The mystery of skeleton lake - 19 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૧૯ )

Featured Books
Categories
Share

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૧૯ )

પાછળના પ્રકરણમાં જોયું કે સોમચંદે પોતાની આવડત લગાડી અને સ્વાતિને આત્મવિશ્વાસ અપાવ્યો કે માત્ર તેજ સૌને અહીંથી સુરક્ષિતબહાર નીકાળી શકે છે અને ખરેખર એવું જ બન્યું . કૈક તો અલગ હતું સ્વાતિમાં કે જેની મદદથી સૌ સુરક્ષિત બહાર નીકળી શક્યા હવે આગળ વાંચો....

છેલ્લા પ્રકરણનો અંત ( વાર્તામાં રસ પાછો લાવવા માટે )

સૌના મોઢા પર આનંદ હતો કે અંતે સૌ બહાર નીકળી જશે , એ પણ જીવતા ... મુખી અને સોમચંદ એમના દિકરાને ટેકો આપી બહાર નીકળી રહ્યા હતા , ઓમકાર રેડ્ડી અને સ્વાતિ ક્રિષ્નાની મદદ કરી રહ્યા હતા . પરંતુ કોઈ બીજો દરવાજો ખુલ્યો હતો . બહાર નીકળતા દરવાજો એક અવાવરું વાવમાં ખૂલતો હતો . સૌને આનંદ થાય છે કે સૌ બચી ગયા . બહાર જતા સૌને તરસ લાગી હતી આ જાણીને ફરી મુખીએ પોતાની પ્રિય જોળીમાં હાથ નાખી એક પાણીની મચક કાઢી સૌને પાણી પીવડાવ્યું


ભાગ ૧૯ ચાલુ....


