એક પૂનમની રાત
પ્રકરણ-25
વ્યોમા અને દેવાંશ ઘરે પહોંચી ગયાં હતાં. વિક્રમસિંહ અને સિધ્ધાર્થ પણ આવી ગયા. કાળુભા અઘોરીજી અને એમનાં શિષ્યને લઇને આવી ગયો હતો. પડછંદ અને મોટી જટા મૂછો અને આંખો વખતે અઘોરીજી જમીન પરજ પાથરેલાં આસન પર બેઠાં હતાં. અઘોરીજીએ સોફા પર બેસવા ના પાડી. વિક્રમસિહ અને સિધ્ધાર્થ પણ એમની સામેની બાજુ પર બેઠાં. વ્યોમા અને દેવાંશ તરુબહેન ઉઠ્યાં હતાં એમની બાજુમાં ઉભા રહ્યાં.
દિવાનખંડમાં એકદમ શાંતિ પથરાયેલી હતી. વિક્રમસિહે અઘોરીજીને નમન કર્યા. સિધ્ધાર્થ-દેવાંશ-વ્યોમા બધાએ એમને નમસ્કાર કર્યા. પાછી શાંતિ પથરાઇ ગઇ.
અઘોરીજીએ એમની મોટી આંખોથી ચારોતરફ નિરિક્ષણ કર્યુ એમનાં આંખનાં ડોળા એટલાં મોટાં હતા કે કોઇ માત્ર જોઇનેજ ડરી જાય. થોડીવાર મૌન ધારણ કર્યુ એમણે આંખો બંધ કરી અને પછી ધ્યાન ધર્યું.
અઘોરીજીની સામેજ બધાની નજર હતી. ત્યાંજ અઘોરીજીએ આંખો ખોલી અને વિશાળ આંખોથી બધાની તરફ નજર કરી એમણે દેવાંશની સામે સતત જોયા કર્યું અને પછી દેવાંશને હાથનાં ઇશારાથી નજીક બોલાવ્યો.
દેવાંશ એમની પાસે ગયો. ચરણ સ્પર્શ કર્યા અને બરાબર સામે બેઠો. અઘોરીજીએ એને પૂછ્યું. તું ઘણું બધું જાણે છે એની મને ખબર છે. બોલ તારે શું પૂછ્યું છે ? તારાં પિતા પોલીસમાં છે અને તું... બહું બધુ વાંચે છે હે ને ? કેટલાં પરચા થયા ?
દેવાંશ પ્રશ્ન સાંભળીને પહેલાં મૌન રહ્યો. પછી બોલ્યો બાપજી હું તો અભ્યાસી છું જ્ઞાની નથી પણ મારાં ઘરમાં મારી પોતાની બહેન...
દેવાંશ આગળ બોલે પહેલાં અઘોરીજીએ કહ્યું મને ખબર છે પણ અત્યારે એ અહીં નથી બીજાનાં ઘરે છે. પછી વિક્રમસિંહની તરફ કરડી નજર કરીને કહ્યું જમાદાર તમે ભૂલ કરી છે અને એનું પાપનું ફળ આ લોકો ભોગવી રહ્યાં છે એમ કહી તરુબહેનની સામે જોયું તરુબહેન સાંભળીને ધુસ્કે ધુસ્કે રડી પડ્યાં.
અઘોરીજીએ તરુબહેનને કહ્યું હે માં રડીશ નહીં મને બધી ખબર છે તારાં હૈયામાં દીકરી છે દીકરી તને દેખાય છે તારી સાથે વાતો કરે છે એ રડે છે. તું રડે છે પણ કોઇને કહેતી નથી કાલે રાત્રે શું થયેલું ? એ તારી પાસે આવી હતીને શું કીધું ?
બધાં આષ્ચર્યમાં પડી ગયાં. દેવાંશ અને વિક્રમસિહ તરુબેન સામે જોઇ રહ્યાં વિક્રમસિહે કહ્યું તરુ તું તો કોઇને કશું કહેતીજ નથી ?
વિક્રમસિહે તરુબહેનને પૂછ્યું અંગારી તારી પાસે રોજ આવે છે ?તારી સાથે વાતો કરે છે ? તું તો અમને કશુજ કહેતી નથી.
