Prem Pujaran - A Crime Story - Part 10 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૦

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૦

સાગર તો પરફેક્ટ હોટલ પર જીનલ ની રાહ જોઈ રહ્યો હતો. ઘણો સમય થયો પણ જીનલ આવી નહિ એટલે સાગરે તેને ફોન કર્યો પણ જીનલ નો ફોન બંધ આવી રહ્યો હતો. થોડી સાગર ને ચિંતા થવા લાગી પણ ત્યાતો એક કાર આવીને સાગર પાસે ઉભી રહી ગઈ.
પાછળ બેઠેલી જીનલ કાર માંથી સાગર ને ચાલ સાગર કાર માં બેસ આપણ ને મોડું થઈ રહ્યું છે. જીનલ નો અવાજ સાંભળી ને સાગર કારમાં બેસી ગયો.

જીનલ સાથે આજ સાગર પહેલી વાર ફરવા જઈ રહ્યો હતો એટલે ચહેરા પર તો ખુશી જ ખુશી હતી. જીનલે કહ્યું કાર માં બેસી જા એટલે સાગર તરત કાર માં બેસી ગયો. જીનલ પર તેની પાસે બેસી ગઈ. જીનલે ડ્રાઈવર ને કહ્યું ડ્રાઈવર ગાડી ચલાવો...

કાર તો પૂરપાટ રસ્તા પર દોડતી થઇ. સાગર તો જીનલ ને જોઈ જ રહ્યો. આજે જીનલ બહુ જ સુંદર દેખાઈ રહી હતી. જેમ સાગર ના ચહેરા પર ખુશી હતી તેમ જીનલના ચહેરા પર ખુશી હતી. સાગર ને આવી રીતે જોઈને જીનલ બોલી. સાગર આમ મને તારી તીખી નજરથી ઘાયલ ન કર. હજુ તો આપણે બહુ મઝા કરવાની છે.

જીનલ નો હાથ પકડીને સાગરે કહ્યું "હા જીનલ આપણે ખૂબ મસ્તી કરીશું". તું કહીશ તે હું તારા માટે લઈ આપીશ. બસ તું હમેશા ખુશ રહે તે જ મારા અરમાન છે એમ કહી જીનલ નો હાથ ચૂમ્યો.

કાર ચલાવી રહેલો વિક્રમ આ જોઈને થોડો ગુસ્સે થયો. મારી સામે જીનલ ના હાથ ચૂમે છે ચાલો...એમ મનમાં કહી જોર થી બ્રેક મારી.

શું થયું ડ્રાઈવર આમ અચાનક બ્રેક કેમ મારી.? આગળ નજર કરી ને સાગરે પૂછ્યું.

આગળ કોઈ નાનું પ્રાણી આવી ગયું હતું તે બચાવવા મે બ્રેક મારી. થોડી પાછળ નજર કરીને વિક્રમે જવાબ આપ્યો.

ધીરે ધીરે કાર આગળ ચાલી રહી હતી તેમ સાગર જીનલ ની વધુ નજીક આવી રહ્યો હતો. જીનલ સમજી ગઈ કે સાગર ને હવે અહેસાસ આપવો પડશે કે આપણે પ્રમભરી મસ્તી માટે જ ફરવા જઈ રહ્યા છીએ.
જીનલે સાગરના કાન માં કઈ ને કહ્યું કિસ કરવી હોય તો હું ના ક્યાં પાડું છું...! તારે પણ થોડી પહેલ કરવી જોઈએ.

સાગર હજુ થોડો જીનલ પાસે જાય છે ત્યાં વિક્રમ બોલ્યો મેડમ આપ કહો તો હું આગળ કાર થોભુ.? ચા કે નાસ્તો કરવા માટે.

ના... કહી ને જીનલે ડ્રાઈવર ને કહ્યું તું કાર ચલાવ હું કહીશ ત્યાં થોભજે.

જીનલે સાગર સામે આંખો બંધ કરી. એટલે સાગરે તેના હોઠ જીનલ ના હોઠ સુધી લાવ્યો પણ ત્યાં ફરી અટકી ગયો.

