College campus - 19 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-19

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-19

જૈમીનીબેન અને ધર્મેન્દ્રભાઇ બંને દીકરીઓને વળાવતી વખતે ખૂબ રડી પડે છે...પણ બંને દીકરીઓને સારું ઘર અને સારા માણસો મળ્યાનો સંતોષ પણ તેમના ચહેરા ઉપર તરી આવે છે...
હવે આગળ....

ઈશીતા અને અર્જુને લાઇફટાઇમ સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું એટલે વેદાંશના મેરેજના વન વીક પછી તરત જ ઈશીતા અને અર્જુનના મેરેજ હતા.

વેદાંશ અને ક્રીશા થોડા દિવસ અમદાવાદ જ રોકાવાના હતા તેઓ ઈશીતા અને અર્જુનના મેરેજ એટેન્ડ કરીને પછી જ બેંગ્લોર જવા નીકળવાના હતા.

આજે વેદાંશના બેસ્ટ ફ્રેન્ડ ઈશીતા અને અર્જુનના મેરેજ હતા જેમાં જવા માટે વેદાંશ તૈયાર થઈને બેઠો હતો અને ક્રીશા તૈયાર થઈ રહી હતી.

વેદાંશ બેઠા બેઠા વિચારી રહ્યો હતો કે, આજે કોલેજનું આખું ગૃપ મને અર્જુનના મેરેજમાં મળશે અને સાન્વી... આફ્ટર લોન્ગ ટાઇમ મને મારી સાન્વી જોવા મળશે...!!
મેરેજ પછી કેવી લાગતી હશે તે..?? ઓકે તો હશે ને..?? મળે એટલે તેના હાલ-ચાલ પૂછી લઉં...??
પણ, તેનો હસબન્ડ ડૉ.ઋત્વિક સાથે હશે તો...?? તે મારી સાથે વાત તો કરશે ને..?? અને એક લાંબો શ્વાસ લઈ નિ:સાસો નાંખે છે અને વિચારે છે કે આ જિંદગી પણ કેવી છે નહિ...!! ભૂતકાળમાં પહોંચાડી દે છે...!! અને આ યાદો...કેમ કરી તેનાથી પીછો છોડાવવો...?? એક ઉંડા દુઃખના સમંદરમાં ડૂબાડી દે છે. અને એટલામાં ક્રીશા બૂમ પાડે છે. વેદાંશ ચાલો નીકળીશું...?

અને એક સુંદર નજર લાગી જાય તેવું ' બ્યુટીફૂલ કપલ ' તૈયાર થઈને બહાર નીકળે છે એટલે વેદાંશના મમ્મી-પપ્પા જ્યાં રહેતા હોય છે તે આખીયે સોસાયટીના રહીશો આ નવપરણિત બ્યુટીફુલ કપલને નિહાળવા માટે બહાર પોત પોતાની બાલ્કનીમાં આવી જાય છે.

નાજુક-નમણી અને એકદમ રૂપાળી ક્રીશા, રોડમાંથી પસાર થાય તો ભલભલાના હ્રદયના ધબકારા જાણે બંધ થઈ જાય અને કોઈપણ માણસ એક સેકન્ડ માટે પણ તેને જોવા માટે ઉભું રહી જાય...!! અને તેની બાજુમાં ચાલતો વેદાંશ હ્ય્ષ્ટપુષ્ટ બોડી અને એકદમ પર્સનાલેટેડ ચાલવાની સ્ટાઇલ, કોઈપણ છોકરી તેની તરફ આકર્ષાઇ જાય. વેદાંશે ક્રીમ-રેડ કોમ્બીનેશનનું શેરવાની પહેર્યું હતું અને ક્રીશાએ રેડ કલરની ગોલ્ડન જરીવાળી સાડી પહેરી હતી. બંને ઈશીતાના અને અર્જુનના મેરેજમાં સમયસર પહોંચી ગયા હતા.

