College campus - 20 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-20

Featured Books
  • અભિનેત્રી - ભાગ 18

    અભિનેત્રી 18*                                "એય.શુ કરે છે?...

  • ફરે તે ફરફરે - 96

    ૯૬ સાંજના ચારેક વાગ્યા હતા.૨૦૦ફુટથી વધારે પહોળા વોશિગ્ટનના વ...

  • Old School Girl - 10

    અમે લોકોએ પાસ થઈ જઈએ અને પરીણામ લેવા જઈએ ત્યારે ભુદરકાકાને ત...

  • મારા અનુભવો - ભાગ 35

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 35શિર્ષક:- વાડકો વેચ્યોલેખક:- શ...

  • ભાગવત રહસ્ય - 247

    ભાગવત રહસ્ય -૨૪૭   નંદ મહોત્સવ રોજ કરવો જોઈએ.મનથી ભાવના કરવા...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-20

વેદાંશને સાન્વીની દુઃખદાયક પરિસ્થિતિની જાણ થતાં જ તે બિલકુલ ભાંગી પડે છે અને અત્યાર સુધીમાં કોઈ દિવસ સાન્વીને મળવા જવાનો પ્રયત્ન નથી કર્યો પણ આજે તે નક્કી કરે છે કે, હું સાન્વીને મળવા ચોક્કસ જઇશ....હવે આગળ...

ઈશીતા અને અર્જુનના મેરેજનું ફંક્સન પૂરું થતાં જ વેદાંશ અને ક્રીશા ઘરે જાય છે. વેદાંશને જોઇને ક્રીશાને લાગે છે કે વેદાંશ મૂડમાં નથી એટલે તે વેદાંશને પૂછે છે, " કેમ વેદાંશ, તમારી તબિયત બરાબર નથી કે શું..? તમે મૂડમાં નથી લાગતા
વેદાંશ ક્રીશાને સાન્વીની સાથે કેવી દુ:ખદાયી ઘટના બની ગઇ તેની બધીજ વાત કરે છે. જે સાંભળીને ક્રીશાને પણ ખૂબજ દુ:ખ થાય છે અને તે વેદાંશને કહે છે કે, " તમારે સાન્વીને એકવાર મળવા જવું જોઈએ. "
વેદાંશ: હા, આવતીકાલે જ હું સાન્વીને મળવા જઇ આવીશ.

બંને ઘરે જઇને પોતાના રૂમમાં સૂઇ જવા માટે જાય છે. પણ વેદાંશ.... વેદાંશને આજે ઊંઘ આવવાની ન હતી. કંઇ કેટલાય વિચારો તેના મનને ઘેરી વળ્યા હતા. સાન્વીની પરિસ્થિતિની કલ્પના માત્રથી વેદાંશ જાણે ધ્રુજી રહ્યો હતો અને તે પોતાના બેડની સામે બે સોફાની નાની ચેર રાખેલી હતી અને વચ્ચે એક નાની ટિપોઇ હતી ત્યાં સોફાની ચેર ઉપર બેઠો અને ટિપોઇ ઉપર પગ લાંબા કરીને આંખો બંધ કરીને જાણે કંઇક ગહન વિચારમાં ડૂબી ગયો હતો. મનોમન તેના કાનજી ને જાણે પૂછી રહ્યો હતો કે, " આ બધું શું થઇ ગયું પ્રભુ...?? પોતાની જાતને પણ કોઈ દિવસ સાન્વીની ખબર નહિ લેવા માટે કોશવા લાગી ગયો અને તેની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી...વિચારતો હતો કે સાન્વી કઇરીતે સહન કરી ગઇ હશે આ બધું...?? પણ કુદરત આગળ સૌ લાચાર છે. ઉપરવાળાના ન્યાયને સ્વીકારવો જ રહ્યો.

વેદાંશની આ હાલત જોઇ ક્રીશા પણ થોડી દુઃખી થઇ ગઇ અને તે વેદાંશની બાજુમાં જઇ ઉભી રહી અને તેણે વેદાંશનો ચહેરો પોતાની છાતી સરસો ચાંપી લીધો અને વેદાંશને ગાલ ઉપર, બંને આંખ ઉપર અને કપાળમાં ખૂબજ પ્રેમથી કિસ કરી બોલવા લાગી, " બધું જ બરાબર થઇ જશે વેદાંશ તમે ચિંતા ન કરશો અને બહુ મોડું થયું છે અત્યારે આપણે સૂઇ જઇએ સવારે તમે સાન્વીને ઘરે જઇ આવજો. " અને વેદાંશને થોડી રાહત થાય છે. ક્રીશા વેદાંશને ઉભો કરી બેડમાં સૂવડાવે છે અને વેદાંશનો હાથ પોતાના હાથમાં લઈને એ વાતની ખાત્રી આપે છે કે તારી દરેક તકલીફમાં હું હરપળ તારી સાથે જ છું અને તેને શાંતિથી સૂઈ જવા સમજાવે છે.

બસ, હવે તો સવાર ક્યારે પડે ? અને ક્યારે હું સાન્વીને મળવા જઈશ તે વિચારીને દુઃખી હ્રદયે વેદાંશ સૂઇ જાય છે.

સવારે જરા વહેલો જ ઉઠી જાય છે, આમ પણ આખી રાત ઉંઘ આવી ન હતી. નાહી-ધોઇને તૈયાર થઇને ચા-નાસ્તો કરીને અર્જુનને ફોન કરે છે.
વેદાંશ: સોરી યાર તને ડીસ્ટર્બ કરવા માટે, પણ મારે તારી હેલ્પની જરૂર છે. તું હોટલ પરથી કેટલા વાગે ઘરે આવીશ..? ( ઈશીતા અને અર્જુન પોતાની ફર્સ્ટ નાઈટ માટે હોટેલમાં સ્ટે કરવા ગયા હતા.)
અર્જુન: બોલને યાર, તારા માટે તો જીવ હાજર છે બોલ શું કામ હતું...?? હું ઇલેવન ઓ'ક્લોક સુધીમાં તારા ઘરે આવી જઇશ.

વેદાંશ સાન્વીના સમાચાર અર્જુનને જણાવે છે અને તેને પોતાની સાથે સાન્વીને ઘરે આવવા જણાવે છે.
અર્જુન: હું આવીશ તો ખરો તારી સાથે પણ સાન્વીના પપ્પા વિલન છે યાર...એકવાર ઈશીતા સાન્વીના લગ્ન પહેલા તેને મળવા ગઇ હતી તોપણ તેમણે કાઢી મૂકી હતી. તો પછી અત્યારે ઘરમાં ઘૂસવા દેશે આપણને...??
વેદાંશ: હા હા, નહીં કેમ ઘૂસવા દે...?? તું બહાર ઉભો રહેજે હું ઘૂસી જઇશ પછી તું આવજે.

અર્જુન અને ઈશીતાને પણ સાન્વીના દુઃખદ સમાચાર સાંભળીને ખૂબજ દુઃખ થાય છે. અને વિચારે છે કે સાન્વીના પપ્પાએ તેના લગ્ન વેદાંશ સાથે કર્યા હોત તો સાન્વીની આ દશા ન હોત અને તે અને વેદાંશ બંને કેટલા ખુશ હોત...!!

પણ..દરેક માણસ કુદરત આગળ લાચાર છે. અને વેદાંશ અને અર્જુન બંને સાન્વીના ઘરે સાન્વીને મળવા માટે જાય છે.....હવે આગળના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
8/2/2022