HISTORY OF SAURASHTRA - 1 in Gujarati Book Reviews by ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ books and stories PDF | સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 1

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 1

 
પ્રકરણ ૧ લું
પ્રાચીન સમય
 
ભારતના પ્રદેશમાં પુરાતન કાળથી સૌરાષ્ટ્ર એક પ્રસિદ્ધ પ્રદેશ છે. સમૃદ્ધ અને રસાળ પ્રદેશ તરીકે તે જાણીતું છે. તેનું મહત્ત્વ અનેક પુરાણ ગ્રંથમાં સ્વીકારાએલું છે. આ પ્રદેશને વેદકાળથી વર્તમાનકાળ સુધીને ઈતિહાસ અનેક વિદ્વાને, જુદા જુદા ગ્રંથમાંથી સંશોધન અને તારવણી કરીને આલેખે છે, અને તે ગ્રંથ તેમજ તામ્રપત્ર, શિલાલેખ મુદ્રાઓ અને દસ્તાવેજોનું પુન: સંશોધન કરી સૌરાષ્ટ્રને કડીબદ્ધ ઈતિહાસ લખવાને આ એક નમ્ર પ્રયાસ છે.
 
પ્રાગૈતિહાસિક યુગ:
 
 પ્રાચીન ભારતના વિદ્વાનેએ, જેને આપણે આજે ઈતિહાસ કહીએ છીએ તે, ઈતિહાસ લખ્યું નથી, અને લખ્યું હોય તે તે ઉપલબ્ધ નથી. પણ શ્રીમદ્ ભાગવત અને અન્ય પુરાણોમાં એક વિશિષ્ટ પદ્ધતિઓ, ઈતિહાસ અને ભૂગોળનું આલેખન થયું છે. તે ઉપરથી પ્રતીત થાય છે કે સૌરાષ્ટ્ર પ્રાગૈતિહાસિક સમયમાં પણ પ્રસિદ્ધ પ્રદેશ હતું અને તે સભ્યતા, સંસ્કૃતિ અને વિદ્યા-કલાનું ધામ હતું.
આ પ્રદેશમાં અષ્ટાવક, યવન, દધિચિ, માર્કડેય વગેરે મહાન અને પવિત્ર શ્રાષિમુનિઓ તે સમયમાં થઈ ગયા છે. સૌરાષ્ટ્રનો ઉલ્લેખ વેદના પરિશિષ્ટમાં છેર રામાયણમાં પણ સૌરાષ્ટ્રના રાજાનો ઉલ્લેખ છે અને મહાભારતમાં તે પ્રભાસ, રૈવતક અને દ્વારકાનાં વર્ણને વારંવાર જોવા મળે છે.
________________________________________________________
[૧ અષ્ટાવક્રે કારાવાસમાં પૂરેલા ઋષિઓને, રાજા જનકના પ્રશ્નોને સતેષકારક ઉત્તર આપી મુક્ત કરાવ્યા હતા. તે પ્રાચી તીર્થમાં વસનારા હતા. થવન ક્ષેત્ર સુત્રાપાડા પાસે છે. (પ્રભાસખંડ)
દધિચિએ વધુદાન દઈ દેવતાઓને આયુધો આપ્યાં હતાં. તે પ્રભાસ પાસે રહેતા. (પ્રભાસખંડ) માકડેય, અગત્ય વગેરે ઋષિઓ અહીં હતા. માય વરદાનથી અમર થયા, અગત્યે સમુદ્રપાન કર્યું.
૧ ખીલ ઋચા : સપ્તમ અષ્ટક, ““યત્ર પ્રાચી સરસ્વતી, યત્ર સેમેશ્વરે દેવ.” (નિર્ણય સાગર પ્રેસ. મુંબઈ યજુર્વેદ-પરિશિષ્ટ)
૨ મહારાજા દશરથે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે જે રાજાઓને બોલાવવા આજ્ઞા કરી તેમાં સૌરાષ્ટ્રના રાજાને ઉલ્લેખ છે,]
 
યાદવો : શ્રીકૃષ્ણને જરાસંઘ તથા કાલયવનની સામે મથુરામાં ટકવું મુશ્કેલ જણાયું. પિતાના પિતૃઓની ભૂમિ ત્યજી તેમણે સૌરાષ્ટ્રને માર્ગ લીધે. બલરામ અને યાદવે તેમની સાથે આવ્યા. અને સૌરાષ્ટ્રમાં કુશસ્થલી સ્વાધીન કરી ત્યાંના સ્વામી થયા. 
 
