Kapiraj's interview (fictional) in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | કપિરાજ નો ઇન્ટરવ્યૂ (કાલ્પનિક)

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

કપિરાજ નો ઇન્ટરવ્યૂ (કાલ્પનિક)

કપિરાજ નો ઇન્ટરવ્યૂ (કાલ્પનિક)




સુરતમાં વાનર સાથે સેલ્ફી લેવી ભારે પડી, હનુમાનજીના મંદિર પાસે યુવકને બે બચકાં ભરી લેતાં હોસ્પિટલે ખસેડાયો: એક સમાચાર


વાંચી હું એજ વાનરનો ઇન્ટરવ્યૂ લેવા ગયો(કાલ્પનિક)...

હું : ' હાં, તો વાંદરા ભાઈ'

કપિરાજ, મને વચ્ચે થી રોકી; 'જો જતીન જી , પહેલી વાત કે મને વાંદરાભાઈ નઈ કહેવાનું, મને કપિરાજ જ કહેવાનું, હું તને (?!!) જતીનજી કહું છું ને?'

'ઓકે, ઓકે, કુલ, કુલ, કપિરાજ જી, તમે મને એ કહો કે, એ યુવાન ને બચકા કેમ ભર્યા?'

'તે ભરે જ ને, એ મારી નકલ કરતો હતો'

'તમારી નકલ?'

' હા, અમારી નકલ,અમે કપિરાજો એ નક્કી કર્યું છે કે જે અમારી નકલ કરશે એને હવે બચકા, નહોરિયા ભરીશું, આ સેલ્ફી વાળા ઓ સેલ્ફી લે ત્યારે આડા અવળા મોંઢા કરે, અમારા જેવા નખરા કરે, પાછું પેલું શું કહેવાય?'

' શું'

' પેલું, પેલું , અરે યાર, પેલું મોંઢું નઈ આડુંઅવળું કરે છે, ને પછી સેલ્ફી લે છે?'

' ઓહો, સ્પાઉટ ની વાત કરો છો?'

' હા, એજ, સાલુ એવું આડુંઅવળું મોંઢું કરે કે મને તારી ભાભી યાદ આવી જાય ને પછી જે ગુસ્સો ચડે, જે ગુસ્સો ચડે, પછી બચકા ભરાઇ જ જાય ને યાર'

' સોરી ટુ સે , બટ, મારી ભાભી એટલે કોણ'

' અરે યાર, મારી ઘરવાળી, કપિરાની'

'ઓહ, ઓકે ઓકે'

' બીજું કે અમારી પણ કોઈ ચોઇસ તો હોય જ ને, કંઈ જેવા તેવા સાથે થોડી સેલ્ફી લેવા દઈએ?

' હાં, એ વાત બરાબર'

' બીજુ કે આ આજકાલ ના યુવાનો જ્યાં ને ત્યાં સેલ્ફી પાડે છે યાર, કોઈ નહેર નાં કાંઠે, કોઈ ખીણ ની ધારે, તો કોઈ ટ્રેન ની પટરી પર, પોતાની જાન નું જોખમ હોય ,તેનું કઈં ભાનબાન પડે કે નઈ?'

' હા, તમારી વાત તો એકદમ સાચી છે'

' બીજું કે, આ આજકાલ ના જુવાનિયાવ ને ખાસ કહેવાનું કે, અમારી નકલ કરો ખરા ,પણ પોઝિટિવ લઈને'

' એટલે?'

' એટલે એમ કે , અમે લોકો એક ઝાડ થી બીજે ઝાડ કૂદકા મારીએ છીએ ત્યારે અમે ખાસ ધ્યાન રાખીએ કે સામે વાળું ઝાડ મજબૂત હોય, એજ પ્રમાણે આજના યંગસ્ટરે પણ ફટાફટ નોકરી નઈ છોડવાની, સામે વાળી કંપની સારી હોય, તોજ જૂની કંપની ને ટાટા કરવાની '...

' જોરદાર લાવ્યા તમે તો ,કપિરાજ , હજુ કંઈ જણાવો'

' હા, અમારી બિરાદરી માં , તમે જુઓ તો ભાઈચારો બહુજ, અમે લોકો એકબીજા ની સેવા પણ બહુ કરીએ'

' સેવા ? '

' કેમ તું જોતો નથી?, અમે એકબીજાના માંથા માંથી જુઓ, બગાઈ, કચરું નથી કાઢતા? એનાથી અમારા વચ્ચે નો પ્રેમ વધે, ભાઈચારો વધે , જવાદે, તમારી માણસ જાત અને ભાઈચારો? હે, હે, હે, હે...'

' ઓહ, રાઈટ, રાઈટ '

' અલા પણ તને તો જુઓ જ ના પડે ને, ખી ખી ખી ખી ખી'

ટકલા (મારા પોતાના) પર હાથ ફેરવીને

' શું બોસ તમે પણ '

, બીજું કે અમે લોકો કાયમ ટોળામાં જ હોઈએ, યાને કે એક સંપ હોઈએ,
જ્યારે તમારી માણસ જાત ? તું વાત જ જવાદે, મારે એ વિષય પર ચર્ચા જ નથી કરવી , અને એક ખાસ વાત કરવાની કે તમે લોકો એમ કહો છો કે તમે એટલે કે માણસજાત અમારામાંથી આવી છે, તો સાંભળ કે એ સાયન્સ નું અમને નોલેજ નથી, પણ એ વાત સ્યોર કે લખ્ખણો જરૂર આવ્યા છે '

' એ તમે કેવી રીતે કહી શકો '

' જો, કોઈ પણ પુરુષ કે સ્ત્રી, અરીસા સામે ઊભા રહે ત્યારે, કે કોઈ છોકરો ,કોઈ છોકરી ને ઇમ્પ્રેસ કરતો હોય ત્યારે ...
અમે લોકો ખાલી ઝાડ પર હૂપાહૂપ નથી કરતા, આવું પણ નિરીક્ષણ કરીએ છીએ '...

' જોરદાર નિરીક્ષણ તમારું તો'

' અને સાંભળ તું કેળું લાવ્યો છે?નથી લાવ્યો ને, બાકી તમે લોકોતો કોઈનો ઇન્ટરવ્યૂ લેવા જાઓ ત્યારે સામેથી રૂપિયા પણ આપો છોને? ચાલ જવાદે હવે , નેકસ્ટ ટાઇમ યાદ રાખજે, મને તો બહુ બોલ બોલ કરું છું તો પછી ભૂખ બહુ લાગે છે, એટલે હવે હું જઈશ, ચલ, હવે યુવાનો ને કહેજે કે મારી શિખામણ ધ્યાન માં લે, અને હાં અમારી જાતિ માં અમે એકબીજાનું એટલે કે ઘરડા લોકોનું પણ બહું ધ્યાન રાખીએ છીએ , ઓકે, ચલ ત્યારે બાય, ટાટા, '...
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995
yashhealthservices@yahoo.com