Love Blood - 66 in Gujarati Detective stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બ્લડ - પ્રકરણ-66

Featured Books
Categories
Share

લવ બ્લડ - પ્રકરણ-66

લવ બ્લડ
પ્રકરણ-66
ડમરૂનાથ રીવોલ્વર લઇને પાછો રૂમમાં ઘસી આવ્યો ગુસ્સાથી એનાં ડોળા જાણે બહાર નીકળી આવેલાં. એનો ક્રોધ સમાતો નહોતો એણે ઘોષને પકડીને એનાં માથે ટ્રીગર રાખીને કહ્યું બધાં પોતાનાં હથિયાર મૂકો ખાસ કરીને સૂરજીતને કહ્યું તારી ગન મારી પાસે લાવ નહીંતર આને ઉડાવી દઇશ પેલો ઘોષ તો થર થર ધ્રુજવા માંડ્યો. સૌરભે રીતીકાને કહ્યું "આ બાવો હવે બગડ્યો છે એ આપણને ગોળીએ દેશે ત્યાંજ સુજોય બોલ્યો એય ડમરૂ ઉતાવળ ના કર મારો હિસાબ બાકી છે.
ડમરૂનાથે કહ્યું "તારો હિસાબ હિસાબ કરે છે પતાવને નહીતર હવે હું રાહ નહી જોઉં હું મરીશ તો બધાને મારીને મરીશ અમે કહીને ઘોષને લાત મારી નીચે પાડી દીધો અને એનો પર ગોળી ચલાવી દીધી... ઘોષનાં પેટનાં ગોળી વાગી એ લોહી લુહાણ થઇ ગયો.
ત્યાંજ સુચિત્રાએ બૂમ પાડીને કહ્યું "એય મેજર તું શું અંધારા અજવાળા કરવાનો હતો? સુરજીત તરફ જોઇ સુજોયે કહ્યું "આ તારી સુચિત્રાનાં કામણ ફક્ત મારાં ભાઇની જીંદગી નથી બગાડી એનાં રૂપનો હું પણ આશીક હતો એને પૂછ આકાશવાણીથી એ મારી સાથે ક્યાં આવી હતી ? કેમ આવી હતી ? બીજા દિવસે તો તારી સાથે... પછી સુજોય ખડખડાટ હસવા લાગ્યો.. સુરજીત તું તારી જાતને ખેર ખાં સમજે છે ?
પછી સૌરભની સામે સુજોય ગન કરીને કહ્યું બોલ જાડીયા તું જે ઘરમાં ઓફીસ રાખીને ગોરખ ધંધા કરે છે એ તારો મકાન માલિક પણ સાક્ષી છે એનાં ઘરમાં મેં આની સાથે શું કરેલું ? યાદ છે કે નહીં ? એ વધારે બોલવા જાય ત્યાંજ દેબુ અને રીપ્તા આવી પહોચ્યાં દેબુની નજર માં પર પડી પાપાને જોયાં અને બાજુમાં નિશ્ચેતન જેવી નુપુર હતી એનાં હાલહવાલ જોઇને દેબુને જોશ આવ્યો એ દોડીને એની પાસે પહોચવા ગયો અને ત્યાંજ સુજોયને જોયો.
રિપ્તાએ કહ્યું અંકલ તમે અહીં? અમે તમને કેટલાં શોધ્યા? તમે અહીં કેવી રીતે પહોચ્યાં? અહીં શું ચાલી રહ્યું છે?
દેબુ દોડીને માં અને નૂપુર પાસે પહોંચી ગયો. માં પાપાના ખોળામાં હતી.. દેબુએ પહેલા નુપૂરને સાચવીને પોતાના ખોળામાં લીધી. એનાં કપાળ પરથી વાળ હટાવ્યા અને એની આંખોમાં જોયું. બન્ને પ્રેમીઓની આંખ મળી દેબુની આંખમાં આંસુ ધસી આવ્યાં. એનાં આસું નુપૂરની આંખોમાં ભળ્યાં.
દેબુએ પાપા સુરજીતને કહ્યું માં ને અહીં કોણ જબરજસ્તીથી લાવ્યું? આટલી પીડા આપી? હું એને નહીં છોડું.. સુરજીતે નમ આંખે કહ્યું આ બધી પરિસ્થિતિ માટે હું જવાબદાર છું. આ ડમરૂની લાલચ અહીં સુધી બધાને લાવી છે.
ત્યાંજ સુજોય બોલ્યો...ડમરુ ભલે અહીં લાવ્યો પણ હવે હું હિસાબ કરીશ ઘણાં સમયથી આ ઘડીની હું રાહ જોતો હતો.
