Love Blood - 9 in Gujarati Detective stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બ્લડ - 9

Featured Books
Categories
Share

લવ બ્લડ - 9

લવ બ્લડ
પ્રકરણ-9
દેબુની બાઇક પાછળ રીપ્તા બેસી ગઇ અને દેબુ મનેકમને રીપ્તાને લઇને નીકલ્યો એની બુક્સ રીપ્તાને પકડવા આપી દીધી. એ લોકો આગળ બધી રહ્યા હતાં અને ત્યાં આગળ રોડરોમીયો જેવા છોકરાઓ બાઇક પર કરતબ બતાવતાં રેસ કરતાં ટ્રાફીકને હેરાન કરતાં આગળ વધી રહેલાં દેબુની નજર પડી એણે પોતાની બાઇક સાચવીને સાઇડમાંથી કાઢી આગળ વધવાનાં પ્રયત્ન કર્યો તો એમાંથી એક બાઇક વાળાને શું તોફાનનું શૂરાતન ચઢ્યું એણે દેબુની બાઇકની પેરેલલ ચલાવી એને ડ્રાઇવ કરતાં ના ફાવે એમ ચલાવવા લાગ્યો.
દેબુ પોતાની બાઇક સાચવીને કાઢી સ્પીડ વધારીને આગળ નીકળી ગયો એને નાહકનું ઝગડામાં પડવું નહોતું પરંતુ એ બાઇકવાળાં ફરીથી સ્પીડ કરીને એની તરફ આવ્યો એની સાથે એનાં દોસ્તો પણ દેબુને હેરાન કરવા લાગ્યાં ત્યાંજ રીપ્તાએ પેરેલલ ચલાવનાર બાઇકવાળાની બાઇકને પગથી જોરદાર લાત મારી ધક્કો માર્યો અને પેલો બેલેન્સ ગુમાવીને એવો પડ્યો અને બીજી બાઇક સાથે જોરથી અથડાયો બંન્ને જણાંએ સંતુલન ગુમાવ્યું અને રોડ પર પડી ગયાં.. રીપ્તાએ કહ્યું "દેબુ બાઇક જવાં દે જોવાનાં ઉભો રહીશ ભલે પડ્યાં.. દેબુએ બાઇકની સ્પીડ વધારી.
પરંતુ બીજા પાંચ બાઇક સ્પીડથી એનો પીછો કરવા લાગ્યાં આગળ બમ્પ આવતાં દેબુએ બાઇક ધીમી કરવી પડી.. ત્યાં પાંચે જણાં આવી ને દેબુની બાઇકની આડે આવીને ઉભા રહી ગયાં દેબુએ બાઇક ઉભી કરવી પડી.
દેબુએ કહ્યું "કોઇ કારણ વિના શા માટે પરેશાન કરો છે ? રસ્તો આપો મને જવાદો.. પેલા લોકોમાંથી એક આગળ આવીને બોલ્યો અમારાં બે સાથીને તે ઘાયલ કર્યા છે તને ના જવા દઇએ એમ કહીને એણે દેબુની ફેંટ પકડી.. દેબુ હવે ગિન્નાયો અને બોલ્યો ફેટ છોડ એમ કહેતાં એ બાઇક સ્ટેન્ડ કરીને ઉભો રહ્યો. રીપ્તા નીચે ઉતરી ગઇ. દેબુ પણ ઉતરી ગયો એણે સામેવાળાની ફેંટ પકડી. અને બન્ને વચ્ચે ઉગ્ર ઝગડો થયો. દેબુએ પેલાને મોં પર એવી થપ્પડ ઝીંકી કે પેલાથી દેબુની ફેંટ છૂટી ગઇ નીચે પડ્યો.
