The mystery of skeleton lake - 20 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | ધ મિસ્ત્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૦ )

Featured Books
Categories
Share

ધ મિસ્ત્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૦ )

ફ્લેશબેક

પાછળના પ્રકરણમાં આપડે જોયું કે સ્વાતિ અચાનક ઊંઘ માંથી ઉઠે છે અને એને હાસ થાય છે . કે પોતે એક ભયાનક સપનું જોયું હતું . પરંતુ એના ઢીંચને ભયાનક ઇજા થયેલી હતી , એવી જ ઇજા જે પેલા સ્વપ્નમાં એને થઈ હતી તે ગભરાઈને મહેન્દ્રરાય પાસે જતા ખબર પડે છે કે એને પણ આવુજ ભયાનક સપનું આવેલું . ત્યાં ઘરના નોકર બાબુકાકા આવીને જણાવે છે કે આ ઘાવ તો કાલે થયેલા ગાડીના અકસ્માત ના છે . આ વાતની હકીકત જાણવા બંને સોમચંદના ઘર તરફ નીકળે છે આગળ વાંચો ....

છેલ્લા પ્રકરણનો છેલ્લો ફકરો

" હા ..કાલે રાત્રે .....એક ગાડી આવીને તમારી અને સોમચંદની ગાડીને ટક્કર મારીને જતી રહી હતી . સોમચંદનો અને ક્રિષ્નાને પણ હળવી ઇજા થઈ છે " બાબુકાકાએ કહ્યું . હવે સ્વાતિ અને મહેન્દ્રરાય પાસે એક જ રસ્તો હતો , આ વાત જઈને સોમચંદને પૂછવી જેથી જાણી શકાય કે ખરેખર હકીકત શુ છે ..!? જલ્દી થી તૈયાર થઈને બંને નીકળી પડ્યા . ત્યાં જીપ આગળ અકસ્માતના લીધે થયેલી થોડી તૂટફૂટ જોઈને લાગ્યું કદાચ બાબુકાકાની વાત સાચી હતી . જીપ ઠંડા પવનમાં લહેરાતી , રસ્તો કાપતી સોમચંદના ઠેકાણે જવા નીકળી પડી .

પ્રકરણ ૨0 શરૂ....


રાઘવકુમાર અને ઝાલા પણ બાહરથી સોર્સ દ્વારા માહિતી ભેગી કરી રહ્યા હતા . પોતાના ખબરીનું નેટવર્ક હાઈ એલર્ટ પર હતું . કોઈ પણ શંકાસ્પદ ઘટના પર ધ્યાન આપવા માટે ફરમાવવામાં આવ્યું હતું . એમાં પણ ચોરી , લૂંટફાટ , હથિયારોની લેવડદેવડ જેવી ઘટના પર ખાસ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું હતું . કાળી એમ્બેસેડર જ્યાંથી ચોરાઈ હતી એ ચમોલી પોલીસ સ્ટેશનની માહિતી મુજબ રઘુડા ઉપર કોઈ એક્સ-આર્મીની ગાડીનો અકસ્માતનો આરોપ હતો . ત્યાંના પોલીસના રિપોર્ટ અનુસાર એ ઘટના એક અકસ્માતથી વધારે હત્યા જણાતી હતી જેનો આરોપી રીઢો ગુનેગાર રઘુડો હતો . પરંતુ એની હત્યા શા માટે કરી ....!? શુ એ ઘટનાને આ બધી હરોળબંધ ઘટના સાથે કોઈ સંબંધ છે ...!? અને છેતો શુ સંબંધ છે ..!? એ ખૂબ મોટો પ્રશ્ન હતો . આખા ષડ્યંતનો ચાવીરૂપ આદમી એટલે કે રઘુડો અને જગુડો પણ હાલ ગાયબ હતા . એને ગોતવા માટે પણ લુક આઉટ નોટિસ બહાર પાડવામાં આવી હતી .
●●●●●●●●●●●●●●●●●●●●

