Wisdom of the evening - 4 in Gujarati Anything by Dr.Chandni Agravat books and stories PDF | સાંજનું શાણપણ - 4

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

સાંજનું શાણપણ - 4

● પ્રેમ અતરની સુગંધ જેવો હોય છે, સાચવવો પડે..

જરાક સંજોગોને તાપ લાગે તરત ઉડી જાય..

-ચાંદની અગ્રાવત

જે સબંધમાં પ્રેમ નિતરતી આંખમાં ખાલીપો અંજાઈ

જાય એ સબંધનો અંત નિશ્ર્ચિત છે.

-ચાંદની અગ્રાવત
● કોઈ પણ સબંધની ઈમારત ગમે તેટલી સુંદર

કેમ ન હોય ,જો એના પાયામાં કોઈનું સ્વાભિમાન
છે .તો ચોક્કસ ધરાસઈ થઈ જશે.
-ચાંદની અગ્રાવત

સપના તોડવાની કોઈ સજા હોત તો અદાલતમાં

ગુનેગારોની કતાર લાગત .
-ચાંદની અગ્રાવત
● સફળ લગ્નજીવન એ સુખદ અકસ્માત છે ..જ્યાં

બધી પરિસ્થિતિઓ અનુકુળ હોય..
-ચાંદની અગ્રાવત



જો તમે તમારા પ્રિયજનની આંખમાં સન્માન
ગુમાવી દીધું તો દુનિયાનાં હજારો સન્માન નકામા.
-ચાંદની અગ્રાવત

●લાગણીઓ પાણી જેવી પ્રવાહી નહી પારા જેવી

ભારેખમ રાખવી એના વહેવામાય વજન

હોય.
-ચાંદની અગ્રાવત
વિશ્ર્વાસ પરસેવાની કમાણી જેવો છે,એને

વારસામાં મેળવી શકાતો નથી કે માંગી શકાતો નથી

ઉછીનો લઈ શકાતો નથી કે માંગી શકાતો નથી
એ તો કમાવો જ પડે.
-ચાંદની અગ્રાવત
● ઘણીવાર સામ,દામ, દંડ ભેદ અજમાવી ને

સંતાનો માટે ભેગી કરેલી સંપતિ ,એ જ સંતાનો

દ્વારા પળવારમાં ખાક થઈ જાય છે.
_ચાંદની અગ્રાવત
લાગણીને જ્યારે જીંદગીની શતરંજ પર ગોઠવવામાં

આવે ત્યારે બંને બાજુએ હાર જ છે.
_ચાંદની અગ્રાવત

પુરુષ હંમેશા બિનશરતી પ્રેમ માંગે,,,તેમના માટે પ્રેમ એ

જિંદગીનો ભાગ માત્ર,,,જ્યારે એક સ્ત્રી માટે પ્રેમ એ
જ જિંદગી અને એટલે જ એ વળતર ઝંખે એના

પ્રેમનું...ન મળે ત્યારે ધૂંધવાઈ,પીડાઈ ,પીડા આપે કે

હતાશ થઈ જાય ને જો યોગ્ય સમયે સમજણ

આવે તો પોતાના માટે જીવતા શીખી જાય...
_ચાંદની અગ્રાવત

● ઘણીવાર સબંધોને ઘાટા બનાવવામાં ,,સમજદાર

માણસનું લોહી જ ઘાટું થઈ જાય છે.
_ચાંદની અગ્રાવત

● સબંધ નિભાવવાની જવાબદારી જ્યારે

એકપક્ષીય હોય ત્યારે કેટલાય અરમાનો

ભોગે સબંધની ગાંઠ મજબૂત બને છે.

_ચાંદની અગ્રાવત

● ખરાબ સમયમાં જે સાથ આપે એ નહી પણ જે ન

આપે તે ચોક્કસ યાદ રહી જાય.
_ચાંદની અગ્રાવત
● આજકાલની વરવી વાસ્તવિકતા દરેક વ્યક્તિને

વડીલોની સંપતિ જોઈએ પણ વડીલોની જવાબદારી
નહી.
_ચાંદની અગ્રાવત
આજની ફિલોસોફી ગૂંચવાઈ ને દડો બની


ગયેલા સબંધની ગાંઠ ખોલવા કરતા રમી લેવુ
_ચાંદની અગ્રાવત
કોઈ ની લાગણીનો એટલો ફાયદો ન ઉઠાવવો કે એ

તમને ગુમાવવાનો ડર જ ગુમાવી દે.

_ચાંદની અગ્રાવત
●અમૂક લોકોને માફી આપવી પડે કે આપવાથી..મનને

શાંતિ ના બદલે અશાંતિ થાય..
_ચાંદની અગ્રાવત
●ઘણીવાર સુખ મેળવવાની

આંધળી દોડમાં ખુશી

ખોવાઈ જાય છે.
_ચાંદની અગ્રાવત
●દુશ્મનોનો ડર નથી,

જે હથિયાર રાખે છે..

મિત્રો જ છે જે વજનકાંટા

ધારદાર રાખે છે.
_ચાંદની અગ્રાવત
●કોઈ ની લાગણીનો એટલો ફાયદો ન ઉઠાવવો કે એ તમને

ગુમાવવાનો ડર જ ગુમાવી દે.

-ચાંદની અગ્રાવત
વિશ્વનાં સૌથી મોટા જૂઠ.:

અમને પૈસા કે પ્રતિષ્ઠાની

કંઈ પડી નથી....

અમારા માટે બધા સંતાનો

એકસમાન...
-ચાંદની અગ્રાવત
●મનમાં કે કર્મમાં ભગવાન

નથી તો મંદિરમાં પૂજા કરવાનો કોઈ અર્થ નથી..
-ચાંદની અગ્રાવત
એકબીજાને અનુકૂળ ન થઈ ને રહીએ તો પણ

જળવાઈ રહેતે નાતો એટલે સબંધ

- ચાંદની અગ્રાવત
● વારંવાર માફી આપવાથી ઘણા સંજોગોમાં આપણી

ગણના મૂર્ખમાં થવા લાગે છે.

-ચાંદની અગ્રાવત
●સબંધમાં જ્યારે સ્વાભિમાનની પસંદગી કરી ત્યાં તો

સબંધોની મોસમમાં પાનખર આવી ગઈ.

- ચાંદની અગ્રાવત
● સંતાનોની જરૂરિયાત પુરી કરવાની મા બાપની ફરજ

છે,એના સપના નહી..

સપના જાતે પુરા કરશે તો જ માતાપિતા અને સપનાં

બન્ને નું મહત્વ જળવાશે.

-ડૉ.ચાંદની અગ્રાવત