Prem Pujaran - A Crime Story - Part 12 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૮

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૮

જીનલ મોલ માંથી બહાર નીકળી એટલે છાયા તેની પાછળ પાછળ ગઈ અને તેને સાદ કરી ઉભી રાખી. જીનલ ઉભી રહી અને તેણે તેના આશુ લૂછ્યા. છાયા પાસે આવીને જીનલ ને કહ્યું શું થયું જીનલ કેમ જતી રહી અને આંખમાં કેમ આશુ..?

સવાલ નાનો હતો પણ છાયા ને આ જવાબ આપવો જીનલ માટે કઠિન હતો. હવે તે તેની વેદના તો કહી શકે નહિ એટલે બસ છાયા તું મારી થી નાની છે અને મારી પહેલા તું પરણી જઈશ તે વાત થી મારી આંખમાં આશુ આવ્યા ને હું આ જોઈ શકી નહિ. ચહેરા પર ખોટી સ્માઇલ કરીને જીનલે જવાબ આપ્યો.

છાયા ને જીનલ ની વાત સાચી લાગી. આશ્વાસન આપીને છાયા એ જીનલ નો હાથ પકડીને ફરી મોલ અંદર લઈ ગઈ. છાયા સાથે જીનલ ને આવતી જોઈને વિક્રમ ને થોડી શાંતિ થઈ. પણ જીનલ પ્રત્યે વિક્રમ ને ચિંતા થવા લાગી હતી. મનમાં હવે એવા વિચાર આવવા લાગ્યા. હવે જીનલ મને પ્રેમ કરતી બંધ થઈ જશે ને હું જીનલ ને ખોઈ બેસીશ તો... જેમ તેમ કરીને છાયા એ રીંગ ની ખરીદી કરી. અને જીનલ ને પોતાની સગાઈ માં આવવા આમંત્રણ આપી દીધું. પછી ત્રણેય છૂટા પડ્યા.

ઘરે આવીને જીનલે એક વિચાર બનાવી લીધો કે હવે વિક્રમ મારો ક્યારેય થવાનો નથી તો તેને પ્રેમ કરવાથી કોઈ ફાયદો નથી. આમ પણ હું વિક્રમ ના પ્રેમમાં રહીશ તો છાયા ને દુઃખ લાગશે અને અને હું મારી બેસ્ટ ફ્રેન્ડ ને ખોઈ બેસીશ એટલે વિક્રમ ના ફોન કે મેસેજ ના જવાબ આપવાનું બંધ કરી દીધું.

થોડા દિવસ પછી છાયા ની સગાઈ હતી. એટલે છાયા એ જીનલ ને સગાઈ માં આવવાનું આમંત્રણ આપ્યું. જીનલે સગાઈમાં આવવાની છાયા ને હા કહી.

સગાઈ નો દિવસ હતો. જીનલ વહેલી સવારે છાયા ના ઘરે પહોંચી ગઈ અને છાયા ને તૈયાર કરવા લાગી. આજે વિક્રમ નો પ્રેમ ભૂલીને છાયા ની દોસ્તી ને મહત્વ આપી રહી હતી.

સગાઈ ની રસમ શરૂ થવા જઇ રહી હતી. જીનલ છાયા ને તૈયાર કરીને નીચે હોલમાં આવી. પહેલે થી મહેમાનો સાથે વિક્રમ પણ આવી પહોંચ્યો હતો. વિક્રમ ની સામે છાયા બેસી ગઈ અને છાયા ની બાજુમાં જીનલ. જીનલ ની નજર છાયા તરફ હતી તો વિક્રમ ની નજર જીનલ પર હતી.

અંગૂઠી પહેરવાની રસમ નો સમય થયો એટલે હસતા ચહેરે છાયા એ વિક્રમ ને અંગૂઠી પહેરાવી પણ વિક્રમ છાયા ને અંગૂઠી પહેરાવવા જાય છે ત્યાં છાયા ના હાથને બદલે જીનલ નો હાથ પકડે છે. ત્યારે થોડી વાર તો જીનલ એ વિચાર આવી ગયો કે કાસ મને વિક્રમ અંગૂઠી પહેરાવે પણ છાયા એ જીનલ નો હાથ છોડાવી વિક્રમ ના હાથમાં તેનો હાથ આપ્યો. એટલે વિક્રમે છાયા ને અંગૂઠી પહેરાવી. અને ત્યાં હાજર રહેલા બધાએ તાળીઓ થી આ રસમ ને વધાવી લીધી.

સગાઈ પછી વિક્રમ ને એમ જ લાગવા લાગ્યું કે જીનલ મને ભૂલી ગઈ છે મને હવે તે પ્રેમ નથી કરતી. આ વિચાર થી વિક્રમ થોડો બેચેન રહેવા લાગ્યો. વિક્રમ નું એક જ સપનું હતું કે જીનલ મારી લાઇફ પાર્ટનર બને. એટલે જીનલ ને ફરી થી તેની લાઇફ માં લાવવા જીનલ ને વિક્રમ ફોન કરી મળવાનું કહે છે. પણ જીનલ મળવા માટે તૈયાર થતી નથી. આખરે વિક્રમ તેને છેલ્લી વાર મળવાની વાત કરી એટલે જીનલ ના કહી શકી નહિ અને વિક્રમ ને મળવા તૈયાર થઈ ગઈ.

જીનલ ને વિક્રમ તેના ફાર્મ હાઉસ ના મકાનમાં બોલાવે છે. પહેલે થી વિક્રમ ત્યાં પહોંચી ને જીનલ ની રાહ જોવા લાગ્યો. જીનલ ત્યાં પહોંચી એટલે વિક્રમ તેને ગળે વળગવા જાય છે ત્યાં જીનલ તેને રોકે છે અને જે વાત કરવી હોય તે કર વિક્રમ. મારે ઘરે જવાનું મોડું થઈ રહ્યું છે. ગુસ્સે થયેલી જીનલ બોલી.

વિક્રમ પ્રેમ થી જીનલ ને સમજાવવાની કોશિશ કરે છે પણ જીનલ કોઈ વાત વિક્રમ ની માનતો નથી. ઘણા પ્રોમિસ આપે છે પણ જીનલ તો ફરી વિક્રમ ના પ્રેમ માં પિગળતી નથી. બહુ કોશિશ કરી પણ જીનલ તો કોઈ વાત વિક્રમ ની માની નહિ. વિક્રમ હવે કઈક કરવું જ પડશે તે વિચાર મનમાં આવ્યો.

ફરી જીનલ નો પ્રેમ મેળવવા માટે વિક્રમ ઉભો થાય છે ને હાથમાં ચિંદુર લઈ ને જીનલ ને સેથો પૂરી ને કહે છે. જીનલ આજથી તું મારી પત્ની...

શું વિક્રમ ની પત્ની થવા જીનલ તૈયાર થશે. તે જોશું આગળ.

વધુ આવતા ભાગમાં...

ક્રમશ.....