" પિતાજી........" સ્વાતિ એના બેડ પર પરસેવે રેબઝેબ થઈને જાગી ગઇ હતી સ્વાતિએ આજુબાજુ તપાસયું ...શુ આ ખરેખર એક સપનું હતું ...!? એને વિચાર્યું આખું શરીર દુઃખી રહ્યું હતું જાણે ખરેખર એ બધુ હમણાં જ બન્યું હતું . એને ઢીંચણ પર બળતરા થઈ રહી હતી , સપનામાં ઢીંચણ દ્વારા ચાલીને એ પેલા મશીન પાસે ગઈ હતી . એને હળવેકથી પોતાના ઠીંચણને તપાસ્યો ..... ફરીએક વાર પહેલા થી બમણી ઝડપે બૂમ પાડી " પિતાજી....પિતાજી......જલ્દી અહીંયા આવો ...અહીંયા આવો ......" કારણ કે એના ઢીંચણ છોલાયેલા હતા . જેવા એના સપનામાં છોલાઈ ગયા હતા......!!!
બીજી તરફ સોમચંદ જાગ્યા અને એ ઘટના યાદ કરીને આશ્ચર્યચકિત થઈ ગયા , કારણ કે થોડા સમય પહેલા જે ઘટના બની રહી હતી એ એક સપનું કેવી રીતે હોઈ શકે છે ....!?? એમને પોતાનો છૂપો કેમેરા કાઢ્યો , એમને યાદ હતું કે તેઓ આખી ઘટના દરમિયાન એમાં ફોટો લઈ રહ્યા હતા . એમને છેલ્લે મળેલા પેલા ચામ્રપત્રનો ફોટો પણ પાડેલો હતો . પહેલી નજરે એ પત્ર પુસ્તકને સમજવા માટે હોય એવું લાગ્યું.. . એ પત્ર .... સોમચંદે યાદ કર્યું કે એ ચામ્રપત્ર છેલ્લે એમની પાસે ક્યાં સુધી હતો....??! એમને જેટલું સપનું યાદ હતું એમને એ પત્રને વાળીને પોતાના શિર્ટમાં ભરાવ્યો હતો , જ્યારે તેઓ પેલા મંદિરના ભોંયતળિયેથી અવાવરું વાવ વાળા રસ્તે આવી રહ્યા હતા ત્યારે છેલ્લે એમની પાસે એ પત્ર (ચર્મપત્ર) હતો . સોમચંદને પોતાની જાત પર એટલો વિશ્વાસ હતો કે એ માનવા જ તૈયાર નહોતા કે આખી ઘટના એક સ્વપ્ન હોઈ શકે ..., તેથી એમને નક્કી કર્યું કે ગમે તે થાય પરંતુ તેઓ શોધી કાઢશે કે એમને જે યાદ છે એ સ્વપ્ન નથી પણ હકીકત છે . એમને એક પછી એક દરેક ઘટના યાદ કરવાની શરૂવાત કરી . મંદિરમાં પ્રવેશથી લઈને વાવ વાળા રસ્તે બહાર નીકળ્યા ત્યાં સુધી બનેલી બધી ઘટના વાગોળવા લાગ્યા . એમને પોતાના પગનો અંગુઠો જોયો જે છુંદાઇ ગયેલો હતો . એમને હવે એ વાતની ખાતરી થઈ ગઈ હતી કે આ કોઈ ગહેરુ ષડયંત્ર છે જે કોઈ ભેજાબાજ બાદશાહ કે પછી વજીર દ્વારા રમવામાં આવી રહ્યું છે . જે પોતાનો ઉપયોગ પ્યાદા તરીકે કરી રહ્યો છે .... પણ સોમચંદે એ વાતની પહેલા પૃષ્ટી કરવાનું નક્કી કર્યું .કારણ કે ઘણીવાર કોઈ કામ પોતાને મૂર્ખ બતાવીને થઈ શકે છે એ કામ પોતાને બુદ્ધિશાળી બતાવીને નથી થઈ શકતું . પોતાને એક પ્યાદા તરીકે વપરાતા રહેવું જ્યાં સુધી વજીરના મળી જાય એવું નક્કી કર્યું . સોમચંદે વિચાર્યું " હા , ક્રિષ્નાને પણ વાગ્યું હતું , અને મહેન્દ્રરાય બેહોશ થઈ ગયેલો .... એમને મળીને આના વિશે ખાતરી કરી લવ " પોતાની જાત સાથે વાત કરતા હોય એમ સોમચંદે કહ્યું . અને પોતાના મકાનની બહારના ગેસ્ટ રૂમ તરફ આગળ વધ્યા .
સ્વાતિ હજી પોતાના રૂમમાં બેઠી હતી , ડૉ.રોય હોસ્પિટલ ગયા હતા અને બાબુકાકા સીધુંસામાન લેવા ગયા હતા તેથી કોઈ સ્વાતિની બૂમ સાંભળે એવું નહોતું સિવાય કે ગેસ્ટરૂમમાં સુતેલા મહેન્દ્રરાય . સ્વાતિ મહેન્દ્રરાયના રૂમની બહાર ગઈ અને ટકોરા માર્યા , કોઈ જવાબ ના મળ્યો . ફરી સ્વાતિએ ટકોરા માર્યા . મહેન્દ્રરાય કોઈ જવાબ આપી રહ્યો નહોતો . સ્વાતિ ચિંતામાં મુકાઈ ગઈ . તેથી નાછૂટકે એને દરવાજાને ધક્કો માર્યો . અંદર મહેન્દ્રરાય જડ બનીને બેઠો હતો . મોઢા પર ના દુઃખ હતું કે ના ખુશી .... બસ સ્તબ્ધ થઈને બારી બહાર નજર કરી બેઠો હતો . સ્વાતિ નજીક આવી , મહેન્દ્રરાયનો હાથ પકડીને કહ્યું
" ઠીક તો છેને ......?કે તને પણ કોઈ સપનું .....?."
" તને પણ મતલબ....?!? તને પણ કોઈ સપનું આવેલું ......!?? કોઈ મંદિર નીચે ફસાયા અને મહામહેનતે ત્યાથી છૂટ્યા ....!!??" મહેન્દ્રરાયે શંકાની નજરે પૂછ્યું
" હા ...." નજર સ્થિર કરી સ્વાતિ માત્ર એટલું બોલી
" તું મજાક કરી રહી છે .... સાચુંને ....!!!??"
" હું કેમ મજાક કરું ....!!? " આટલું કહીને એને પોતાનો છોલાઈ ગયેલો ઢીંચણ બતાવ્યો . મહેન્દ્રરાયને કશુજ સમજાયું નહીં . હવે બંને સમજી શકતા નહોતા કે હાલ જે બની રહ્યું છે એ સપનું છે કે.... પછી પેલું મંદિર વાળી ઘટના હતી એ સપનું હતું .....!!? જો હાલ બની રહેલી ઘટના સ્વપ્ન હોય તો સમજી શકાય એવી વાત છે , પરંતુ ...પરંતુ જો પેલા મંદિર વાળી ઘટના સપનું હોય તો.....?? તો ખરેખર કૈક મોટું બન્યું હોવું જોઈએ . ઘડીભર આ વિચારે બંનેને ચકરાવે ચડાવી દીધા. અચાનક મહેન્દ્રરાયે સ્વાતિના ગાલ પર ચૂંટકો ભર્યો .
" આઉચ્.... આ શુ કરે છે ....પાગલ થઈ ગયો છે કે શુ ...!? " સ્વાતિએ કહ્યું
