One unique biodata - 18 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૮

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૮



એક મહિના પછી..........




દેવના ફોનમાં એલાર્મ વાગ્યું.સવારના છ વાગ્યા હતા.દેવ પથારીમાંથી ઉભો થઇ નાહી-ધોઈને તૈયાર થઈ ગયો અને રૂમની બહાર નીકળ્યો.જશોદાબેન(દેવના મમ્મી) મંદિરમાં પૂજા કરી રહ્યા હતા એટલે દેવે એમને ઇશારાથી જ કહી દીધું કે હું બહાર જાવ છું.જશોદાબેનને પણ ખબર હતી કે દેવ ક્યાં જાય છે એટલે એમને બીજું કંઈ પૂછ્યું નહીં અને પાછા પૂજામાં વ્યસ્ત થઈ ગયા.દેવ એની ગાડી લઈને નીકળ્યો અને સીધો જ ફ્લાવર શોપમાં ગયો.ત્યાંથી એક મસ્ત ઓરેન્જ અને વાઈટ કલરના ફૂલોનો બુકે લીધો અને બુકેને ગાડીમાં મૂકીને કોઈને ફોન કર્યો.

"હેલ્લો,તું આવે છે ને?"દેવે પૂછ્યું.

"અત્યારે જવાનું છે?"સામેથી અવાજ આવ્યો.

"હાસ્તો,કેમ તને શું લાગ્યું?"

"મને એમ કે સાંજે જવાનું હશે.અત્યારે જઈશું તો એને સરપ્રાઈઝની ખબર પડી જશે"

"હા,તારી વાત તો સાચી છે"

"એક કામ કર અત્યારે એમ જ મળી આવ.પછી સાંજે સીધું જ સરપ્રાઈઝ આપીએ"

"ગુડ આઇડિયા"

"થેંક્યું,બાય"

"બાય"

ફોન મુક્યા પછી દેવે લીધેલો બુકે ગાડીની ડેકીમાં મૂકી અને ગાડી લઈને સીધો જ નિત્યાના ઘરે ગયો.ઘરનો દરવાજો ખુલ્લો હતો તેથી દેવ અંદર ગયો.ઘરમાં કોઈ દેખાયું નહીં એટલે એ પહેલાં જ રસોડામાં ગયો.એને એમ હતું કે કામિની આંટી કદાચ રસોડામાં હશે. પણ રસોડામાં પણ કોઈ હતું નહીં.ત્યાર પછી એ નિત્યાના રૂમમાં ગયો.નિત્યાનો રૂમ પણ બહારથી બંધ હતો.દેવને થોડી ચિંતા થવા લાગી.એણે નિત્યાને ફોન કર્યો.રિંગ વાગતી હતી પણ નિત્યાએ ફોન ઉપાડ્યો નહીં. એ પછી એને જીતુભાઇ(નિત્યાના પપ્પા)ને ફોન કર્યો પણ એમનો ફોન પણ નેટવર્ક ક્ષેત્રની બહાર બતાવતા હતા.દેવને થોડી વધારે જ ચિંતા થવા લાગી.એ વિચારવા લાગ્યો કે આટલા વહેલી સવારે આમ ઘર ખુલ્લું મૂકીને બધા ક્યાં ગયા હશે.એના મગજમાં નેગેટીવ વિચારો આવવા લાગ્યા કે કદાચ નિત્યાને તો કંઈ નહીં થયું હોય ને?.
એણે અચાનક વિચાર્યું કે આરવને(નિત્યાનો પડોશી ફ્રેન્ડ) પૂછી જોવે.એ ઘરના મેઈન દરવાજાનું હેન્ડલ વાખીને આરવના ઘર કે જે નિત્યાના ઘરથી બે-ત્રણ ઘર છોડીને હતું ત્યાં ગયો.ત્યાં એણે જોયું તો કામિનીબેન આરવના ઘરને લોક કરી રહ્યા હતા.કામિનીબેનને જોતા જ દેવે પૂછ્યું,

"આંટી તમે અહીં છો,નિત્યા અને અંકલ ક્યાં છે અને તમે કેમ આરવના ઘરે........."

કામિનીબેનને દેવ કંઈક વધારે જ ટેનશનમાં લાગ્યો.એને શાંત કરતા બોલ્યા,"ચાલ ઘરે પછી કહું"

દેવ કંઈ પણ બોલ્યા વગર એમની સાથે ગયો.

"બેસ હું તારા માટે ચા લઈને આવું"કામિનીબેન બોલ્યા.

"આંટી એ બધું છોડો પહેલા મને કહો કે નિત્યા ઠીક છે ને?"

