Ek Pooonamni Raat - 24 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-24

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-24

એક પૂનમની રાત
પ્રકરણ-24
કંવલજીત સરે બધાંને સમજાવેલું હું ચીઠ્ઠીઓ પાડીશ દરેક ટીમને બે ઇમારત મળશે એની વીઝીટ કરી એનો સંપૂર્ણ રીપોર્ટ બનાવવાનો રહેશે. એ ઇમારતનો ઇતિહાસ એની બનાવટ કારીગીરી, એની મરમ્મત કરવાની હોય તો એ. ત્યાંની સ્થિતિ એમાં અંદાજે કેટલો ખર્ચ જે બીજા ડીપાર્ટમેન્ટની મદદથી કાઢવો સ્થાપત્યનું મહત્વ સમજાવવું એમાં થયેલાં અનુભવો સાથે સાથે એ ઇમારત અંગે શું લોકવાયકા છે એનો નિર્દેશ કરવો દરેક ટીમનાં બે મેમ્બર હશે તમે પાંચ જણા છો તો તમારી ત્રણ ટીમ બનશે છઠ્ઠો મેમ્બર આપણાં કાર્યાલયનો પ્યુન સાથે રહેશે જેને ખૂબ અનુભવ અને જાણકારી છે વળી એ રાજપૂત છે બહાદુર છે એનું નામ છે ભેરોસિંહ...
હવે તમારી ટીમ માટે પણ ચીઠ્ઠીઓ પડશે અને એમ કહીને ચીઠ્ઠીએ પાડી એમાં દેવાંશ સાથે વ્યોમા, અનિકેત સાથે રાધીકા અને કાર્તિક સાથે ભેરોસિંહ રહેશે.
દેવાંશનાં આષ્ચર્ય સાથે અને પૌરાણીક ઇમારતમાં વાવ અને રતનમાળનો જર્જરીત મહેલ મળેલો જે સૌથી ટફ પ્રોજેક્ટ હતાં. એને નવાઇ લાગી પણ સ્વીકારી લીધાં.
કંવલજીત સરે દેવાંશને કહ્યું કુદરતી રીતેજ તારી પાસે બે ઇમારત એવી આવી છે કે ... સાવધ રહેજે ડરીશ નહીં. તારી સાથે તને પોલીસનાં માણસોની ટીમ પણ મળશે. વ્યોમા ખૂબ બહાદુર અને હોંશિલી છે એટલે વાંધો નહીં. આવે. આ કામ 3 મહિનામાં પુરુ કરવું. અને ખાસ સંજોગોમાં મુદત વધારી આપવામાં આવશે.
અનિકેત અને રાધીકાને વડોદરા શહેરની અંદર જે પ્રસિધ્ધ પૌરાણીક ઇમારતો અને જગ્યાઓએ છે એનાં રીપોર્ટ બનાવાનો છે. જેને જે મદદની જરૂર હશે એ મળીજ જશે.
કાર્તિક અને ભેરોસિંહ એ બંન્નેને વડોદરાની મહીસાગર અને વિશ્વામીત્રીનાં કિનારે આવેલાં મંદિરો વગેરેનાં રીપોર્ટ આપો. ખાસ કરીને સૂચના અને ચેતવણી આપુ છે કે વિશ્વામીત્રીનાં ઘણાં કિનારે ખૂંખાર મગર રહે છે એટલે સાવચેત રહેવું બધાને આજથીજ આ કામ શરૂ કરવા માટે આદેશ આપુ છું જેને જે જરૂર હોય એ મદદ મળીજ રહેશે. પોલીસથી માંડીને કોઇપણ મદદ પૂરી પાડવામાં આવશે. દરેક ટીમને એક ડ્રાઇવર સાથે જીપ મળશે. તથા બીજા સાધનો પૂરા પાડવામાં આવશે આપણો હેલ્પલાઇન નંબર સતત ચાલુજ હશે એનાં પર ડાયલ કરવો જરૂરી છે.
કાર્તિકે થોડી નારાજગી સાથે કંવલજીત સરને કહ્યું સર અમને નદીએ ફરવા મોકલી દીધાં આ બધાને કેવી કેવી ઇમારત મળી ? મને પણ સાહસ ગમે છે મને કોઇ ડર નથી વળી હું ફોટોગ્રાફી પણ સારી કરી શકુ છું મને કોઇ ચેલેન્જીંગ પ્રોજેક્ટ આપો પ્લીઝ.
