Samagra Jindgi - 7 - 1 in Gujarati Human Science by Jitendra Patwari books and stories PDF | સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 1

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 1

પ્રાસ્તાવિક:

૫૪ હપ્તામાં 'વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે' શીર્ષક હેઠળ ચાલેલી આ સિરીઝ, જે સુધારા-વધારા સાથે ટૂંક સમયમાં પુસ્તક સ્વરૂપે બહાર પડવા જઈ રહી છે તે 'વિસ્મય', 'સૃજન', તથા 'અધ્યાત્મ Limited 1૦ પોસ્ટ' નામક ડિજિટલ મેગેઝીનના માધ્યમથી આશરે ૬ લાખ લોકોની રીડરશિપ ધરાવતા વિવિધ ગ્રુપ્સમાં પહોંચી છે, ખૂબ જ સારો પ્રતિભાવ મળેલ છે. સિરીઝમાં આગામી હપ્તાઓમાં શું આવરી લેવાયું છે તે વિષે થોડું જાણીએ.

જીવનનાં તમામ પાસાંઓ, છેક ગર્ભાધાનથી શરુ કરી મૃત્યુ સુધીના, યોગશાસ્ત્રમાં દર્શાવેલ ૭ મુખ્ય ચક્રોમાં સમાયેલ છે. જીવનની તમામ પરિસ્થિતિ, શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સંબંધો, ભાવનાત્મક સ્થિતિ, ખુશ રહી શકવાની ક્ષમતા - બધું જ ચક્રોની સ્થિતિ પર આધારિત છે. ચક્રો વિષે સમજતાં પહેલાં ઓરા, કુંડલિની, નાડી વિષે થોડી પ્રાથિમિક સમજણ મેળવવી આવશ્યક છે. માટે તે મેળવ્યા બાદ અને ચક્રો શું છે તે સમજ્યા બાદ, આ સિરીઝના આગળનાં હપ્તાઓમાં એક પછી એક ચક્ર વિષે વિગતપૂર્વક સમજીશું તથા જે-તે ચક્ર સંતુલિત કઈ રીતે થાય તેના ઉપાયો પણ જાણીશું.


આજે આભામંડળ/ઓરા (Aura)થી શરૂઆત કરીએ.

પ્રકરણ 1.

ઓરા (Aura)

સોસીઅલ મીડિયાનો જમાનો છે, તસવીરો અને સેલ્ફીનો યુગ છે. વજનદાર, મોટા-મોટા કેમેરાનો જમાનો તો હવે લુપ્ત થવાના આરે છે, એક-એકથી ચડિયાતા કેમેરા મોબાઈલમાં જ ઉપલબ્ધ છે એક નાનું બાળક પણ કેમેરાની આંટીઘૂંટીઓ જાણતું થઈ ગયું છે. એક્સરે મશીન પણ આમ તો કેમેરા જ કહેવાય. માટે એમ કહી શકાય કે તસ્વીરની અંદરની તસ્વીર એટલે કે શરીરના અંદરના શરીરની ફોટોગ્રાફી પણ શક્ય છે. પરંતુ શરીરની બહારના શરીરની તસ્વીર લેવી હોય તો??? જન્મથી મૃત્યુ સુધી હંમેશા શરીરની આસપાસ, સાથે ને સાથે રહે તેવી કોઈ વસ્તુ જેનો પ્રભાવ સમગ્ર જીવન પર રહે અને છતાં સામાન્ય રીતે અદ્રશ્ય રહે તેવી વસ્તુનો, તેવા તત્ત્વની તસ્વીર ખેંચવી હોય તો??? 'કિર્લિયન ફોટોગ્રાફી' દ્વારા તે પણ સંભવ છે. એવો કેમેરા છે આ જે વ્યક્તિના કે વસ્તુના આભામંડળની તસ્વીર પણ લઈ શકે. આભામંડળ એટલે કે ઓરા (Aura) એવી કોઈ વસ્તુ છે જેના પર સમગ્ર જિંદગી, જી હાં, સમગ્ર જિંદગી આધારિત છે. તેની તસ્વીર એટલે એવી છબી કે જે વ્યક્તિએ છુપાવી રાખેલી વાતો તો જાહેર કરી દે પરંતુ સાથે-સાથે એવી આંતરિક વાતો પણ બહાર લાવી દે કે જે વિષે જે-તે મનુષ્ય ખુદ પણ અજ્ઞાન હોય. આવું કઈ રીતે સંભવ બને? આગળ જોઈશું.

