One unique biodata - 17 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૭

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૭

માનુજ કંઈક ગુડ ન્યુઝ આપવાની વાત કરતો હતો.

"જીજુ તમે તો બહુ જ ફાસ્ટ નીકળ્યા,લગ્ન પહેલા જ ગુડ ન્યુઝ"સલોની મજાક કરતા બોલી.

સલોનીની આ વાત સાંભળી બધા હસવા લાગ્યા પણ માનુજને ખબર ના પડી એટલે એને પૂછ્યું,"માંરાથી કઈ જોક્સ મરાઈ ગયો કે શું"

"ના"દિપાલી બોલી.

"તો બધા હશે છે કેમ?"માનુજે પૂછ્યું.

"બધા પાગલ છે તમે જલ્દી કહી દો ગુડ ન્યુઝ,નહીં તો આ લોકો જાતે જાતે કઈ પણ વિચારી લેશે"

"હું કેનેડા જાઉં છું"માનુજ બોલ્યો.

"ઓહ ક્યારે?"નિત્યાએ પૂછ્યું.

"આમ અચાનક કેમનું નક્કી થઈ ગયું"સલોની બોલી.

"તે મને પણ ના કહ્યું"દેવ બોલ્યો.

આમ બધાના એક પછી એક પ્રશ્નોના વરસાદ માનુજ પર ચાલુ થઈ ગયા.

નકુલ ક્યારનો ચૂપ ઉભો હતો એ બોલ્યો,"કોંગ્રેટચ્યુલેસન્સસ જીજુ"

"થેંક્યું નકુલ.અને તમારા બધાનાં પ્રશ્નો પત્યા હોય તો આગળ બોલું?"માનુજે કહ્યું.

"હા બોલ"દેવ બોલ્યો.

"દોઢ મહિના પહેલા મારી કંપનીવાળાએ બધાને એક ઓફર આપી હતી કે આપણી કંપનીમાંથી દર વર્ષે બે અનુભવી ઇમ્પ્લોયસને અમારી જ કંપનીની કેનેડાની બ્રાન્ચમાં મોકલવામાં આવે છે,પણ મારે હજી આ કંપનીમાં એક વર્ષ અને બે મહિના જેવું જ થયું છે તો મેં એમાં એપ્લાય નઈ કર્યું હતું પણ મજાની વાત એ થઈ કે આ વખતે કેનેડા જવા માટે કોઈ જ તૈયાર ના થયું હોવાથી અમને લોકોને ચાન્સ આપવામાં આવ્યો છે અને એના માટે મેં હા કહી છે"

"ક્યારે જવાનું થશે?"નિત્યાએ પૂછ્યું.

"કદાચ એક મહિના પછી"સલોની માયુસ થતા બોલી.

"તો પછી તમારા લગ્નનું શું"દેવે પૂછ્યું.

"એમાં એવું નથી કે હું પાછો ના આવી શકું,એક વર્ષ પછી લગ્ન કરવા આવીશ અને પછી દિપાલીને પણ સાથે જ લઈ જઈશ"

"તો તમે મારા અને નકુલના લગ્નમાં પણ નહીં હોય અહીંયા"સલોનીએ નાનું છોકરું બોલતું હોય એમ પૂછ્યું.

"કેમ તમારે આટલી જલ્દી એક વર્ષની અંદર મેરેજ કરી લેવાના છે?"માનુજે સલોની અને નકુલની સામે જોઇને પૂછ્યું.

"મને કોઈ ઉતાવળ નથી.મારે તો જેટલા મોડા થાય એટલું સારું.બેચલરવાળી લાઈફ જ કંઈક અલગ હોય"નકુલ મસ્તી કરતા બોલ્યો.

"આ જોક્સ હતો,સોરી પણ મને હસું ના આવ્યું"સલોની નકુલને મારતા બોલી.

"તો ના હસ"

"તો હવે તમારા બંનેનો શું પ્લાન છે?"માનુજે નિત્યા અને દેવ તરફ જોતા કહ્યું.

"શેનો પ્લાન?"નિત્યા અને દેવને કઈ ખબર ના પડી કે માનુજ શેના વિશે પૂછે છે એટલે એ બંનેએ એક સાથે પૂછ્યું.

"મેરેજ કરવાનો.મારા અને દિપાલી પછી હવે તમારા બે બેસ્ટ ફ્રેન્ડ નકુલ અને સલોનીનું પણ નક્કી થઈ ગયું,તો હવે તમારા બંનેનું કેમનું છે એમ"માનુજ સમજાવતા બોલ્યો.

