Rebirth in Gujarati Science-Fiction by શિતલ માલાણી books and stories PDF | પુનઃ જન્મ

Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

પુનઃ જન્મ

હીમાદ્રી સાત વર્ષની થઈ. એ એકદમ અનોખી છોકરી હતી. એની દુનિયામાં જ મગ્ન. એની મમ્મી શિવા સતત એની ચિંતામાં વ્યથિત રહેતી. એ નાદાન નહોતી જાણતી કે એની દીકરી આ દુનિયાની વ્યક્તિ છે જ નહીં.એ હમેંશા એક જ વાત કરતી કે મેં મહેનત કરી પણ સફળતાની ચાવી હાથ ન લાગી. આવી નાની છોકરી આ વાત કહેતી ત્યારે શિવા મનોમન મુંઝાતી.

એકવાર રાત્રે શિવા ઊઠી અને હીમાદ્રીના રૂમ તરફ ડોકાઈ. એની આંખો સ્થિર થઈ ગઈ. હીમાદ્રીની આંખોમાંથી એક તેજપુંજ સીધો આકાશને સ્પર્શતો હોય એવું લાગ્યું. એ ડરીને એની રજાઈમાં ભરાઈ ગઈ. આ વાત એ કોને કરવી એવી અસમંજસે બિમાર પડી.

એને હવે હીમાદ્રીથી ડર લાગતો. હીમાદ્રી તો આ વાતથી સાવ અજાણ હતી. અંતે, શિવાએ એના પતિ શિવમને વાત કહેવાનું વિચાર્યું. જેવી એ શિવમ પાસે મોં ખોલવાની તૈયારી કરતી હતી કે હીમાદ્રી રડવા લાગી. શિવમે હીમાદ્રીને શાંત પાડી અને રડવાનું કારણ પૂછ્યું. એના જવાબથી શિવમ પણ ચોંક્યો.

હીમાદ્રી બોલી," પપ્પા, ત્યાં મારું ઘર છે. મને ત્યાં જવું છે. મને કોઈ બોલાવી રહ્યું છે પણ, ત્યાં કેમ જવાય એનો રસ્તો નથી ખબર..."

શિવમ : " દીકરી, ત્યાં તો આપણે ન પહોંચી શકીએ. આપણું ઘર તો આ જ છે. ત્યાં મારા કે તારા જેવા કોઈ ન હોય. આપણે એ આકાશને દૂરથી જ જોવાનું હોય."

શિવા : "હીમા, તું હમણાં બહુ ગજબનું વર્તન કરી રહી છે. મને પણ ડર લાગે છે ક્યારેક."

હીમા : " મમ્મી, મારું ઘર ત્યાંથી પણ દૂર ....... છે. મને ત્યાં લઈ જા ને !"

બેય પતિ-પત્ની આવી જીદથી મુંઝાયા. આવી વાતમાં કોની મદદ લેવી ??? બેયએ સાથે મળી યોજના બનાવી કે હીમાદ્રીને ફોસલાવીને વાતને સમજવાની કોશિશ તો કરી જ શકાય.

એક દિવસ શિવમ અચાનક જ કેક, ફુગ્ગા અને નાના મોટા રંગબેરંગી દડા, લેસર લાઈટ સાથેના રમકડાં અને દૂરબીન લાવ્યો. એણે હીમાદ્રીને બધું બતાવ્યું. બેય હીમાદ્રીને લઈ ટેરેસ પર ગયા અને કેક કાપી. કેક ખાતાં ખાતાં હીમાદ્રી બોલી, " પપ્પા, હું પહેલા ત્યાં રહેતી હતી. એ આકાશ પણ આ કેક જેવું છે. ઉપરથી આ કેટલું સખત લાગે છે ને એ પણ ઉપરથી સખત દેખાય પણ, અંદરથી ઘણું વિશાળ છે. વાદળાથી ઘેરાયેલું....વાદળાની બનાવટ પણ કંઈક આવી જ હોય એમ કહી કેકને ખાતી રહી...
થોડીવાર પછી ફુગ્ગા સાથે રમતી રમતી કહે, " મમ્મી, તારોળિયા હોયને એ પણ આની જેમ હવા ને હવાના રજકણ ભરેલા હોય...જો ફૂટે તો ફુગ્ગો ફૂટે પણ આ તારોળિયા તો હવામાં જ સળગી જાય કે તૂટી જાય...

આજ હીમાદ્રી ખુશખુશાલ હતી. એની વાત નવાઈ પમાડે એવી પણ હતી કારણ, આટલું બધું જ્ઞાન એની ઉંમરમાં શિક્ષણમાં પણ સમાવેશ નહોતું કરાતું. થોડીવાર પછી બધા રમવા લાગ્યા. તો ફરી બોલી, " મમ્મી, જો આ મોટો દડો છે ને એ તો સૂરજ કહેવાય.. ફરતી બાજુ બીજા પાંચેક બોલ ગોઠવી જાણે એણે સૌરમંડળ બનાવી દીધું. એણે પોતે પોતાની જાતને આગળ અને મમ્મી-પપ્પાને એની પાછળ ગોઠવી ટ્રેનની રમત રમવા કહ્યું. બધા એ દડાની ફરતે ગોળ ગોળ ફર્યા. શિવમ સમજી રહ્યો હતો કે ' હિમાદ્રી એને સૌરમંડળમાં ગ્રહોની જે હીલચાલ છે એ સમજાવી રહી હતી. શિવાએ પણ જોયું કે ' હિમાદ્રીએ લીલો, લાલ ને પીળો દડો જાણે ક્રમ મુજબ જ ગોઠવ્યાં હોય.

