Wisdom of the evening - 2 in Gujarati Anything by Dr.Chandni Agravat books and stories PDF | સાંજનું શાણપણ - 2

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

સાંજનું શાણપણ - 2


□●□ કોઈ કોડભરી આંખોનાં સપનાં આશુઓમા

વહાવી દેવા એનાંથી મોટું કોઈ પાપ નથી.

□●□ જ્યારે કોઈએ કરેલા ત્યાગ અને બલિદાનની કદર
નથી થતી ત્યારે ત્યાગ કરનારનાં હ્રદયમાં ,જીવનમાં
આ ઉપેક્ષા નાસૂર બની જાય છે.


□●□ સત્ય ક્યારેય અંતિમ ન હોય,સમય અને સંજોગ

અનુસાર સત્ય બદલાતું રહે.


□●□ સતત પોતાની ઈચ્છાઓ સાથે સમાધાન કરીને
વ્યક્તિ પોતે પણ ખુશ ન રહી શકે અને પોતાની
આસપાસનાં લોકોને પણ ખુશ ન રાખી શકે.


□●□ કોઈ વ્યક્તિ પોતાના સંતાનો સિવાય કોઈને

સમગ્ર પણે ન ચાહી શકે.


□●□ એક સ્ત્રીને જ્યારે સબંધ અને સ્વાભિમાનમાંથી

એકની પસંદગી કરવાની આવે તો એ હંમેશા સબંધ

પસંદ કરે છે,અને પછી ચાલું થાય સબંધમાં સ્વને

ખોજવાની મથામણ અને સ્વને ખોવાનો તરફડાટ.


□●□ લાગણી પર જ્યારે વારંવાર પ્રહાર થાય છે,

ત્યારે માણસની સંવેદના બુઠી થઈ જાય છે.


□●□ તમારી હયાતી કોઈનાં હ્રદયમાં પગલાં નથી

પાડી શકતી,તો તમારી ગેરહાજરીથી પણ

કોઈ ફરક નથી પડતો.સમય બરબાદ કર્યા
વિના પાછા વળી જવું.

□●□ "પોતાનાં" ઓ પર વાર કરવા ઉગામેલું હથિયાર

સૌથી વધું ખુદને ચોટ આપે છે.

□●□ ક્યારેક ખુદનો એકડો ઘુટવામાં બીજા અક્ષર સાવ
ઝાંખા પડીને ભુસાઈ જાય....પછી રહે ખાલી

એકડો .

□●□ જ્યારે સપનાં અને સબંધ વચ્ચે ખેંચતાણ થાય છે

ત્યારે ન સપનાં ન સબંધ સચવાય છે.

□●□ નાનપણની મૈત્રી ખરા અર્થની મૈત્રી,તેમાં કોઈ
આવરણ વિના જેવા હોય તેવા રજુ થઈ શકાય.
ત્યારબાદ દરેક પડાવની મૈત્રીમાં દોસ્ત એકબીજાને

અનુકૂળ થવા થોડા બદલાઈ જ જાય.

□●□ લાગણી વિના તો કદાચ સબંધો ટકી પણ
જાય,માન સન્માન વિનાના સબંધો લાંબો
સમય ટકી શકતા નથી.

□●□પત્ની પર હજારો જોક્સ ભલે બનતા હોય,પણ
એક સ્ત્રી વિના પુરુષ વિખરાયેલ માળા જેવો હોય
છે.

□●□ ઘણીવાર મંઝિલ મેળવવાની ઉતાવળમાં રસ્તાનો
આનંદ ભુલાઈ જાય છે, અને મંઝિલ પર પહોંચ્યા
પછી વિતી ગયેલ ક્ષણોનો અફસોસ.

□●□ જિંદગીમાં દરેક દોસ્તનું આગવું સ્થાન હોય છે.

બાકી બધા સબંધનાં ખાલી પડેલ સ્થાન ક્યારેક ને
ક્યારેક કોઈ લઈ શકે..પરંતુ એક દોસ્તનાં
જવાથી ખાલી જગ્યા આજીવન ખાલી

જ રે'.
□●□ દરેક સંબંધનું એક આગવું સમીકરણ હોય
છે,આપણે જ્યારે એક જ સમીકરણ દરેક

સબંધમાં અપનાવવા જઈએ ત્યારે ઉભી થાય છે,

ગૂંચવણ ........

□●□ જિંદગીમાં સુખી થવું હોય તો તમારી લાગણીઓ
યોગ્ય રસ્તે છે કે નહી સમયસર ચકાસી લેવું

□●□ જે વ્યક્તિ બે આંખની ખારાશ નથી માપી શકતી
એના માટે લાગણીનો દરીયો નકામો.

□●□ તમારી લાગણીનું વજન એટલું હલકું ય ન રાખવું

કે પળમાં ઉડી જાય..એટલું ભારે પણ ન રાખવું કે

બોજ રૂપ લાગે...

□●□ તમારી લાગણી એટલી ધારદાર ન રાખવી કે કોઈ
એને શસ્ત્ર રૂપે તમારી તરફ ઉગામે..

□●□ કઈ અચાનક નથી થતું,,વૃક્ષ ધરાસઈ થાય તે

પહેલાં એનાં પર કંઈ કેટલાય પ્રહાર થાય,
એવું જ સંબંધોનું ... ક્યો પ્રહાર અંતિમ બની જાય

નક્કી નહી.


□●□ મા- બાપ ઘણીવાર પોતાની ઈચ્છાઓનું એટલું

સખત આવરણ બનાવી દે બાળકની આસપાસ કે

બાળકને સપના જોવાનો પણ અવકાશ ન મળે.

□●□ બાળકનો હુંફાળો સ્પર્શ એ ગમે તેવા દુઃખી

માણસ માટે જિજીવિષાની ગરજ સારે છે.

□●□ લાગણીની રમત ચોપાટ જેવી છે, હારેલો ખેલાડી

બમણું રમે ને હારતો જ જાય.

□●□ નસીબ ને પુરુષાર્થ નો ખેલ એવો છે,જ્યારે માણસ

નસીબમાં માનવા લાગે તો પુરુષાર્થ કરવાની

પરિસ્થિતિ સર્જાય ને જો પુરુષાર્થ કરે તો ક્યારેક

નસીબ સાથ ન આપે..

□●□ દુનિયાની કેવી વરવી વાસ્તવિકતા......
લાગણીનાં નામે અનુકૂળતા ના સૌદાઓ થાય .