નકુલે દેવ અને નિત્યાની વચ્ચે આવી બંનેના ખભા પર હાથ મુક્યો અને પછી એ બંનેને જોતા બોલ્યો,"આમ તો તમે બંને એક-બીજા માટે પરફેક્ટ છો,શું કહેવું સલોની?"

નિત્યાને આ સાંભળી થોડો ગુસ્સો આવ્યો પણ એ ચૂપ રહી.નિત્યાનો ગુસ્સો દેવે નોટિસ કરી લીધો હતો એટલે એને એના ખભા પરથી નકુલનો હાથ હતાવતા આગળ કહી જ ના બોલે એમ કહ્યું.

નકુલને જવાબ આપતા સલોની બોલી,"હુહ..... ક્યાં દેવ અને ક્યાં આ બહેનજી.એ બંનેનો કોઈ મેચ નથી.દેવ કેટલો હેન્ડસમ છે અને આ બહેનજી સામે તો જો"

"સલોની આ તું શું બોલે છે"નકુલ બોલ્યો.

"સાચું તો કહું છું"સલોની બોલી.

"સલોની,જરા સમજી વિચારીને બોલવાનું રાખ"દિપાલી સલોનીને ટકોર કરતા જરા ઊંચા આવજમાં બોલી.

દેવ આ બધું જ સાંભળી રહ્યો હતો પણ એ ત્યાં ચૂપચાપ ઉભો રહ્યો.એને થયું કે જો હું કંઈક બોલીશ તો વાત વગર કામની આગળ વધશે.

આમ તો સલોની નિત્યાને ઘણું બધું સંભળાવતી પણ નિત્યા એના માઈન્ડ પર નઈ લેતી.પણ આજે એને નિત્યાની બધાની સામે બેઇજ્જતી કરી હતી.નિત્યાને બહુ જ દુઃખ થયું હતું.એના આંખમાંથી આંસુ આવી ગયા હતા.એના આંખમાં આંસુ જોઈને દિપાલી નિત્યા પાસે આવી અને એનો હાથ પકડતા બોલી,"આઈ એમ સોરી નિત્યા,મારી બેન તરફથી હું તને માફી માંગુ છું,નાસમજ સમજીને એને માફ કરી દેજે"

"દીદી તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી.એનું તો આજ કામ છે રડી રડીને ઇમોશનલી બ્લેકમેઇલ કરવાનું"

નિત્યા હજી પણ રડી રહી હતી.સલોનીના એક પછી એક શબ્દો એને તીરની જેમ વાગી રહ્યા હતા.

"સલોની પ્લીઝ તું ચૂપ રે અને નિત્યાને સોરી બોલ"નકુલ સલોની પર ગુસ્સે થતા ઊંચા અવાજે બોલ્યો.

"હું શું કામ સોરી બોલું,હું ક્યાં કઈ ખોટું બોલી.જે છે એ જ કહ્યું છે ને"

"સલોની........."દિપાલી ઊંચા અવાજે બોલી અને સલોની પર હાથ ઉપાડવા જતી હતી પણ નિત્યાએ ઇશારામાં ના કહ્યું તેથી દિપાલી એ એનો હાથ અડધેથી જ રોકી લીધો.

"મળી ગઈ ખુશી તને આ બધું કરીને,કોલેજ ટાઇમથી તું મારી સાથે આવું જ કરતી આવી છે"સલોની નિત્યા પાસે આવી અને બોલી.

નિત્યાએ એના આંસુ લૂછયા અને કહ્યું,"તું આજ મને કહી જ દે કે તને મારાથી એક્ચ્યુઅલ પ્રોબ્લેમ છે શું?,મારુ બહેનજી હોવું કે પછી બીજું કંઈ?"

(આજ જે થયું પછી નિત્યા વાતને ક્લીઅર કરી પતાવવા માંગતી હતી.નિત્યાનો એવો સ્વભાવ જ ન હતો કે એ રોજ રોજ કોઈની પણ જોડે આરગ્યુમેન્ટ કરે.અને એને બીજી એ વાતનો પણ ડર હતો કે એના અને સલોનીના કારણે બીજા બધાની દોસ્તીમાં પણ કડવાશ આવી જશે તો એ પોતાની જાતને માફ નહીં કરી શકે.)

"પ્રોબ્લેમ પોતે જ કહે છે પ્રોબ્લેમ શું છે"સલોની મોઢું મચકોડતા બોલી.

"સલોની તને શું પ્રોબ્લેમ છે.તને મારુ દેવ અને નકુલ જોડે બોલવાનું પસંદ નથી?"નિત્યાએ સીધું જ પૂછી લીધું.

"હા,નથી પસંદ મને"સલોની ઊંચા અવાજે બોલી.