બીજી તરફ જગુડો હજી પેલા અંધારા ખુંખાર કમરામાં પુરાયેલો હતો . બે દિવસ પહેલા ખાધેલી બીરિયાની પછી એક અન્નનો દાણો પણ એના પેટમાં ગયો નહોતો . પેલા બુકાનીધારી માણસે એને હાથમાં પાણીની માત્ર એક બોટલ પકડાવી હતી . બે દિવસમાં એ ક્યારે જાગતો અને ક્યારે સૂતો એ જગુંડાને પોતાને જ ખબર ના રહેતી . હજારો વખત મદદ માટે પાડેલી નિષ્ફળ રાડોના અંતે એને હવે મદદની આશા મૂકી દીધી હતી . કારણ કે હજી ' સાઉન્ડપ્રુફ દિવાલ' ની ટેકનોલોજી થી એક સાધારણ ગુંડો અજાણ હોય એ વાતમાં નવાઈ નહોતી . ફરી દરવાજો ખુલ્યો અને ફરી અર્ધનિંદ્રામાં રહેલો જગુડો જાગ્યો . ફરી પેલો બુકાનીધારી આદમી અંદર પ્રવેશ્યો . અંદર પ્રવેશી એક લુચ્ચાઈ ભર્યું સ્મિત કર્યું . આજ ફરી બે દિવસની ભૂખ સંતોષવા બીરિયાની લઈને આવ્યો હતો . બિરયાની ખાવા માટે આપી .
" રઘુડો કમોલી , ઉત્તરાખંડથી અહીંયા ભાગીને કેમ આવ્યો હતો....!!? " જે પ્રશ્નનો જવાબ ઝાલા અને રાઘવકુમાર ગોતી રહ્યા હતા એજ પ્રશ્ન આ બુકાનીધારીએ પૂછ્યો . શુ બુકાનીધારી માણસ એ બંને માંથી કોઈ એકતો નથીને ...!!? અને કદાચ ઝાલાનો ખબરી પણ હોઈ શકે છે .
" ત્યાં કોઈ અકસ્માતના કેસમાં એના નામનું વોરંટ હતું "
" અકસ્માતના કેસમાં સીધું વોરંટ....!? નવાઈની વાત છે " બુકાનીધારી બોલ્યો
" ના....એ માત્ર અકસ્માત નહતો , એ અકસ્માતમાં એક એક્સ-આર્મી જોરાવરસિંઘનું મોત થયું હતું . ત્યાંની પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે રઘુડા નામના કોઈ રીઢા ગુનેગાર દ્વારા આર્મીનું કાસળ કાઢવામાં આવ્યું હતું "
" એનું કારણ....!? "
" અંઅઅ.... એતો ખાસ ખબર નથી " થરથરતા અવાજમાં કહ્યું
" કોઈ વાંધો નહીં .... જલ્દી ખાઈ લે ચાલ.... હવે પછી તું એની સાથે(હાથ દ્વારા ) કદાચ આજ પછી ખાઈ નહિ શકે ..." બુકાનીધારી એ ધમકીના શ્વરમાં કહ્યું
" મ..મતલબ.... "
" હા.હા..હા...... આ લાલ રંગ દેખાય છેને ....? એને ઘણા દિવસથી એકલું લાગી રહ્યું છે " આટલું કહી જગુંડાને જે ખુરશી સાથે બાંધ્યો હતો એ ખુરશી બુકાનીધારી પેલા રક્તરંજીત ટેબલ પર પાસે ખેંચી ગયો . એનો જમણો હાથ ખોલીને ટેબલ પર મુક્યો અને એક મોટી છરી , કે જે કસાઈ માંસને કાપવા રાખે છે એ કાઢી , આગળ પાછળ તપાસી પછી હવામાં ફંગોળી અને ફરી પૂછ્યું
" કઈ યાદ આવે છે ......??"
" મેં...મેં કઇ નથી કર્યું .... મને છોડી દો ....છોડી દો...."
કઈ સાંભળ્યા વગર એ છરો હવામાં નીચેની તરફ ફંગોડાયો ...જાણે કોઈ બંદૂક માંથી ગોળી છૂટી હોય .આ જોઈને ડરના લીધી જગુડો બોલી ઉઠયો .
" બોસનો આદેશ હતો ... બોસનો આદેશ હતો કે એને પતાવી દેવો . એવી રીતે જેથી કોઈને એની હત્યા થઈ છે એમ વિચારી પણ ના શકે " પેલો છરો એની આંગળી થી વેઢા જેટલો દૂર પેલા ટેબલની સપાટી પર ખૂંચી ગયો . જગુડોનું પેન્ટ ભીનું થઈ ગયું હતું . આ જોઈને પેલા માણસે અટ્ટહાસ્ય કર્યું .પેલા બુકાનીધારીનો તર્ક કામ કરી ગયો હતો . એને ડરાવવા માટેની યુક્તિ કારગત નીવડી હતી .આગળ વાત ચલાવતા પૂછ્યું " તારો બોસ કોણ છે ...!? એ તમને આદેશ કેવી રીતે આપે છે ...!!"
" અમારા બોસ વિશે કોઈ માહિતી નથી , એ મોટેભાગે ટપાલ દ્વારા અમને સંદેશો આપે છે . અને કોઈ કોઈ વાર એમના કોઈ વિશ્વાસુ માણસને મોકલે છે . પૈસાની લેવડદેવડ માટે , ધમકાવા માટે ...વગેરે "
" અને એ વિશ્વાસુ માણસ કોણ છે ...!!?"
" એ તો ખબર નથી .... દરેક વખતે એક જેવા જ કપડાં હોય ... આંખો પર ચશ્માં , મોટી દાઢી , માથા પર કોઈ ડિટેકટિવ જેવી ટોપી ...... અને દર વખત અલગ અલગ અવાજ .... ખબર નહીં એ માણસ આવુ કેવી રીતે કરી શકતો હશે . "
" ઠીક છે .... આજનો છેલ્લો સવાલ . એક્સ-આર્મીને મરાવવા પાછળનું કારણ ...!??"
" બોસના ઉદ્દેશ્ય વિશે એને જાણ થતા એને પૈસાની માંગણી કરી હતી . બોસે એને આપી પણ દીધા પણ એને ખબર નહીં ક્યાંથી પણ કોઈ બીજી માહિતી મળી ગઈ હતી , જેથી બોસને ડર હતો કે ક્યાંય કૈક ઊંધુંસીધું ના કરી દે , તો એની લાલચ વધી ગઈ હતી .... વધુ રૂપિયા માંગી રહયો હતો "
" ઓહ.... સરસ ...... " ચાલો મિલતે હૈ , એક બ્રેક કે બાદ
" અને હા સાહેબ ... બોસે એક છોકરીની માહિતી આપવા કહ્યું કે એની પાસે રહેલા પુસ્તકને છીનવી લેવાનું છે , પત્રમાં એમુ સરનામું પણ લખેલું હતું અને ફોટો પણ...... એ છોકરીના આંખના નીચે કાળો ડાઘ હતો ... અમે સરનામે ગયા પણ હતા એ પુસ્તક ગોતવા માટે ....અને....અને કમનસીબે પોલીસ અમારી પાછળ પડી..... "
" પોલિસ....!!? એનાથી બચાવવાનું મારા પર છોડી દે , તારો વાળ પણ વાંકો નઈ થવા દવ . બસ માત્ર એક જ શરત છે મારી ..."
" શુ ...!!? "
" તારાથી શક્ય એટલી મદદ કર ...બદલામાં હું તને મદદ કરીશ...બોલ છે મંજુર ...!??"
" અંઅઅ....મંજુર ..." હવે બુકાનીધારી અને જગુડો સાથે કામ કરવાના હતા . રાવણની લંકામાં વિભીષણ જન્મી ચુક્યો હતો .