ગિરનારની ગુફામાં રાજા મુચકુંદ શાપના પરિણામે તેને વરેલી અનંત નિદ્રામાં પિયે હતું. તેને જગાડે તે બળી જાય તે જ્ઞાન શ્રીકૃષ્ણને મળતાં તેમણે પિતાની પામરી સૂતેલા મુચકુંદ ઉપર ઓઢાડી. કાળયવને તેને શ્રીકૃષ્ણ ધારી ઉઠાડયો અને મુચકુંદની દષ્ટિ પડતાં જ કાળયવન ભસ્મ થઈ ગયો.
 
વૈવસ્ત મનુના પૌત્ર રાજા આનર્તના નામથી આ દેશ આનર્ત તરીકે ઓળખાતા. તેના પુત્ર રેવતન બલરામને પિતાની કન્યા વતી પરણાવી અને પિતે તપશ્ચર્યા અર્થે રેવતાચળમાં ગયા. બલરામ આ પ્રકારે આ દેશના રાજી થયા.પણ એ સમયમાં ચાલી આવતી પ્રથા પ્રમાણે બલરામ તથા શ્રીકૃષ્ણ તેમને મળેલું રાજ્ય યાદવ કુળના વડીલ ઉગ્રસેનને આપી તેમની સાથે રહી આ પવિત્ર પ્રદેશ પર રાજય કરવા લગ્યા.
 
યાદવેનું રાજ્ય : યાદવેને રાજઅમલ શરૂ થયું તે સામે સ્થાનિક રાજાઓએ વિરોધ કર્યો હોવાનું જણાય છે. કુંડિનપુરના રાજા ભીષ્મકની કુંવરી રુકિમણીનું શ્રીકૃષ્ણ હરણ કર્યું અને તેની પાછળ પડેલા રાજકુમારને પરાજિત કર્યો, શિશુપાલને વધ કર્યો, સત્રાજીત યાદવની પુત્રી સત્યભામા સાથે શ્રીકૃષ્ણ લગ્ન કર્યા અને જાંબુવંતીને આ જ પ્રદેશમાં શ્રીકૃષ્ણ પટરાણીઓમાં સ્થાપ્યાં.
 
 આ સમયમાં હસ્તિનાપુરમાં કોર અને પાંડવો વચ્ચે વૈમનસ્ય શરૂ થયું અને સુખેદુ:ખે પાંડવે આ પ્રદેશમાં શ્રીકૃષ્ણને આશ્રયે અથવા તેમની સલાહ સૂચના લેવા આવતા. અને શ્રીકૃષ્ણની સલાહથી સુભદ્રાનું હરણ કર્યું અને તેની સાથે લગ્ન કર્યા. 
 
બળરામની કુંવરી વત્સલાનું પણ આ જ દેશમાંથી ભીમના પુત્ર ઘટત્કચ હરણ કર્યું.
________________________________________________________
[૧ વૈવસ્ત મનુને પૌત્ર આનર્ત હશે પણ તેને પુત્ર રેવત હોય તે સંભવિત નથી, તેને વંશજ હોય તે વિશેષ સંભવિત છે.
૨ પરાજિત શત્રુઓની પુત્રીઓને પરણવાને ચાલ એ સમયમાં સામાન્ય હતો. તેનું અનુસરણ વીસમી સદી સુધી થતું રહ્યું જણાય છે.]
 
અનિરુદ્ધ પણ આ જ દેશના દરિયામાંથી પડાઈ ઉષાના દેશમાં પહોંચે અને શ્રીકૃષ્ણ તેને પ્રદેશ ઉપર ચડાઈ લઈ જઈ અનિરુદ્ધને મુક્ત કર્યો.
 