કંવલજીત સરે હસતાં કહ્યું નદીએ ફરવા નહીં એ કામ સૌથી ટફ છે અને તારાં ઇન્ટરવ્યુ અને તાલિમથી મને તારી ખબર છે જ્યારે જરૂર લાગશે તમને લોકોને બીજી ટીમની મદદે પણ મોકલીશ. તું થોડી.. કંઇ નહીં હમણાં એવી બધી ચર્ચાની જરૂર નથી છેવટે તો બધી ટીમ એક સમયે સાથેજ કામ કરવાની છે. તો આજથીજ શરૂ કરો. તમારાં પાર્ટનર સાથે તમારાં સાધન અને વાહન લઇ જઇ શકો છો. ઓલ ધ બેસ્ટ. મને સતત રીપોર્ટ કરતાં રહેવાનું છે ફોન -મેઈલ-મેસેજ તમારાં ચાલુ રહેવાં જોઇએ.
દેવાંશે હર્ષ વ્યક્તિ કરતાં કહ્યું સર... થેંક્યુ કુદરતીજ મને સારો પ્રોજેક્ટ મળ્યાં છે પણ પાર્ટનરમાં છોકરી છે વ્યોમા સર એને ડર તો નહીં લાગે ને ? ત્યાંજ વ્યોમા એ કહ્યું એય દેવાંશ મને કોઇ ડર નથી હું બધે પહોચી વળું એમ છું મારી ચિંતા ના કરીશ વળી સતત સરનાં સંપર્કમાં રહેવાનું છે.
કંવલજીતે કહ્યું દેવાંશ તું આજેજ અઘોરીજીને ઘરે બોલાવે છે. એવું તે કહ્યું આ વ્યોમાંને પણ સાથે રાખજે એટલે એ બધી જાણકારી મેળવી શકશે. ડર દૂર થઇ જશે.
તારી સાથે થતાં એહસાસનું કારણ મળી જશે. તને મળેલી બંનેન પૌરાણીક ઇમારત ચેલેંજિંગ છે એટલે કાળજી રાખજો. તમને પહેલેથીજ સાથે પોલીસનું રક્ષણ પણ મળી જશે. હું એ અંગે ઇન્સ્પેક્ટર સિધ્ધાર્થને સૂચન આપી દઊં છું. મને ખ્યાલ છે તું એમને સારી રીતે જાણે છે એની વે બેસ્ટ લક શરૂ કરો.
દેવાંશે કંવલજીત સરને થેંક્સ કહ્યું અને ઘડીયાળમાં જોયું બપોર વીતી ગઇ હતી એણે વ્યોમાંને કહ્યું ચાલ મારી સાથે આજથીજ કામ ચાલુ કરી દઇએ. વ્યોમાંએ કહ્યું હાં બહાદુર હું તૈયારજ છું પણ સાંજે હું જીપ લઇને ઘરે જતી રહીશ કાલથી ઘરે કહીનેજ આવીશ એટલે પેરેન્ટસ ચિંતા ના કરે.
દેવાંશ અને વ્યોમાં ઓફીસની જીપ લઇને નીકળ્યાં સાથે નેપાળી ડ્રાઇવર બહાદુર હતો. દેવાંશે જીપ પહેલાં પોલીસસ્ટેશન લેવાં કીધી. વ્યોમાં એ કહ્યું કેમ પોલીસ સ્ટેશન ? અત્યારથી પોલીસ સાથે લેવી છે ? ડરી ગયો છે કે શું ?
દેવાંશે કહ્યું એય મેડમ ડરતો નથી ત્યાં મારે સિધ્ધાર્થ અંકલ અને કાળુભાનું કામ છે. મારાં પાપા ત્યાંના ચીફ છે. આપણે ઘરે જઇએ પહેલાં અઘોરીજીને પણ ઘરે લઇ જવાનાં છે.
વ્યોમાંએ કહ્યું ઓહ પોલીસ સરનો દીકરો છે તું.. તો તો ડર નહીં હોય એમ કહીને હસવા માંડી. દેવાંશે કરડી નજરે જોતાં કહ્યું બધામાં મજાક ના કર ક્યારેક ભારે પડી જશે.
વ્યોમાએ કહ્યું આમ કાયમ ગુસ્સામાં અને ચિંતામાં ના રહે થોડું હસવુ પડે મજાક મસ્તીમાં રહીએ તો ભાર નહીં લાગે.
ત્યાં બહાદુરે જીપ ઉભી કરી પોલીસ સ્ટેશન આવી ગયું દેવાંશે વ્યોમાને કહ્યું ચાલ મારી સાથે પાપા અને અંકલની ઓળખાણ કરાવું પછી આગળ જઇશું.