અઘોરીજીએ બંન્નેને વાર્તાલાપ કરવા દીધો પછી બોલ માં જવાબ આપો કેમ કહેતાં નથી ? એતો એનાં અપમૃત્યુનાં દિવસથીજ તમારી સાથે રહે છે. તમારી સાથે વાતો કરે છે કેટલાં વર્ષો વીતી ગયાં. એ પછી તો આ દીકરો જન્મ્યો હતો. તમે કેમ વાત છૂપાવી ? પેલો જીવતો પ્રેત થઇને ફરે છે તમે કોઇને કેમ કંઇ જણાવ્યુ નથી ?
અઘોરીજીની વાતો સાંભળીને વિક્રમસિહ સડક થઇ ગયાં એ કંઇ બોલવાં જાય પહેલાં તરુબહેને કહ્યુ બાપજી તમારી વાત સાચી છે. અને માં નાં દર્શન જતાં હતાં માનેલી બાધા પુરી કરવી હતી અને અચાનક અક્સામત થયો મારી દીકરી એ ગાડીનાં ટાયર નીચે... પછી ખૂબ રડ્યાં.... એ જેવી મારાં હાથમાંથી છટકી અને પટકાઇ.... થોડીવારમાંજ એ પાછી મારાં ખોળામાં આવી બેસી ગઇ હોય એવો અનુભવ થયેલો.
એનાં મૃત્યુનાં પંદર દીવસ પછી તો એ રાત્રે મને ઘરમાં દેખાતી કાલી કાલી ભાષામાં વાતો કરતી ખૂબ રડતી મને કહેતી માં મને માથામાં ખૂબ દુઃખાવો થાય છે માં.. અને એ ફરીથી રડી પડ્યાં.
મેં ઘરમાં વાત ના કરી મને ભય હતો કે કોઇ ઘરમાં વાત કરીશ તો સાચી નહીં માને અને રખે કોઇ વિધી કરાવશે મારી અંગારી છાયા સુખે છે એ પણ જતી રહેશે વરસો સુધી આ વાત દાબી રાખી પણ હમણાંથી એવું થતું હતું કે એનો જીવ ભટકે છે એની વિધી કરાવી લઊ એની સદગતિ થાય ક્યાં સુધી એ આ યોનીમાં પીડાશે ? હમણાં દેવાંશનો ખાસ મિત્ર ધાબેથી પડીને મરી ગયો....
અઘોરીજીએ તરુબહેનને વચ્ચેથી અટકાવીને કહ્યું હમણાં બીજાની વાતો ના કરો પહેલાં તમારી વ્હાલી દીકરીની સદગતિ થાય એ જરૂરી છે. કાળુભા પાસે મંગાવેલુ શ્રીફળ માંગ્યુ. કાળુભાએ શ્રીફળ આપ્યું અઘોરીજીએ શ્રીફળને હવામાં ગોળ ગોળ ફેરવી આંખો બંધ કરીને શ્લોક બોલ્યાં અને આખાં ઘરમાં જાણે પવનનું તોફાન આવ્યું હોય એમ બારી દરવાજા પછડાવા માંડ્યા પડદા ઉડવા લાગ્યા અને ત્યાંજ માં માં માં નામની ચીસો સંભળાઇ.
અઘોરીજીએ બધાને ઇશારામાં ચૂપ રહેવા કહ્યું અઘોરીજીનો શિષ્ય ઉભો થયો અને તરુબહેન કહ્યું તમે બાપજીની સામે આવીને બેસી જાઓ એમ કહી તરુબહેનને અઘોરીજીની સામે બેસાડ્યાં.
અઘોરીજીએ શ્રીફળને હવામાં ફેરવી દેવાંશ અને તરુબહેનનાં માથેથી ફેરવી લીધુ અને વિક્રમસિહને કહ્યું તમે આ શ્રીફળ બહાર બગીચામા જઇને જમીનમાં દબાવી દો.