દેબુએ એને લાત મારીને પેલો બેવડ વળી ગયો ત્યાં બીજા ચારે જણાં બાઇક સ્ટેન્ડ કરીને દેબુને મારવા માટે આવી ગયાં. દેબુએ હવે પોતાનો બેલ્ટ કાઢીને હાથમાં મજબૂત પકડી લીધો અને ચારે જણાનો સામનો કરવા માંડ્યો એણે પેલા લોકોની એકેલે હાથે ધોલાઇ ચાલુ કરી ત્યાં પેલો રોડ પર પડી ગયેલો એને કળવળી એણે બાઇકમાંથી ભરાવેલો ડંડો કાઢી દેબુને મારવા ઉભો થયો અને રીપ્તા આ બધું. જોઇ રહેલી હવે એ મેદાનમાં આવી એણે પેલોને ફરીથી એવી લાત મારી કે ડંડો હાથમાં છૂટી ગયો અને 10-12 ફુટ દૂર જઇને પડ્યો. હવે રીપ્તાને પણ ઝનૂન ચઢ્યું પેલાં ચારે જણાં દેબુની સાથે ફાઇટ કરી રહેલાં. એમાં નાં એક જણે પેલો ડંડો લીધો અને દેબુનાં માથામાં માર્યો.. દેબુ થોડો હલી ગયો એનાં માથામાં લોહી નીકળ્યુ એણે માથે હાથ દાબી દીધો છતાં એ લઢતો રહ્યો.
રીપ્તાએ એણે લાકડી મારી હતી એને કુંગ ફૂ સ્ટાઇલથી કેચીઓ અને પંચ મારવા માંડ્યા પેલો રોડ પર ઢળી પડ્યો દેબુને લોહી નીકળી રહેલું અને રીપ્તા એ ચીસ જોવા અવાજે કહ્યુ. હું આ લોકોને જોઊં છું તું હેન્કી બાંધી દે પ્હેલાં પ્લીઝ.
આ બધી લડાઇ રોડ પર ચાલી રહેલી આગળ પાછળ ટ્રાફીક જામ થવા લાગેલો ફીલ્મી સ્ટાઇલથી ફાઇટીંગ ચાલી રહેલી બધાં દેબુ અને રીપ્તાને બીરદાવતા હતાં ત્યાંજ નુપુર એની સાયકલ સાથે ત્યાં પ્હોચી એણે ભીડ જોઇને કુતૂહલ વશ આગળ આવી એની નજર ધાયલ દેબુ પર પડી અને એ સાયકલ છોડીને સીધી ત્યાં દોડી આવી અને દેબુને કહ્યું આ શું થઇ ગયું ? તને પોતાનો દુપટ્ટો કાઢી દેબુનાં માથે બાંધી દીધો દેબુને લોહી નીકળતું બંધ થઇ ગયું.
નુપુરને પણ એટલો ગુસ્સો આવ્યો એણે લડતી રીપ્તાને સાથ આપવા માંડ્યો અને પેલાં ચારે જણાંને ભોંય ભેગા કરી દીધાં રીપ્તાએ તો એલોકો બાઇકને લાતો મારી રોડ પર પાડી દીધી. દેબુએ બંન્ને જણનો આભાર માન્યો. રીપ્તા નુપર તરફ આશ્ચર્યથી જોઇ રહી આ ક્યાંથી ટપકી પડી ? આ કોણ છે અને એ દેબુને ઓળખે છે ? એનો દુપટ્ટો દેબુને બાંધી દીધો એણે જોયું એની સાયકલ છોડીને દોડી આવી હતી. એને ખ્યાલ આવી ગયો કોઇ ચક્કર જરૂર છે. પણ વાહ એ પણ કમાલની ફાઇટર છે.
રીપ્તાએ નુપુરની સાયકલ ઉભી કરીને એની પાસે લઇ આવી. એ દેબુનાં કપાળથી લોહી લૂછી રહેલી એની કાળજી અને સંવેદનાં બધું જ કહી રહી હતી. દેબુએ થેંકસ કહ્યું અને દેબુએ રીપ્તાને જોઇ રહી છે એ જોયું પછી બોલ્યો આપણે બાઇક બાજુમાં લઇ લઇએ અને રીપ્તાએ બાઇક સાઇડમાં લીધી નુપુરે પોતાની સાયકલ.
દેબાન્શુએ રીપ્તાને કહ્યું મીટ માય ફ્રેન્ડ નુપુર એણે પણ આપણી કોલેજમાં એડમીશન લીધુ છે એન્ડ માય ન્યુ ઇન્ટ્રોડક્શન અને નુપુર આ મારી સ્કુલ ફ્રેન્ડ રીપ્તા છે આમ બંન્નેની ઓળખાણ કરાવી પછી દેબુ બોલ્યો આજે મારી બન્ને ફ્રેન્ડની મને મદદ મળી.
