HISTORY OF SAURASHTRA - 2 in Gujarati Book Reviews by ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ books and stories PDF | સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 2

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 2

પ્રકરણ પહેલા નું ચાલુ

પ્રાચીન સમય

ચિત્યો : અશોકના સમયમાં બૌદ્ધ ધર્મનું ખૂબ જોર હતું અને બૌદ્ધ સાધુઓ ને સાધ્વીઓ આ દેશમાં તેમના વિહારે બનાવી રહેતાં હતાં. આ સમયમાં બનાવેલા આવા વિહારે આજે જોવામાં આવતા નથી પણ પથ્થરમાં કેરી કાઢેલા ચિત્યે શાણ (ઉના પાસે), જૂનાગઢ પાસે બાવાપ્યારા તથા ખાપરા-કેઢિયાની ગુફા, તળાજાની ગુફાઓ અને ઢાંકની ગુફાઓમાં છે.

શિલાલેખો :- પણ સર્વથી શ્રેષ્ઠ અને અશકના આ પ્રદેશ ઉપરના આધિ- પત્યની ઘણી ઉપયોગી માહિતી આપનારે તે જૂનાગઢ શહેરથી ગિરનાર જવાના માર્ગ ઉપર આવેલે શિલાલેખ છે.

સમાજ અને ધર્મ: મોર્ચ રાજ્યમાં બ્રાહણેનું બળ ક્ષીણ થયું હતું અને બૌદ્ધ લોકેનું પરિબળ જામતું જતું હતું. આમ બ્રાહ્મણ ધર્મને વિનાશ થઈ રહ્યો હિતે પણ અશોકે તેની આજ્ઞાઓમાં બ્રાહ્મણ તથા શ્રમણોને સમાન ગણવા તેમ કહ્યું છે. ઈસ્વીસન પૂર્વે બીજી સદી તથા ઈસ્વી સન પછીની બે સદીનાં ચારસો વર્ષના ગાળામાં સાતવાહન ક્ષહર તથા ક્ષત્રપોએ નાના ઘાટ પ્રભાસ, તાપીકિનારે તથા જૂનાગઢના બ્રાહ્મણોને વિપુલ દ્રવ્ય આપ્યું છે તે જોતાં તેનું પરિબળ નહિ હોય તે પણ તેમની અગત્ય તે જરા પણ ઓછી ન હતી.

બ્રાહ્મણને આપેલાં દાનપત્રોમાં તેમનાં ગોત્ર, તેમની વિદ્વત્તા વગેરેને ઉલ્લેખ છે. રુદ્રદામાના ગિરનાર ઉપરના શિલાલેખથી તે સ્પષ્ટ જણાય છે કે બ્રાહ્મણનું પરિબળ પાછળનાં બે વર્ષમાં વિશેષ હશે ?

[૧ છે. સાંકળિયા માને છે કે અશોકના શિલાલેખ સિવાય એક પણુ ગુ. આ સમયની પણ તેમનું વિધાન સ્પષ્ટ અને નિર્ણયાત્મક નથી, કારણ કે તેઓ કહે છે કે આ ગુફાઓ કદાચ આ સમયની હેય પણ ખરી પરંતુ બસ વગેરે વિદ્વાને તેને બૌદ્ધ ગુફાઓ જ માને છે. (એન્ટીકવીટીઝ ઓફ કચછ કાઠીયાવાડી તથા બજેસ)
આ શિલાલેખ ૫ ફીટના પરિઘમાં છે. અને લગભગ સે ફીટના વિસ્તારમાં બ્રાહ્મી લિપિમાં પ્રાકૃત ભાષામાં લેખ કેતરાવેલ છે. તેની બાજુમાં રુદ્રદામાને લેખ છે. આ શિલાલેખ પ્રથમ કનલ કેડે જે એવું તેમનું મંતવ્ય છે “ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડીયા"માં, ઇ. સ. ૧૮૨૨ માં તેમણે આ શિલાલેખ જે એમ તેઓ કહે છે. તેમને આ લિપિ ઊકલી નહી. પણ ઈ. સ. ૧૮૩૭ માં છે. જોન વીસનના ‘ટ્રેસીંગ” ઉપરથી કલકત્તાના શ્રી જેમ્સ પ્રીન્સેપે તેનું ભાષાંતર કર્યું. તે પછી પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીએ તેને ઇતિહાસ અન્ય સ્વરૂપમાં રસિક જનતા પાસે રજૂ કર્યો અને ડે. એમ. કરન (Kern), પ્રો. એચ. એન. વિસન, ઇ બરનુફ (Burnour, હુંલસે (Hultzch) વગેરે યુરોપીયન વિદ્વાનોએ તેના ઉપર સંશોધન કર્યું હતું.

