનાં ચેહરા ઉપરની ઉદાસી પારખી જઈને લાવણ્યા જાણે તેની ખાસ મિત્ર હોય તેમ હકથી બોલી અને સિદ્ધાર્થની હથેળી વધુ જોરથી પકડીને પોતાની તરફ હળવેથી ખેંચી.

 

        “નેહાએ ફાઇનલી ના પાડી દીધી....!” સિદ્ધાર્થ હેલ્પલેસ સ્વરમાં માથું ધૂણાવીને બાળકની જેમ  બોલ્યો.

 

        “what….!?” લાવણ્યા ચમકી ગઈ.

 

        “શું….!? શેની ના પાડી દીધી...!?” પ્રેમને કઈં ના સમજાતાં તે મૂંઝાઈને વચ્ચે બોલ્યો “તમે શેની વાત કરો છો..!?”

 

        “પ્રેમ...! ડિયર...!” લાવણ્યાએ તેને કહ્યું “તું કેન્ટીનમાં જા અને મારી વેઇટ કર હું આવું છું...! હમ્મ...!”

 

        “ok…!” પ્રેમ સમજી ગયો કે લાવણ્યાને સિદ્ધાર્થ જોડે કઈં વાત કરવી હશે એટ્લે ત્યાંથી તે કેન્ટીન તરફ ચાલવાં લાગ્યો.

 

        “Sid…!” લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થનો હાથ હળવેથી પોતાની તરફ ખેંચ્યો અને વ્હાલથી તેની તરફ જોયું “હવે મને કે’ શું થયું...!?”

 

        “અરે યાર...શું કહું!” સિદ્ધાર્થે નિ:શ્વાસ નાંખ્યો “અમારું ઓલમોસ્ટ ફિક્સ હતું...! ઘરમાં બધાં હવે લગન લેવાની વાત કરતાં હતાં’ને આ છોકરીએ ઘસીને ના જ પાડી દીધી....!”

 

        “પણ કેમ....!?” લાવણ્યા મનોમન ખુશ થઈ હતી. સિદ્ધાર્થ આજે જાણે તેણીને ઓળખતો હોય એમ છૂટથી તેણી જોડે તેનાં હ્રદયની વાત કરી રહ્યો હતો “એવું તો શું થઈ ગયું...!”

 

        “તું જ એને કેમ નથી પૂછતી...!?” સિદ્ધાર્થ અકળાઈને બોલ્યો અને કોલેજ બિલ્ડીંગનાં પગથિયાં ઉતરી પેવમેંન્ટ ટ્રેક ઉપર ચાલવા લાગ્યો.

 

       “અરે....! ક્યાં જાય છે તું....!?” ચિંતાતુર લાવણ્યા સિદ્ધાર્થની પાછળ દોડી.

 

        “Sid…! તું ચાલ મારી સાથે...!”લાવણ્યાએ તેનો હાથ પકડીને ખેંચવાં લાગી અને કેન્ટીન તરફ જવા લાગી.

 

        “ક્યાં....!લઈ જાય છે?” સિદ્ધાર્થ તેની પાછળ દોરવાતાં બોલ્યો.

 

        “હું એ પાગલ છોકરી જોડે વાત કરું છું....!” લાવણ્યા બોલી.

 

        “ના....!” સિદ્ધાર્થ બોલ્યો અને હાથ છોડાવીને ઊભો રહ્યો “તું એની જોડે વાત કરે એમાં મારી કોઈ જરૂર નથી....”

 

        “પણ Sid….!” લાવણ્યા દલીલ કરવાં ગઈ પણ સિદ્ધાર્થ વચ્ચે બોલ્યો.

 

        “હું શંભુ ઉપર છું...! તારે પતે એટ્લે ત્યાં આવી જજે....!” એટલું કહીને સિદ્ધાર્થ ચાલતો થયો.

 

            બ્લેક પોલો ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં પાછળથી તેનું કસાયેલું શરીર એકદમ હોટ લાગી રહ્યું હતું. લાવણ્યાને જે જોઈતું’તું એ મળી ગયું હોવા છતાં કોણજાણે કેમ તેને સિદ્ધાર્થ માથે દુ:ખ થયું હતું. પાર્કિંગ તરફ જઈ રહેલાં સિદ્ધાર્થને થોડીવાર જોઈ રહી લાવણ્યા છેવટે કેન્ટીન તરફ ચાલી.