"હા"

કામિનીબેન આગળ કઈ બોલે એ પહેલાં જ દેવે પૂછ્યું,"તો આટલા વહેલી સવારે એ ક્યાં ગઈ છે.તમને ખબર છે ને એને ડોક્ટરે વધારે ચાલવાની ના કહી છે"

"હું જાણું છું બેટા. નિત્યાને કાલ રાત્રે થોડો તાવ આવ્યો હતો એટલે રાતે તો એ દવા લઈને સુઈ ગઈ હતી.પણ આજ સવારે મેં જોયું તો એને ફરી પાછો તાવ આવી ગયો હતો એટલે મેં એના પપ્પાને કહ્યું કે હવે ડોકટરને બતાવવું જોઈએ"

"વધારે પ્રોબ્લેમ જેવું હતું તો મને ફોન કેમ ના કર્યો?"

"એતો દવાખાને જવાની ના જ કહેતી હતી પણ મેં જબરદસ્તીથી એને મોકલી છે,અને આરવ પણ બહાર હતો તો એને કહ્યું,'હું પણ આવું' એટલે તમે ફોન ના કર્યો"

"કેટલો ટાઈમ થયો એમના ગયે?"

"તું આવ્યો એના પેલા પેલા જ ગયા છે પણ અહીં નજીકમાં જ એક સારા ડોકટર છે ત્યાં ગયા છે તો આવતા જ હશે.તું બેસ હું તારા માટે ચા લઈને આવું"

દેવ બેસીને ચા પીતો હતો એટલામાં નિત્યા,જીતુભાઇ અને આરવ આવ્યા.જીતુભાઈ અને આરવ નિત્યાને બંને બાજુથી પકડીને અંદર લાવ્યા અને સોફામાં બેસાડી.તાવના કારણે નિત્યાનો ચહેરો સાવ ઉતરી ગયો હોય એવો ફિકો લાગતો હતો.આખી રાત ઊંઘ ના આવવાના કારણે એની આંખ નીચે સોજો આવી ગયો હોય એમ લાગતું હતું.

"તાવ હજી છે થોડો"દેવે નિત્યાના માથા પર હાથ મુકતા કહ્યું.

"લો પપ્પા ડોકટરે તપાસી લીધું"નિત્યા મજાક કરતા બોલી.

"કોમન સેન્સ"

"તું શું કરે છે મારા ઘરે સવાર સવારમાં"

"મારી મરજી"

આમ, દેવ અને નિત્યા વાતો કરી રહ્યા હતા એટલામાં કામિનીબેન નિત્યા,આરવ અને જીતુભાઇ માટે ચા-નાસ્તો લઈને આવ્યા.

"ચાલ થોડો નાસ્તો કરીને દવા લઈને સુઈ જા"

"મમ્મી મને ભૂખ નથી"

"થોડું તો ખાવું પડે નઈ તો દવા અસર ના કરે"

"બીજા ડોક્ટર બોલ્યા"નિત્યાએ કામિનીબેનની મજાક ઉડાવતા કહ્યું.

"બોલવાનું ઓછું રાખ અને ચૂપચાપ નાસ્તો કરીને દવા લઇ લે"દેવ બોલ્યો.

"અચ્છા તો મેં ચલતા હું,મેરી જરૂરત હો તો મુજે ફોન કર લેના"આરવે કહ્યું.

"થેંક્યું દોસ્ત"નિત્યા અને દેવ એક સાથે બોલ્યા.

"અરે ઇસકી કોઈ જરૂરત નહીં હૈ, દોસ્તી મેં ઇતના તો કર હી શકતા હૂં,ચલો અબ મુજે ઓફીસ કે લિયે નિકલના હૈ,ટેક કેર"આરવે નિત્યાને કહ્યું.

આરવને ગયા પછી દેવ,નિત્યા,કામિનીબેન અને જીતુભાઇ બેસીને વાત કરતા હતા એટલામાં જીતુભાઈને અચાનક કંઈક યાદ આવ્યું અને બોલ્યા,"નિત્યા તારે તો આજની ડેટ છે ડ્રેસિંગ કરાવવાની"

"હા પપ્પા,મને યાદ છે"

"તો શું કરવું છે?"

"કાલ જઈએ તો નઈ ચાલે?"

"હું હોસ્પિટલમાં ફોન કરીને પૂછી જોવું"

જીતુભાઇનો ફોન સવારે ઉતાવળમાં રૂમમાં જ રહી ગયો હતો એટલે એ ફોન લેવા એમના રૂમમાં ગયા અને હોસ્પિટલમાં વાત કરીને બહાર હોલમાં આવીને કહ્યું,"આજે જ જવું પડશે"

"કેમ?"દેવે પૂછ્યું.

"આજ શુક્રવાર છે,પછી શનિ-રવિની રજા આવશે"

"તો સોમવારે જઈશું"

"જઇ શકીએ પણ સોમવારથી અઠવાડિયા માટે ડોકટર બહાર જવાના છે તો આજે જ જવું પડશે.હું ઓફિસમાંથી રજા લઈ લઉં પછી આપણે જઈએ"

"અંકલ તમને વાંધો ના હોય તો હું નિત્યાને હોસ્પિટલ લઇ જઇ શકું"દેવે કહ્યું.

"પણ તારે કોલેજમાં રજા પડશે"

"એ હું સંભાળી લઈશ"

"મને વાંધો નથી"

"પણ મને વાંધો છે"ચૂપ બેસેલી નિત્યા બોલી.

