Social distance in Gujarati Short Stories by Darshita Babubhai Shah books and stories PDF | સોશિયલ ડિસ્ટન્સ

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સોશિયલ ડિસ્ટન્સ

સોશિયલ ડિસ્ટન્સ

 

     સોશિયલ ડિસ્ટન્સ શબ્દ સમગ્ર જગતમાં ૨૦ માર્ચ ૨૦૨૦ થી સંભળાતો, અનુભવાતો, ચર્ચાતો, જાણીતો થયો છે.  પરંતુ સમગ્ર સમાજમાં ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં સોશિયલ ડિસ્ટન્સ ઘરોબો કરી ગયું છે. લગભગ પાંચ-સાત વર્ષથી લોકોમાં આચાર, વિચાર અને વ્યવહારમાં સોશિયલ ડિસ્ટન્સ આવી ગયું છે. જે સમાજ વ્યવસ્થા જોડે હળીમળીને રહેવાની, એકબીજાના સુખ દુઃખ માં ભાગ લેવાની, સાથે તહેવાર ઉજવવાની તે પ્રથામાં ઉધઈ એવી પેસી ગઈ કે સમગ્ર સમાજ વ્યવસ્થા ખંડિત થઈ ગઈ. લોકોના મન માં ભાવના- લાગણી વિહોણાં થઈ ગયા.

 

            પશ્ચિમ નાં દેશોની સમાજ વ્યવસ્થાનું  અનુકરણ, શહેરીકરણ કે લોકો વધારે શિક્ષિત થતાં ગયા તેમ સાચી અને ઉંડી સમજ આવવી જોઈએ  તેની જગ્યાએ સ્વાર્થી, સ્વમાં જીવનારા, સ્વ કેન્દ્રીય થઈ ગયા. મારા અને હું તેનાથી આગળ કોઈ કઈ વિચારી જ નથી શકતું. સમાજ વ્યવસ્થા નો પાયો હલી ગયો અને તેની ઇમારત કડકભૂશ બની તૂટી ગઈ. લોકો એકબીજાથી દૂર થવા લાગ્યાં. સૌપ્રથમ સમાજથી વિખૂટા પડ્યા, સગાસંબંધીઓથી જુદા થયા. સોસાયટીમાં આડોશ પાડોશ જોડે નામ અને ખપ પૂરતા સબંધ રહ્યાં, અને ઘરમાં માં-બાપ, સગાં ભાઈ બહેનો વચ્ચે નો પ્રેમ અને લોહીનો સંબંધ નંદવયો. આ સોશિયલ ડિસ્ટન્સ નું મૂળભૂત કારણ શું? તેનો વિચાર કરવા બેસીએ તો ખૂબ ઊંડા ઉતરવું પડે. ક્યાંકને ક્યાંક આપણા વડીલો આ માટે જવાબદાર ગણી શકાય કે પછી આંધળું અનુકરણ. 

               વડીલો અને આજકાલના માતા પિતા કઈ વધારે લાડ પ્રેમ થી બાળકોને ઉછેરે છે. એક જ વિચારસરણી છે આની પાછળ અમે ન્હોતી ભોગવ્યું, એમને નથી મળ્યું, અમે ખૂબ જ. સહન કર્યું એ અમારા બાળકો નહી કરે. તેઓને કશી ખોટ નહી પડવા દઈએ. માતા પિતા પોતાના અનુભવો અને કડવા દિવસો ને ભવિષ્ય માં પુનરાવર્તન ન થાય તે માટે બાળકોની દરેક સાચી ખોટી માંગણી પૂરી કરે અને આથી તેઓ સ્વછંદી થઈ ગયા છે. વળી પહેલાં જે સયુંક્ત કુટુંબમાં બાળકો નો ઉછેર થતો તેમાં એકતાની ભાવના અને લાગણી નાં સંસ્કારોનું સિંચન થતું. હવે કુટુંબો નાના થઈ ગયા. દાદા દાદી, નાના નાની વગેરે બોજ આજકાલના બાળકો થી સહન નથી થઈ શકતું.