 

            કૉલેજમાંથી એનફિલ્ડ લઈને સિદ્ધાર્થ ગુસ્સામાંને ગુસ્સાંમાં શંભુ કૉફી શૉપ પર આવી ગયો. વરસાદની રોમેન્ટીક સિઝનમાં આખું કોફીશોપ લગભગ ફુલ ભરેલું હતું. ચોરસ નાના લાકડાંનાં કોફી ટેબલની આજુબાજુ નાનાં બેસવાંનાં સ્ટૂલ હતાં. સ્ટૂલ અને કોફી ટેબલ બંને એક સરખી ડિઝાઇનનાં લાકડાંની પટ્ટીઓનાં બનેલાં હતાં. બધાંજ ટેબલો આજુબાજુ સ્ટૂલપર બેઠેલાં છોકરાં-છોરીઓથી ઘેરાયેલાં હતાં. કેટલાંક કપલ્સતો એચએલ કોલેજનાં પણ હતાં જેમને સિદ્ધાર્થ ઓળખી ગયો.

           

            "અહિયાં કાયમ આવીજ ભીડ હોય છે ...!" નેહા જોડે અગાઉ કૉફી શોપમાં આવતાં સિદ્ધાર્થે રોજ જેવીજ  ભીડ જોઈને મોઢું મચકોડયું અને એક ખાલી ટેબલ જોઈ તેનાં સ્ટૂલ ઉપર જઈને બેસી ગયો.

 

            કંટાળેલાં ચેહરે આમતેમ જોયાં પછી સિદ્ધાર્થે છેવટે પોતાનો મોબાઈલ કાઢ્યો અને whatsappમાં વિકટનો નંબર કાઢી મેસેજ ટાઈપ કરવાં લાગ્યો.

 

            "નેહાએ ફરીવાર ના પાડી દીધી ....!" મેસેજ ટાઈપ કરી સિદ્ધાર્થે સેન્ડ કરી દીધો અને વિકટનાં રિપ્લાયની રાહ જોવાં લાગ્યો.

           

***

 

         "ખરેખર હોં ....! આજનો દિવસ બવ  બોરિંગ છે ...!" નેહાની સામે બેઠેલી અંકિતા બોલી.

 

            કેન્ટીનમાં હવે નેહાની આજુબાજુ બીજાં બધાં ફ્રેન્ડ્સ પણ આવીને બેસી ગયાં હતાં. ધીરે-ધીરે કેન્ટીનમાં ભીડ વધી જતાં રોજની જેમ કેન્ટીન લગભગ ફૂલ થાવા  આવી હતી.

 

        “તે સિદ્ધાર્થને નાં કેમ પાડી....!?” નેહા સિદ્ધાર્થનાં વિચારોમાં ખોવાયેલી હતી ત્યાંજ ટેબલ પાસે આવીએ પહોંચી ટેબલ ઉપર પોતાનું હેન્ડબેગ ધડ દઈને મૂકતા લાવણ્યાએ નેહા જોડે ચેયરમાં બેસતાંજ કહ્યું.

 

        “તને સિદ્ધાર્થે કહ્યું...!?” નેહાએ હળવાં આશ્ચર્યથી પૂછ્યું.

 

        “હાં...!” લાવણ્યાએ ટૂંકો જવાબ આપ્યો.

 

         "અરે....!? ખરેખર આ છોકરો આની જોડે બોલવાં લાગ્યો ....!?" નેહાને વધુ આશ્ચર્ય થયું અને તે લાવણ્યા સામે જોઈ રહી મનમાં બબડી.

 

         “તું કે મને...!" લાવણ્યાએ ફરીવાર પૂછ્યું  "કેમ ના પાડી...!?”

 

        “તમે લોકો શું વાત કરો છો…..?” અંકિતાની જોડે બેઠેલી ત્રિશાએ હવે કુતુહલવશ પૂછ્યું “અમને તો કો'....!?”

 

        “સિદ્ધાર્થ અને નેહાનાં મેરેજ થવાનાંછે....!” લાવણ્યાએ ત્રિશા તરફ જોઈને ટૂંકમાં કહ્યું “અને આ છોકરી લગન કરવાની ધરાર નાં પાડે છે....!”

 

        “હેં....! એ છોકરી આવું કરાય...!?” પ્રેમ ચોંકીને બોલી પડ્યો.