૨ નાનાઘાટ તથા નાસિક શિલાલેખના આધારે (બેબે ગેઝેટીયર, ૧૮ (૩) પા. રર૦)
૩, બ્રાહ્મણો વિશેની વિગતવાર ચર્ચા અન્યત્ર છે.]

ગ્રીક સત્તા : અશકનું મૃત્યુ ઈ. સ. પૂર્વે ૨૩૨માં થયું. તે પછી મોર્ય વંશની મહાન રાજ્યસત્તા ક્ષીણ થવા માંડી. અંતે સેનાપતિ પુષ્યમિત્ર શુંગે મૌર્ય- રાજ બૃહદ્રથને વધ કર્યો અને મગધનું રાજય મૌર્યના હાથમાંથી શુંગના હાથમાં પડયું, ઈ. સ. પૂર્વે ૧૮૫.

મીના પતન સાથે, આર્યાવર્તન મૌર્ય સામ્રાજ્યના દેશે સ્વતંત્ર થવા લાગ્યા અને પરદેશીઓ માટે પણ નિર્વિને વિજ્ય મેળવી લેવા આ દેશનાં દ્વાર ખુલ્લાં થયાં. અશોકને પુત્ર સાસ્પતિ આ દેશના મહારાજા હશે પણ નામને અને સત્તા વગરને. ઈ. સ. પૂર્વે ૨૦૦માં તે સૌરાષ્ટ્ર ઉપરથી તેમની સત્તા ભૂંસાઈ ગઈ હતી.

તુશાસ્પ : અશોક જેવા મહાન રાજ્યકર્તાની એક ભૂલ એ હતી કે તેણે તેના સૂબા તરીકે યવન તુશાસ્પને સૌરાષ્ટ્રમાં ન હતો. રાજધાનીથી દૂર આવેલા એક ધનાઢય અને રસાળ દેશના અધિપતિ તરીકે એક પરદેશીને શા માટે નીમ જોઈએ ? આ તુશાપે સુદર્શન જેવાં તળાવે બંધાવી રાજ્યમાં સુખશાંતિ ફેલાવી ઘણી જ કપ્રિયતા મેળવી. એ સમયમાં પ્રત્યેક મહત્ત્વાકાંક્ષી પુરુષને સ્વતંત્ર રાજા થવાની નેમ હતી. તેથી જ તેણે તે વ્યવસાય ત્યારથી આરંભે હોય તેમ જસ્થય છે. મૌર્ય વંશની સત્તા આ પ્રાંત ઉપરથી ઊઠી જતાં બેકિટ્રયામાંથી આવેલા ગ્રીકેની હકૂમત સ્થપાઈ તેમને આદિપ્રેરક તુશાસ્પ હતું એમ અનુમાન કરીએ તે અસ્થાને નથી.

તુશાસ્પના નામ ઉપરથી તે ઈરાની જણાય છે. પણ તેની આગળ ધવન” વિશેષણ મુકવામાં આવે છે. એ સમયમાં યુનાન એટલે ગ્રીસના લેકેને યવન કહેતા. તેથી તે ગ્રીક હેવાની માન્યતા વધારે સબળ છે. વળી ચંદ્રગુપ્તની રાણી ગ્રીક હતી અને તેની લાગવગ મણ ચંદ્રગુપ્ત અને અશોકના સમયમાં હશે. તેનાં સગાંસબંધીને વિસ્તાર વચ્ચે હશે અને તે પૈકીને તુશાસ્પ વિશેષ સંભવ છે. તેથી જ મૌર્ય વંશના અંત પછી આ પ્રદેશ ઉપર ગ્રીક લેકેનું સામ્રાજ્ય સ્થપાયું હશે તે વિશેષ માનવા જેવું છે.
શૃંગ : શુગલેકેનું રાજ્ય આ દેશમાં હતું કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પુષ્યમિત્ર શુંગને પૌત્ર વસુમિત્ર અશ્વમેઘ સાથે દક્ષિણ સમુદ્ર પર્યત

[૧. . કેમરીચેટ તેને ઇરાની માને છે. તેના કારણમાં તે જણાવે છે કે મૌર્ય દરબાર અને ઈરાન દરબારનાં રીતરિવાજ, સ્થાપત્ય વગેરેમાં ઘણું સામ્ય હતું. વળી વર્તમાન પારસીઓમાં રિયાસ્પ' નામ પડે છે. તેની સાથે આ નામ મળતું આવે છે. પરંતુ તુશાસ્પ નામ ઈરાનીઓમાં જોવામાં આવ્યું નથી. તેથી તે માત્ર અનુમાન જ છે.]

