Our heart in Gujarati Human Science by Jatin Bhatt... NIJ books and stories PDF | આપણુ હ્રદય

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

આપણુ હ્રદય



*આપણું હૃદય*

આજે વિશ્વ હ્રદય દિવસ
તમે જુઓ હ્રદય પર કેટલા ગીતો બનેલા છે...

જેમકે દિલ વીલ પ્યાર પ્યાર મેં કયા જાનું રે...
પ્રસ્તુત ગીત માં હિરોઈન ને હિરો નાં દિલ સાથે પડેલી નથી, કદાચ હીરો એ કીધું હશે કે મને બીપી નો પ્રોબ્લેમ છે એટલે હિરોઈને ગાવું પડ્યું કે દિલ વિલ પ્યાર પ્યાર મેં કયા જાનું રે ,જાનુ તો જાનું ઈતના જાનું કી તુઝે અપના જાનું રે,...

કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે, તબ તુમ મેરે પાસ આના પ્રિયે, મેરા ઘર ખુલ્લા હે ખુલ્લા હી રહેગા તુમ્હારે લીયે...
પ્રસ્તુત ગીત માં હિરો હ્રદય ભંગ લાગે છે પણ હ્રદય એમ તો મજબૂત જ છે એટલેજ હિરોઈન ને કહે છે કે મારુ ઘર ખુલ્લું છે....
ઠીક છે, દિલ છે તો આવા અલગ અલગ મૂડ ના ગીતો આવવાના જ છે,

ચાલો હ્રદય ના અલગ અલગ મૂડ પ્રમાણે શબ્દો જોઈએ ...
(સ્રોત: ભગવત ગો મંડલ)
હૃદય: હવા લેનારો અને લોહીને નાડીઓમાં ધકેલનાર છાતીમાં ધડકતો ભાગ, જ્યાંથી લોહી શરીરમાં ધકેલાય છે તે ભાગ, તે બંને ફેફસા વચ્ચે શંકુ આકારનું આવેલું છે, હૃદયનો વજન પુરુષોમાં 10 થી 12 ઔંસ અને સ્ત્રીઓમાં આઠથી દસ ઔંસ નું હોય છે

હૃદયંગમ: મનને આનંદ પમાડે તેવું, હૃદયને ગમે તેઓ આહલાદક, પેલું ગીત નથી?
'સુહાના સફર ઓર યે મોસમ હસી'

હૃદય ઉઘાડ: હૃદયનો સંપૂર્ણ ઉઘડવું તે (નિખાલસ) કદાચ આ ગીત સેટ થાય?: મેરા મેરા જૂતા હૈ જાપાની , યે પતલુંન ... કે કદાચ લક્ષ્ય ફિલ્મ નું મે એસા ક્યું હું?, મેં વેસા કયું હું.....

હૃદય ઊર્મિ: હૃદયનો ઉમળકો..
હું તમારા ઘરે આવું અને મને જોઈ તમે મારું ઉમળકાથી ગળે મળો એ...
હા હા હા હા હા...

હદય કંપ; હૃદય કંપી ઉઠવું તે, કોઈ ની સહેવાય નહી તેવી સ્થિતિ જોતાં તમારા હૃદયમાં તેલ રેડાય,
કોઇ ડર થી યાને હોરર મૂવી અથવા ડોક્ટર પાસે પહેલી વખત બીપી ચેક કરવા જાવ ત્યારે પણ હૃદય ડરથી ધડકી ઊઠે...

હ્રદય કુંજ: હ્રદય રૂપી મંડપ

હ્રદય કોણ: હ્રદય કે ભાવનાનું વલણ કે દિશા

હ્રદય ગત: હ્રદય માં રહેલું,

હ્રદય ગમ: હ્રદય થી સમજી શકાય એવું

હ્રદય ગમ્ય: તર્ક થી નહી પણ લાગણી કે ભાવનાથી હ્રદય માં સમજાય એવું

હ્રદય ગ્રંથિ: હ્રદય માં રહેલ અજ્ઞાન રૂપ સંસાર બંધ (પૂર્વગ્રહ?)