 

        “તો હું લગન કરી લઉ?” ત્રિશા ટીખળ કરતાં બોલી “ક્યાં છે સિડ...! લાવ હુંજ પૂછી લઉં એને...!?”  

 

        “સ્ટોપ ઈટ...!” લાવણ્યા થોડાં કડક સ્વરમાં બોલી “હવે કોઈ વચ્ચે નાં બોલતાં….!”

 

            લાવણ્યાએ બધા તરફ ચેતવણી આપતી હોય તેમ હાથ કરીને કહ્યું અને પાછી નેહા તરફ ફરી “તું બોલ હવે ...! કેમ નાં પાડે છે તું...!? એ છોકરાંને કેમ હર્ટ કરે છે તું....!?”

 

        “Because I Love Someone else…!” નેહાએ શાંતિથી કીધું.

 

            તેણે કરેલાં ધડાકાંથી લાવણ્યા સહિત સૌ કોઈ ચોંકી ગયાં.

 

            લાવણ્યા પણ છક થઈને બે ઘડી નેહા સામે જોઈ રહી..

 

"વોટ નોનસેન્સ...!?"  નેહાની વાત ઉપર જાણે વિશ્વાસ જ ના હોય એમ લાવણ્યા તાડૂકીને બોલી "તું સિદ્ધાર્થને પડતો મૂકીને બીજા કોને લવ કરે છે...!?"

લાવણ્યાએ ઉગ્ર સ્વરમાં પૂછતાં હવે ગ્રુપનાં બધાં બીજાં બધાંને પણ વાતમાં રસ પડ્યો અને તેઓ  તેમનાં મોબાઈલ મંતરવાના મૂકીને બેયની વાત સાંભળી રહ્યા.

"Its not your business લાવણ્યા...!" નેહાએ તદ્દન ભાવવિહીન સ્વરમાં લાવણ્યાને મહત્વ આપ્યાં વિના કહ્યું અને પોતાનો મોબાઈલ મંતરવાં લાગી.  

લાવણ્યા છક થઈ ગઈ. બીજાં બધાંપણ એકબીજાના મોઢાં તાકવાં લાગ્યા. તેમને તો વિશ્વાસજ નહોતો આવતો કે નેહા જેવી છોકરી આવો ભાવવિહીન જવાબ આપી શકે.

"અરે પણ શું કમી છે સિદ્ધાર્થમાં...!?" ચિડાયેલી લાવણ્યા અધીરી થઈને પૂછવાં લાગી.

"તને એટલો બધો ગમતો હોય તો તુજ એની જોડે લગ્ન કેમ નથી કરી લેતી..!" નેહાએ રૂડલી ફરીવાર "unexpected" કહી શકાય તેવો જવાબ આપ્યો.

"તું સાચે નેહાજ છે ને...!?" લાવણ્યાને જાણે તેની વાત ઉપર વિશ્વાસ ના હોય એમ બોલી.

"ઓહ પ્લીઝ લાવણ્યા...!" કંટાળેલી નેહા હવે ઊભી થઈ ગઈ "હું લેકચર ભરવાં જાઉં છું...!"

એટલું કહીને નેહા કેન્ટીનથી બહાર નીકળવાં લાગી. પ્રેમ સિવાય બાકીનાં પણ એક પછી એક ઊભાં થવાં લાગ્યાં.

નેહાનાં વર્તનથી ડઘાઈ ગઈ હોય એમ લાવણ્યા મૌન થઈને તાકી રહી.

થોડીવાર પછી તેમનું ટેબલ ખાલી થઈ ગયું. હવે પ્રેમ લાવણ્યાની સામે જોતો-જોતો બેઠો રહ્યો.

"હવે તું શું વિચારે છે ..!?" લાવણ્યા તરફ જોઈ રહેલાં પ્રેમે પૂછ્યું.

"પ્રેમ...! ડાર્લીંગ..! આજે તું લેકચરમાં મારાં માટે નોટ્સ બનાવી લઇશ...!" લાવણ્યા ચેયર ઉપરથી ઊભી થઈ અને ટેબલ ઉપર પડેલું તેનું બેગપેક ઉઠાવ્યું "મારે થોડું અર્જેંટ કામ છે...!"

એટલું કહીને લાવણ્યાએ તેની નજીક આવીને નીચા વળીને તેનાં ગાલ ઉપર હળવું ચુંબન કર્યું.

"હાં સારું..!" પ્રેમ ખુશ થઈ ગયો.