ગયોહોવાનો અહેવાલ મળે છે. ટાને માને છે કે દક્ષિણ સમુદ્ર એટલે કે Patalane and surastra) પાટણ અને સૌરાષ્ટ્રમાં તે ગયે હતું. તેણે સિંધ પણ પ્રાપ્ત કર્યું હતું અને તે સિંધમાં થઈ સૌરાષ્ટ્રમાં આવ્યું હોય તો તે અશકય નથી.

મહાકવિ કાલિદાસના “માલવિકાગ્નિમિત્ર'નામક પ્રખ્યાત નાટકમાં ૨ પણું આ વિષયને ઉલ્લેખ છે. એટલે મીના અંત પછી જેમ મગધનું રાજ્ય શુંગના હાથમાં પડ્યું તેમ કદાચ સૌરાષ્ટ્ર પણ તેની હકૂમત નીચે આવ્યું હશે. શુંગ વંશને અંતિમ રાજા દેવલભૂતિ ઈ. સ. પૂર્વે ૭૩ ની આસપાસ મરાઈ ગયે અને શુંગ વંશને એ રીતે અંત આવ્યું. એ હિસાબે પુષ્યમિત્ર શુંગે મગધનું રાજ્ય ઈ.સ.પૂર્વે ૧૮૫ માં પ્રાપ્ત કર્યું હોય અને ૭૩ માં તેને વંશ દેવલભૂતિના મૃત્યુથી સમાપ્ત થ હોય તે આ વંશ માત્ર ૧૧૨ વર્ષ ચાલે અને તે સમયમાં માળવામાં તેને અધિકાર હોય તે સૌરાષ્ટ્રમાં અન્ય સત્તા હોવાનો સંભવ નથી.

ડે. બુલ્ડર માને છે કે માળવા ઉપર જેને અધિકાર હોય તે જ સૌરાષ્ટ્ર ગુજરાતને માલિક હેય. પણ આ તો માત્ર કલ્પના છે. શુંગ રાજાઓ, મોર્યો જેવા બળવાન હતા નહિ. મગધની આસપાસ તેમની રાજ્યસત્તા હતી અને ગંગાની ખીણ સુધી તેમને અધિકાર પ્રસરેલ હતું. માત્ર મૌર્ય મહાસામ્રાજ્યના વારસદારે તરીકે સૌરાષ્ટ્ર તેમના કબજામાં રહ્યું હશે તે માની શકાય છે; પણ ખરા (Defacto) રાજાઓ તે એ સમયમાં પણ ગ્રીક હતા અને તે તુશાસ્પના વારસદારે હશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.

તેના સમર્થનમાં એક બીજું પણ પ્રમાણ છે ડૅ. જે. વીલ્સનનું મંતવ્ય છે કે મૌર્ય પછી તરત જ આ પ્રદેશ ગ્રીક લેકેના હાથમાં પડે. ઑબે નામે લેખક તેના ગ્રંથમાં લખે છે કે મીનાન્ડરે “સારાએસ્ટેસ” (Saranstos) જીત્યું હતું. તે “સૌરાષ્ટ્ર જ હોવું જોઈએ. વળી ગ્રીક સિકકાઓ સોરાષ્ટ્રમાંથી મળી આવે છે.

ગ્રીક: એપેલેડોટસ: તુશાપે અથવા તેના અનુયાયીઓએ ગમે તે પ્રપંચ કર્યો હોય, પણ ઈ. સ. પૂર્વે ૧૮૫ની આસપાસ ગ્રીક સેનાપતિ ડેમેટ્રીયસની સરદારી નીચે ભારતની વાયવ્ય સરહદ ઉપર બેકિટ્રયન-ગ્રીક સિન્ય ચડી આવ્યું. ત્યાંથી સિંધ. ઉપર પિતાને અધિકાર સ્થાપી પાટાલેઈન (Patalane) લીધું. અને પછી કચ્છ,

[ ૧ પ્રીઝલ્વરક. (Pryzluski) અશોકની દંતકથાઓ.” Legends of Emperor Ashokને આધારે ટારન.
૨ અંક પાંચમ-૧૪મે લોક
૩ રોયલ એશિયાટીક સોસાયટી જર્નલ–૧૨.
૪ પેરીસમાં લખ્યું છે કે બારીગઝા ભરૂચ-માં ગ્રીક સિક્કા ચાલતા હતા.]

