intezar - 9 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 9

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઇન્તજાર - 9

(આપણે આગળના ભાગમાં જોયું કે, રીના જૂલી સાથે થોડી વાતો અને ચર્ચા કરે છે જુલી સાંત્વના આપે છે અને બીજા દિવસે રીના બધા માટે ચા-નાસ્તો કરી દે છે કુણાલ અને વસંતી જોબ પર જાય છે .

બગીચામાં રીનાની મુલાકાત એક મંગળાદાદી સાથે થાય છે અને મંગળા દાદી પૂછે છે કે સવારે ભજન કોણ ગાતું હતું એ બાબતે થોડી ચર્ચા થાય છે અને કહે છે કે ; મારે ઘરમાં કામ છે આપણે આવતીકાલે મંગળાબાને મળીશું હવે વધુ આગળ. ...)

"સાંજે વસંતી અને કુણાલ આવી ગયા. કુણાલે વસંતી ને પૂછ્યું કે તે નાસ્તો કર્યો હતો ?

"વસંતી કહે ;હું તો ઓઈલી ખાતી નથી, પરંતુ મારા સ્ટાફમાં બે ભારતીય પુરુષ હતા એમને નાસ્તો કર્યો હતો એ લોકો ખૂબ ખુશ થઈ ગયા એમને કહ્યું કે ;આમાં તો અમારા ભારત દેશની સુગંધ સમાયેલી છે .તમારા ભારતીયો અને વિદેશમાં આવે પરંતુ પોતાના દેશને તો ક્યારે ભૂલતા નથી, નોકરી કરે છે અમેરિકામાં અને ગુણગાન તો ભારતના ગાતા હોય છે."

"રીના સાંભળતી હતી એટલે બોલી કે; અમે દેશ છોડીએ પરંતુ દેશના સંસ્કાર ક્યારે છોડી ન શકીએ અને વતન તો કોઈ દિવસ ભૂલી ન શકાય ધરતી બદલાય છે પણ અમારી યાદો તો અમારા દેશમાં હોય છે એટલે એ લોકોની વાત સાચી હોય છે કે ભારતનો કોઈ પણ વ્યક્તિ હોય તેની વાતોમાં પણ અમારા દેશ ની સુગંધ સમાયેલી છે"

"વસંતી કહે ;હવે આ બાબતે કોઈ ચર્ચા કરવી નથી અમે થાકી ગયા છે હવે ચાલો જમી લઈએ અને બધા જમવા માટે બેસી ગયા એના એ બધા જ માટે ગુજરાતી હળવું ભોજન બનાવ્યું હતું આજે તો વસંતીએ પણ જમી લીધું અને સૌ પોતાના રૂમમાં નીકળી અને સુઈ ગયા"

"રીના એના રૂમમાં ગઈ અને તરત જ એની સહેલી જુલીનો ફોન આવ્યો અને કહ્યું; અરે રીના તું કઈ જગ્યા એ રહે છે , તેનું સરનામું મેળવી લે તું કઇ સિટીમાં છે અને કુણાલ કઈ કંપનીમાં નોકરી કરે છે આ બધું તારે જાણવું જરૂરી છે આપણે બધી જ વાતો કરી પરંતુ જે અગત્યની વાત છે એ મારે તને કરવાની જ રહી ગઈ, પરંતુ હવે તું ગમે તે કરીને કુણાલની જોડેથી બધું જાણી લેજે.રહે છે કારણ કે ,અમેરિકા દેશ તો ઘણો છે અને તું કયા આગળ છે એ પણ જાણવું જરૂરી છે કોઈ પૂછે તો તારે શું જવાબ આપવાનો? તારે પણ તું રહે એ સીટી નું નામ અને સરનામું જાણવું જરૂરી છે ."

"તારી વાત સાચી છે ,જુલી. મને પણ ખબર નથી કે હું કઈ સીટી માં રહું છું; કારણ કે એટલી ખબર છે કે હું અમેરિકા દેશમાં છું હું આવી ત્યારની કોઈ પણ જગ્યાએ નીકળી નથી. હા, પણ મારી પાડોશી માં એક મંગળાબા કરીને રહે છે .એમને હું કાલે મળી હતી આવતીકાલે એ મને મળવાના છે કુણાલની પાસે ટાઈમ ન હોય તો એમની પાસેથી થોડુંક જાણતી રહીશ..."