લાવણ્યા ત્યાંથી બહાર જવા ચાલી નીકળી.

****

"મને તો ખરેખર વિશ્વાસ નઈ આવતો ...!" કેન્ટીનમાંથી નીકળી કલાસરૂમ તરફ જઈ રહેલી નેહા મનમાં વિચારી રહી હતી "આ છોકરો તો ખરેખર આ રખડેલની જોડે બોલવાં માંડ્યો ...!"

નેહાનું મન વિચારે ચઢી ગયું.

"હજી ગઈકાલ સુધી તો એ લાવણ્યાનું મોઢું પણ જોવાનું પસંદ નો'તો કરતો ...! ને આજે અચાનક આ રખડેલે એવું તો શું કરી નાંખ્યું કે સિડ આવી વાત પણ એની જોડે શેયર કરવાં માંડ્યો ....!?"

કલાસરૂમ સુધી પહોંચતાં-પહોંચતાં નેહાને સિદ્ધાર્થનાં આમ અચાનક આવાં બિહેવિયર ચેન્જથી આશ્ચર્ય થતું રહ્યું.

"તને મેરેજની બવ ઉતાવળ હોય તો..તું ય કોઈક બીજી ગોતીલે...!” પોતાનાં કહેલાં શબ્દો નેહાને હવે યાદ આવવાં લાગી. 

“બીજી શું કામ....!? તારી ફેવરિટ લાવણ્યાને જ પકડી લવને....!” નેહાએ એવું કહેતાં સિદ્ધાર્થે પણ જે કહ્યું હતું એ પણ નેહાને યાદ આવ્યું.

ધીરે-ધીરે નેહાને સિદ્ધાર્થ ઉપર ગુસ્સો પણ ચઢવાં લાગ્યો.    

“સાચેમાં એ રખડેલને પકડી લેશે....! એવી ન’તી ખબર....!”

ક્લાસરૂમમાં અંદર એન્ટર થતાં-થતાં નેહા બબડી.

"હુંહ ....બધાં છોકરાઓ એક  જેવાંજ હોય છે ....!"

*****

 

કેન્ટીનમાંથી બહાર નીકળીને લાવણ્યાએ તેનાં મોબાઇલમાંથી સિદ્ધાર્થનો ફોન જોડ્યો. થોડીવાર સુધી રિંગ વાગતી રહી.

"હેલ્લો...!?" સિદ્ધાર્થે ફોન ઉઠાવતાંજ કહ્યું "હાં..! બોલ..! શું હતું..!?"

"ક્યાંછે..!?"

"ભૂતનું ઘર આંબલી..!" સિદ્ધાર્થ તદ્દન દેશી સ્વરમાં બોલ્યો "શંભુ ઉપર..!"

લાવણ્યા હસી પડી. સિદ્ધાર્થ એક ઉચ્ચવર્ગનો હોવાછતાં ઘણીવાર આરીતે દેશીસ્વરમાં બોલતો રહેતો.

"ત્યાંજ રે'જે ...!" લાવણ્યા બોલી "હું આવું છું...!"

"હમ્મ..!" કહીને સિદ્ધાર્થે ફોન કટ કર્યો.

લાવણ્યા ફોન હાથમાં રમાડતી-રમાડતી કોલેજનાં મુખ્યની ગેટની બહાર નીકળી. St.Xevier કોલેજનાં સામે આવેલું શંભુ કોફીશોપ H.L. Commerce કોલેજથી બહુ દૂર નહોતું. છતાં વરસાદની સિઝનમાં ચાલવું નાં પડે એટ્લે લાવણ્યાએ એક ઓટોવાળાને હાથ કરીને ઊભો રાખ્યો.

"શંભુ કોફીશોપ..!" એટલું કહીને લાવણ્યા પાછલી સીટ ઉપર બેસી. ઓટોવાળાએ તેની રિક્ષા ચલાવવા માંડી.

ઓટોમાં બેઠેલી લાવણ્યાએ અંદરથી ઉપર આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળો તરફ જોયું. વહેલી સવારે પડેલાં વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાવણ્યાનાં મનમાં હજીપણ નેહાએ કહેલી વાત ઘૂમરાઈ રહી હતી.

