love story - 4 in Gujarati Motivational Stories by Arbaz Mogal books and stories PDF | લવ સ્ટોરી - ભાગ ૪

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

લવ સ્ટોરી - ભાગ ૪

સ્કૂલનો પહેલો દિવસ હતો... એટલે સ્કૂલ વહેલી છૂટી ગઈ હતી... નિશા આગળ વયી ગઈ હતી... અને આ ટિમ છેલ્લે નીકળે આનો પાછો ત્રાસ કે સૌથી છેલ્લે નીકળે અને અમિત નિશાને મળવા માંગતો હતો...

અમિત એ મહેશ અને નિખિલને ચોખ્ખું કહી દે કે " આજે હું આપણી ટીમના નિયમ મુજબ નહીં રહું , મારે આજેતો નિશાને વાત કરીજ દેવી છે... "

ત્યારે મહેશ અમિતની મસ્તી કરતા કરતા બોલે છે " ઓહહ... ભાઈ પ્રેમમાં પડ્યા છે , પણ અમિત એક વાતનું ધ્યાન રાખજે છે પ્રેમમાં પડે છે એ પોતાનું જીવન સ્વતંત્ર રીતે નથી જીવી શકતા... "

અમિત : પણ જે હોય તું પણ એક દિવસ પ્રેમમાં પડિશ , ભલે લોકો એમ કહેતા હોય લગ્નનો લાડવો ખાઈ એ પણ પાછતાંય અને ન કરે તોપણ પાછતાંય , આ વાત કહેવા વાળા પણ લગ્ન કરે જ છેને...

ત્યાંથી અમિત બહાર ચાલ્યો જાય છે...

નિખિલ અમિતને કહે છે " આતો પ્રેમમાં ગાંડો થઈ ગયો છે , નિશાએ આને ગાંડો કરી નાખ્યો છે... જો આવુને આવું રહેશે તો આપણી ટિમ તૂટી જાશે આપણી ટિમ એમને એમ રાખવા માટે આપણે નિશા અને અમિત વચ્ચે દખા કરાવવા પડશે...

અમિત જોવે છે તો નિશા એની બહેનપણી સાથે ઘરે જાતી હોય છે... એ પણ એની પાછળ પાછળ જાતો હોય છે... નિશાને ખબર પડે છે કે અમિત મારી પાછળ પાછળ આવે છે નિશા એની બહેનપરીને કહે છે " મારે થોડું કામ યાદ આવ્યું એટલે તમે ઘરે જાવ હું કામ પૂરું કરીને આવું છું... " નિશા એમ કહી પાછી સ્કૂલ તરફ આવતી હોય છે... આ જોઈ અમિત પણ ખુશ થાય છે...

ત્યાંતો મહેશ અને નિખિલ અમિત પાસે આવે છે ' અરે આ ઉતાવળી ગાડી ક્યાં ભાગી એક છોકરીની પાછળ તારા ભાઈ જેવા ભાઈબંધને પણ ભૂલી ગયો કે શું??? એક છોકરી પાછળ આવું કરવાનું... " મહેશ બોલે છે...

ત્યારે અમિતને મહેશ અને નિખિલ સાથે જોઈ નિશા પણ ત્યાંથી ચાયલી જાય છે... આ જોઈ અમિત ખારો થાય છે... " તમેતો હદ કરી હવે તમે મારા ભાઈબંધ છોકે પછી દુશ્મન , તમારા ભાઈને છોકરી સાથે જોઈને શુ દુઃખ થાય છે "

મહેશ : અરે અમિત તુતો ખોટું માની ગયો હવે શાંત થઈ જા , આવી છોકરીતો ઘણી મળી જાશે... પણ અત્યારે તું રહેવાદે...

અમિત : શુ રહેવાદે ઓલી નિશા એની બહેનપણી ને ખોટુ બોલી મને મળવા આવી હતી અને તમને જોઈ એ વયી ગઈ , તમે મારી અની કાઢવા આવ્યા છો મારે તમારી ટિમમાં જોડાવવું જ જોઈતું નહોતું... તમે મને નિશાની સાથે જોવા નથી માંગતા શુ???

આ કહી અમિત ત્યાંથી ઘરે ચાલ્યો જાય છે... અમિતનો ધુસ્સો હજુ ઓછો નહોતો થયો... એને પોતાનું બેગ ધડાંગ ફેંક્યું... આ અવાજ સાંભરી એના મમ્મી બોલ્યા " અમિત આ શું ફેંક્યું , આવ્યા ભેગા તારા કારનામા શરૂ કરી દીધા કે શું... "

" ના મમ્મી કઈ નથી આતો ખાલી એમનામ અવાજ આવ્યો... "

" ચાલ હવે ભૂખ લાગી હશે ખાઈ લે "

" હા મમ્મી "

એ ખાઈને થોડીવાર સુઈ જાય છે... હવે સાંજ પડી ગઈ હોય છે... અમિત વિચારે છેકે કાલે નિશા ડેરીએ મળી હતી આજે પણ ડેરી એ આવી હશે... ચાલો હું દૂધ લેતો આવુ અને નિશાને પણ મળતો આવું...

" મમ્મી લાવો હું દૂધ લઈને આવુ છુ... "

" આજે કેમ સામેથી દૂધ લેવાનું કહે છે , એમતો કહેવું પડે છે કે દૂધ લેતો આવ લેતો આવ આજે શુ થયું "

" કાંઈ નહીં આજો મિત્રએ બોલાવ્યો હતો એટલે એને પણ મળતો આવું અને ભેગો ભેગો દૂધ પણ લેતો આવું "

" હા જા લેતો આવ આલે પૈસા , પણ ક્યારે આવીશ "

" અમણા અર્ધી કલાકમાં તો આવી જાયશ "

એમ કહી અમિત દૂધની ડેરીએ પહોંચે છે , અમિત દૂધ લેયલે છે પણ એને નિશા ક્યાંય દેખાતી નથી એટલે સામે ઓટા ઉપર બેસીને નિશાની વાત જોતો હોય છે... પણ 15 મિનિટ થાય છે નિશા આવતી નથી... હવે અર્ધી કલાક થવા આવી હોય છે છતાં પણ નિશા દેખાતી નથી હવે અમિતને એમ થાય છે કે નિશા નહીં આવે એટલે એ પાછો ઘરે ચાલ્યો જાય છે...

કાલે સવારે વહેલો ઉઠી જાય છે એતો વહેલો ઉઠીને તૈયાર થઈ સ્કૂલે જાય છે... અમિતને એમ હતું કે નિશા આવશે એટલે એની સાથે વાત કરીશ...

આગળ અંક