(ક્રમશ )

માત્ર ઝાલા અને રાઘવકુમાર જે વાત જાણે છે એ વાત એ બુકાનીધારી માણસને કેવી રીતે ખબર પડી હશે ....?? શુ ઝાલા કે રાઘવકુમાર જ નથી એ બુકાનિધારી માણસ...!?? હવે એક વાત તો છે એ બુકાનીધારીનો કોઈ તો સીધો કે આડકતરો સંભાળ આ ઘટના સાથે છે . હવે શતરંગમાં વિરોધી ટીમનું એક પ્યાદુ ફૂટ્યું હતું જે કોઈ બીજા પક્ષે એટલે કે બુકાનીધારીના પક્ષે લડવાનું હતું . ઘણીવાર એક પ્યાદુ શતરંજના ખેલને બદલી શકે છે એમ શુ આ પ્યાદુ ( જગુડો ) પોતાની ટિમ માટે દુઃખતી નશ સમાન સાબિત થશે કે કેમ...?? આગળ જતાં બુકાનીધારી અને જગુડો શુ શુ રાઝ ખોલશે ...!!? જાણવા માટે વાંચતા રહો ભાગ - ૨૧

મિત્રો તમે મને એક લેખક તરીકે પસંદ કરી રહ્યા છો એના માટે ખૂબ ખૂબ આભાર .


તમારા મંતવ્યો મારા માટે મોતી સમાન છે , જેને ચૂંટી ચૂંટી હું એક હાર રૂપી મારી કારકિર્દી આ ક્ષેત્રે બનાવી શકું છુ માટે કૉમેન્ટ જરૂર થી મારતા રહેજો. ખૂબ ખૂબ આભાર