નુપુરે રીપ્તાને કહ્યું "હાય રીપ્તા.. દેબુ સામે જોઇને બોલી યસ વી આર જસ્ટ ફ્રેન્ડ.. પછી એણે દેબુને કહ્યું "હું જઊં મારે સાયકલ પર જવાનું ઘરે જવાનું લેટ થશે તો માં પાપા ચિંતા કરશે. એમ કહી "બાય રીપ્તા બાય દેબુ કહીને એ ઝડપથી નીકળી જવા લાગી ત્યારે દેબુએ કહ્યુ તારો દુપટ્ટો ?
નુપુરે કહ્યું "કંઇ નહીં હમણાં તારે જરૂર છે પછી ધોયેલો પાછો. લઇ લઇશ એમ કહી હસતી નીકળી ગઇ.
દેબુ એને જતી જોઇ રહ્યો. રીપ્તા દેબુને જોઇ રહી હતી. પછી રીપ્તાએ પેલાં બધાં રોડ પરનાં ચારે જણને જોઇને કહ્યું "ચાલ દેબુ આ લોકોનો તો હિસાબ થઇ ગયો ફરીવાર બીજાને હેરાન નહીં કરે આપણે નીકળીએ ?
દેબુએ કહ્યું "હાં પણ રીપ્તા તેં ગજબની ફાઇટ કરી બધાને ધૂળ ચાટતા કરી દીધાં.
રીપ્તા કહે તું એકલોજ લડતો હતો મેં બધાની સાથે સુપરમેનની જેમ.. પેલાં રાસ્કલે તને માથામાં ડંડો માર્યો પછી મારાથી ના રહેવાયુ પછી તો મને હાથમાં ચળ આવી ગઇ હતી એટલે મઠાર્યો બરોબર પણ કહેવું પડે તારી નવી ફ્રેન્ડ પણ એ પણ તૈયાર છે મને એની ફાઇટ પરથી લાગ્યું કે એણે પણ ટ્રેઇનીંગ લીધી છે જે રીતે એનાં ચોપ અને કેચીઓ પડતી હતી પેલાં લોક આહ કરતાં ઢળી પડેલાં. .. કહેવું પડે. યાર તારી બધી ફ્રેન્ડ ફાઇટર જ છે. એમ કહીને હસવાં લાગી દેબુએ કહ્યું "સારું ને અત્યારનાં સમયમાં છોકરીઓ સેલ્ફ પ્રોટેક્ટ કરવા માટે તૈયાર રહેવાની જ જરૂર છે અને એને હું સપોર્ટ કરુ છું અત્યારે આવાં રોડ રોમીયો અને રેપીસ્ટ જયાં જુસો ત્યાં ફરતાં હોય છે.
રીપ્તાએ કહ્યું "તેં સારી ફ્રેન્ડ શોધી છે કેવી રીતે ફ્રેન્ડશીપ થઇ તમારી ?
દેબુએ કહ્યું "એકસીડેન્ટથી.. રીપ્તાએ કહ્યું "શું એમાંય એકસીડન્ટ ? ક્યાં થયેલો ?
દેબુએ પછી એની સાયકલને થયેલો એકસીડન્ટ એનાં ઘરે મૂકવા ગયો બધી ટૂંકમાં વાત કરીને કહ્યું બસ આમ ઇન્ટ્રોડકશન થયુ આ અમારી બીજી જ મુલાકાત છે.
રીપ્તાએ થોડું વિચારીને કહ્યું "કહેવું પડે દેબુ બીજી જ મુલાકાત રંગ લાવી છે.. હમણાં ઓળખાણ અને આજે તો દુપટ્ટો બાંધી તારાં માટે આ લુખ્ખાઓ સાથે ફાઇટ કરી.. એને કોઇ ડર નહોતો... બ્રેવ...
દેબુએ કહ્યું હાં એ ફાઇટર જેવી જ છે પણ એ એવી જગ્યાએ રહે છે અને આવે જાય છે એણે એવું થવું જ પડે સારું છે. અત્યારે લોહી જોઇને કૂદી પડવું સ્વાભાવિક એ મને હેલ્પ કરે... એમાં નવાઇ જેવું નથી કાંઇ..
રીપ્તા કહે હું ટીશર્ટ પેન્ટમાં શું કાઢીને બાંધુ ? પણ ખરા સમયે એ આવી ગઇ સારું થયું દેબુએ રીપ્તાની આંખોમાં કંઇક સળવળતું જોયું..
વધુ આવતા અંકે પ્રકરણ-10