બધા સુજોયના આવું કહેવાથી આશ્ચર્ય પામ્યા..કોઈ પૂછે પહેલાં રિપ્તાની આંખ ફરી ગઈ એણે પૂછ્યું એટલે? કાકા તમે શું કહેવા માંગો છો? આંટીની આવી અવદશા માટે તમે જવાબદાર છો? એમણે તમારું શું બગાડ્યું છે? અને તમે આવું કેમ વર્તી રહયાં છો?
સુજોયે કહ્યું મેં એનું નહીં એણે તારી માં તારાં બાપનાં જીવનનું સત્યાનાશ કાઢ્યું મારો ભાઈ દારૂડિયો થઈ ગયો. મને છેહ દીધો. આવાં કેટલાને બરબાદ કર્યા પૂછ એને. હવે સાચો હિસાબ થશે.
રિપ્તા ખૂબ ગુસ્સે થઈ બોલી તમે આ શું બકો છો? કોઈ પર આળ મુકતા પહેલા વિચાર કરી બોલો. તમેતો અહીં મદદ કરવા આવેલા દેબુની હવે આ કયું રૂપ બતાવો છો? ખબરદાર આગળ કઈ બોલ્યા છો તો.
દેબુથી સહન ના થયું એ ખૂબ ઉશ્કેરાઈ ગયો એ બોલ્યો વિચારીને બોલો હું નહીં જોઉં કે તમે રિપ્તાનાં કાકા છો. તમે મારી માં માટે શું બોલી રહયાં છો ભાન છે?
સુજોય કહે ઍય છોકરા હું બધું સાચુંજ બોલું છું પૂછ તારી માં ને.
સુરજીત પ્રશ્નાર્થ ભરી નજરે સૂચિત્રા સામે જોઈ રહ્યો.
સૂચિત્રાએ મોં ખોલવું પડ્યું..એ બોલી..આ ખોટું આળ છે તમારો ભાઈ એકતરફી મારી જોડે પ્રેમમાં પડેલો મેં ક્યારેય એનાં પ્રેમનો સ્વીકાર નથી કર્યો..એમની કવિતા પસંદ આવતી એમના ગીત હું ગાઈ રજૂ કરતી મને બદનામ ના કરો..રાહજ તારી વાત તો તે મને.......બોલી ચૂપ થઈ ગઈ.
સુજોય કહે બોલ બોલ કેમ અટકી ગઈ બોલ....
સૂચિત્રાએ કહ્યું શું બોલું? તારાં જેવો હેવાન અને પાખંડી મને...તું આકાશવાણી આવેલો. આવીને મને કહ્યું મારો ભાઈ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે એકવાર એને મળી લે પ્લીઝ પછી મને ભોળવીને આલોકોના ઘરે લાવી કહ્યું એ બીજા રૂમમાં સૂતો છે...એ ઘરની બાઈ અને આ સૌરભ બંને ત્યાં હાજર હતા એ બાઈએ હું ગભરાયેલી હતી મને પાણી પીવા આપ્યું અને...
એ પાણીમાં શું ભેળવેલું મને ખબર નહીં..મને અંધારા આવવા લાગ્યા મેં જોયું આ સૌરભ અને એ બાઈ બહાર જતા રહયાં...તું રાક્ષસ મને પીંખવાનાં ઇરાદે...મારી પાસે આવેલો પણ મેં મારું રક્ષણ કર્યું મારુ, એ જોરદાર લાત તારાં બે પગ વચ્ચે મારી તું...સાલા હલકટ હું ત્યાંથી મારો જીવ અને ઈજ્જત બચાવી ભાગી છું તારે વશ નહોતી થઈ એનો તારે બદલો લેવો છે? તારું પુરસાતન ઘવાયેલું એની દાઝ ઉતારે છે? મારા પતિ અને પુત્ર સામે હલકી ચીતરવા આવ્યો છે?
દેબુ આ સાંભળી ઉશ્કેરાયો એ નુપૂરને સાચવીને ઉભો થવા ગયો અને સુજોયે એની ગનમાંથી ગોળી છોડી એજ સમયે રિપ્તાની ગનમાંથી ગોળી છૂટી .સુજોયની ગોળી સૂચિત્રાની છાતીમાં અને રિપ્તાનું અચૂક નિશાન સુજોયનાં કપાળમાં લાગ્યું. સુજોય પડ્યો અને રિપ્તા સૂચિત્રા તરફ દોડી સુરજીતના ખોળામાં સૂચિત્રાએ દેબુ સામે જોતા જીવ છોડયો.
નૂપુર દેબુ અને રિપ્તા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા. સુરજીતની આંખો ઉભરાઈ ગઈ. એ બોલ્યો આટલું બધું થઈ ગયું મને કીધું જ નહીં?