અચાનક જ, હીમાદ્રી નાચવા લાગી.. કમર પર રીંગ ચડાવી એ તો જે ઢીંગલી નાચી રહી હતી કે વાત ન પૂછો...અચાનક બોલી, " પપ્પા, સેટર્ન( શનિ) પાસે આ હોય હોં... મસ્ત મસ્ત !" હવે આ બેયને સમજાયું કે હીમાદ્રીનું જ્ઞાન એની ઉંમર કરતા વધુ છે. એણે ફરી એકવાર આસમાન પર નજર નાંખી અને મમ્મી-પપ્પાનો હાથ પકડી કહે "ત્યાં તો આપણા જેવા આ તારા છે ને એના કેટકેટલા ગ્રુપ છે. આપણને તો સમજોને કે દેખાતા જ નથી. આવા આખા સમૂહને તો તારામંડળ કહેવાય. પપ્પા, ત્યાં તો બધા નાના-મોટા તારા જ છે. એવી એક આખી તેજીલી વહેતી નદી છે તારાની....હા, એને આકાશગંગા કહેતી હું...નિહારીકા, આકાશગંગા અને......( આમ કહી એ અગાશીથી નીચે જોતા જોતા ચૂપ થઈ ગઈ.)

"શું થયું મારી દીકરીને ??" શિવા દોડી એની પાસે.

"મમ્મી, અહીં મને બહુ ડર લાગે છે પડી જવાનો. પડીએ તો કેવું વાગી જાય." ( ત્યાં તો પડીએ તો પણ હવામાં તરીએ માછલીની જેમ..)

" મમ્મી, ત્યાં અમુક જગ્યાએ હવા, પાણી કશું નથી અને અમુક જગ્યાએ છે તો ત્યાં તમારા જેવા મમ્મી-પપ્પા નથી. ( આમ બોલી શિવમને વળગી પડી.)

હવે બેય પતિ -પત્ની એકબીજાને જોઈ સમજે છે કે હીમાદ્રી ક્યાંક મુંઝાઈ છે જરૂર...

શિવમ : આપણે આજ જ ત્યાં જવાની ટિકીટ કરાવી
લઈએ.

હીમાદ્રી : ના, ના.. ત્યાં એમ ન પહોંચાય. એ કેટલું દૂ.....ર છે.

શિવા : તને તો ત્યાં જવું છે ને દીકુ..અમે પણ ત્યાં સાથે આવીશું.

હીમાદ્રી : હાં, પણ ત્યાં એક કાળી ખીણ પણ છે. ( બ્લેક હોલ) એમાં બહુ બધા સળગતા પથ્થર ( ઉલ્કા) પડે ને વિસ્ફોટ થાય. અહીં જીવી શકાય પણ ત્યાં તો મુશ્કેલ છે જીવન.... હાથમાં લેસર લાઈટનો પ્રકાશ આકાશ તરફ ફેંકતા કહે આ સૂરજ વગર આ ચાંદામામા પણ નકામા લાગે. બધા જ આ સૂરજના લીધે ચમકે છે.( આમ કહી ફરીથી ચૂપ....)

શિવા : "તો તું ત્યાં કેમ જીવતી ??"

હિમાદ્રી : "મમ્મી, હું તો અવકાશયાત્રી હતી પણ....મારા ગયા જન્મમાં.. અહીં તો હું હિમાદ્રી છું..તમારા બેયની....મને રોકેટમાં બેસાડી ત્યાં પહોંચાડી પણ ખરા... પરંતુ, હું પાછી ન ફરી શકી...એક અવકાશીય દુર્ઘટનામાં હું અધવચ્ચે જ-" ( આમ કહી હાથના હાવભાવથી પોતે ગુમ થઈ ગઈ એવો નિર્દેશ કરે છે.)

પતિ-પત્ની હવે ખરી વિમાસણમાં હતા કે હિમાદ્રીનો આ પુન: જન્મ હતો. હિમાદ્રીએ એનું સપનું આ જન્મમાં પૂરું કર્યું અને આ વખતે પોતે જ "મિસરો" ( કલ્પિત નામ) દ્રારા પોતાનું સંશોધન પુર્ણ કરી સફળતાના શિખરે એટલે કે પોતાના આકાશ જ્યાં અવકાશ જ છે સંશોધન, રહસ્યમય જગ્યા અને જીવનની એક નવી આશાનો.

શિતલ માલાણી"સહજ"
૨૭/૨/૨૦૨૧
જામનગર