"જુલી કહે સાચી વાત છે, ત્યાં રહીને પરિવાર સિવાય ઘણું બધું જાણવું જરૂરી છે આપણા દેશમાં તો આપણો પરિવાર સિવાય પણ સગાસંબંધી રહેતા હતા એટલે આપણને વાંધો નથી આવતો પરંતુ આ તો પારકો દેશ છે અને પરિવારમાં તમે પાંચ છો!! આજુબાજુમાં તો તમને કોઈ ઓળખતા પણ નથી .એટલે હવે તારે આજુબાજુના લોકો સાથે હળી-મળીને રહેવાનું અને ત્યાંની રહેણી કરણીથી માહિતી પણ થવાનું..."

"રીના કહે ;જુલી હવે મારે ક્યાં સુધી કુણાલ નો ઇન્તજાર કરવો પડશે .ઇન્તજાર કરવામાં દસ વર્ષ તો નીકળી ગયા છે અને ફરીથી હું અમેરિકા આવી છું અહીં પણ હું કુણાલનો ઇંતજાર જ કરી રહી છું .કુણાલ મને અપનાવશે કે પછી મને મારી જિંદગીમાં કયા મોડ ઉપર લઈ જઈને મુકશે !મારા ઈન્તેજારનું પરિણામ કેવું આવશે એ મને ખબર નથી.!!

"જુલી કહે; ધીરજના ફળ મીઠા હોય છે અને મને વિશ્વાસ છે કે તે સાચો પ્રેમ કર્યો છે એટલે તારા ઈન્તજારનું પરિણામ તને સફળતા તરફ ચોક્કસ લઈ જશે" પહેલા તો તું જે સિટીમાં રહે છે એ સીટી વિશે થોડુંક જાણી લેજે.."

"રીના કહે ;આવતી કાલે ચોક્કસ આ બાબતે થોડી ઘણી માહિતી હું મેળવી લઈશ અત્યારે ફોન મુકુ છું આવજે એમ કહીને રીનાએ ફોન મૂકી દીધો."

"બીજા દિવસે રીનાએ બધા માટે ચા-નાસ્તો ટેબલ પર મુક્યો બધા ટેબલ પર ગોઠવાઈ ગયા. ચા નાસ્તો કરતા પૂછ્યું આ કયું સીટી છે? એ મને સમજાવ ને !ત્યારે વસંતી એ કહ્યું; અત્યારે સમજાવવાનો ટાઈમ કુણાલ પાસે નથી એ તમને જ્યારે ટાઈમ મળશે ત્યારે સમજાવશે અત્યારે અમારે મોડું થાય છે. એ લોકો ચા નાસ્તો કરીને ટિફિન લઈને નીકળી ગયા રીનાને પણ નવાઈ લાગી કે કુણાલ એ કંઈ પણ જવાબ આપ્યો નહીં !

"રીનાના સસરાએ કહ્યું ;બેટા મને એટલી ખબર છે કે આ ન્યૂયોર્ક શહેર છે બીજી વધારે ખબર મને નથી!!

"રીનાએ કહ્યું; કંઈ વાંધો નહિ હવે મને લાગે છે કે કુણાલ અને મને કહેતો હોય કે હું તને આખું સીટી બતાવીશ પરંતુ કુણાલ તેની વાતો માં આવી ગયો છે .અને કેમ ના આવે!! વસંતી પણ એની પત્ની છે એને એની સાથે લગ્ન કર્યા છે એટલે એનું તો પહેલા જ માને તો પણ હું એની પત્ની છું પરંતુ ફક્ત નામની જ પત્ની છું. કાયદેસરની રીતે તો એ વસંતીને જ પ્રેમ કરે છે એટલે મારે પણ એની જોડે વધુ અપેક્ષા રાખવી જોઈએ નહીં. હું એનો ઇન્તજાર તો કરવા માગું છું કારણકે વસંતીમાં હજુ થોડીક પત્ની તરીકેની કચાસ દેખાય છે જો મને સાચી માહિતી મળી જશે તો ઇન્તજાર કરવાનું છોડી દઈશ.પરંતુ જો વસંતી બરબાદ કરવા માગતી હશે તો હું કુણાલ નો ઇંતજાર કરતી રહીશ. આવું મનોમન વિચારે છે."