આ સાંભળી દેવ અને નકુલ એકદમ શોક થઈ ગયા અને એકીટશે આંખો મોટી કરીને સલોની સામે જોઈ રહ્યા.

"પણ એ શું કામ ના બોલે એ બંને નિત્યાના પણ ફ્રેન્ડ છે"ક્યારનો ચૂપ ઉભેલો માનુજ બોલ્યો.

"જીજુ તમને આ જેટલી સીધી દેખાય છે એટલી છે નઈ. કોલેજ ટાઈમમાં પણ એ મારાથી ચીડતી હતી"

"મારે શું કામ તારાથી ચીડાવું પડે"નિત્યા બોલી.

"કેમ કે કોલેજના બધા જ છોકરાઓ મને પસંદ કરતાં હતાં.આજ વાત ખુલી જ છે તો હું પુરી વાત તમને જણાવું. અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે અમારા બંનેનું બિલકુલ નહોતું બનતું.બધા જ લોકો મને પસંદ કરતાં તેથી નિત્યાને જેલેસી ફીલ થતી હતી.પછી એ કંઈક ને કઈક કરીને બધાનું ધ્યાન એની બાજુ ખેંચતી.નોટ્સ આપવાના બહાને કે બીજું કંઈ પણ કરીને એ બધાને એની તરફ કરી દેતી અને છેલ્લે મને એકલી પાડી દેતી"સલોની આટલું બોલતા બોલતા રડી પડી.

"સલોની તું આ બધું શું વિચારે છે નિત્યા ક્યારેય આવું ના કરી શકે"ક્યારનો ચૂપ ઉભેલો દેવ બોલ્યો.

"બસ તું જ બાકી રહી ગયો તો,હવે તું પણ મને બોલી લે"સલોની રડતા રડતા બોલી.

"સલોની અહીંયા કોઈ તને ખરાબ નથી બોલી રહ્યું,તું શું કામ આ બધું વિચારે છે"દિપાલી સલોનીને સમજાવતા બોલી.

"કેમ ના વિચારું દીદી,આજે પણ મારો સ્પેશિયલ દિવસ હતો અને બધું એટેનશન નિત્યાને મળી રહ્યું છે"

(નિત્યા આ બધું સાંભળી એકદમ શોક હતી.કઈ પણ બોલ્યા વગર ભૂત બનીને ઉભી રહી હતી.એ વિચારવા લાગી કોઈ કેવી રીતે વિચારી શકે કે હું નિત્યા જેને કોઈ દિવસ કોઈની સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરી એ આટલા ખરાબ વિચારો ધરાવતી હશે.એને બહુ જ રડું આવી રહ્યું હતું અને સાથે સલોની પણ દયા પણ આવી રહી હતી.)

(સલોનીને એના ઘરેના લોકો તરફથી કોઈ જ પ્રકારનું એટેનશન કે પ્રેમની આશા નઈ હતી.એના માટે એના દોસ્તો જ બધુ હતા.અને આજે તો એના બે બેસ્ટ ફ્રેન્ડને પણ નિત્યાનું ખેંચતા જોઈને સલોનીને પણ બહુ જ દુઃખ થયું હતું.)

"સલોની તું જેવું વિચારે છે એવું કંઈ જ નથી"નિત્યા સલોનીની પાસે જઈને બોલી.

"તને હું ઓળખું છું.આ સારું બનવાનું નાટક મારી આગળ તો નઈ જ કરતી,હું તારા જેવી મિડલક્લાસ છોકરીઓને સારી રીતે ઓળખું છું"

"મિડલક્લાસ ફેમિલીથી તો હું પણ છું તો તું મારા વિશે પણ એવું જ વિચારતી હશે"દેવ બોલ્યો.

"ના દેવ,હું તારા વિશે એવું ક્યારેય ના વિચારી શકું"

"તો નિત્યાએ શું ગુનો કર્યો છે?"નકુલે પૂછ્યું.

"કઈ નઈ તમે બધા જ મને ખોટી ઘણો છો તો એમ જ હશે"એમ કહીને સલોની કોફીશોપની બહાર મેઈન રોડ પર રડતી રડતી નીકળી ગઈ.

નિત્યા એની પાછળ દોડી અને એને રોકવાનો પ્રયાસ કર્યો.બાકીના દેવ,નકુલ,માનુજ અને દિપાલી પણ એમની પાછળ ગયા.

નિત્યાએ સલોનીનો હાથ પકડ્યો અને એને ઉભી રાખી અને કહ્યું,"સલોની,તું બોલ હું શું કરું?"

