THE GUJJU AND GUNS SEASON 1 - 4 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 4 (હિંસાની શરૂઆત)

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 22

    રાધા એ  રાત ભર બેસીને તે ફાઈલને લગભગ ચારથી પાંચ વખત વાંચી લી...

  • કર્મ બોધ

    કર્મ બોધ પતિ પત્ની અને તેનો દીકરો જમવા બેઠા. સાથે તેના દાદાજ...

  • વિવાનની વેદના

       વિવાનની વેદના વિવાન પાઠક  એક એવુ નામ કે જેની ફિલ્મ  રિલીઝ...

  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

Categories
Share

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 4 (હિંસાની શરૂઆત)

ભૂતકાળ...

1985, ગુજરાત

ગુજરાત સરકારે તેની અનામતની નીતિમાં પરિવર્તનની ઘોષણા કરી જેણે "પછાત" વર્ગોના લોકોના લાભમાં વધારો કર્યો.

ઉચ્ચ જાતિઓએ આ નીતિ અંગેના રોષના પગલે ફેબ્રુઆરી 1985 માં આંદોલન શરૂ કર્યું હતું.

ગુજરાતમાં ફેબ્રુઆરી 1985 માં તોફાનો શરૂ થયા અને ઓગસ્ટ સુધી ચાલ્યા.

મોટા ભાગના તોફાનો અમદાવાદ શહેરમાં થયા હતા ; રાજ્યના પાટનગર ગાંધીનગર સહિત કેટલાક અન્ય શહેરોને પણ અસર થઈ હતી.

અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનમાં યોજાનારી, તેમની પ્રાથમિક પરીક્ષાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો.

ગુજરાત સરકારના એકાએક આ મોટા પરિવર્તનથી બધી જગ્યાએ તોફાન ની આગ ફાટી નીકળી ખાસ કરીને અહમદાબાદમાં.

M.M કૉલેજ, અહમદાબાદ,
5 ફેબ્રુઆરી,1985
સવારના લગભગ 8 વાગે

'આપણી કૉલેજ કોઈજ રેલીમાં ભાગ લેવાની નથી.કોઈ પણ વિદ્યાર્થીએ રેલીમાં જોડાવવાનું નથી.જેની ખાસ નોંધ લેવી.' કૉલેજના પ્રોફેસરે બધા વિદ્યાર્થીઓ ને વિધાર્થી મિટિંગમાં કહ્યું.

અહમદાબાદની અમુક કોલેજો રેલીના ખિલાફ હતી જ્યારે અમુક કોલેજો પોતાની પ્રાથમિક પરિક્ષા તેમજ અનામત નીતિના વિરુદ્ધ રેલીઓ યોજી હતી.

બે દિવસ બાદ.
આશ્રમ રોડ , અહમદાબાદ

ગુજરાત સરકાર... હાય... હાય... ગુજરાત સરકાર.... હાય... હાય... કૉલેજોમાંથી વિદ્યાર્થીઓ ની ઝંડા , બેનરો સાથે રેલીઓ નીકળી.

કૉલેજના વિદ્યાર્થીઓમાં જવાનીનું જોશ હતું. વિદ્યાર્થીઓ ઝંડા અને બેનરો ઊંચા કરી જોર જોર થી નારા લગાવી રહ્યા હતા.

પરંતુ જો વિદ્યાર્થીઓને ઉભા રાખી પૂછ્યે કે "શું છે અનામત નીતિ? એમાં કઇ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? અને શું પરિવર્તન આવ્યું?" તો માંડ દસમાંથી બે - ત્રણ વિધાર્થીને ખબર હશે.

આ હતી લાંબી લાંબી રેલીઓ અને વિરોધ પ્રદર્શનમાં ઉભી કરેલી આમ જનતા અને વિધાર્થીઓની હકીકત અને જે હજુ પણ યથાવત્ છે.