" હું તપાસી રહ્યો હતો કે હાલ જે બની રહ્યું છે તે સપનું છે કે હકીકત ...... આપડે કોઈ સપનામાં નથી ...હકીકતમાં છીએ ..."
" મતલબ ...મતલબ ...એ મંદિર .... આપડે ફસાયા હતા .... એ સ્વપ્ન હતું ....!!!..? " સ્વાતિ મુંજવણમાં મુકાઈ હતી .
" લાગે તો એવું જ છે ...." ટૂંકમાં જવાબ આપતા કહ્યું
મહેન્દ્રરાય વિચારમગ્ન હતા . વર્ષો પહેલાની એક વાત એને મૂંઝવી રહી હતી .આજ ફરીવાર એવીજ બીજી એક ઘટના બની હતી ... માફ કરશો ..ખોફનાક ઘટના બની હતી. મહેન્દ્રરાહ લગભગ ૬..૭ વર્ષની આજુબાજુની ઉંમરનો હતો . એક રાત્રે એનો બાપ મુખી બળવંતરાય એની માઁ નું ગળું દબાવી રહ્યો હતો , એની માઁ એ રાક્ષસી હેવાનની ભીંસ માંથી પોતાને બચાવવા તડફડી રહી હતી અને દૂરરર ઉભેલા ... આંજણ વાળી ગોળાકાર આંખો વાળા બાળક મહેન્દ્રને દૂર ભાગી જાવા ઈશારો કરી રહી હતી . આટલું જોતા જ નાનો મહેન્દ્ર " માઁ....." ચીસ પાડીને જાગી ગયો .એની બાજુમાં એના પિતા મુખી બળવંતરાય બેઠા હતા એ બોલ્યા
" બેટા મહેન્દ્ર ...તારી માઁ તો ગામતરે ગઈ છ .... બે ત્રણ દાળા માં આવી જાહે ..... તન કોઈ ખરાબ સમણુ આવ્યું લાગે છ"
આ વાત સાંભળીને એ ૭ વર્ષના મહેન્દ્રને એટલી નાની ઉંમરે પણ એક વાત ખટકી હતી કે પોતાને એક ક્ષણ પણ પોતાનાથી દૂરના કરનારી પોતાની માઁ પોતાને છોડીને બહારગામ ગઈ ....? એ કેમ શક્ય છે ...!!? પરંતુ એના પિતાજીના માનને ખાતર કે પછી એક વિશાળ પળછંદ કાયાથી ડરીને એ ચુપ રહ્યો હતો . હાલ પણ એ સ્વપ્ન કોઈ રાતે યાદ આવતા મહેન્દ્રરાય ડરી જાય છે ...અને એ રાત્રી પછી મહેન્દ્રરાયને રાતના અંધારાથી પણ ડર લાગવા લાગ્યો હતો . ત્રણ દિવસ પછી એની માઁ તો ના આવી પણ એક સમાચાર આવ્યા .... ત્યાં જંગલમાં કોઈ સ્ત્રીની લાસ લટકાઈ છે જે ગળે ફાંસો ખાઈને મરી ગઈ ..... કમનસીબે એજ હતી નાના માસૂમ મહેન્દ્રરાયની માઁ ...!!
મહેન્દ્રરાયને સપનું આવેલું કે એની માઁને એનો બાપ ગળું દાબી મારી રહ્યો છે ,અને ખરેખર ત્રણ દિવસ પછી એ મૃત હાલતમાં મળી હતી . ગામ લોકો વાતો કરતા એની માઁ ભલભલા મરદને શરમાવે એવી તાકાત વાળી અને કોઈનાથી ના ડરે એવી હિંમતવાન હતી ,એ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવે ....? એ વાત શક્ય જ નથી. પુરા પંથકમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી . પોલીસ તપાસ પહેલા જ અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યો હતો અને પોલીસ હંમેશાની માફક સમયથી ઘણી મોડી આવી હતી . છતાં તપાસનો દોર ચાલ્યો હતો અને અચાનક તપાસ બંધ ....!! ટૂંકમાં કહીએ તો એક તપાસનું નાટક ચાલ્યું હતું . મહેન્દ્રરાયતો ખૂબ નાનો હોય એને કશુ ખબર નહોતી પડી રહી કે શુ થઈ રહ્યું હતું . આજે એને આખી ઘટના યાદ આવી રહી હતી .પરંતુ કશું સમજાતું નહોતું .
" હેલ્લો....કયા વિચારમાં ખોવાયો છે ....?? " સ્વાતિએ ચપટી વગાડી પૂછ્યું
" અંઅઅઅ.... કાંઈ નહીં ...આ બધું શુ થઈ રહ્યું છે એ વિચારી રહ્યો છુ " મહેન્દ્રરાયે કહ્યું .એટલીવાર માં બાબુકાકા બહારથી આવી ગયા હતા . સ્વાતિ અધીરી બનીને એમની પાસે દોડી ગઈ અને આખી વાત કહી સંભળાવી .બાબુકાકા ખડખડાટ હસવા લાગ્યા , અને પછી કહ્યું " તને ખરેખર કશું યાદ નથી .... !? તું જે કહી રહી છે એવું કશુ બન્યું નથી ..."
"એ શક્ય જ નથી .... આ જોવો " સ્વાતિએ પેલો ઘાવ બતાવતા કહ્યુ
" તું આ ઘાવની વાત કરે છે ..... !!? આ તારા સપનામાં જે બન્યું એના લીધેનો ઘાવ નથી . "
" હા તો ....સ્વાતિને ઇજા કેવી રીતે થઈ ....!?? અને ..અને મને આખું શરીર સુસ્ત કેમ લાગે છે ....??" મહેન્દ્રરાયે કહ્યું.
" બેટા ..કાલે રાતે નાનો અકસ્માત થયો હતો ...એ ખરેખર તમને યાદ નથી ...!!?? "
" હે ...અકસ્માત .....ક્યારે ...? ક્યાં....? ......કેવી રીતે .....? " સ્વાતિ અને મહેન્દ્રરાયને એક બીજો ઝટકો મળ્યો હતો .
" હા ..કાલે રાત્રે .....એક ગાડી આવીને તમારી અને સોમચંદની ગાડીને ટક્કર મારીને જતી રહી હતી . સોમચંદનો અને ક્રિષ્નાને પણ હળવી ઇજા થઈ છે " બાબુકાકાએ કહ્યું . હવે સ્વાતિ અને મહેન્દ્રરાય પાસે એક જ રસ્તો હતો , આ વાત જઈને સોમચંદને પૂછવી જેથી જાણી શકાય કે ખરેખર હકીકત શુ છે ..!? જલ્દી થી તૈયાર થઈને બંને નીકળી પડ્યા . ત્યાં જીપ આગળ અકસ્માતના લીધે થયેલી થોડી તૂટફૂટ જોઈને લાગ્યું કદાચ બાબુકાકાની વાત સાચી હતી . જીપ ઠંડા પવનમાં લહેરાતી , રસ્તો કાપતી સોમચંદના ઠેકાણે જવા નીકળી પડી .

