Intezar - 16 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 16

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઇન્તજાર - 16

(આગળના ભાગમાં જોયું કે એન્જલિના, રીના સાથે રસોડા માં મદદ માટે પહોંચી જાય છે એન્જલિના વિચારે છે કે' હવે બળથી નહિ પણ કળથી કામ લેવું જોઈએ .હવે તે દરેક વાતનું ધ્યાન રાખે છે અને કહે છે કે સાંજે મિતેશના ત્યાં પાર્ટીમાં જવાનું છે રીના તૈયાર થઈ જાય છે અને સાંજે પાર્ટીમાં બધા ભેગા થાય છે, ત્યારે રીના એક ગુજરાતી સાડીમાં સુશોભિત ખૂબ જ સુંદર લાગે છે અને કુણાલની નજર તેમ જ બીજા બધાની નજર રીના પર પડી અને બધા જોતાં જ રહી જાય છે એન્જલિનાને ઈર્ષા પણ આવે છે કુણાલ પણ એકીટશે રીના ને જોઈ રહ્યો હોય છે. ત્યાં એન્જલિના આવીને કહે છે કે ચાલો આપણે મિતેશ જોડે જઈએ એ પાર્ટી ની રાહ જોઈ રહ્યો છે હવે આગળ...)

મિતેશની પાસે બધા જાય છે.અને ત્યાં જતા જ મિતેશની નજર રીનાને જોઈને અચંબામાં પડી જાય છે કે ખરેખર એન્જલિના જોડે ભારતીય નારી કેટલીક સાદી અને સિમ્પલ છે.છતાં સાડીમાં સુંદર અને સરસ લાગી રહી છે એને ભારતીય નારી જોઈને ખૂબ જ આનંદ થયો.

"એન્જલિના મિતેશ સાથે ગઈ અને કહ્યું; મિતેશ આ મારી નજીકની ફ્રેન્ડ છે રીના મિતેશ કહે; રીના અને તમને બધાને જોઈને અને મળીને ખૂબ જ આનંદ થયો. અને રિના સામે હાથ લાંબો કર્યો, ત્યારે રીનાએ કહ્યું; "જયશ્રીકૃષ્ણ' કહી રીનાએ બંને હાથ જોડ્યા અને એનો "આભાર "માન્યો

"એન્જલિના એ રીનાને કહ્યું કોઈ હાથ લાંબો કરે ત્યારે હાથ મિલાવવો જોઈએ"

"રીના કહે હાથ લાંબો કરવાની જરૂર નથી હાથ જોડીએ" આભાર" વ્યક્ત કરવાથી મતલબ હોય છે હાથ મિલાવવાથી કોઈ મતલબ હોતો નથી અને હું એ બાબતમાં બિલકુલ માનતી નથી"

"મિતેશ કહે ;કંઈ વાંધો નહીં તમે લોકો અહીં આવો અને પાર્ટી એન્જોય કરો"

"બધા જ પાર્ટીમાં મશગુલ હતા અને રીના એકલી ઊભી હતી એને ડ્રીંક લેવાની આદત નહોતી અને બધા સાથે ડાન્સ કે મસ્તી કરવાની પણ એનો કોઈ મૂડ નહોતો"

"કુણાલ એની નજીક આવ્યો અને કહ્યું; રીના તું પણ એન્જોય કરને !અહીં આવી છે તો થોડી ઘણી ફ્રેસ પણ થઈશ. પાછળ એન્જલિના આવી અને કહ્યું; કુણાલ રીનાની ચિંતા ન કર! એ એની રીતે સેટ થઈ ગઈ છે.ચાલ મારી સાથે તારે ડાન્સ કરવાનો છે કપલ ડાન્સ ચાલુ થયો છે"

"બધા જ કપલ ડાન્સ કરવા લાગ્યા અહીં આ બાજુ રીના એકલી બધું જોઈ રહી હતી. એને થયું કે ખરેખર ફોરેનમાં લોકો પોતાની રીતે એન્જોય તો ખુબ સરસ કરે છે અને મહેનત પણ સારી કરે છે. એને પણ આ ફોરવર્ડ કલ્ચરને અપનાવી દીધું હતું એને કોઈ ફરિયાદ નહોતી બસ એ પોતાની રીતે જીવવા માગતી હતી એ ભારતના કોઈ પણ સંસ્કાર ને છોડવા માંગતી નહોતી"

"એટલામાં બધા ભેગા થઈને કહે; ચલો ને આજે તો આપણે ભારતીય એક ગેમ રમીએ મિતેશ કહે; સાચી વાત છે! હું પણ ભારતીય છું અને મને ભારતીય ગેમ પણ રમી ગમે છે"

કુણાલ કહે: આમાં ઘણા બધા આપણા ભારતીય લોકો છે અને અડધા ફોરેનર છે આપણે બધાએ ચલો આજે સંગીત ખુરશી રમીએ બધા જ ખુશ થઇ ગયા"

"રીનાને થયું કે હવે તો મારે ભાગ લેવો જ પડશે નહીતર હું એકલી રહીશ અને કદાચ કુણાલને ગમશે નહીં, મારે કુણાલના મનને જીતવાનું છે બીજા કોઈને મારે કોઈને કંઈ લેવા ,દેવાનું નથી એવું વિચારી એને કુણાલને કહ્યું; હું પણ સંગીત ખુરશી માં ભાગ લેવા માંગું છું"