યાદવાસ્થળી : દ્વારકાથી વિહાર કરવા ગયેલા યાદવ કુમારેએ અષિની મશ્કરી કરતાં મળેલા શાપના પરિણામે ચાદ પ્રભાસ પાસે અંદર અંદર લડી કપાઈ મૂઆ અને શ્રીકૃષ્ણ ભાલકાતીર્થમાં જરાના તીરથી ઘાયલ થઈ પ્રભાસમાં સ્વધામ ગયા.
 
 શ્રીકૃષ્ણ પછી શ્રીકૃષ્ણના મૃત્યુ પછી તેના પરમ ભક્ત અને સખા મહારથી અને તેમની રાણીઓને લઈ મથુરા જતાં માર્ગમાં લૂંટાયા. પણ અનિરુદ્ધના પુત્ર વજનાભને ઈન્દ્રપ્રસ્થ પહોંચાડશે.
 
આ યુગ પછીને ઈતિહાસ પ્રાપ્ત થતું નથી જે માટે સંશોધનને ઘણે અવકાશ છે. શ્રીકૃષ્ણને સમય પણ શંકાસ્પદ છે, છતાં વિદ્વાનોએ તે ઈ. સ. પૂર્વે ૧૫૦૦ આસપાસને સામાન્ય રીતે માન્ય રાખે છે. તે પછી સૌરાષ્ટ્રને ઈતિહાસ ચંદ્રગુપ્ત મોર્યના કાળથી મળે છે.
 
ચંદ્રગુપ્ત મૌર્ય ઈ. સ. પૂર્વે ૪૦૦માં થયે. એટલે લગભગ એક હજાર વર્ષોને ઇતિહાસ અંધારની ઘેરી જવનિકા પાછળ છુપાયેલો પડે છે. પરંતુ ચંદ્રગુપ્ત મૌર્યના કાળના સૌરાષ્ટ્રની રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસકૃતિને અભ્યાસ કરતાં જોઈ શકાય છે કે શ્રીકૃષ્ણના સમયમાં જે સંસ્કૃતિ, ધર્મ અને સભ્યતાની સ્થાપના થઈ હતી, તેને વિકાસ થયો હતો અને આ અંધાર યુગમાં પણ સૌરાષ્ટ્ર વિદ્યા, કળા, વાણિજ્ય અને ધર્મ માટે પ્રસિદ્ધ હતું.
 
પાણિનિ જેવા સમર્થ વ્યાકરણુકારે પણ તેને ઉલ્લેખ કર્યો છે. પુરાણેની કથાઓમાં તેનાં વારંવાર મળતાં વર્ણનથી પણ તે વસ્તુને સમર્થન મળે છે.
 
ચંદ્રગુપ્ત: ઈસુની સદીથી ચાર વર્ષ પૂર્વે મહાઅમાત્ય ચાણકયની
________________________________________________________
[૧ પ્રભાસમાં હજી પણ યાદવાસ્થળીના નામથી જાણીતી જગ્યા છે.
૨ જ્યાં ઘાયલ થયા તે સ્થળ “ભાલુકા અને જ્યાં તેમના શરીરને અગ્નિસંસ્કાર કર્યો તે દેહત્સગ' નામથી પ્રસિદ્ધ છે. જુઓ લેખકનું બ પ્રભાસ-યાત્રા વર્ણન.”
૩ પુરાણે કયારે લખાયાં તે અને તેમાં લખેલી વિગતો કાળ નિશ્ચિત કરવાનું કામ કપરું તેમજ જોખમી છે.  એજ્યાં પુરાણના આધારે કલ્પના કરવી તે વાસ્તવિક નથી. પુરાણે ઘણું પાછળથી લખાયાં હોવાનું વિદ્યાનું મંતવ્ય છે અને તેથી તેને પ્રમાણભૂત ગણુતા અચકાવું પડે છે.]
 