જોતાજોતા આજુબાજુની મોટા ભાગની કૉલેજ ના વિદ્યાર્થીઓ રેલી લઈને નીકળ્યા. અહમદાબાદ ના રસ્તાઓમાં ભારે પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા. પોલીસ તંત્ર પર સજાગ અને તૈયાર હતું.

લગભગ સવારના અગિયાર વાગ્યા હશે.

પોલીસ હવે રેલી ને રોકવાની કોશિશ કરી રહી હતી કારણ કે રેલી ઉગ્ર બની રહી હતી. ત્યાંજ ટોળાઓએ હિંસા દેખાડી પોલીસ તંત્ર સાથે ઘર્ષણ કરવા લાગી.

આપણા ભારતમાં દરેક ને ખબર છે કે વિરોધ પ્રદર્શનમાં નીકળેલી રેલીમાં ખરેખર રેલી કરવાવાળા કેટલા અને વિરોધી પાર્ટીના કેટલા હોય છે. જે પોતાના અલગ ઉદ્દેશ્ય સાથે ઘુસ્યા હોય છે.

તો વિધાર્થી તેમજ રેલીમાં ઘુસેલા બીજા લોકોનું પોલીસ તંત્ર સાથે ઘર્ષણ વધ્યું...પરિણામે પોલીસે લાઠી ચાર્જ કરવાનો નિર્ણય કર્યો.

જોતાજોતા તો રેલી વેર વિખેર થઈ ગઈ લોકો આમતેમ દૌડતા થઈ ગયા. અમુક પડ્યા, અમુક ઘસડાતાં ઘસડાતાં પડ્યા, ત્યાં ટોળું પણ પાછું પડે એવું ન હતું.

બાજુમાં ઉભેલી અમુક ખાલી સરકારી AMTS બસોને આગ ચાંપી, ટાયરો સળગાવી સળગાવી રસ્તા ઉપર નાખ્યાં.
પોલીસના સામે પથ્થર મારો શરૂ થયો. પોલીસની ગાડીના કાચ તોડયા.

આ બધું તરત જ હાથમાં આવે ખરી? કે પહેલેથી આની તૈયારી કરી હશે બીજા પક્ષોએ...

' ભાગ...ભાગ ઝડપ થી...' રમેશ આગળ ભાગતો હતો અને સમર તેની પાછળ ભાગતા ભાગતા રમેશને કીધું.

બંને થોડાક દૂર એક પાનના ગલ્લા આગળ ઉભા રહ્યા.બંને શાંતિથી આખા ટોળાનું અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ જોતા હતા.

પાનના ગલ્લા પર રેડિયો પર ગીત વાગતું હતું.
"આને વાલા પલ... જાને વાલા હૈ..."

" આહા...શું અવાજ છે...શું ગીત ગાયું છે કિશોર સાહેબે ખુબ સરસ..." એક ભાઈ હાથમાં મસાલો ઘસતાં ઘસતાં ગીત ને મસ્ત રીતે માણતા માણતા બોલ્યા...

' મારા બેટાઓ...બધા મરવા પડ્યા છે...અલા પોલીસ નાં હામુ ના પડાય...' ત્યાં ગલ્લા પર એક ભાઈ મોઢાંમાં પાન નાંખી મોઢું ઊંચું કરતા કરતા આ ટોળાંનું ઘર્ષણ જોતાજોતા બોલ્યા.

સમર અને રમેશ તે કાકાના સામે જોઈ હસ્યા.

સમર : ' આ આગ ચાંપવાની અને પથ્થર મારો કરવાની વાત નહતી થઈ '

' અરે મને થોડી ખબર હતી યાર... એણે તો ખાલી એટલું જ કીધું હતું કે ખાલી રેલી કાઢીને નારા લગાવવાના છે ' રમેશે કોઈ ત્રીજા માણસની વાત કરતા કરતા સમર ને કહ્યું.

************************

સાંજના લગભગ ચાર વાગ્યાની આસપાસ સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.

