CANIS the dog - 48 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 48

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

CANIS the dog - 48

અને આ બાજુ રાત્રિના ઘોર અંધકાર અને સન્નાટા ની વચ્ચે સીતા ના બેડરૂમનો light lamp on દેખાઈ રહ્યો છે. સીતા તેના બેડ ઉપર જાણે કે હળદર અર્ધી નિદ્રાધીન જ છે.કેમ કે સીતા ની અંદર નું પ્રાકૃતિક તત્વ almost લોકહીત ને જ સમર્પિત થઈ ચૂક્યું છે. જે અનુસાર સીતા પ્રાકૃતિક મનથી અથવા લાક્ષણિકતા થી જાણે છે કે એન્ટીબ્રુટ બ્રીડના આગમનો શુભ તો નથી જ.અને આવી જ લાક્ષણિકતા તેની કરવટો માં દેખાઈ રહી છે. જે મહેસ 10 જ મિનિટની અંદર છ થી સાત વાર બદલાઈ ગઈ હતી.

અને અહીં આર્નોલ્ડ સીતા ને પૂરેપૂરી સમજી ચૂકેલો સીતા ના મગજ ઉપર તેનું ધ્યાન કેન્દ્રિત કરી ને બેઠો છે. કેમકે આર્નોલ્ડ ના મંતવ્યે સીતા ગમે ત્યારે બેઠી થઈ શકે છે અને ગમે ત્યારે ચાલવા પણ લાગશે અને ત્યારે તેને મારી જરૂર અવશ્ય પડશે જ.

ભુમંડલ ના આટલા નાનાશા ભાગ ઉપર જે પણ કંઈ ઘટાવા જઇ રહ્યું છે એના માટે મને કમને પણ માનવું જ પડે છે કે તેની અંદર અનુ વંશના રોગીઓના નિ:શ્વાસ ધબકી રહ્યા છે. કંઈક કેટલાય અનુવઅંશના રોગીઓએ તેમના પ્રાણ ગુમાવ્યા હશે અને કંઇ કેટલાએ અનુવંશ ના રોગીઓએ આ વ્યાપાર ની સામે આક્રોશ ભરેલી દ્રષ્ટિથી જોયું હશે.આ બધાનો સરવાળો એક માત્ર બુદ્ધિ ભ્રષ્ટ જ કહેવાય છે.

સીતાના બેડરૂમમાં ફોનની રીંગ વાગે છે અને સીતા ના હલો ઉચ્ચારણ પહેલા જ આર્નોલ્ડ બોલી ઊઠે છે what's wrong?

આર્નોલ્ડ ને અત્યારે પેલા ઓફિસર્સની ચિંતા નથી, બલકે તેને એ વાતની પડી છે કે આખરે આટલું બધું વિચારવા જેવું છે શું અને આટલી બધી ચિંતા કેમ!!

સીતા કહે છે એર્ની તું મારી સાથે નથી તે મને ખબર છે પરંતુ તે વાતનો કોઈ મતલબ નથી કે તારા ભાગે માત્ર પસ્તાવો જ આવે. હું જે કંઈ કહું છું તેમાં તુ મારો હાથ કેમ નથી પકડી લેતો. જિનેટિક સાયન્સ ને અમે વધારે જાણીએ છીએ. તે હાઇબ્રાઈડ કે એની અધર બ્રાઈડ નહીં. દુનિયાની વેરી ફર્સ્ટ જિનેટિક બેબી લેટિને જ બનાવી હતી.અને તું તમારી જવાબદારીઓ જો કે તેવી બેબી પોલીસ્ડ એન્ડ પરફેક્ટ બેબી હજુ સુધી કોઈ જ નથી બનાવી શક્યું. યુ નો what એન્ડ વાય?

આર્નોલ્ડ ચૂપ રહ્યો અને સીતાએ કહ્યું તેની રેસિપી હજુ પણ અમારી તિજોરીઓ માં સેફ એન્ડ સાઉન્ડ છે.અમે બીન બીકાઉ છીએ. અમને કોઈ ખરીદી શકે તેમ નથી.

આટલું બોલીને સીતા રડી પડી અને રીસીવર જોરથી ફોન પર પટકાયું.

બીજે દિવસે સવારે સીતા ના ઘરનો ગ્લાસ ડોર જોરથી પટકાવવા નો અવાજ આવે છે અને તેની સાથે જ જમીન પર બ્રાઉન ગ્લાસ ના ટુકડા નજર આવે છે.

લેટિન ના પાર્કીંગ સ્પેસ ની અંદર ફોક્સવેગન નો શોર્ટ બ્રેક નો હેવી noise આખા વિસ્તારમાં પ્રસરી જાય છે અને સિક્યુરિટી ગાર્ડ માં અફરાતફરી મચી જાય છે.

સીતા હજુ પણ કશું કરી લેવાના ઉગ્ર મૂડમાં છે અને એવી જ રીતે ડોક્ટર ક્લાર્ક ની ઓફિસ નો ડોર ઓપન કરીને સીધી જ અંદર પ્રવેશી જાય છે.અને ડોક્ટર બૉરીસ ને કશુંક કહેવા જાય એ પહેલાં જ તેની નજર ટીવી પર પડે છે અને ડોક્ટર ક્લાર્ક શિકાર સામે
હસવા લાગે છે.

સીતા ડોક્ટર કલાક ને જોઈ રહી છે અને ટીવીમાંથી ન્યુઝ ચેનલ નો અવાજ આવી રહ્યો છે કે, આખરે એન્ટી બ્રુટ બ્રીડ ને શવાના એમેઝોન માટે બહાલી મળી ગઈ છે. જેનું first generation હાઇબ્રાઈડ continent લિમિટેડ કરશે. સીતા ફરીથી કશું બોલવા જાય તે પહેલા જ તેના કાને અવાજ સંભળાય છે કે આંદોલનકારીઓ ની ઉગ્ર માંગ ની સામે કેનેડિયન constitution ને નમતું જોખવું પડયું છે અને એન્ટી બ્રુટ બ્રીડ ની ડિમાન્ડ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.