વ્યોમા અને દેવાંશ પોલીસ સ્ટેશનમાં ગયાં ત્યાં દેવાંશ સીધો સિધ્ધાર્થે અંકલ પાસે પહોચ્યો.. સિધ્ધાર્થ અંકલે દેવાંશને જોઇને કહ્યું યસ યંગ મેન બોલ હું તારાં માટે શું કરી શકું ? હમણાં તારાં સરનો પણ ફોન આવી ગયો.
સિધ્ધાર્થે કહ્યું પાપા પણ અંદર છે ચાલ આપણે અંદર જઇએ અને આ છોકરી કોણ છે ?
દેવાંશે કહ્યું મારી કલીગ છે વ્યોમાંએ પ્રોજેક્ટમાં મારી સાથે જે. ઓળખાણ આપી ત્રણે જણાં વિક્રમસિહની પાસે ગયાં. વિક્રમસિહ આજે થોડાં નરમ અને ચિંતામાં લાગી રહેલાં.
સિધ્ધાર્થે કહ્યું સર, દેવાંશ અને એની ક્લીગ વ્યોમાં આવ્યાં છે. વિક્રમસિંહે બંન્નેની સામે જોયું.
દેવાંશે કહ્યું "સર... આઇ મીન પાપા તમને કેમ છે ? કાળુભા અઘોરીજીને લઇને ઘરે પહોચવાનાં હતાં શું થયું ? તેઓ આવે છે ?
વિક્રમસિંહ કહ્યું કાળુભા ક્યારનાં ગયાં છે હમણાંજ ફોન હતો તેઓ બંન્ને ઘરે પહોચે છે. આપણે પણ હવે નીકળીએ. આ છોકરી તારી સાથે પ્રોજેક્ટમાં છે ? પછી વ્યોમાની સામે જોઇને કહ્યું એય છોકરી તને ડર નથી લાગતો ને ? જોકે દેવાંશ સાથે છે ચિંતા નથી.
વ્યોમા સાંભળી રહી પછી બોલી ના સર કોઇ ડર નથી એટલેજ આવું કામ સ્વીકાર્યુ છે. ભલે કોઇ અનુભવ નથી હજી પણ જોયું જશે. દેવાંશનો સાથ છે એટલે મને કે દેવાંશને ફીકર નથી એમ કહીને આછું હસી.
વિક્રમસિહે કહ્યું ભલે ભલે પોલીસ પણ તમારાં સાથમાંજ રહેશે જ્યારે જરૂર હશે. ચલો સિદ્ધાર્થ આપણે નીકળીએ દેવાંશે કહ્યું અમારી પાસે વ્હીકલ છે અમે પણ આવીએ છીએ.
આમ ચર્ચા કરીને ચારે જણાં બે જીપમાં નીકળ્યાં દેવાંશ બહાદુરને ઘરનો રસ્તો સમજાવી રહેલો. વ્યોમાં એ કહ્યું તારાં પાપાને તારાં પર ખૂબ ભરોસો છે સારુ કહેવાય.
મેં પણ સમજીને આ કામ સ્વીકાર્યુ છે મને ડર નથી પણ અનુભવ પણ નથી એમ કહીને હસી પડી.
દેવાંશ અને વ્યોમા પ્રોજેક્ટ પર વાત કરતાં કરતાં ઘરે પહોચી ગયાં. ત્યાં સિધ્ધાર્થ અને વિક્રમસિહ પણ પહોચી ગયાં. એ લોકોએ જોયું કાળુભા પણ અઘોરીજી અને એમનાં શિષ્ય સાથે ઘરે આવી ગયેલાં.
દેવાંશે કહ્યું વ્યોમાં પ્રોજેક્ટ ચાલુ કરતાં પહેલોજ આ પ્રોજેક્ટ કરવાનો આવ્યો છે. મેં રસ્તામાં તને બધાંજ મારાં ઘરમાં થતી ઘટનાઓ કીધી છે. અઘોરીજી એનાં અંગે જાણકારી આપશે અને એનો નિકાલ કરશે.
વ્યોમા અને દેવાંશ ઘરમાં પ્રવેશ્યા ત્યાં દિવાનખંડમાં મોટી જટા મૂછો અને મોટી આંખોવાળા પડછંદ તાંત્રિક અઘોરીજી બેઠાં હતાં એમનાં પગ પાસે શિષ્ય અને બાજુમાં વિક્રમસિહ બેઠાં એમની બાજુમાં સિધ્ધાર્થે..
વ્યોમાં, દેવાંશ તરુબહેનની બાજુમાં ઉભા રહ્યાં અને.... અઘોરીજી બોલ્યાં અહીં...
વધુ આવતા અંકે - પ્રકરણ - 25