" રીના, હવે કામ પતાવીને ફરીથી બગીચામાં ગઈ ત્યારે જોયું તો મંગળા બા" પહેલેથી જ બગીચામાં હાજર હતા. એ રીનાની રાહ જોઇને ઊભા હતા.'

"રીનાએ કહ્યું ; મંગળા બા" "જયશ્રીકૃષ્ણ" મંગળાબા , રીનાનેજોઈને ખૂબ જ ખુશ થઈ ગયા કે "બેટા" હું તારી ક્યારની રાહ જોતી હતી ,પરંતુ તું દેખાતી જ નથી"

"ઘરમાં થોડું કામ હતું એટલે મોડું થઈ ગયું મને યાદ હતું કે 'આજે તમને મળવાનું છે અને મને પણ તમને મળવાની ખૂબ જ ઉતાવળ હતી કારણકે મારે પણ તમારે જોડે થી ઘણી બધી માહિતી જોઈતી હતી"

"મંગળા બા કહે બેટા બોલ તારે જે માહિતી જોઈતી હોય પહેલા હું એનો જવાબ આપીશ પછી આપણે બીજી બધી વાતો કરીશું"

"મંગળાબા આપણે આ કઇ સિટીમાં રહે છે અને આ સીટી વિશે મને થોડી ઘણી માહિતી આપો તો સારું કારણ કે હું પણ જાણવા માગું છું કે હું કઇ સિટીમાં છું"

"બેટા રીના આપણે અત્યારે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રહીએ છીએ હું તેના વિશે થોડીઘણી માહિતી આપુ "

ન્યુયોર્ક અધિકૃત નામે ન્યુયોર્કનું શહેર એ અમેરિકાનું સૌથી મોટું શહેર છે. તે અમેરિકાના ઉત્તર-પુર્વી રાજ્ય ન્યુ યોર્ક માં હડસન નદીના મુખ પર એટલાન્ટિક મહાસાગરના કાંઠે વસેલું છે. ન્યુયોર્કને વિશ્વનું સૌથી મોટું શહેર ગણવામાં આવે છે, વિશ્વ વ્યાપાર, ફેશન, મનોરંજન, વિજ્યાન ના ક્ષેત્રમાં આ શહેર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડુમથક આ શહેરમાં આવેલું હોવાથી રાજનિતીના આંતરાષ્ટ્રિય મામલાતોનું પણ આ શહેર એક પ્રમુખ કેન્દ્ર છે.વર્ષ ૧૬૬૪ માં, શહેરને ડ્યુક ઓફ યોર્કના માનમાં ન્યુયોર્ક નામ આપવામાં આવ્યું હતું, જે ઇંગ્લેન્ડના રાજા જેમ્સ દ્વિતિય બન્યા હતા. ન્યુયોર્ક શહેરમાં લગભગ ૨.૫ ટકા વસ્તી ભારતીયોની છે. શહેરના લોકો મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મી છે, ત્યાં હિંદુ અને બોદ્ધ ધર્મીઓની વસ્તી પણ નોંધપાત્ર છે."

"મંગળાબા ખરેખર ન્યૂયોર્ક આટલું ખૂબ જ સુંદર સીટી છે મને તો ખબર જ નથી તમે ખરેખર સરસ માહિતી આપી હવે મને જ્યારે પણ જરૂરી માહિતી હશે તો તમને પૂછી લઈશ હવે હું રસોઈ નો ટાઈમ થયો છે એટલે ઘરમાં જાઉં છું ફરીથી આપણે મળીશું '

વધુ આગળ ભાગ/10....