પહેલા જમાનો હતો સાદા ફોનનો,પછી આવ્યો જમાનો સ્માર્ટફોનનો....અને પહેલા કાને ધરી વાત થતી અને ચહેરા દેખાતા ન હતા, અત્યારે સામેવાળી વ્યક્તિ શું કરે છે! એ વિડીયો કોલ દ્વારા તરફ જોઇ શકાય છે.
પહેલા ચહેરા ના ભાવ ગમે તેવા હોય તો દેખાતા નહીં ,અત્યારે તો વિડીયોકોલ માં તમે દરેકના ચહેરાના ભાવ ને ઓળખી શકો છો! ટેક્નોલોજીની દુનિયામાં માણસ ઘણો આગળ વધી ગયો આપણને તો ખબર જ ના પડી!! એટલે કે હજારો માઈલો સુધી દૂર રહેતા, માનવને આપણે એકી સેકન્ડે જોઈ શકીએ છીએ કહેવાય કે આંખનું મટકું માર્યું અને માણસની પાસે પહોંચી ગયા ,પ્રત્યક્ષ તો નહીં પણ પરોક્ષ તો મળી જઈએ શકીએ છીએ
વિડીયોકોલની વાત જ કંઇક અલગ છે. વિડીયો કોલ પોતાના પુત્ર સાથે ,હોય પતિ સાથે હોય કે, સહેલી સાથે હોય ,પરંતુ જાણે કે રૂબરૂ મળ્યા હોય એવો દિલમાંથી સંતોષ થાય છે. વિડીયોકોલ થી જાણે કે દિવસનો થાક ઉતરી જાય છે હવે તો વિડીયોકોલમાં કોન્ફરન્સમાં પણ આપણે સંબંધીનો ટોળું ભેગું કરીને વાત કરી શકીએ છીએ.વિડીયોકોલ એટલે કે ઓનલાઈન નો પ્રત્યક્ષ જમાનો!!!
વિડીયો કોલ અને એની વાત કંઈક અલગ હોય છે.ઘણી વખત દૂર રહેતા, વિદેશમાં પોતાના પુત્રને જોવા માટે માતા દિલમાંથી જોવા માટે તરફડતી હોય છે, પરંતુ ટેક્નોલોજીના જમાનામાં એક "મા"ની ઈચ્છા વિડીયોકોલ દ્વારા પૂરી કરી શકાય છે .મા"ની મમતા ઉઘરાવીને પુત્ર પાસે પહોંચી છે ,એવી જ રીતે કોઈ પત્નિનો પતિ વિદેશમાં હોય ત્યારે પોતાના પ્રેમ માટે તડપતી પત્નીને વિડીયોકોલ દ્વારા પ્રત્યક્ષ મળ્યાનો એક અલગ પ્રેમનો અહેસાસ મેળવી શકે છે !મિત્રોની તો વાત જ મુકોને !!એમને તો દિવસમાં ગમે એટલી વાર વિડિયો કોલ કરો, વાતોતો કલાકો સુધી કરે મોબાઈલમાં નેટ" પૂરું થાય પણ એમની વાતો પૂરી ન થાય......અત્યારે તો વિડિયોકોલ" ફ્રી" મા થઈ ગયો. એટલે અસંખ્ય મિત્રોનો ઢગલો વિડીયોકોલ માં ભરાઈ જાય ,અને તમને બધાજ સમાચારની આપ-લે તથા, તમામ વાતોનો ઢગલો મળી જાય, નવી રેસિપી મળી જાય... કઈ ફેશન બજારમાં આવી છે ....એ મળી તમને માહિતી મળી જાય છે....હવે ,તો ખરીદી કરવા ગયા હોય તો સાથે કોઇને લઇ જવાની જરૂર પણ નથી રહેતી! દુકાનમાં વીડિયો કોલિંગ કરી લેવાનો, અને તેની પસંદગીની વસ્તુઓ લઈ લેવાની.... છે.. ને ...વિડીયોકોલ ની કરામત!!!
હાલના કોરોનામાં વિડિયોકોલ એ સગાસંબંધીઓને વાતો કરવામાં ખૂબ ઉપયોગી નીવડ્યો છે,સ્કૂલમાં પણ ઓનલાઇન શિક્ષણમાં વિડિયો કોલ એ પરોક્ષ શિક્ષણ આપવામાં પૂરી રીતે ઉપયોગી નિવડ્યો છે,વિડિયો કોલ માં આપણાં આ વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ ઉપયોગી એટલે કહેવાય કે હજી પણ આપણે જોઈએ તેટલા સગાસંબંધીઓને ત્યાં જઈ શકતા નથી,એટલે બીમાર હોય કે પ્રસંગ હોય તો વિડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી શકીએ છીએ.
છતાં, ઘણી વખત નુકસાન પણ થાય છે,વિડિયો કોલ ઘણીવખત સમસ્યાઓ પણ પેદા કરી શકે છે,ઘણીવખત આપણી કમજોરી કે નબળાઈ પણ વિડિયો કોલ માં પકડાઈ જાય છે.ઘણી વખત મેકઅપ વિનાનો અસલી ચહેરો પણ જોવા મળી જાય છે.વિડિયો કોલ વધુ પડતો ઉપયોગ મગજની બીમારી નોતરે છે આંખો ને નુકશાન કરે છે .સ્કૂલમાં આ ઓનલાઇન વિડિયો કોલ બાળકના મન પર ઘણી અસર કરી છે.
આ મોબાઇલના કારણે ઘરમાં રહેતા પરિવારમાં દૂરી આવી ગયી છે.બધા જ એક સાથે હોય તો પણ એકબીજાથી ઘણા દૂર થયી ગયા છે.જે જુવો તે મોબાઈલ માં હોય છે બાળકો રમતોથી દૂર થયી રહ્યા છીએ.ઘણું નુકશાન થયી રહ્યું છે..
વીડિયો કોલિંગ માં વધારે પડતી વાતો કરવાથી માણસ ની કમજોરી પણ પકડી જાય છે.છતાં પણ, વિડીયોકોલ દરેકને ગમતો એક રોમેન્ટિક કોલ જેવો અહેસાસ કરાવે છે.....🙏🏿આભાર🙏🏿