( ક્રમશ )

અહો...આશ્રયમ્....

છેને ટ્વીસ્ટ પર ટ્વીસ્ટ.... સાઉથના પિક્ચર થી પણ વધારે ટ્વીસ્ટ.... તમને શું લાગે છે ખરેખર મંદિરના ભોંયતળિયા વાળી ઘટના સ્વપ્ન હોઈ શકે છે...!!? મને તો નથી લાગતું પરંતુ પરિસ્થિતિ અનુસાર હકીકત આજ છે જે આપણે સ્વીકારવી રહી .

સોમચંદ આખી ઘટના સ્વપ્ન માનતા નથી અને એમના ઘાવ એના સાક્ષી છે પરંતુ રહી વાત ઘાવની તો એનું પ્રમાણ મળી ગયું કે એ ઘાવ ગાડીના અકસ્માતથી થયેલો છે .

તો હવે બાબુકાકા કહે છે એ વાત સત્ય હકીકત છે કે સોમચંદ વિચારે છે એમ આ એક ષડયંત્ર છે ...!? જો ષડયંત્ર છે તો એમની ધારણા મુજબ કોણ વજીર છે અને કોણ રાજા છે કે જે આ શતરંજ માં દૂર રહીને ખેલ ખેલી રહ્યો છે .

મહેન્દ્રરાયને ૭ વર્ષની ઉંમરે આવેલા સ્વપ્ન અને આ સ્વપ્ન વચ્ચે શો સંબંધ હોઈ શકે છે ...!?? શુ એના પિતાજી જ તો.....

બસ ...હવે એટલું બધું વિચાર્યા કરતા એ વિચારો કે આ રાઝ કયા પ્રકરણમાં ખુલશે . બસ થોડો સમય ઔર...!!