હ્રદય ગ્રાહી: હ્રદય ને આકર્ષી લે એવું, મનને વશ કરી લે એવું, મનને ગમતું

હૃદયચક્ષુ: દિવ્ય ચક્ષુ, દિવ્ય નેત્ર, અંત;કરણ થી જોવું તે...

હૃદય વિષે મઝાના રોચક તથ્ય( સ્રોત: ફોરમસ્તી. કોમ)

1. તમારું દિલ છેડા ઉપર નથી પણ છાતીની બરોબર વચ્ચે જ છે.

2. તમારું દિલ એક વખત ધબકવાથી ૭૦ મિલી અને ૧ મિનીટ માં ૪.૭ લીટર અને આખા દિવસમાં લગભગ ૧૭૫૦ લીટર અને આખા જીવનમાં લગભગ ૧૬ કરોડ લીટર લોહી પંપ કરે છે. તે એક નળ નું ૪૫ વર્ષ સુધી ખુલો રહેવા બરોબર છે.

3. તમારું દિલ શરીર માંથી અલગ થયા પછી પણ ત્યાં સુધી ધબકતું રહે છે જ્યાં સુધી જરૂરી પ્રમાણમાં ઓક્સીજન મળતું રહે. કેમ કે તેનું પોતાનું વિદ્યુત આવેગ (electrical impulse) હોય છે.

4. ચાર અઠવાડિયાની પ્રેગ્નેસી પછી બાળકનું દિલ ધબકવાનું શરુ થઇ જાય છે.

5. અત્યાર સુધીમાં કોઈ પણ માણસ ની સૌથી ઓછા ૨૬ ધબકારા પ્રતિ મિનીટ અને સૌથી વધુ ધબકારા ૪૮૦ પ્રતિ મિનીટ નોધવામાં આવ્યા છે.

6. જેવું ગીત તમે સાંભળી રહ્યા છો તે મુજબ તમારા દિલના ધબકારા પણ બદલાય છે.

7. રોજ તમારું દિલ એટલી શક્તિ ઉત્પન કરી શકે છે કે એક ટ્રકને ૩૨ કિલોમીટર સુધી ચલાવીને લઇ જઈ શકાય છે અને આખ જીવન માં ચાંદ ઉપર આવવા જવા બરોબર.

8. એક તાજું જન્મેલ બાળકના ધબકારા સૌથી વધુ હોય છે (૭૦ -૧૬૦ bet/minute) ઘડપણમાં દિલના ધબકારા સૌથી ધીમા હોય છે (૩૦ -૪૦ bet/minute)

9. તમારા દિલનું વજન ૨૫૦ થી ૩૫૦ ગ્રામ છે, તે ૧૨ સે.મી. લાંબુ, ૮ સે.મી. પહોળું અને ૬ સે.મી. ઉચું એટલે તમારા બન્ને હાથની મુઠી ના આકારનું હોય છે.

10. તમારું દિલ એક મિનીટમાં ૭૨ વખત અને આખા દિવસમાં લગભગ ૧ લાખ વખત અને આખા જીવનમાં લગભગ ૨.૫ અબજ વખત ધબકે છે.

11. હાર્ટ એટેક આવવાની શક્યતા સૌથી વધુ સોમવાર ની સવારે અને ક્રિસમીસ ના દિવસે જ આવે છે.

12. પુરુષ અને સ્ત્રીઓ બન્નેમાં હાર્ટએટેક ના લક્ષણો જુદા જુદા હોય છે. એક પ્રેમ માં તૂટેલું દિલ પણ હાર્ટ એટેક જેવો અહેસાસ કરાવે છે.

13. તમારું દિલ શરીરના બધા ૭૫ trillion cells ને લોહી મોકેલે છે માત્ર આંખમાં જોવામાં આવતી ફોનીયા સેલ સિવાય.

14. દિલના ધબકારા થી જે ‘thump-thump’ નો અવાજ આવે છે, આ દિલમાં જોવા મળતી ૪ વાલ્વ ના ખુલવા અને બંધ થવાને લીધે જ બને છે.

15. ૩૦૦૦ વર્ષ જૂના મમ્મી (સંગ્રહ કરેલા મૃત શરીર) માં પણ દિલની બીમારીઓ જોવામાં મળેલ છે.

