THE GUJJU AND GUNS SEASON 1 - 5 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 5 (જૂનું દરિયાપુર)

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 5 (જૂનું દરિયાપુર)

પ્રોફેસરોએ બંનેને અલગ કરાવ્યા.

' આપણી કૉલેજના સામે પેલું ક્લિનિક ખુલ્લું છે? ' એક પ્રોફેસરે જાવેદના નાક પર પોતાનો સફેદ કલરનો રૂમાલ દબાવીને તેને ક્લાસ રૂમની બહાર લઈ જતા એક વિદ્યાર્થીને પૂછ્યું.

પ્રોફેસર અને બે વિદ્યાર્થીઓ કૉલેજના સામે એક ક્લિનિક હતું ત્યાં જાવેદને ફટાફટ લઈ ગયા. હજુ તો થોડે પહોંચ્યા હશે કે આખો રૂમાલ લાલ ઘૂમ થઈ ગયો.

' તને કેટલી વાર કહેવાનું? આ તારી ચોથી ફરિયાદ આઈ.પહેલાં વર્ષમાં આટલી બધી ફરિયાદ આજ સુધી નથી જોઈ મેં. આ હવે સ્કૂલ નથી. આ છેલ્લી વખત જવા દઉં છું.હવે આવું થયું તો મારે કડક પગલાં લઈ કૉલેજમાંથી તને રસ્ટીગેટ કરી નાખીશ ' કૉલેજના પ્રિન્સિપાલે કરણને ખૂબ ઠપકો આપતા તેને છેલ્લી વાર સલાહ આપતા કહ્યું.

લગભગ કૉલેજ છૂટવાનો સમય થયો હશે ત્યાં બહારથી મોટાં પ્રમાણમાં ટોળું આવ્યું અને કૉલેજ ને બંધ કરાવવાના પ્રયાસ કરવા લાગ્યા.

ટોળાએ જો આમ ના કર્યું તો તોડફોડ કરવાની ચિમકી આપી.

કૉલેજના પ્રિન્સિપાલે તેમજ પ્રોફેસરોએ કૉલેજ બંધ કરવાનો નિર્ણય લીધો.

M.M કૉલેજ અહમદાબાદની બીજી કોલેજોની જેમ જ લાંબા સમય માટે બંધ થઈ. જેનો ઉદ્દેશ્ય અનામતની નીતિ સામે વિરોધ પ્રદર્શન કરવાનો હતો સાથે સાથે કૉલેજની પ્રાથમિક પરિક્ષાનો પણ બહિષ્કાર કરવાનો હતો.

***************************
દરિયાપુર , અહમદાબાદ

જે અહમદાબાદમાં વર્ષોથી રહેતા હશે અને જે હાલ રહે છે. એ તમામને ખ્યાલ હશે કે દરિયાપુર કેવો વિસ્તાર છે.

મધ્ય અહમદાબાદમાં સ્થિત દરિયાપુરમાં હિંદુ અને મુસ્લિમ બંને મિશ્ર રહે છે. હાલ તો દરિયાપુરમાં એકદમ શાંતિ કહી શકાય તેવો માહોલ હોય છે. બંને ધર્મના લોકો એકબીજાના તહેવારો ધામધૂમથી અને એકબીજાની મદદ કરતા કરતા ઉજવે છે.

પરંતુ 1985 માં એવું ન હતું. દરિયાપુરમાં રહેનારા લોકોનો શ્વાસ હંમેશા અધ્ધર રહેતો કારણ કે ગમે ત્યારે હિંસા ફાટી નીકળે અને હિંસા એવી કે મૃત્યુ નિશ્ચિત હોય. ના તેમને પોતાના પરિવારની ચિંતા ના તેમને સામેવાળાના પરિવારની ચિંતા.

કરણ,સમર,રમેશ અને જાવેદ બધા અહમદાબાદના દરિયાપુરમાં રહેતા હતા.

કરણ અને રમેશ નું મકાન થોડું અંદરની બાજુ જ્યારે જાવેદ અને સમર બંનેના પરિવાર ખાસ પડોશી અને દરિયાપુરની પોળમાં ઘુસતા જ તેમનું મકાન આવે.

*******************

બપોરના લગભગ એક વાગે.

સમર જાવેદને લઈને ઘરની તરફ આવી રહ્યો હતો.

સમર : 'જાવેદ ઝધડો કઈ બાબત પર શરૂ થયો હતો?'