સુરજીતે એની ગનમાંથી સુજોય પર ગોળીઓ છોડી.. એતો રિપતાની ગોળીઓથી ઘવાયેલોજ છતાંયે ગુસ્સો ઠાલવ્યો. આ બધું દ્રશ્ય જોઈ રહેલો ડમરુ ગભરાયો એ બહાર નાસવા ગયો અને....દેબુ ધુસ્કે ધુસ્કે રડી રહેલો. રીપ્તા આ દશ્ય જોઇને ડઘાઇ ગઇ હતી.
ડમરૂનાથે જોયુ કે હવે બાજી હાથથી ગઇ કે એ રીતીકાને છોડીને રૂમની બહાર તરફ દોડવા ગયો અને સુરજીતની રીવોલ્વરમાંથી ગોળી છૂટી સીધી ડમરૂબાવાની પીઠમાં વાગીએ ઓય કરતો ત્યાં ચત્તોપાટ પડી ગયો.
સિધ્ધાર્થ અને જવાન બધાં પ્રવાર અને એનાં જવાનો ને પક્ડીને રૂમ પાસે આવ્યાં બધુ દશ્ય જોઇને સડક થઇ ગયાં.
સિધ્ધાર્થ સુરજીતને આંખનાં ઇશારે બીરદાવ્યો અને બાવાને ધાયલ થયેલો હોવા છતાં ઘસડીને અંદર પાછો લાવ્યો બાવાને બે ચાર લાતો ફટકારી દીધી.
રીતીકા સુચિત્રાની નજીક આવીને બાજુમાં બેઠી. એણે દેબુને આશ્વાસન આપવા માંડ્યુ એને ખબર નહોતી પડતી શું કરવું ?
સિધ્ધાર્થ બાવાને પકડીને પૂછ્યુ ? તારો જીવ હવે મારાં હાથમાં છે બોલ તારુ આ બધુ ષડયંત્ર શું છે ? કેમ અહી બધાને ભેગા કરેલા ? સુરજીત સરની વાઇફને કેમ અહીં અપહરણ કરીને લાવ્યા ? તારે શું સંબંધ છે ? આ પેલી નિર્દોષ છોકરીને ચૂંથી નાંખી બોલ ?
સુરજીત ઉભો થઇને બાવા પાસે આવ્યો એની આંખનો ગુસ્સો અને આંસુ હતાં આ બાવા એ બધાને બરબાદ કર્યા અમારો શું વાંક ગુનો હતો બોલ ? એમ કરીને એક લાત ફટકારી બાવાએ બે હાથ જોડીને કહ્યું "મને મારો નહીં ખૂબ પીડા થાય છે હું બધુજ કહું છું શું થયેલું.
બાવાએ કહ્યું મારે ચા નાં બગીચા હડપવા હતાં ત્યાં ચા માં ડ્રગસ ભેળવીને ધંધો કરવો હતો મારું સામ્રાજ્ય બનાવવું હતું એમાં આ સુરજીત આડખીલીરૂપ હતો કેટલાય મહીનાઓથી અમારી એનાંપર વોચ હતી અને લાગ્યુ કે એને ભીડાવીનેજ મારુ કામ નીકળશે.
સુરજીતને ફસાવવામાં મને આ ઘોષ અને સુજોય જે રીટાયર્ડ આર્મી મેજર છે જે ડીટેક્ટીવનું કામ કરતો હતો બંન્નેનો સાથ મળ્યો. એનાં કામનાં ઓઠાં હેઠળ મનેજ સાથ આપતો હતો. એનાં દ્વારા મને બધીજ માહીતી મળતી હતી એનો છોકરો કોલેજમાં ભણવા આવ્યો અને એનાં પર પણ વોચ ગોઠવી દીધી હતી અને આ સુજોયની ભત્રીજી અને આ પેલી જ્યોતિકાની છોકરી બંન્ને પ્રેમ કરતા હતાં પણ દેબુ નુપુરને ચાહતો હતો.
અમારી પાસે બધીજ પાકી માહીતી આવી ગઇ હતી અમારો એક ખબરી બોઇદો આ લોકો સાથે ફરતો એને સાંધેલો એનાં દ્વારા વધુ ખબર મળતી હતી.. એ બોઇદો ડ્રગ, દારૂ અને છોકરીઓનો શોખીન હતો એટલે મારાં માટે સરળતા થઇ ગઇ હતી એને પણ દારૂ, છોકરીઓ બધું આપીને મારાં કામ કરાવતો.
આટલું બોલી ડમરૂનાથ હાંફવા માંડ્યો બધાં બધી વાતો સાંભળીને આશ્ચર્ય સાથે આધાત પામી ગયાં પછી સિધ્ધાર્થ કહ્યું "આગળ બોલ નરાધમ...
વધુ આવતા અંકે --- પ્રકરણ-67