                 સોશિયલ ડિસ્ટન્સ નું બીજું કારણ આધુનિકરણ, શહેરીકરણ અને ટેક્નોલોજી. લોકો આધુનિક થઈ ગયા છે. સયુંક્ત કુટુંબ પ્રથા જુણવાતી લાગે છે. શહેરીકરણ નાના કુટુંબ, મોંઘવારી વગેરેએ સોશિયલ ડિસ્ટન્સ માં મહત્વનો ફાળો ભજવ્યો છે. નાના કુટુંબ ને લીધે લોકોની માનસિકતા સંકુચિત થઈ ગઈ છે. ઘર નાના થઈ ગયા છે અને લોકો નાં મન અને દિલ નાના થઈ ગયા છે. તેથી ઘરમાં કોઈ બીજો માણસ આવે તે આર્થિક અને માનસિક રીતે પોષાય તેમ નથી.પહેલા કહેવાતું દીલમાં જગ્યા હોય તો ઘરમાં જગ્યા આપો આપ થઈ જાય.હવે દિલ જ ઊંડા થઈ ગયા છે. મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે.આધુનિકરણ, દેખાદેખી , બેરોજગારી.મોંઘા મોંઘા ટેકોલોજીના ઉપકરણો ની વધતો ઉપયોગ પણ એ મહત્વ નો ભાગ ભજવી ગયું છે.

        પહેલા ઘરમાં સુખદુઃખના પ્રસંગો, તહેવારો, હોય તો દૂર દૂર થી સગાવ્હાલા ઓ, ગામના લોકો , પડોસી ભેગા મળીને દિવસો પસાર કરતા હતા. હવેતો કોઈ હોસ્પિટલ માં હોય તો ટેલીફોન થીજ ખબર પૂછી લેવાની. માંદગીના ઘરના સભ્યો જ સગાવ્હાલા ઓ ને ફોન માં જણાવી દે ખાસ કરીને લાંબી બીમારી નથી સારું થઈ જશે ઘર કે હોસ્પિટલ સુધી ધક્કા તો ના ખાતા, પત્યું . ભાવતુ હતુ ને, વૈધે કીધું , હવે તો મોબાઈલ પર વિડિયો કોલિંગ થી ખબર અંતર પુછી લેવાતા.

મરણ પ્રસંગના સમાચાર મળે તો ફોનમાં જ પુછી લે કેટલા વાગ્યે કાઢવાના છે? ક્યાં સ્મશાને જવાન છે? આમારે ઓફિસ માંથી નહી નીકળાય , સીધા સ્મશાને પહોંચી જઈશું. ઘણીવાર તો એવું થાય છે. મરણ ની અર્થી ઉઠાવવા  માટે બહાર થી માણસો બોલાવવા પડે. કારણ કે કોઈને કોઈના માટે સમય જ નથી.

           દિવાળી ની રજાઓ, ક્રિસ્મશની રજાઓ કે ત્રણ - ચાર રજાઓ ભેગી આવે તો લોકો ઘરને તાળું મારી બહાર ગામ ફરવા નીકળી જાય કે જેથી કરીને સગાવ્હાલા ઓ ઘરે ના આવે અને ઘરમાં કામ પણ ના કરવું પડે. રજાઓ નો સરસ ઉપયોગ ના કરીએ કે વૈતરા કરીએ એવું કહેતા બધાને સાંભળ્યા છે. હવે ટુર - ટ્રાવેલ્સ વાળા પણ લોકો ની માનસિકતા જાણી ગયા છે. તેઓ પણ સરસ આકર્ષક પેકેજ તૈયાર કરીને રાખે છે તેથી લોકો આર્કસાય અને તેમનો ધંધો ફળે ફાલે. 

      આમ સોશીયલ ડિસ્ટન્સ વધતું જ ગયું. પરંતુ ખરું સોશીયલ ડિસ્ટન્સ ૨૦ માર્ચ ૨૦૨૦ થી ભારત તથા બીજા દેશો એ ભણ્યો- કોવીડ - ૧૯ મહામારીનો ફેલાવો થયો. અને સમગ્ર દેશમાં લોકડાઉન આવી ગયું.આ મહામારી અને રોગ એ એકબીજા ના સંપર્ક માં આવવાથી ફેલાય છે તેવું જાણવામાં આવ્યું. લોકોને સખ્ત મનાઈ કરાઈ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર પગ નહી મૂકવો. હાથ સેનેટાઇજ કરવા. ચોખ્ખાઈ રાખવી. દરેક વ્યક્તિ બીજા વ્યક્તિ થી ૨-૨ મીટર નું અંતર રાખવું. લોકો એ ઘરમાં જ રહેવું બહાર નીકળવું નહી. શહેરો માં કર્ફ્યું નાખવામાં આવ્યો.આ મહામારી થી લોકો ડરી ગયા છે. 