બસ, મેરેજ ચાલુ થઇ ગયા હતા.. લગ્નમાં મીઠી-મધુરી શરણાઇના સૂર રેલાઈ રહ્યા હતા. અને સુંદર લગ્નગીતો એક કોર્નરમાં ગાયકમંડળી બેસાડી હતી તે ગાઇ રહી હતી. એક પછી એક કોલેજના બધાજ ફ્રેન્ડસ આવી રહ્યા હતા અને એકબીજાને ઘણાં લાંબા સમય પછી મળીને ખુશ થઇ ભેટી પડતા હતા એકદમ ખુબસુરત અને યાદગાર અને અદ્ભુત સાંજ હતી તે...!!

લગભગ બધાજ ફ્રેન્ડસ આવી ગયા પણ, સાન્વી...
જેની રાહ વેદાંશ લગભગ બે કલાકથી જોઇ રહ્યો હતો અને નિરાશ થઈ રહ્યો હતો. તે ન આવી...
વેદાંશનો મૂડ બિલકુલ ઑફ થઇ ગયો હતો. સાન્વીને મળવાનો, જોવાનો આ એક જ ચાન્સ હતો તે પણ જતો રહ્યો હતો...!!

અને એટલામાં તેના ફ્રેન્ડ રાજે તેને સાઇડમાં બોલાવ્યો અને પૂછ્યું કે, " સાન્વીના કંઇ સમાચાર ખબર છે તને..?? "
વેદાંશ: ના કેમ, શું થયું..??
રાજ: સાન્વી ઇઝ પ્રેગનન્ટ, પણ તેની સાથે ખૂબ ખરાબ થયું...બેડ ન્યુઝ છે... સાંભળી શકીશને...??
વેદાંશ: શું થયું તેની સાથે...?? જલ્દી બોલ...ગોળ ગોળ વાતને ન ફેરવ...

રાજ: અરે યાર શૉકીંગ ન્યૂઝ છે.તને શૉક ન લાગે એટલે... અને વેદાંશે એકદમથી જ રાજના બંને ખભા ઉપર પોતાના હાથ મૂકી જોરથી તેને હચમચાવી મૂક્યો અને એક્સાઈટ થઈને પૂછવા લાગ્યો કે, " બોલને યાર, શું થયું સાન્વીને...??
રાજ: તેના હસબન્ડ ડૉ.ઋત્વિકનું કાર એક્સીડન્ટમાં ડેથ થઇ ગયું.

અને વેદાંશ બાજુમાં પડેલી ચેરમાં એકદમ ફસડાઈ પડે છે અને બોલી ઉઠે છે, " ઓહ નો પ્રભુ, તે આ શું કર્યું...?? તને મારી ઇનોસન્ટ સાન્વી જ મળી...??
વેદાંશ ખૂબજ શોકમાં ડુબી ગયો. મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે, " પ્રભુ, તેના ભાગનું દુઃખ મને આપી દેવું હતું તારે...!! અને કંઇ કેટલાય વિચારો તેને ઘેરી વળ્યા... અને રાજને પૂછવા લાગ્યો, " ક્યારે થયું આ બધું...?? એ પછી તું ગયો હતો તેને મળવા...??
રાજ: લગભગ પંદર દિવસ પહેલાં તેના હસબન્ડ નાઇટડ્યુટી કરીને આવતા હતા અને એક ટ્રક સાથે તેમની કાર અથડાતાં ત્યાં ને ત્યાં જ તેમનું ડેથ થઇ ગયું. અને સાન્વીના પપ્પાએ કોલેજ ગૃપ સાથેના સાન્વીના રીલેશન જ કટ કરાવી દીધા હતા એટલે કેવીરીતે કોઈ જઇ શકે...?? છેલ્લે ઈશીતા અને અર્જુન તેમના મેરેજનું કાર્ડ આપવા તેના સાસરે ગયા હતા ત્યારે તો બધું ઓકે હતું.

વેદાંશને શું કરવું ને શું ન કરવું તે જ ખબર ન પડી...!!
પણ તેણે સાન્વીને મળવા જવાનું નક્કી કરી લીધું હતું... વેદાંશ ક્યારે સાન્વીને મળવા જાય છે અને શું પરિસ્થિતિ થાય છે.... તે આપણે આગળના પ્રકરણમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
1/2/2022