Flying mountain - 3 in Gujarati Children Stories by Denish Jani books and stories PDF | ઉડતો પહાડ - 3

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ઉડતો પહાડ - 3

ઉડતો પહાડ

ભાગ 3

પાંચ મિત્રો અને તેમની શક્તિઓ

સવારનો પહોર હતો અને સૂરજના પ્રથમ કિરણોની સાથે જ પક્ષીઓના મધુર કલરવના સંગીત થી સિંહાલય નું નીલું આકાશ ગુંજી ઉઠ્યું. આજે સિંહાલયની આબોહવા માં ગજબનો આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો હતો. કેમ ના હોય? આજે તો સૌનો પ્રિય એવો ચંદ્ર પ્રકાશ ઉતસ્વ જો હતો. સૌ કોઈ પોતપાતની રીતે ઉજવણી ની તૈયારીઓ માં મગ્ન હતા, એ વાત થી તદ્દન અજાણ કે પાંચ તોફાની મિત્રોએ ચંદ્ર ને પકડવાં ષડયંત્ર ઘડી કાઢ્યું છે. અને જો તે પાંચ મિત્રો ચંદ્ર ને પકડવામાં સફળ થઇ ગયા તો કદાચ સિંહાલયનું ભવિષ્ય કાયમને માટે બદલાઈ શકે છે અને તે પણ અત્યંત ગંભીર રીતે.

મોમો, રીબાકુ, ઝોગા, હોયો અને સિહા ખુબજ ગનિષ્ટ મિત્રો હતા, જેમાંથી મોમો, રીબાકુ અને હોયો છોકરા હતા અને ઝોગા અને સિહા છોકરીઓ હતી. જો આ પાંચ માંથી કોઈ એકને કંઈક પણ તકલીફ પડે કે કોઈપણ જાતની અડચણ ઉભી થાય તો બાકી ના દરેક મિત્રો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી ને એકબીજાની મદદે એક ક્ષણનો વિચાર કાર્ય વીના પહોંચી જતા. તેને જ તો સાચી મિત્રતા કહેવાય. આ મિત્રતાથી સિંહાલયના લોકો અત્યંત ત્રાસ પામતા હતા કારણકે તેઓ અવારનવાર ભેગા મળી ને કંઈક ને કંઈક મુસીબત ઉભી કરતા, પરંતુ તે જ મિત્રતાની પ્રસંશા પણ ઘણી કરતા હતા. કેમકે તેઓની મિત્રતા ખુબજ સાચી અને પ્રેમાળ હતી.

આજ આ નટખટ ટુકડી માટે વધુ એક મુસીબત ઉભી કરવાનો નો દિવસ હતો, રીબાકુ ઝટપટ સવારની દિનચર્યા પતાવીને સીધો મોમોના ઘેર ડોટ મૂકે છે અને જુએ છે કે મોમો તો હજુ સૂતો જ છે. તે મોમોને એક હાથ થી પકડી ને સીધો શિવીકા નદી જે દિશામાં વહે છે તે દિશામાં ફેંકે છે એન્ડ મોમો સીધો તે નદી માં પડે છે. સવાર સવાર માં રેબાકુ ના આ ખતરનાક પ્રહાર થી મોમો ભડકી ને જાગી જાય છે અને પોતાને શિવીકા નદી માં પડેલો જુએ છે. પરંતુ આવું બધું તો આ બંને માટે ખુબજ સામાન્ય છે તેઓ હંમેશા આજ રીતે એકબીજા સાથે શક્તિ ની રમત રમતા રહે છે. કારણકે મોમો પાસે એવી શક્તિ છે કે તેને ક્યારે દર્દ થાય જ નહીં. કોઈ પણ પ્રહારો નો મોમોના શરીર પાર અસર જ ન થાય, ઝહેર ખાઈજાય તો પણ મોમોને કશુંજ થાય નહિ. જયારે બીજી બાજુ રેબાકુ પાસે ભયાનક બળ છે. નરી આંખે દેખાતી કોઈપણ ચીજ્વસ્તુને રેબાકુ એક હાથ થી સહેલાઇ થી ઊંચકી શકે ભલે પછી હિમાલય પહાડ હોય.

જયારે બીજીબાજુ ઝોગા, હોયો અને સિહા સવારનું બધું કામકાજ પતાવી અને વિકરાળ સિંહોં ને ખવડાવવા માટે રહસ્યમય આંબામાંથી નીકળતી ગોટલીઓ ભેગી કરી રહ્યા હતા. સિહા ને ત્યાંના દરેક પશુ પક્ષીઓ થી અત્યંત લગાવ હતો જેથી તે હંમેશા ખાસ કરીને વિશાળ સિંહો માટે ભોજનનો પ્રબંધ કરતી. સિહા કોઈપણ પ્રાણી સાથે હળી મળી જતી, તેમના મનની વાત સમજી શક્તિ અને તેમની સવારી કરી શકતી. આ જ સિહા માં રહેલ શક્તિ હતી, જયારે ઝોગા અદ્રશ્ય થઇ શકતી હતી. જયારે પણ કોઈ એવી પરીસ્તીથી આવે કે જેનો ઉકેલ ગુપ્તરીતે જ થઇ શકે તેમ હોય ત્યારે સિંહાલય ના લોકો ઝોગા ની મદદ લેતા હતા. હોયો જ એક એવો મિત્ર છે કે જે હજુ સુધી પોતાની શક્તિ થી અજાણ છે. હોયો ની શક્તિ ની ઓળખ કરવા માટે ગામ લોકો એ હજારો પ્રકારના અખતરા કર્યા પરંતુ હોયોની શક્તિ ની ઓળખ થઇ શકી નહિ. જેથી તે હજુશુધી એક વણઉકેલાયેલો કોયડો જ રહ્યો.

મોમો દરેક ને સાંત્વના આપતા કહે છે કે ડરો નહિ આપણે એક દિવસ ચોક્કસ થી ઉડતા પહાડ ઉપર પહોચસુ અને આજ રાત્રે ચંદ્ર ને પણ ચોકક્સ પકડશું. ખબર નહિ આ વડીલો આપણે બધી રીતે કેમ અટકાવે છે. પણ આજની યોજનાતો પાર પડી ને જ રહેશું. રેબાકુ પણ મોમોની વાતમમાં સહમતી દર્શાવે છે અને ચંદ્ર પકડવાની યોજના પર પ્રથમ સૌને કાર્યરત થવાનું કહે છે.

આ પંચેય મિત્રો ચંદ્રને પકડવા શું યોજના ઘડે છે અંને તેનું શું પરિણામ આવે છે તે જાણવા આવતા અંક ની રાહ જુઓ... તમને આ વાર્તા ગમે છે કે નહિ નીચે કોમેન્ટ માં લખવાનું ભૂલતા નહિ.

આ પાંચેય મિત્રોનું ઉડતા પહાડ પાર પહોંચવાનું સ્વપ્ન સાકાર થશે કે નહિ એ તો હજુ ખબર નથી પણ જો તમને જાણવું હોય તો આગળ ના હપ્તા વાંચતા રહો...