તરુબહેને કહ્યું બાપજી મારી દીકરી અંગીરાએ અહીંજ છે એ હમણાંજ આવી છે ખૂબ રડે છે મને એ દેખાય છે અઘોરીજીએ કહ્યું મને ખબર છે એ હમણાં તમારાં ખોળામાં આવીને બેસસે પછી દેવાંશનાં ખોળામાં બેસસે. મેં શ્રીફળની વિધી કરી છે. થોડીવારમાંજ એનો પ્રેતાત્મા શ્રીફળમાં સ્થિર થઇ જશે. લાવો અગરબત્તી અને માચીસ વિક્રમસિહ પોતે ઉઠીને દેવસેવામાંથી અગરબત્તીને માચીસ લઇ આવ્યા. અઘોરીજીએ માચીસ લઇ દીવાસળી પ્રગટાવી અંગરબતી ચાલુ કરી અને શ્રીફળની આસપાસ ફેરવી ત્યાંજ અંગારી એની માં તરુબહેન ખોળામાં બેસી ગઇ અને એનો બોલવાનો આક્રંદનો અવાજ બધાંજ સાંભળી શકતાં હતાં.
તરુબહેને કહ્યું અંગારી અંગારી તારી સદગતિ કરાવવા બાપજી આવ્યાં છે જે વર્ષો પહેલાં કરવાનું હતું એ આજે થઇ રહ્યું છે અંગારી તરુબહેન પાસેથી દેવાંશનાં ખોળામાં જઇને બેઠી. ભાઇ ભાઇ મારો નાનકો.. મારે જવું નથી મને અહીં રહેવા દો. અઘોરીજીને કહ્યું પ્રેતાત્મા આટલા વર્ષો રહ્યો એજ ઘણુ છે બેટા તારી સદગતિ માટેજ હું આવ્યો છું તારી માં આ જન્મે હતી હવે તારી ગતિ થયાં પછી તારો બીજે જન્મ થવાનો બધી માયા છોડી દે તારી કોઇ ઇચ્છા હોય તો કહી દે....
અંગારીએ બાપજીને કહ્યું મારે અહી રહેવું છે મારી માં મારાં ભાઇ સાથે હું ભાઇની સાથે સાથે એ જ્યાં જાય ત્યાં જઊં છું એનુ ધ્યાન રાખુ છું મને અહીં રહેવા દો હું હવે ક્યાંય જવાની નથી.
અઘોરીજીએ કહ્યું તારાં આત્માને શાંતિ અને સદગતીની જરૂર છે. પ્રેતને માયા રાખી હેરાન ના થવાનું હોય તારી માં ભાઇ-પાપા બધાં હેરાન થાય છે તારી માં અત્યાર સુધી તારી માયામાં હતી પણ આવો દેહવિનાનો પ્રેત સંબંધ ક્યાં સુધી રહેશે ? તારી સદગતિજ અંતિમ ઉપાય છે એમ કહી ફરીથી શ્લોક બોલ્યાં અને વિક્રમસિહને કહ્યું જલ્દી આ શ્રીફળ પકડો પકડી રાખો. અઘોરીજી શ્લોક બોલતાં ગયાં એમ એમ શ્રીફળ અધ્ધર થતું ગયું એનો ભાર એટલો વધી ગયો કે વિક્રમસિહને ઉચકવાનુ મુશ્કેલ થતું હતું.
વિક્રમસિહને થયું એક શ્રીફળનું આટલું વજન ? અઘોરીજીને કાળુભાને ઝડપથી બહાર ઊંડો-મોટો ખાડો કરવા કીધું અને કાળુભા તરતજ દોડ્યાં ખોદવાનું સાધન લઇને બગીચામાં મોટા ઊંડો ખાડો કર્યો.
વિક્રમસિહ વધતાં જતાં વજનવાળાં શ્રીફળને લઇને ખાડા તરફ ગયાં. હવે શ્રીફળ હાથમાં જાણે કૂદવા લાગ્યુ. માંડ માંડ એને પકડીને ખાડા પાસે આવી ગયાં ત્યાં અઘોરીજીએ ફરીથી શ્લોક બોલ્યાં અને કહ્યું જલ્દીથી શ્રીફળને ખાડામાં પધરાવો ઝડપ કરો. વિક્રમસિહે શ્રીફળ ખાડામાં જેવુ મૂક્યું એવી ચીસ સંભળાઇ માં... અને ઉપર તરત માટી વાળી દીધી.
તરુબહેન ધ્રુસકે ને ધ્રુસકે રડી રહેલાં... અને અઘોરીજીએ કહ્યું અંગારીની સદગતિ થઇ ગઇ હવે એ કદી નહીં મળે. અને દેવાંશને કહ્યું તારી સાથે કોણ છે ?
વધુ આવતા અંકે - પ્રકરણ - 26