'અરે...શું કઉ હું બેઠો હતો અને મારી અને મારા બાજુમાં બેઠેલા એક મિત્રની અનામતમાં થયેલ ફેરફાર ની વાતચીત ચાલતી હતી... એટલાંમાં કરણ આગળની બેન્ચથી બોલ્યો કે " તમને લોકો ને તો કૉલેજમાંથી કાઢી નાંખવા જોઈએ " અને પછી એ ગાળ બોલ્યો. એટલે પછી મેં એને પાછળથી માંથા પર જોરથી ટપલી મારી અને પછી ઝગડો થયો. ' જાવેદે આખા ઝઘડાનું કારણ બતાવતા સમરને જવાબ આપ્યો.

સમર : કરણ છે જ એવો યાર...એને ખાલી કારણ જોઈએ છે લડવાનું...

વાત કરતા કરતા બંનેનું ઘર આવી ગયું.

" આવો...આવો જાવેદ સાહેબ. ફરીથી બાઝીને આયા કોઈના જોડે. " જાવેદના મમ્મી તરત જ જાવેદના નાક પર પાટાપિંડી જોતા બોલ્યા પરંતુ ગુસ્સામાં નઈ એક હળવી હસી સાથે.

કારણ કે પહેલાના માં - બાપ ક્યારે પોતાના છોકરાની શાળા કે કૉલેજ જોવા નહોતા જતા. એમને ખ્યાલ હતો કે તેમના છોકરા પહોંચી વળશે.

આજના વાલીઓ જેવા નહતા કે સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીના સારા માટે ઠપકો આપ્યો હોય તો પણ શિક્ષકને ધમકાવવા પહોંચી જાય.

જાવેદ નીચે મોઢું રાખી સીધો ઘરમાં જતો રહ્યો.

કોલેજો હવે બંધ રહેવાની હતી અને વિરોધ પ્રદર્શન અને હિંસા ખૂબ વધવાની હતી.

*******************

1985 માં લોક વિકાસ પાર્ટીની સત્તા હતી. ગુજરાતના C.M હતા વિકાસ સિંહ.

C.M ઓફીસ
ગાંધીનગર

' આપણે હવે આગળ શું કરવું જોઈએ? વિરોધ પ્રદર્શન અને હિંસા ઠેર ઠેર વધી રહી છે. ' મિટિંગમાં લોકોએ વિકાસ સિંહ સામે પોતપોતાની વાત આગળ મુકી.

વિકાસ સિંહ : 'અનામત નીતિમાં ફેરફાર અનિવાર્ય હતો. વિરોધ પ્રદર્શન થોડો સમય થશે પછી શાંત પડશે અને આપણું પોલીસ તંત્ર ખૂબ સારું કામ કરી રહી છે.'

વિરોધ પ્રદર્શન ખૂબ થઈ રહ્યો હતો. લોકો રસ્તા પર એવી રીતે ઉતરી આવતા જાણે સિંગ ચણા વેરાયા હોય.

******************

જોતા જોતા માર્ચ મહિનો આવી ગયો હતો. હિંસાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું હતું.

ગુજરાતના C.M વિકાસ સિંહ પર પણ દબાવ વધી રહ્યું હતું.

18 માર્ચે રાજયવ્યાપી બંધનું એલાન જાહેર થયું.

' અરે... પાંડે ભાઈ કઈ બાજુ? આજે તો બંધનું એલાન છે. ' કરણે તેના ઘરની બાલ્કનીમાં ઊભા ઊભા ત્રીસ વર્ષીય પાંડે અને તેના બીજા મિત્રોને તેમની પોળમાંથી બહાર નીકળતા જોતા કહ્યું .

પાંડે : અરે...ચલ બંધનું એલાન તો ખાલી પેપરમાં વિરોધ પ્રદર્શન તો ચાલશે જ. તારે આવું હોય તો ચલ.

આ સાંભળતા જ કરણની મમ્મી બૂમ પાડીને બોલી ' જા ભાઈ જા... છોકરાઓને બગાડીશ ના. આ તમારા જેવા જ ખોટી ખોટી હિંસાઓ કરી આપણી જ મિલકતોને નુકસાન પહોંચાડે છે.'

પાંડે અને તેના બીજા મિત્રો કશું બોલ્યા વગર દૌડતા દૌડતા પોળની બહાર ભાગ્યા ત્યાં જ બીજા લોકો પણ હાથમાં દંડા , હોકી સ્ટિક , કાંચની બાટલીમાં કેરોસીન ભરી ઉપર કપડું ભરાયેલું. તે લઈને બહાર નીકળ્યા.

દરિયાપુરની બહાર પણ આવીજ રીતે લોકો હિંસાના હેતુ સાથે તૈયારી સાથે ભેગા થયા હતા.

(ક્રમશ:)
- Urvil Gor