"તને શું વાંધો છે?"દેવે પૂછ્યું.

"તે આના પહેલા પણ મારા લીધે બહુ રજા લીધી છે કોલેજમાંથી"

"હું કોલેજ હાજર હોઉં કે ના હોઉં,મારુ કામ હું કરી જ લઉં છું"

(નિત્યાને ડ્રેસિંગ કરાવવા લઈ જવા માટે દેવ છેલ્લા એક મહિનાથી અઠવાડિયામાં બે રજા લેતો હતો.પણ જ્યારે એ કોલેજ જતો ત્યારે એકસ્ટ્રા લેકચર્સ લઈને બધું કમ્પ્લીટ કરી લેતો.)

"પણ........."નિત્યા કંઈક બોલવા જતી હતી પણ દેવે એને રોકતા કહ્યું,"હું કંઈ જ સાંભળવા નથી માંગતો,તું તૈયાર થઈ જા હું તને લઈ જાઉં છું હોસ્પિટલ"

નિત્યા અને દેવ બંને હોસ્પિટલ જવા માટે નીકળ્યા.નિત્યા રાત્રે સરખી રીતે ઊંઘી ન હતી એટલે એ ગાડીમાં સુઈ ગઈ હતી.દેવે પણ એને સુવા દીધી હતી.હોસ્પિટલ પહોંચીને દેવ નિત્યાને ડ્રેસિંગ રૂમમાં લઈ ગયો.એણે બહુ જ દુખાવો થઈ રહ્યો હતો તેથી એને દેવનો હાથ જોરથી પકડી રાખ્યો હતો.દેવ પણ એને સાંત્વના આપવા માટે એની પીઠ પર અને એના માથા પર હાથ ફેરવતો હતો.ડ્રેસિંગ કરાવ્યા પછી નિત્યાને થોડા ચક્કર આવતા હોવાથી એ થોડી વાર આરામ કરતી હતી અને દેવ ડોક્ટર સાથે કંઈક વાત કરી રહ્યો હતો.નિત્યાને એ વાતો સંભળાતી ન હતી પણ એનું ધ્યાન ત્યાં જ હતું.હોસ્પિટલથી ઘરે જતા રસ્તામાં દેવ અને નિત્યા આઈસ્ક્રીમ ખાવા માટે ઊભાં રહ્યા.દેવ બે આઈસ્ક્રીમ લઈને ગાડીમાં બેસેલ નિત્યાને આપી.

"બે આઈસ્ક્રીમ?"નિત્યાએ પૂછ્યું.

"કેમ નથી ખાવી?"દેવે ટોન્ટ મારતા કહ્યું.

"આઈસ્ક્રીમ તો તું દસ આપે તો પણ ખાઈ જાઉં"

"ઓકે,તો હું બાકીની આઠ લઈ આવું"દેવના આટલું કહેવાથી નિત્યા ખડખડાટ હસવા લાગી.

"ડૉક્ટર શું કહેતા હતા?"નિત્યાએ અચાનક પૂછ્યું.

"કંઈ ખાસ નહીં"

"બોલને યાર"

"હું કહીશ તો તું આરામ નહીં કરે અને કોલેજ આવવાનું શરૂ કરી દઈશ"

"મને ચાલવાની રજા આપી દીધી છે ને ડૉક્ટરે?"નિત્યાએ અંદાજો લગાવતા પૂછ્યું.

"હા,પણ બહુ નહીં"

આ સાંભળી નિત્યા ખુશી વ્યક્ત કરવા ઉભી થઇ દેવને હાઇફાઈ કરવા જતી હતી અને એનો પગ ભૂલથી ગાડીના ગેર બોક્સને અડક્યો જેથી એને થોડો દુખાવો થયો.એ જોઈને દેવ બોલ્યો,"દોડવાનું નઈ ચાલવાનું કહ્યું છે પાગલ"

"એ જે હોય એ પણ હવે મારે રૂમમાં તો પુરાઈ રહેવાનું નઈ થાય ને"

"હા,એ તો છે.તું આઇસ્ક્રીમ ખા,હું એક મિનિટમાં આવ્યો"કહીને દેવે ગાડીમાંથી બહાર નીકળીને કોઈને ફોન કર્યો અને કહ્યું,"બધું રેડી થઈ ગયું?,અમે રસ્તામાં છીએ.પંદર-વીસ મિનિટમાં પહોંચી જઈશું"

"હા,બધું જ થઈ ગયું.આવી જાઓ તમે બંને"

"ઓકે"

નિત્યાને શું થયું હશે કે એને ચાલવાની રજા આપતા એ આટલી ખુશ થઈ ગઈ હતી?

શું એક મહિના પહેલા થયેલા એક્સિડન્ટમાં ટ્રક ટક્કર નિત્યાને વાગી હશે?

દેવે કોણે ફોન કર્યો હશે અને કયા સરપ્રાઇઝની વાત કરતો હશે?