"એ કહે એમ કંઈ જ કરવાની જરૂર નથી"નકુલ એ બંનેની પાસે આવીને બોલ્યો.

સલોની ફરી જવાની કોશિશ કરતી હતી પણ નિત્યાએ એનો હાથ પકડી લીધો.સલોની હાથ છોડાવવા જતી હતી ત્યાં એનાથી નિત્યાને ધક્કો વાગી ગયો અને નિત્યા પડવા જતી હતી ત્યાં દેવે એને પકડી લીધી અને દેવ ગુસ્સામાં બોલ્યો,"સલોની........."

દેવ આગળ કઈ પણ બોલે એ પહેલાં નિત્યાએ એને રોક્યો અને એ સલોની પાસે જઈને બોલી,"તું એવું જ ચાહે છે ને કે હું તારી લાઈફમાંથી જતી રહું"

"હા,ફક્ત મારી જ નહીં મારા બે બેસ્ટ ફ્રેન્ડની લાઈફમાંથી પણ જતી રે.એ ફક્ત મારા જ દોસ્ત છે તું અમારા બધાની લાઈફમાંથી દૂર થઈ જા "સલોનીએ ક્લીઅર કટ કહી દીધું.

નકુલને સલોનીની વાતથી થોડો વધારે જ ગુસ્સો આવી ગયો એટલે એ બોલ્યો,"નિત્યા ક્યાંય નહીં જાય એ અમારી ફ્રેન્ડ હતી,છે અને રહેશે જ"

"તો રાખો એને તમારી સાથે,મને ભૂલી જજો હું જાઉં છું"એમ કહીને સલોની રડતી રડતી આગળ જવા લાગી.અને નિત્યા એની પાછળ પાછળ એને મનાવવા દોડી રહી હતી.પેલા ચાર ત્યાંના ત્યાં જ ઉભા રહ્યા.

(નિત્યાને લાગ્યું કે કદાચ મારા દૂર જવાથી જો દેવ,નકુલ અને સલોનીની ફ્રેન્ડશીપ જળવાઈ રહેતી હોય તો એમ જ કરીશ એમ માનીને એ સલોનીને આ વાત કહેવા માટે એની પાછળ પાછળ જતી હતી.)

મેઈન રોડ હોવાથી વાહનોની અવરજવર ચાલુ હતી.અને એ વાહનો વચ્ચેથી સલોની ટેક્સી લેવા માટે રોડ ક્રોસ કરીને ટેક્સી સ્ટેન્ડ પર જઈ રહી હતી.આજે નકુલ અને સલોની નકુલની ઓફિસથી જ નકુલની ગાડીમાં નીકળ્યા હતા એટલે સલોનીની પાસે એની કાર નઈ હતી.સલોની રડતી રડતી રોડ ક્રોસ કરી રહી હતી એટલામાં એક મોટી ટ્રક સલોની તરફ આવી રહી હતી.સલોનીનું ધ્યાન એ ટ્રક તરફ નઈ હતું પણ નિત્યાએ એ ટ્રક જોઈ લીધું હતું તેથી એ સલોનીને કહેવા જ જતી હતી.પણ સલોની નિત્યાની એક વાત પણ સાંભળવા તૈયાર ન હતી.ટ્રક વાળો પણ જોરથી હોર્ન વગાડતો હતો પણ સલોનીની આજુબાજુ બીજા વાહનોનો ટ્રાફિક હોવાથી એ બીજે જઈ શકે એમ નઈ હતી.નિત્યાએ સલોનીનો હાથ પકડ્યો અને કહ્યું,"ચાલ આપણે શાંતિથી વાત કરીએ રસ્તા પર બહુ જ વાહનો છે"

"હવે વાત કરવા માટે રહી શું ગયું છે.હવે તો નકુલે પણ કહી દીધું કે તું જા,તો મારું અહીંયા શું કામ"

"એને એવું કંઈ જ નથી કહ્યું તું ખોટું વિચારે છે પ્લીઝ અહીંયાંથી ચાલ"

આ બધી વાતચીતમાં ટ્રક એ બંનેની એકદમ નજીક આવી ગયું એની જાણ નિત્યા અને સલોની બંનેમાંથી કોઈને પણ ન હતી.દેવે અને નકુલે ટ્રક જોઈ સલોની અને નિત્યાને બૂમ પાડી પણ ત્યાં સુધીમાં તો ટ્રક એ જોરથી ટક્કર મારી અને બધાથી ચીસ પડાઈ ગઈ.

ટ્રકની ટક્કર કોને વાગી હશે?

કે પછી દેવે અને નકુલે સલોની અને નિત્યાને બચાવી લીધા હશે?