જીવનનો અતૂટ હિસ્સો છે ઓરા, કુંડલિની, નાડી અને ચક્રો. પ્રથમ સમજીએ 'ઓરા'.

ઓરા (Aura) શબ્દથી ઘણાં લોકો અપરિચિત હોઈ શકે કારણ કે અધ્યાત્મ સાથે જોડાયેલ શબ્દ છે. સમાજમાં પ્રચલિત એક સામાન્ય માન્યતા એ છે કે અધ્યાત્મ અને વિજ્ઞાનને સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી. અથવા અધ્યાત્મ તે બૌદ્ધિક સ્તરથી નીચેની વાત છે. સાચું એ છે કે અધ્યાત્મ ત્યાંથી તો શરુ થાય જ્યાં બુદ્ધિના સીમાડા પૂરા થાય.

આપણા પ્રાચીન ઋષિ-મુનિઓ અત્યંત ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિકો હતાં. એમની પાસે જે જ્ઞાન હતું હતી ત્યાં સુધી પહોંચવા માટે અર્વાચીન વિજ્ઞાન હજી તો પ્રયત્નો કરી રહ્યું છે. મોટા ભાગના ખ્યાતનામ વૈજ્ઞાનિકો આધ્યાત્મિક જ રહ્યા છે, પછી એ ડો. આલબર્ટ આઈન્સ્ટાઈન હોય કે આપણા સૌના લાડીલા અને વંદનીય ડો. અબ્દુલ કલામ.

સમગ્ર જીવન બ્રહ્માંડની ઊર્જા એટલે કે કોસ્મિક એનર્જી પર જ આધારિત છે. નિકોલા ટેસ્લા જેવા મહામાનવ, જેના નામે 300 થી પણ વધુ વૈજ્ઞાનિક શોધ બોલે છે, તેના જ શબ્દોમાં કહીએ તો 'If you want to find the secrets of the universe, think in terms of energy, frequency and vibration.' ગર્ભાધાનથી શરુ કરી મૃત્યુ પર્યન્ત દરેક વસ્તુ સાથે આ ઊર્જાને સંબંધ છે. જેટલી સારી ઊર્જા-એનર્જી એટલું જ સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, તેટલું સારું વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ, રચનાત્મકતા, સકારાત્મકતા, અવાજનો પ્રભાવ, જીવનના સંજોગો, વિપરીત સંજોગોને સહન કરવાની ક્ષમતા, એક સુંદર ઓરા (Aura) ..... અને આવું તો ઘણું બધું.

એક શરીર એવું છે જેને સૌ જાણે છે, જેને નરી આંખે જોઈ શકાય છે, જેને સ્પર્શ કરી શકાય છે, જેનો સામાન્ય કેમેરાથી ફોટો લઇ શકાય છે, જેમાં આજનું મેડિકલ સાયન્સ વાઢકાપ કરી શકે છે અને જેને નાનપણમાં શરીર વિજ્ઞાન તરીકે ભણી ચુક્યા છીએ. આ છે આપણું સ્થૂળ શરીર.

સ્થૂળ શરીર ફરતું એક બીજું શરીર પણ હોય જે બને શરીરમાંથી નીકળતા વિદ્યુત તરંગો (electromagnetic waves ) દ્વારા. દેવ-દેવીઓના / ઋષિ-મુનિઓના ફોટો પાછળ આભાનાં વલય આપણે વર્ષો થી જોયેલાં છે. એ વલય તે જ ઓરા. જેમ પ્રત્યેક વ્યક્તિની હસ્તરેખા જુદી હોય છે તેમ દરેક વ્યક્તિનો ઓરા પણ જુદો હોય. જ્યોતિષશાસ્ત્રની જેમ જ આ એક ગહન અધ્યયનનો વિષય છે

ઓરા ફોટોગ્રાફી

અધ્યાત્મનાં એક સ્તર સુધી પહોંચ્યા પછી ઓરા નરી આંખે પણ જોઈ શકાય. તે સિવાય એક ખાસ પ્રકારના કેમેરાથી આ શરીરનો ફોટો લઇ શકાય. આ કેમેરાને કહેવાય કિર્લિયન કેમેરા. આ કંઈ આજકાલની શોધ નથી, રસિયન વૈજ્ઞાનિક ડો. કિર્લિઅન દ્વારા છેક 1939 માં થયેલી. ત્યાર બાદ ઘણા સુધારા-વધારા થયેલા છે, 1989માં હેરી ઓલ્ડફિલ્ડ દ્વારા PIP ( Polycontrast Interference Photography) સ્કેનર વિકસાવવામાં આવ્યું જે ઘણી વધારે સારી રીતે આ ફોટોગ્રાફ લઇ શકે છે. ત્યાર બાદ 1995 માં રશિયન વૈજ્ઞાનિક ડો.કોરોટકોવ દ્વારા GDV (ગેસ ડિસ્ચાર્જ વિઝ્યુઅલાઈઝેશન) કેમેરા, એ પછી જર્મનીના ડો.થ્રોનટન સ્ટ્રીટર દ્વારા બાયોફીલ્ડ વ્યૂઅર વિકસાવવામાં આવેલા છે જે કિર્લિઅન કેમેરાના આધુનિક સ્વરૂપ છે.