સોરાષ્ટ્ર અને ગુજરાતને સાગરકાંઠે જીતી લીધું. અહીં ડેમેટ્રીયસના ભાઈ મનાતા એપેલેડેટસના આધિપત્ય નીચે બેકિયન-ગ્રીક સ્થિર થયા. તેનું રાજ્ય ગાંધારથી બારીગાઝા એટલે ખંભાતથી ભરૂચ સુધી ફેલાયું હોવાનો ઉલ્લેખ છે. એપેલેડેટસનું રાજ્ય ઘણું વર્ષ ચાલ્યું હશે એમ જણાય છે. તેના સમયના સિક્કાઓ પણ મળી આવ્યા છે.

આ બન્ને ભાઈઓના મૃત્યુ પછી મીનાન્ડર સમ્રાટ થયે અને ભારતના પ્રદેશો તેના આધિપત્યમાં આવ્યા.

મીનાન્ડર : મીનાન્ડરનું મહારાજ્ય મથુરાથી ભરૂચ સુધી હતું. મીનાન્ડરનું મૃત્યુ ઈ. સ. પૂ. ૧૪૮માં થયું હોવાનું જણાય છે, ત્યાં સુધી આ સામ્રાજ્ય ઉપર તેને અધિકાર હતો.

મીનાન્ડર પછી : મીનાન્ડર પછી તેને પુત્ર સેટર પહેલે આ સામ્રાજ્યનો માલિક થશે. તેણે એપલેટસ બીજાને તેને બે નીમ્યા. તેના સિક્કાઓ મળી આવેલા છે તે ઉપરથી જણાય છે કે આ બેકિટ્રયન ગ્રીકો નું રાજ્ય આ પ્રદેશમાં ઈ. સ. પૂર્વે ૧૦૦ સુધી ચાલ્યું હતું.

યુથીડમસ : ગ્રીક ચડાઈ : ગ્રીક વિજેતા મહાન સિંકદરે સ્થાપેલા સામ્રાજ્યને ચંદ્રગુપ્ત મોયે સૂતી લીધું. પરંતુ બેકિટ્રયાનું સૈન્ય બળવાન હતું. ત્યાંના સુબા યુથી ડીમસે સ્વતંતે જાહેર કરી અને તેના પુત્ર મીટ્રીયસે ભારત ઉપર ચડાઈ કરી ઘણું દેશ જીતી લીધા. તે સમયે મૌર્ય વંશને અસ્તકળ હતું કે એ આ સમયને લાભ લીધે. વળી તુશાસ્પ જેવા વિદેશી હાકેમે રાખવાની મૌર્ય રાજાઓએ ભૂલ કરી અને તેમને ભારત પર ચડી આવવાની સગવડ કરી આપી. સૌરાષ્ટ્ર દેશ પણ એ રીતે તેમના અધિકાર નીચે આવ્યો.

આ રાજાઓમાં મીનાન્ડર અને એપલેડેટસ પ્રતાપી થયા. તેમણે સૌરાષ્ટ્ર ઉપર પિતાને અધિકાર સ્થાપે હતે. આ રાજાઓના સિકકાઓ પણ પ્રાપ્ત થયા છે. કર્નલ ટેડને પ્રાપ્ત થયેલા એક સિકકામાં પાંખવાળા દૂતનું ચિત્ર છે. તેના હાથમાં તાડપત્ર છે. જ્યારે બીજા સિકકાઓ ઉપર એક તરફ અરબી પદ્ધતિથી ઊંધેથી લખાતી લિપિ જેવી ગાંધાર લિપિમાં પ્રાકૃતમિશ્રિત સંસ્કૃત લેખ છે. આ ઉપરથી પ્રતીત

[ ૧. કનીગહામ.
૨. પુષ્યમિત્રે ઉજજેન જીતી પિતાના અધિકાર નીચે આણેલું.
૩, ઇજીપ્તના એરીયન નામના લેખકે પેરિપ્લસ” નામને ઇતિહાસ ગ્રંથ લખે છે. તેમાં ગ્રીક—બેકિયાનું વર્ણન છે. એરીયને લખેલું આ પુસ્તક કોઈ વેપારીનું લખેલું. તેમ શ્રી. ગૌરીશંકર ઓઝા માને છે. રોડનું રાજસ્થાન) ]

ક્રમશ .....
આગળ નું પ્રકરણ વાંચો.