 
સહાયથી ચંદ્રગુપ્ત મગધનું રાજ્ય પ્રાપ્ત કર્યું અને તેની સીમાઓ વધારી. તેમાં સૌરાષ્ટ્રને પ્રદેશ પણ તેની આણ નીચે આવ્યું. સૌરાષ્ટ્રની રાજધાની જીર્ણદુર્ગમાંતી. ચંદ્રગુપ્ત ત્યાં પોતાના સૂબા તરીકે વૈશ્ય પૂચ્યગુપ્ત ને નીમ્યો.
આ પુચ્યગુપ્ત જૂનાગઢ પાસે સુદર્શન તળાવ બંધાવ્યું અને રાજ્યવ્યવસ્થા સારી રીતે કરી.
 
અશોક: ચંદ્રગુપ્ત પછી તેને પોત્ર પ્રતાપી રાજા અશેક મગધને સમ્રાટ થયે અને તેણે આ પ્રદેશ ઉપર પિતાના સૂબા તરીકે ઇરાની યવન તુશાસ્પને નીખે. તેના રાજ્ય અમલમાં વાવકૂવાએ બાંધવામાં આવ્યાં, ઝાડે રેપવામાં આવ્યાં અને ધર્મપ્રચાર તથા નીતિબોધ માટે ઘણું દ્રવ્ય વાપરવામાં આવ્યું.
 
જનપદ : આ સામ્રાજ્યમાં સૌરાષ્ટ્ર-ગુજરાત એક જ દેશ હતું. તેને “જનપદ કહેવામાં આવતે તેમ મનાય છે. તેના પેટા ભાગે (૧) રાષ્ટ્ર (ર) વિસય (૩) પ્રદેશ (૪) આહરા હતા. આહરા ને ગ્રામ પણ કહેતા .
 
રાજ્યવ્યવસ્થા : સૌરાષ્ટ્રને સૂબે માલવાના મહારાષ્ટ્રીય અર્થાત્ વાઈસરોય નીચે હતું તેને રાષ્ટ્રીય કહેતા. રાજ્યવ્યવસ્થા અંગે દેશ આંતરિક બાબતમાં સ્વતંત્ર હતું તેમ જ સ્વશાસિત હતો.
 
આંતરિક વહીવટમાં, એક મંત્રી અમાત્ય વા સચિવ હતા અને તેને સલાહ આપવા મંત્રીપરિષદ હતી.
 
પેટા વિભાગના વહીવટકર્તાઓ રાષ્ટ્રપાલ, સ્થાનિક, ગેપ, પ્રદેશિક ધર્મ મહામાત્ર, રાજુકયુત અથવા યુક્ત, ઉપયુક્ત, નગરવ્યાવહારિક, નાયક વગેરે હતા.
________________________________________________________
[૧ આ શહેરનું રકંદપુરાણમાં “કરણકુંજ' નામ આપ્યું છે. અબુલ ફઝલ લખે છે કે દીર્ધકાળ પયત આ નગર અજ્ઞાત અવસ્થામાં પડયું રહેલું અને પછી જાણવામાં આવતાં તે જીર્ણદુર્ગ કહેવાયું. ગિહલોનને અસલ ગઢ આ હતો તેમ કર્નલ ટોડ માને છે પણ રુદ્રદામાના શિલાલેખથી જણાય છે કે ગિહન પહેલાં આ શહેર આબાદ હતું; અસલ ગઢ બીજો હતો, જે માટે આગળ ચર્ચા કરવામાં આવી છે.
૨ જનપદ દેશનું નામ નથી પણ એક યુનીટ'નું, જેને સમાન અર્થ ઇલાકે થઈ શકે. જુઓ (૧) ભાંડારકર કૃત “અશોક' (૨) અર્થશાસ્ત્ર-કૌટિલ્ય (૩) અશોકના શિલાલેખ. હુલેશ (Hultzsch), (૪) ડૉ. સાંકળિયા કૃત. આકીએલોજી એ ગુજરાત.
૩ કઈ સ્થળે મહાપાત્ર પણ કહ્યો છે.
૪ ડૉ. સાંકળિયા.]
 
ક્રમશ..