ane Mane Prem Thai gayo in Gujarati Letter by Makwana Mahesh Masoom" books and stories PDF | અને... મને પ્રેમ થઈ ગયો...

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અને... મને પ્રેમ થઈ ગયો...

વ્હાલી,. વ્હાલી

હેલો,ગભરાઈસ નહિ હાં ! આ પત્ર તારો જ છે તારા માટે માટે જ લેખેલો છે.પણ હવે તું કહીશ કે આમ વ્હાલી સંબોધન તો કોઈક ... પોતાનાં ને કે પ્રેમીઓ. જ.ને કરાય તો પછી.. આ.? પણ ફિકર નોટ કેમ તું મારા માટે પારકી નથી અને તને હું પ્રેમ થી વ્હાલી જ કહું છું અને આતો પાછો પત્ર એટલે બે વાર વાર વ્હાલી સંબોધન કર્યું પણ કોઇ દિવસ નહિ ને આજ પત્ર કેમ તું એમ જ વિચારતી હોઈશ ને? તો તેનો જવાબ છે કે, કદાચ હું તને રૂબરૂ આ વાત ના કરી શકું પણ આ પત્ર દ્વારા હું એ મારા પ્રેમ નો ઇકરાર કરવા માગું છું. ફર્સ્ટ પહેલી વાત એ કે તું મને પ્રેમ કરે છે કે નહીં એવું નથી કહેતો પણ હું માત્ર એટલું કહેવા માંગું છું કે હું તને પ્રેમ કરું છું અને પ્રેમ એટલે તું મને મળે તો જ રહે એવું નથી પણ તું મને મળે કે ના મળે મારો તારા પ્રત્યે નો પ્રેમ હંમેશા માટે અવિચળ રહેશે .અને હવે તું વિચારતી હોઈશ કે આ કેમ બને પણ? અને પ્રેમ હોય તો તે કોઇ દિવસ જતાવવાનો પ્રયત્ન કેમ નાં કર્યો? તો એનો જવાબ છે કે,' આ પ્રેમ મને ક્યારે થઈ ગયો એ મને ખબર જ ના પડી અને જ્યારે પહેલી વખત તને જોઈએ તારી સાથે વાતો થઈ ત્યારે હું તારાથી થોડો શરમાતો હતો.

જોકે સરમાવવું ઇતો તો છોકરીઓ નો સ્વભાવ છે પણ તને કહી દવ કે છોકરાં પણ સરમાય છે અને એટલે જ જ્યારે હું તને તાકી રહેતો અને તું ત્યારે અચાનક મારી સામે જોતી તો હુ મારી આંખો તારાથી થોડી છુપાવી લેતો હતો .પણ મારી વાત નો મારા પ્રેમ ને જતાવી ના શકતો અને અમુક વાતો ના જવાબ આપવા માટે તો મારા પાસે શબ્દો ખૂટે છે પણ હું તને પ્રેમ કરું છું એ જતાવવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી કહેવું તો ઘણું જ પણ કઈ રીતે કહેવું ? એ હું નથી જાણતો કદાચ હું વધુ પડતો ભોળો છું એટલે મને એવા પ્રેમ ભર્યા શબ્દો ઉચ્ચારતાય નથી આવડતું પણ બસ એટલું કહીશ કે આય લવ યુ ! પણ હું એમ નહિ કહું કે એમ નહિ પૂછું કે યુ લવ મી ? કેમ કે તું તારી રીતે સ્વતંત્ર છે . તારી પસંદ નાં પસંદ એ તારી અંગદ બાબતો છે એમાં હું માથું ના મારી શકું હું મારી જ વાત કરીશ હું જેટલું પ્રેમ વિશે સાંભળ્યું છે ને જાણ્યું છે તે ના થી હું એટલું જરૂર સમજ્યો કે જીવનમાં જેની સાથે પ્રેમ થાય એને પામવાની લાલચ ન હોવી જોઇએ મે સાંભળ્યું છે કે પ્રેમ તો તેને કહેવાય જ્યાં બલિદાન હોય ત્યાગ હોય ત્યાં પછી પામવાની વાતો ના આવે બંને તરફી બલિદાન દેવાની ભાવના હોય ત્યાગ કરી દેવાની ભાવના હોય એ જ સાચો પ્રેમ છે.

હું તારા પ્રેમ માટે થશે એટલું કરી છૂટી પણ હવે એ કહેવાનું છે કે હું આમ તો તારી સાથે અજબ ગજબ ની વાતો કરું છું અલક મલક ની વાતો કરું ચૂણે ટુચકા કહેતો હોવ છું પણ વાત પ્રેમ ની આવે તેના ઈકરાર ની આવે ત્યારે મારું દિલ જોર જોર થી ધડકવા લાગે છે. તારી પાસે હોવા છતાં ત્યારે તું ખુબ દૂર છે એમ લાગે છે હું મારી જીભ ઉપાડી શકતો નથી એટલે એનો મતલબ એમ નથી કે હું હું માયકાંગલો છું.? નાં,પણ મને આ વાત કઈ રીતે કરવી એનો અનુભવ નથી.હું એવા લફંગા મિત્રો જોડે પણ ઓછો રહું છું અને કદાચ એટલે હું આવો છું પણ જેવો છું એવો છું હવે પણ તને ચાહું છું. એટલે જ મારા વિચારોને દિલની વાત ને હું તને આ પત્ર દ્વારા તને જણાવવા માંગુ છું હું હજી એ વાતની ચોખવટ કરું છું કે તું મને પ્રેમ કરે જ એવું નથી હો...!.તું પ્રેમ કરે કે નાં કરે પણ તું મારી બેસ્ટ ફ્રેન્ડ હતી, છે અને રહીશ..તું તારી રીતે સાચી છે મને પ્રેમ કરે કે ના કરે પણ મારી તારા પ્રત્યે એવી લાગણી છે એટલે પણ તને પણ એવું હોય એ જરૂરી નથી કેમકે ,પ્રેમ જબરજસ્તી નથી થતો .કેમકે ,પ્રેમ તો બસ થઈ જ જાય છે અને મને પણ પ્રેમ થઈ ગયો .. વ્હાલી...આય લવ યુ..! લવ યુ લવ યુ લવ યુ સો.... મચ.હું તને ચાહું છું,હું તને પ્રેમ કરું છું ...અને કરતો રહીશ આ વાત હું મનમાં લઇ ને ક્યાં સુધી ફરતો રહીશ હવે મને તેનો ભાર લાગવા લાગ્યો છે અને એટલે જ બસ એ વાત જણાવી મારા મનનો ભાર હળવો..કરી નાખ્યો મે...હવે ...હું ખુશ છું....

તારો, ભોળ્યો મહેશ


મહેશ મકવાણા