            માણસ માણસ થી દૂર ભાગતો હતો.તેનાથી દૂર રહેવાની છટક બારી ઓ શોધતો હતો. ભગવાને સુવિધા કરી આપી , ભગવાને કહ્યું કે તારે એકલા એકલા રહેવું હતું ને હવે જીવ એકલો. ભગવાન દરેક ની મનોકામના પૂરી કરે છે. આંને Low of Attraction પણ કહેવાય . આપણે જે ઇચ્છતા અને માંગતા આ તે મળી ગયું. કોઈ વ્યક્તિ કોઈના ઘેર ના જઈ શકે ના કોઈને મળી શકે. સ્મશાને જવાનું કે હોસ્પિટલ માં જવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો નથી. ઊભો થતો Covid-19 એટલે ભયંકર રોગ છે કે વ્યક્તિ એ એકદમ જરૂરી કામ વગર બહાર નીકળવાનું જ નથી લગભગ ૬ મહિના જડબેસલાક લોકડાઉન આપવામાં આવ્યું. ત્યારે લોકો એ અનુભવ્યું કે આપણે આપણાં જ માણસોથી દુર ભાગતાં હતાં. પરંતુ

માણસ ની ગરજ કોઇ ટેક્નોલોજી ના પૂરી કરી શકે. માણસ સામાજિક પ્રાણી છે. તેનું તેને ભાન થયું. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ અમદાવાદ માં રાત્રે ૯ થી સવાર ના ૬ નો કર્ફ્યુ લાદેલો છે. માણસ પર કાયદા કાનૂન કેમ લગાવા પડે. પોતાની જાતે સમજી ને કેમ ઘર માં ના પૂરાઇ શકે. ભગવાને સોશિયલ ડિસ્ટન્સ ની સુવિધા કરી આપી છતાં પણ તે વલખાં મારવાનું નથી છોડતો અને પોતાની જાન પોતાના હાથે ગુમાવે છે. 

        સોશિયલ ડિસ્ટન્સ નો ઊપયોગ કરી નવી નવી કળાઓ શીખવી જોઇએ. વાંચન, સંગીત સાભળવું, લેખન પ્રવૃતિ, ઓનલાઇન વેબીનાર, વર્કશોપ, રસોઇ કળા, ચિત્રકામ,

બગીચાકામ, આપણી વિસરાતી જતી વાનગીઓ શીખવી અને શીખવાડવી જોઇએ.

આપણા બાળકો તો ઘર ની અંદર રહીને રમાતી રમતો ની જાણ જ નથી તે શીખવવી

જોઇએ. નોકરી કરનાર માતા –પિતા ને ઓનલાઇન ઘરે બેસી ને કામ કરવાનો જે મોકો

મળ્યો છે તેનો ભરપૂર ઊપયોગ કરી બાળકો અને ઘરના બાકી સભ્યો સાથે આનંદ પ્રમોદ માં આ પ્યારા દિવસો આપણા અને વ્હાલા લોકો સાથે સુખી સુખી પસાર કરવો જોઇએ.

કદાચ આવા સારા દિવસો ફરી મળે કે ના મળે.

     મારું પોતાનું ઊદાહરણ આપું તો સોશિયલ ડિસ્ટન્સ – ૨૦ માર્ચ થી ઘરે બેઠી છું .

કુલ ઘર ની બહાર ૬ વાર ગઇ છું મહત્વ ના કામ અંગે. આ દરમ્યાન મેં ૬૦ પેન્ટિંગસ કર્યા, ૧૨૦ બુકો માતૃભારતી એપ્લીકેશન પર અપલોડ કરી, ૧૨ ફિલ્મી ગીતો પિઆનો પર વગાડતા શીખી, વાંચન કર્યું, ભગવાન નું નામ લીધું, વેબીનાર ભર્યા, કસરત કરી, મેડીટેશન કર્યું. મારા એન.જી,ઓ માં થી સેવા કામ કર્યા, ટેલીફોન પર સગા સંબંધીઓ અને મિત્રો સાથે વાતો કરી, એથી વધારે ઘર ના સભ્યો સાથે બેસી ટીવી જોયુ, પત્તા,કેરમ,ચેસ , વગેરે રમ્યાં અને ખૂબ વાતો કરી        

                  સોશિયલ ડિસ્ટન્સ નો ખરો અર્થ હવે સમજાયો. જ્યારે માણસ- માણસથી ખરેખર દૂર થયો.  ઇર્ષા, દ્વેષ, વેર, મોહ, માયા, અહંકાર, ગુસ્સા સામે સોશિયલ ડિસ્ટન્સ ની જરૂર છે. એકબીજાથી દૂર રહીને પણ એકબીજાની સાથે રહેવું છે. ભગવાન એ આપણને સમજાવા માગે છે. જો આપણે સમજદાર હોઈશું તો ભગવાનનો ઈરાદો અને ઈશારો સમજીશું તો તે રાજી રહેશે! 

                    

                         નહિતર!!!!!!!