રસ્તા પર અડધા સળગેલા ટાયરો , તૂટેલા કાચ , થોડી થોડી જગ્યાએ લોહીના છાંટા , કોઈના તૂટેલા ચંપલ , ફાટેલા બેનરો તેમજ ધૂળથી ઢંકાયેલા ઝંડા પડેલા હતા.

રસ્તા પર લોકોની અવજવર શરૂ થઈ ગઈ હતી અને પોલીસની ગાડીઓ પણ પેટ્રોલિંગ કરી રહી હતી.

સમર પંડિત અને રમેશ પટેલ બંને કૉલેજના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ. રમેશનું ઉકળતું લોહી અને જવાનીનો જોશ હતો જ્યારે સમર થોડો ઠંડો અને પાછો પડે એવો...

બીજા દિવસે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ ,

M.M કૉલેજ, અહમદાબાદ

'અરે...રમેશ પૈસાનું તો પૂછી જો...આપશે કે નઈ?' સમરે રમેશના ખભા પર હાથ મુકતા ચાલતા ચાલતા પૂછ્યું.

રમેશ : હાં... હાં આપશે જ...ખાસ મિત્ર છે મારો એને જ્યારે આગળ થી પૈસા આવશે એટલે આપણા જેવા ઘણા હશે એ બધાને આપશે.

' ખાલી રેલીમાં જોડાઈને નારા લગાવવાના સો રૂપિયા આપતો હોય તો મઝા જ છે આપણને તો... ' સમરે રમેશને હસતાં હસતાં કહ્યું.

રમેશ : હા...હા...હા... સાચું કીધું આવી બીજી કોઈ રેલી હશે તો પૂછીશ એને...

બંને ચાલતા ચાલતા પોતાના ક્લાસ રૂમના દરવાજા પર પહોંચ્યા. ત્યાં જોયું તો શું...

સમરનો બીજો એક ખાસ મિત્ર જાવેદ અલી...અને કરણ જે ક્લાસરૂમનો ટોપરની સાથેસાથે લડાઈ ઝઘડામાં આગળ...

બંને એકબીજાની ફેંટ પકડી બરાબર ઝઘડી રહ્યા હતા.

બંને એ એકબીજાની ફેંટ એટલી મજબૂતાઇથી પકડી રાખી હતી કે તેમના શર્ટના બટન પણ તૂટીને નીચે પડવા લાગ્યા...

જોતાજોતા જાવેદે કરણની ફેંટની સાથે જ તેને દીવાલ પર ધક્કો માર્યો અને કરણનું માથું પાછળ ભીંત પર જોર થી અથડાયું...અવાજ એવો આવ્યો જાણે માથું ફાટી ગયું... અવાજ સાંભળતાની સાથે જ ક્લાસ રૂમમાં બેઠેલી છોકરીઓ બૂમાબૂમ કરી બહાર નીકળી ગઈ...

જાવેદે ફરીથી જોરથી મોઢાં પર ફેંટ મારી કે તરત જ કરણના દાંત અને હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું. કરણે પર જવાબમાં તેના પેટ પર જોરથી લાત મારી અને તેના વાળ પકડીને તેનું મોઢું જોરથી બેન્ચ પર પછાડ્યું... કરણે જેવું જાવેદનું મોઢું ઊંચું કર્યું તો શું જોયું ...જાવેદનું નાક વચ્ચેથી તૂટીને ફાટી ગયું હતું અને નાકમાંથી ભળભળ કરતું લોહી વહેવા લાગ્યુ...

જોતા જોતા બેન્ચ પર લોહી લોહી થઈ ગયું...

સમરના તો આ જોતા જ હાથ પગ કાંપવા લાગ્યા. સમરને કાયમથી ઝગડા, અકસ્માતથી ડર લાગતો. રેલીમાં રમેશ તેને ફોર્સ કરીને લઈ ગયો હતો.

એટલામાં બે ત્રણ પ્રોફેસરો દૌડતા દૌડતા આવ્યા અને બંનેને અલગ કરાવ્યા...

(ક્રમશ:)
- Urvil Gor