International Teacher's Day in Gujarati Anything by Tr. Mrs. Snehal Jani books and stories PDF | આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ

લેખ:- આંતરરાષ્ટ્રીય શિક્ષકદિન
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


ગયા મહિને જ આપણે ગુરૂઓની વંદના કરતો તહેવાર એટલે કે શિક્ષકદિન ઉજવી ગયા. માત્ર ભારતમાં જ નહીં આખા વિશ્વનાં લોકો પોતાનાં શિક્ષકોને માન આપવા માટે કોઈ એક દિવસ નક્કી કરી શિક્ષકદિન તરીકે ઉજવે છે.

ભારતમાં 5 સપ્ટેમ્બરના રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં માનમાં શિક્ષક દિવસ મનાવાય છે. એ જ રીતે દુનિયાના જુદા-જુદા દેશોમાં જુદા-જુદા દિવસે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રી શિક્ષક દિવસ આજ રોજ એટલે કે 5 ઓક્ટોબરનાં રોજ મનાવાય છે. યુનેસ્કો દ્વારા ઈ. સ. 1994માં આ દિવસ મનાવવાની શરૂઆત કરાઈ હતી. દર વર્ષે જુદી જુદી થીમ ઉપર આ દિવસની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષના વર્લ્ડ ટીચર્સ ડેની થીમ "Teachers at the heart of education recovery" રાખવામાં આવી છે.

પોતાને શિક્ષણ આપનાર શિક્ષકો પ્રત્યે સન્માન તેમજ તેમનાં માટે પોતાનામાં રહેલી લાગણીઓ દર્શાવવા માટે દુનિયાના 100થી વધુ દેશોમાં જુદી - જુદી તારીખે શિક્ષક દિવસ મનાવાય છે. દુનિયાના 20 દેશમાં 5 ઓક્ટોબરના રોજ શિક્ષક દિવસ મનાવાય છે, જ્યારે 11 દેશમાં 28 ફેબ્રુઆરીના રોજ શિક્ષક દિવસ મનાવાય છે.

વિશ્વનાં કેટલાંક દેશોમાં ઉજવાતા શિક્ષક દિન વિશેની માહિતી:-

- અમેરિકામાં ઈ. સ. 1944માં મેટે વાયટે વુડબ્રિજે સૌથી પહેલા શિક્ષક દિવસની તરફેણ કરી હતી. ત્યાર પછી ઈ. સ. 1953માં કોંગ્રેસે તેને માન્યતા આપી હતી. ઈ. સ.1980માં 7 માર્ચના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે પસંદ કરાયો હતો. ત્યાર પછી મે મહિનાના પહેલાં મંગળવારના રોજ તેનું આયોજન કરાયું હતું.

- અફઘાનિસ્તાનમાં 5 ઓક્ટોબર શિક્ષક દિવસ તરીકે મનાવાય છે. આ દિવસે અહીં શાળામાં રજા હોય છે, પરંતુ કેટલીક સ્કૂલોમાં શિક્ષકો સાથે કાર્યક્રમોનું આયોજન કરાય છે.

- ભુટાનમાં ત્રીજા રાજાના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે 2 મેના રોજ શિક્ષક દિવસ મનાવાય છે. તેમણે દેશમાં ફરજિયાત શિક્ષણ લાગુ કર્યું હતું.

- આર્જેન્ટિનામાં 11 સપ્ટેમ્બરના રોજ આર્જેન્ટિનાના સાતમા રાષ્ટ્રપતિ ડોમિંગો ફોસ્ટિનો સરમિન્ટોના માનમાં શિક્ષક દિવસ મનાવાય છે. તેમણે દેશમાં શિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું. 11 સપ્ટેમ્બર, 1888ના રોજ તેમનું નિધન થયું હતું.

- એલ સેલવાડોરમાં 22 જુનના રોજ શિક્ષક દિવસ મનવાય છે. આ દિવસે દેશમાં રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવે છે.

- ચીનમાં 10 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ મનાવાતો હતો. ત્યાર પછી લોકોએ ચીનના મહાન દાર્શનિક કન્ફ્યુસિયસના જન્મદિવસ 28 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે મનાવવા સરકારને વિનંતી કરી હતી. તાઈવાનમાં 28 સપ્ટેમ્બરના રોજ જ શિક્ષક દિવસ મનાવાય છે.

- સિંગાપોરમાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શુક્રવારને શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે.

શિક્ષક દિવસ મનાવતા દેશો:-

અલ્બાનિયા, અલ્જેરિયા, આર્મેનિયા, ઓસ્ટ્રેલિયા, આઝરબૈજાન, બાંગ્લાદેશ, બોલિવિયા, બ્રાઝિલ, બલ્ગેરિયા, કેનેડા, કોલંબિયા, કોસ્ટા રિકા, ચેક રિપબ્લિક, ઈક્વાડોર, ઈજિપ્ત, જર્મની, ગ્રીસ, હંગેરી, ભારત, ઈરાન, ઈઝરાયેલ, જમૈકા, લાટવિયા, મલેશિયા, મેક્સિકો, મોંગોલિયા, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, પેરૂ, ફિલિપિન્સ, પોલેન્ડ, રશિયા, દક્ષિણ કોરિયા, સ્પેન, ટુર્કી, યુનાઈટેડ કિંગડમ, વિયેટનામ, વેનેઝુએલા, યમન.

આજનાં સમયમાં જ્યારે શિક્ષક ચિઠ્ઠીનો ચાકર જેવો બની ગયો છે ત્યારે આવા દિવસોની ઉજવણી ખરેખર જરૂરી બની છે. પહેલાંના સમયમાં એવું કહેવાતું કે "સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ". આજે તો શિક્ષક વિદ્યાર્થીને ઊંચા અવાજે ખિજવાય તો ય વાલીઓ શાળાએ પહોંચી જાય છે શિક્ષકની ફરિયાદ કરવા. બાળકને ઘરમાંથી જ શિક્ષકનું મહત્ત્વ સમજાવવામાં આવે તો કદાચ શિક્ષકનું ખોવાયેલ આત્મસન્માન ફરીથી મળી જાય.

બીજી બાજુ જોઈએ તો કેટલાંક શિક્ષકો પણ એવા છે કે જેમણે વિદ્યાનો વેપાર કરવા માંડ્યો છે. જ્યાં સુધી વિદ્યાનું મહત્ત્વ ન જળવાય ત્યાં સુધી શિક્ષકનું મહત્ત્વ ન સમજાય.

નોંધ:- અંતિમ મુદ્દાઓ કોઈની લાગણીઓ દુભવવા માટે નથી લખ્યા. આથી કોઈએ મન પર લેવું નહીં.

- સ્નેહલ જાની