****

            “એ....નેહા.....!” કેન્ટીનમાં આવી પહોંચેલી અન્ય ગ્રૂપની એક છોકરી કાંચી નેહાની જોડેની ચેયરમાં બેસી ઉતાવળા સ્વરમાં બોલી “ઓલો તારો ફિયાન્સ ....સિદ્ધાર્થ....ઓલી ચાંપલી જોડે શું કરે છે....!?”

            કૉલેજનાં એક અન્ય ગ્રૂપ “WE-2” ની મેમ્બર એવી કાંચી કૉલેજમાં તેનાં ધાકડ સ્વભાવ માટે પ્રખ્યાત હતી. WE-2 ગ્રૂપમાં કાંચી અને અને તેની ફ્રેન્ડ વ્યોમાં એમ બેજ મેમ્બર્સ હતાં, આથી તેમણે ગ્રૂપનું નામ WE-2 પાડ્યું હતું.

            અન્ય ગર્લ્સ કરતાં એવરેજ હાઈટમાં રાની મુખરજીની જેમ સહેજ “બટકી” અને રાની મુખરજી જેવોજ ઘેરો પણ મસ્ત મજાનો નટખટ વોઈસ, કાળી સુંદર આંખો, મીડિયમ લંબાઈનાં એકદમ સીધા પણ નઈ અને એકદમ વાંકાં પણ નહીં એવાં વાળ અને ઓલવેઝ રફ એન્ડ ટફ જીન્સ ટી-શર્ટ, કાંચીની પર્સનાલિટી “કુછ-કુછ હોતા હે” ની કાજોલ ટાઈપની હતી. આખી કૉલેજમાં પોતાની યુનિક પર્સનાલિટીની જેમજ તેનું નામ પણ યુનિક હતું -“કાંચી”. કૉલેજનાં કોઈપણ ફંક્શનમાં જવાં માટે ક્લાસનાં અન્ય સ્ટુડન્ટ્સને ગમે તે રીતે તૈયાર કરવાનું “અઘરું” કામ મોટેભાગે કાંચી આસાનીથી કરી લેતી.

            “કોણ ચાંપલી....!?” નેહા કઈં પૂછે એ પહેલાંજ સામે બેઠેલી કામ્યાએ કુતૂહલવશ પૂછ્યું.

            “અરે કેમ....!? જે એની પાછળ હાથ ધોઈને પડી છે એ....!” કાંચી તેનાં નટખટ સ્વરમાં બોલી પછી ચાળાં પાડતી હોય એવાં સ્વરમાં બોલી “તોલેજની મિચ બ્યુટી ક્બિન....લાબન્યા...! હૂઁહ....! એ ચાંપલી જોડે એ શંભુ કૉફી શોપમાં બેઠો છે....!”

            “વ્હોટ….! સિદ્ધાર્થ લાવણ્યા જોડે શંભુ પર બેઠો છે ...!?” કામ્યાએ વધુ આશ્ચર્યથી પૂછ્યું.

            બધાંને ખબર હતી, એ લાવણ્યાનાં અથાક પ્રયત્નો છતાં સિદ્ધાર્થ લાવણ્યાને ભાવ આપવાની વાત તો દૂર લગભગ એની સામું પણ નહોતો જોતો.

            “હાસ્તો....! એ ચાંપલીએ કઈંક મંત્રી નાંખ્યું કે શું....!?” કાંચી બોલી.

            “અરે યાર....! એ તો એની સામું પણ ન’તો જોતો....ને આમ અચાનકજ...એની જોડે સીધો કૉફી શોપમાં...!?”  કામ્યા બોલી.

            “તો જાયને....!” ત્રિશા ટોંન્ટ મારતી હોય એમ નેહા સામે જોઈને બોલી “અમૂક લોકો આવાં છોકરાને ઘસીને ના પાડી દે...! તો પછી એય શું કરે....!?”

            “કોણ લોકો....!?” બીજા ગ્રૂપની હોવાથી આખી વાતથી અજાણ કાંચીએ બધાં સામે જોઈ મોઢું બનાવી પૂછ્યું “”કોણે ના પાડી...!”

            “અરે નેહાએ સિડને મેરેજ માટે ના પાડી....!” ત્રિશા બધુ કહેવાં લાગી.

            નેહા ચૂપચાપ બધુ સાંભળી રહી હતી. ધીરે-ધીરે તેનાં મનમાં ગુસ્સો વધતો જતો હતો.

