CANIS the dog - 49 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 49

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

CANIS the dog - 49

સીતા એ સાંભળ્યું કે આ આખા મામલામાં થી લેટિન બહાર જ રહી છે અને તેણે તેનો અસહકાર યથાવત રાખ્યો છે. જેના કારણે canadian સુપ્રીમ કોર્ટે હાઇબ્રાઈડ ઉપર ઇન્સ્પેક્શન ના આદેશ કેમ્બ્રિજ યુનિવર્સિટીને સોંપ્યા છે. હાઇબ્રાઈડ ની અંદર જે પણ રેસીપી પાસ થશે તે એકમાત્ર કેમ્બ્રિજ યુનિવર્સિટી જ પાસ કરશે. cambridge ના આદેશો પછી જ હાઇબ્રાઈડ આ breed નું જનરેશન શરૂ કરી શકશે.
જો cambridge તે રેસીપી ને નકારશે તો હાઇબ્રાઈડે cambridge ને જ કન્સલ્ટ કરી ને નવી રેસીપી તૈયાર કરવી પડશે.

ડોક્ટર ક્લાર્કે ફરીથી સીતા ની સામે જોઈને હસ્યુ અને સીતાએ પ્રાકૃતિક પ્રક્રિયામાં તેના હોઠ કસ્સી ને દબાવ્યા અને ઈમીજેટલી જાણે કે કોઈક બીજી બાજુ ડાઇવર્ટ થઈ છે તેવી રીતે ઓફિસની બહાર નીકળી ગઈ. સીતા ને બહાર નીકળીને લેટિન ના હોલમસોલ એવા ડોક્ટર ક્લાર્ક સમજી ગયા હતા કે કદાચ સીતા શું કરવાનું વિચારી રહી છે. કેમકે સીતા ની નિષ્ઠાથી પૂર્ણ રીતે પરિચિત ડૉ ક્લાર્ક ક્યાં હતા કે સીતા ભલે મહા cambridge ની સામે અદનીસી છે , તેમ છતાં પણ તે cambridge નો ઇતિહાસ ભૂગોળ અવશ્ય ચકાસશે કે આખરે કેમ્બ્રિજ પણ કેટલે અંશે એફીશીયન્ટ છે, જીનેટિક મિક્ષ્ચરો મા?

દોસ્તો, જીનેટીક સાયન્સના મહાત્મ્ય ની વ્યાખ્યા લખવી હોય તો એવું કહેવામાં કોઈ જ અતિશયોક્તિ કે નાનામ નથી કે આ સંસારમાં અર્થાત અનંત બ્રહ્માંડમાં જેટલા એલિમેન્ટ છે અર્થાત્, કરોડો અબજો અને ખરવો!! તેટલા જ અનુવંશો તમને એક બેક્ટેરીયા કે વાઈરસ માંથી અથવા પછી કોઈ મહાકાય ગજરાજ અથવા વેલ માથી પણ મળી શકશે.બસ, તેવા માઈક્રોસ્કોપ અને કેમેરા તૈયાર રાખવા પડે. એટલે જિનેટિક મિક્સચરો ની પુર્ણાહુતી પછી કોઈપણ પ્રીડક્શન કરવું તે આ સંસારના સૌથી મોટા જેનેટિક સાયન્ટીસ્ટ માટે પણ અસંભવ વાત છે.અને આવી જ કોઈ હોનારત પૂર્ણ ઘટના આ ભુમંડલ ના કોઈ જ્ઞાત અજ્ઞાત ભાગ પર ઘટાવા જઈ રહી છે. સીતા તેની નિષ્ઠાથી સ્વયંને જિનેટિક ની એક્સ્ટ્રીમ પર્સન સમજે છે પરંતુ, ખુદ સીતા એ વાતને કદાચ નથી જાણતી કે જિનેટિક ની અંદર દિવસ રાત્રી જેવી પણ hereditarys હોય છે. અર્થાત all commenly પશુ પક્ષી સ્વભાવગત, દિવસમાં અને રાત્રી માં શું શું કરી શકે છે! દોસ્તો, અનુવંશ એ વાસ્તવમાં વૈજ્ઞાનિક શબ્દ છે જેનો સર્વ સામાન્ય વ્યવહારિક શબ્દ થાય છે "સ્વભાવ". આપણા માતા-પિતા તથા પૂર્વજો પાસેથી આપણને જે સ્વભાવ પ્રાપ્ત થાય છે તેને જ વિજ્ઞાન અનુવંશ કહે છે. સંભવતઃ કદાચ સીતા જાણે છે કે ડે એન્ડ નાઇટ જેવી hereditarys ઉપસ્થિત હોય છે પરંતુ તેની એક્ટિવિટી અને symptoms થી તે કદાચ અજાણ જ છે. અર્થાત deep, hidden or unknown activities and symptoms. દોસ્તો મનુષ્ય તથા મનુષ્યની સાથે તેમની વચ્ચે રહેનાર Street cattles કે જેવો મહદઅંશ મનુષ્યનું જ આપેલું પકવેલું અન્ન ભોજન કરે છે. તથા મનુષ્યો પણ જીવનધોરણ ના સાધનો નો હજારો વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે. જેથી પરિણામ સ્વરૂપ આ બંને ની અંદર એક ઉપ અનુવંશ પણ નિર્માણ થવા પામ્યો હોય છે. અર્થાત મનુષ્ય તેના જીવન ધોરણ ના ઉપકરણો સાથે તેનૉ જીવન જીવતો આવ્યો હોય છે તો તેની અંદર પણ આ સાધનો અને ઉપકરણોની આવશ્યકતા ની જટિલતા નિર્માણ પામવાની જ અને તે જ અપેક્ષાઓ નવી પેઢીને પણ પ્રાપ્ત થવાની જ. પરંતુ વન્ય પશુ ઓ આ વિષયમાં સર્વથા અછૂતા જ રહ્યા છે. તેમને હજુ સુધી કોઈ જ ઉપ અનુવંશ સ્પર્શી નથી શક્યો. એટલે જો આપણે મદદ સમયે સામાજિક વ્યવસ્થાઓ માં રહીને વિતાવીએ છીએ અને ઓછો સમય જંગલો માં તો આપણને એવો કોઈ જ હક નથી કે આપણી ધારણાઓ પ્રમાણે વન્ય પશુઓ ના જીન્સ ને આપણી વ્યવસાયિક લાલસાઓ અનુસાર બીજા પશુઓમાં ઉતારીને ધડ માથા વગરના વ્યાપાર શરૂ કરી દેવા.