શું થયું સાગર કેમ કિસ કરવાનું મૂડ નથી તારું.??
હા થાય છે ને એમ કહી જીનલ ને સાગરે એક કિસ કરી. જીનલ હું બસ તને પ્રેમભરી ને માણવા અને તને પ્રેમ કરતો રહુ એવું ઇચ્છું છું. કિસ કરવા માટે તો આખી જિંદગી પડી છે.

હજુ આગળ સાગર પ્રેમ વિશે કઈ બોલે તે પહેલાં તો વિક્રમ બોલ્યો. મેડમ અહી એક ખુબ સુંદર રમણીય જગ્યા છે. ત્યાં વોટરફોલ સાથે સુંદર પહાડો પણ છે. આપ કહો તો ત્યાં લઈ જાય. આપ બંને ને ત્યાં ખુબ મજા આવશે.

હા હા ડ્રાઈવર બસ અમારે એવી જગ્યાએ જવું છે. જ્યાં કુદરત નો ખોળો હોય. અને ત્યાં મારા ખોળામાં સાગર નું માથું હોય. જલ્દી ત્યાં એમને લઈ જા. જીનલે ડ્રાઈવર ને કહીને સાગર સામે જોયુ. સાગર જવું છે ને ત્યાં.?

હા હા તું જ્યાં લઈ હા ત્યાં જવું છે. સાગર નો હસતો ચહેરો જીનલ પ્રત્યે નો પ્રેમ દર્શાવી રહ્યો હતો.

કાર રોડ પરથી નીચે ઉતરી ને કાચા રસ્તે ચડી. ઉબડખાબડ રસ્તો હતો પણ સામે પહાડો જોઈને સાગર ને જીનલ ના ખોળામાં માથું હોય તેવો અહેસાસ થવા લાગ્યો.

કાર વોટરફોલ થી થોડે દૂર ઊભી રહી અને ડ્રાઈવરે બંને ને કહ્યું આપ સામે વોટરફોલ છે ત્યાં જઈ મજા કરો હું અહી કાર માં થોડો આરામ કરું.

જીનલ અને સાગર બંને કાર માંથી નીચે ઉતરી હાથમાં હાથ નાખીને વોટરફોલ તરફ ચાલવા લાગ્યા. વોટરફોલ પાસે પહોંચ્યા એટલે બે ઘડી બંને વોટરફોલ જોઈ રહ્યા.

સાગરે કહ્યું જીનલ તારા કારણે હું નવી જિંદગી જીવી રહ્યો હોય તેવું લાગે છે.
"આવ જીનલ મારી પાસે આવ ને મને તારા ખોળા માં થોડી વાર સુવા દે..."

જીનલ ના કહી શકી નહિ ને સાગર ને તેના ખોળામાં સુવા દીધો. ત્યારે સાગરે જીનલ ને એક કિસ પણ કરી. ઘણો સમય બેઠા એટલે જીનલ ને લાગ્યું હવે મોડું થઈ રહ્યું છે. એટલે સાગર ને તેના ખોળા માંથી ઉભો કર્યો ને વોટર ફોલ પાસે લઈ ગઈ. ત્યાં સાગર ને કહ્યું સાગર મારે વોટર ફોલ બહુ નજીક થી જોવો છે. અને લાવ તારો ફોન હું તારા ફોટોઝ ક્લિક કરુ

સાગરે તેનો ફોન આપી જીનલ નો હાથ પકડી થોડો વૉટરફોલ નજીક લઈ ગયો. ત્યાં જીનલે સાગર નો ફોન લઈને પોતાનો હાથ છોડી મૂક્યો ને સાગર ને જોર થી થક્કો મારી દીધો. સાગર તો ઊંડી ખીણ માં જઈ પડ્યો.

શું સાગર મૃત્યુ પામ્યો હશે.? જોશું આગળ.

વધુ આવતા ભાગમાં. .

ક્રમશ.....