"કુણાલ પણ ખુશ થઈ ગયો અરે સારી બાબત છે ચાલ તું પણ અમારી સાથે સંગીત ખુરશી માં જોડાઈ જા"

"એન્જલિના કહે; આવી થર્ડ ક્લાસ ગેમ થોડી રમાતી હશે એના કરતા કોઈ બીજી સારી ગેમ રમીએ આતો ડાન્સ કરીએ તો મજા આવે"

"કુણાલ કહે એન્જલિના આ પાર્ટી મિતેશની છે અને એને જે રીતે પાર્ટીનો આયોજન કરવું હોય એ રીતે આપણે કરવા દેવું જોઈએ અને આ ગેમ ખોટી નથી તું પણ રમે તો ખ્યાલ આવશે, ખુબ જ મજા આવશે અમારા ભારતીયોની ગેમ હંમેશા સંયુક્ત વધારે હોય છે જેથી એકબીજાની નજીક તમે વધારે આવી શકો છો "અને આ જૂથમાં રમાતી ગેમ છે તને પણ ખૂબ જ મજા આવશે ચાલ હવે કંઈ પણ બોલ્યા વિના"

"બધા સંગીત ખુરશી રમવા માટે તૈયાર થઈ જાય છે અને રમવાનું શરૂ કરે છે. બધાને એટલી બધી મજા આવી રહી હોય છે કે જાણે કે તેઓ પોતાના ભારત દેશમાં પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ એમને થઈ રહેતી હોય છે પણ આજે તો ખૂબ જ ખુશ હતી એને પણ લાગ્યું કે ખરેખર આજે એ ન્યૂયોર્કમાં નહીં પરંતુ ભારતમાં હોય એવો અહેસાસ અનુભવી રહેતી હોય છે"

"ગેમ પૂર્ણતાને આરે આવી ગઈ હતી હવે ફક્ત કુણાલ, રીના અને મિતેશ સંગીત ખુરશી માં બાકી હતા બધા જ આઉટ થઈ ગયા હતા"

"બધાની નજર મિતેશ અને કુણાલ ઉપર હતી એમને એમ હતું કે રીના તો આઉટ થઈ જશે કારણ કે એને સાડી હતી અને સાડીમાં સંગીત ખુરશી માં વિજેતા થવું શક્ય નહોતું"

"રીનાએ છેલ્લે તો પોતાની ભારતીય નારી પ્રમાણે સાડીનો કસેટો (સાડીને ચણીયા સાથે વળી દેવી) વાળી લીધો."

"હવે તો સંગીત ખુરશી માં ખૂબ જ મજા આવી રહી હતી બધા ઊંચા અવાજે બૂમો પાડી રહ્યા હતા કુણાલ ,મિતેશ કોઈ વળી રીનાનું નામ પણ પોકારી રહ્યું હતું."

"આખરે છેલ્લી ઘડીએ મિતેશ પણ આઉટ થઈ ગયો હવે રીના અને કુણાલ બને બાકી હતા."

"છેલ્લે રીનાને થયું કે: કુણાલ જીતે તો સારું! હું જીતીશ તો એનો કોઈ અર્થ નથી .કુણાલ જીતે તો એનું બધા વચ્ચે સન્માન કરાશે અને હાર,જીતનો મને કોઈ ફેર પડતો નથી એમ વિચારીને છેલ્લે, છેલ્લે પણ પોતાની રીતે જ આઉટ થઈ ગઈ અને વિજેતા કુણાલને ઠેરવી દીધો. તે રીતે એને પોતાની ખુરશીને જવા દીધી અને કુણાલ છેલ્લે સંગીત ખુરશીમાં જીતી ગયો પરંતુ કુણાલ માનતો હતો કે આ જીત મારી નહીં પરંતુ રીનાની છે એ જાણી જોઈને જ પોતાની રીતે હારી ગઈ છે અને મને સંગીત ખુરશીનો વિજેતા બનાવ્યો છે.

"એ બધા વચ્ચે કહ્યું કે હું આ જીતને મારી જીત માનતો નથી હું અને રીના ફરીથી સંગીત ખુરશી રમવા માગીએ છીએ અને તેને રીના પાસે જઈને કહ્યું ;આ રમતમાં ક્યારે પણ એકબીજાના વિશે વિચારીને રમવી ન જોઈએ રમતો ખેલદિલી પૂર્વક રમવી જોઈએ એમાં હાર કે જીત કોને મળે છે એ ક્યારેય વિચારવું જોઈએ નહીં.

આપણા ભારત દેશમાં એ રીતે શીખવવામાં આવે છે કે કોઈપણ રમત ખેલદિલીપૂર્વક જ રમવી જોઈએ અને તારે આજે ફરીથી આ રીતે રમત રમવાની છે.મને આ જીત બિલકુલ પસંદ નથી

"ફરીથી રમત રમાડવા માટે તૈયાર થઈ ગયા કારણ કે બધા પણ જાણતા હતા કે ખરેખર રીના જ જીતની હકદાર છે"

"ફરીથી સંગીત ખુરશીની રમત ચાલુ થઈ અને આખરે રીના ની જીત થઈ ગઈ અને આખી પાર્ટીમાં રીના એક અલગ મહેકતું પાત્ર બની ગઈ.

હવે વધુ ભાગ 17 આગળ વધુ...