16. દિલનું કેન્સર ખુબ ઓછું થાય છે કેમ કે હાર્ટ સેલ્સ સમય સાથે ફેલાવાનું બંધ કરી દે છે.

17. સ્ત્રીઓના દિલ ના ધબકારા પુરુષોના ધબકારા થી દર મીનીટે ૮ વધુ હોય છે.

18. આપના શરીરની સૌથી મોટી ધમની ‘અરોટા’ જે દિલ માં જોવા મળે છે, જે મોટાઈ ગાર્ડન માં જોવા મળતી પાઈપ જેવી હોય છે.

19. તમારું જમણું ફેફસું ડાબા ફેફસા કરતા આકારમાં નાનું હોય છે કેમ કે તેને દિલ ને જગ્યા આપવી પડે છે.

20. . કોફીન ડ્રગ ના સેવનની ટેવ વાળા માણસનું દિલ શરીરમાંથી બહાર કાઢ્યા પછી ૨૫ મિનીટ સુધી ધબકતું રહી શકે છે. electric currnt (ECG)

21. . જો આપણું દિલ શરીરની બહાર લોહીને દબાણ કરે તો તે લોહીને ૩૦ ફૂટ ઉપર ઊંચું કરી શકે છે.

22. . Love ને Denot કરવા માટે “Hart Symbol” નો પ્રયોગ ઈ.સ. ૧૨૫૦ થી થઇ રહ્યો છે. પરંતુ કેમ થઇ રહ્યો છે તે કોઈને ખબર નથી.

23. દિલ ની બીમારીમાં સૌથી વધુ લોકો ‘તુર્કમેનીસ્તાન’ માં મરે છે, દર વર્ષે ૧ લાખ માં ૭૧૨ લોકો.

24. દિલ થી electric currnt (ECG) ને માપવા વાળા મશીનની શોધ ૧૯૦૩ માં ‘Willem Einthoven’ એ કરી હતી

25. સેક્સના સમયે હાર્ટ એટેક આવવો ખુબ જ રેર છે, તેમાંથી ૭૫ % ત્યારે આવે છે જયારે કોઈ પુરુષ તેની પત્નીને દગો આપતો હોય.

26. ઈતિહાસ : ૧૮૯૩ માં પહેલી સફળ હાર્ટ સર્જરી થઇ. ૧૯૫૦ માં પહેલી સફળ કૃત્રિમ વાલ્વ નાખવામાં આવ્યો. ૧૯૬૭ માં પહેલી વખત કોઈ માણસનું દિલ બીજા માણસમાં નાખવામાં આવ્યું. ( તે માણસ ૧૮ દિવસ સુધી જીવ્યો હતો) અને ૧૯૮૨ માં પહેલું સ્થાઈ કૃત્રિમ દિલ નાખવામાં આવ્યું.

27. જાનવરો ના દિલ વિષે જાણવા જેવી વાતો.

28. ઓકટોપસ ને ત્રણ દિલ હોય છે. ‘Hibernating Groundhog’

29. . શરીરના આકાર મુજબ કુતરાનું દિલ સૌથી મોટું હોય છે.

30. ‘પાઈથન’ (સાપ) ના દીલ નો આકાર ખાતી વખતે મોટું થઇ જાય છે.

31. જાનવરોમાં સૌથી નાનું દિલ ‘ Fairy Fly’ (તતૈયા જેવું) નું હોય છે જેની લંબાઈ ૦.૦૨ સે,મી. હોય છે.

32. ‘ Etruscan Shrew’ (મલેશિયા અને બીજા અન્ય દેશોમાં ઉંદર ની એક જાતી) નું દિલ સૌથી વધુ ૧૫૧૧ ધબકારા પ્રતિ મીનીટના અને ‘Hibernating Groundhog’ (નોર્થ અમેરિકાની એક પ્રકારની ખિસકોલી) ના દિલ સૌથી ઓછા પાચ ધબકારા પ્રતિ મિનીટ નોંધવામાં આવ્યા છે.

33. બ્લુ વ્હેલ માછલી નું દિલ એક કાર જેટલું મોટું અને ૫૯૦ કિલોગ્રામ વજન હોય છે. તે બધા જીવોમાં સૌથી મોટું છે.



.
.
..
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995
yashhealthservices@yahoo.com