            “આ છોકરો  આટલી જલ્દી ઓલીને ચોંટી પડશે એવી ન’તી ખબર...!” ગુસ્સે થયેલી નેહા મનમાં બબડી રહી “નઈ નઈ....! સિદ્ધાર્થ એટલું ઝડપથી બીજાંની પાછળ નાં જાય...!  નક્કી ઓલીએ જ કઈંક કર્યું છે....! આરવને પણ એણેજ કઈંક કર્યું ‘તું....! એટ્લેજ એ એની પાછળ પાગલ થઈ ગ્યો ‘તો....!”

            નેહા જાણે મન મનાવી રહી હતી.

            “સિદ્ધાર્થ જેવો છોકરો આપડી નાતમાં બીજો નઈ મળે નેહા....!” આગલી રાતે નેહાનાં પપ્પા વિજયસિંઘે કહેલી વાત નેહાને યાદ આવી “તારે એ રિયાલીટી એકસેપ્ટ કરી લેવી જોઈએ...! કે છેવટે તો તારે એની જોડેજ મેરેજ કરવાનાં છે....! તો પછી નાહકની જીદ શા માટે કરે છે...!?”

            “વાત તો સાચી છે....!” પપ્પાની વાત યાદ કરી નેહા મનમાં બબડી “સિદ્ધાર્થ જેવો છોકરો તો ના જ મળે...! અને મારો બદલો લેવાં એ મારાં કંટ્રોલમાં રે’ એ પણ જરૂરી છે...! સિદ્ધાર્થને ઓલી બાજુ ઢળતાં તો રોકવોજ પડશે...નઈ તો આરવની જેમ....હું એને પણ ખોઈ બેસીસ....અને મારો બદલો પણ રઈ જશે....! અને સિડ પણ હાથમાંથી જશે....!”

            “યુ નો....! બંને કેટલાં કેઝ્યુલી એકબીજાં જોડે વાત કરતાં’તાં....!?” કાંચીને નેહાનાં બાવડે ટપલી મારીને કહ્યું “જાણે વર્ષો જૂનાં ફ્રેંડ્સ હોય....! એ રીતે...!”  

            “હમ્મ...! નેહા પરાણે હસી....!” અને વિચારી રહી “આમ તો આ સારુંજ થયું....! જો સિદ્ધાર્થ ઓલીની ક્લોઝ હોય...તો બદલો લેવાનું સરળ પડે...!”

            “મને તો ખરેખર નવાઈ લાગી....!” કાંચીનો ઘેરો સ્વર વિચારોમાં ખોવાયેલી નેહાનું ધ્યાન વારેઘડીએ ભંગ કરતો હતો “એ છોકરી તો ખરેખર જાદુગરની છે હોં...! ભલભલાને પાડીદે છે...!”

            “પણ સિદ્ધાર્થને એની સાથે બદલો લેવાં કેમનો તૈયાર કરું....!?” નેહા મનમાં વિચારી રહી હતી.

            ત્યાંજ તેનાં મનમાં કઈંક ચમકારો થયો. હળવું સ્મિત કરીને તેણીએ પોતાનો મોબાઈલ ટેબલ ઉપરથી ઉઠાવ્યો અને મેસેજ ટાઈપ કરતાં-કરતાં ઊભી થઈ.

            “મારે થોડું કામ છે...!” બધાંને ઉદ્દેશીને બોલી નેહા કેન્ટીનમાંથી બહાર નીકળી જવાં લાગી.

            “આઈ નીડ યોર હેલ્પ....!

            સાંજે મલીએ....!

            શંભુ કૉફીશોપ....! બહારની લોબીવાળી બેઠકમાં....!

            ઈટ્સ અર્જન્ટ.....!” કેન્ટીનમાંથી બહાર નીકળતાં-નીકળતાં મેસેજ ટાઈપ કરીને નેહાએ બે જણાંને સેન્ડ કર્યો.

*****    

          નેહાની “લવ રિવેન્જ” ગેમની શરૂઆત...!

          કેવીરીતે નેહા સિદ્ધાર્થને લાવણ્યા વિરુધ્ધ બદલો લેવાં તૈયાર કરશે....!?

          સિદ્ધાર્થ લાવણ્યાની “ઓફિશિયલી” એ પ્રથમ મુલાકાત....અને લાવણ્યાનું સિદ્ધાર્થનાં મન અને હ્રદયમાં “આગમન....!”

          આગળના ભાગમાં વાંચો....

*****

“S I D D H A R T H”

Jignesh

instagram@sid_jignesh19