ઓરા ફોટોગ્રાફ દ્વારા અનેક વસ્તુઓ જાણી શકાય, જેમ કે:

1) વ્યક્તિને ભવિષ્યમાં થનાર રોગની સંભાવના અને પ્રકાર

2) વ્યક્તિનો સ્વભાવ

3) વ્યક્તિમાં શું ખૂબી છે,

4) જગ્યા/મકાન/રૂમની એનર્જી

5)જે વ્યક્તિને ગુરુ/સંત તરીકે માનીએ તેનું આધ્યાત્મિક સ્તર કેવું છે

6) મોબાઈલ ફોનનાં રેડિએશનની શરીર પર અસર

7) કોઈ ચોક્કસ સંજોગોમાં કે ચોક્કસ સમયે વ્યક્તિની ભાવનાત્મક સ્થિતિ

8) 7ઓર્ગેનિક અને વ્યવસાયિક રીતે ઉગાડાયેલ શાકભાજી/અનાજની ઊર્જા વચ્ચેનો ફર્ક

9) ક્રોધ કરતી વખતે અથવા ક્રોધ સહન કરતી વખતે ઓરામાં આવતો બદલાવ

10) જુદા-જુદા શબ્દો અને વિચારોથી ઓરામાં આવતો બદલાવ

આ સિવાય પણ ઓરા ફોટોગ્રાફી દ્વારા ઘણું જાણી શકાય છે, ઉપરોક્ત યાદી સૂચક છે, સંપૂર્ણ નહિ.

ઓરા સ્થૂળ શરીર ફરતું એક સુરક્ષા કવચનું કામ કરે છે. કોઈ પણ રોગનું આક્રમણ પહેલાં તો ઓરા પર થાય, આક્રમણને ખાળવાની તમામ કોશિશ ઓરા કરે, જયારે તે નબળો પડે ત્યારે રોગ સ્થૂળ શરીર પર પહોંચી જાય. આ આક્રમણ અને તેના પ્રતિકારની પ્રક્રિયા લાંબો સમય ચાલે - દિવસો, મહિનાઓ કે વર્ષો પણ. ઓરાના અભ્યાસ દ્વારા રોગ સ્થૂળ શરીર પર આવ્યાના ઘણા સમય પહેલાં જ ખ્યાલ આવી શકે કે ક્યા ભાગમાં અથવા ક્યા પ્રકારનો રોગ થવાની સંભાવના છે. જો ઓરાને સશક્ત બનાવીયે તો સ્થૂળ શરીર પર રોગ લાગવાની સંભાવના ઘણી ઘટી શકે; થયેલ રોગ દૂર પણ થઇ શકે.

સશક્ત ઓરા ઘણાં જોખમો અને અકસ્માત જેવી દૂર્ઘટનાથી પણ બચાવી શકે.

નિર્જીવ વસ્તુનો ઓરા

ઓરા જીવંત કે નિર્જીવ - વ્યક્તિ, સ્થાન કે વસ્તુ- કોઈનો પણ હોઈ શકે. મકાન, વાહન, કરંસી નોટ, સિક્કા, ખુરશી , ટેબલ કે અન્ય કોઈ પણ વસ્તુનો ઓરા હોઈ શકે. એમ કેમ? કારણ કે દરેક વસ્તુ ઊર્જાથી બનેલી છે. અર્વાચીન વિજ્ઞાને પણ માનેલું જ છે કે કોઈ પણ વસ્તુ સોલિડ એટલે કે ઘન નથી, તેને વિભાજીત કરીએ એટલે મળે એટમ, પ્રોટોન, ન્યુટોન, ઈલેક્ટ્રોન વિગેરે. બહુ જ સરળ રીતે સમજીએ તો આ ઊર્જા, એ જ વિદ્યુત તરંગો - Electromagnetic Waves.

ઓરા વિશેની આ પ્રારંભિક સમજણ મેળવ્યા બાદ હવે પછીના હપ્તે કુંડલિની વિષે સમજીશું.