Existence - 4 in Gujarati Fiction Stories by Aksha books and stories PDF | અસ્તિત્વ - 4

The Author
Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

અસ્તિત્વ - 4

આગળના ભાગમાં આપણે જોયું કે અવની ચેન્જ કરવા રૂમમાં આવે છે.., ત્યાં કોઈ દરવાજો બંધ કરતા રોકે છે.., હવે આગળ..



અવની : ઉત્તમ તું અહીંયા?, તને નથી ખબર કે આ કંઈ જગ્યા છે.. ?

ઉત્તમ: હા, અવની મને ખબર છે પણ હું તને કંઇક કહેવા માગું છું.

અવની: તારે જે કહેવું હોય એ બધાની સામે કહી દેજે અત્યારે અહીંથી તું જા.. ( ગુસ્સામાં અવની બોલે છે)

ઉત્તમ ઉદાસ મોઢે પાછો જતો રહ્યો..., અવની ચેન્જ કરી હોલમાં આવી જાય છે પણ એકદમ ઉદાસ દેખાય છે.., મયંક અવની સામે જોવે છે એને પણ એવું લાગે છે કે કંઈક થયું છે..
પ્રોગ્રામ પુરો થતા બધા છોકરાઓ મેદાનમાં બેઠાં હોય છે ત્યાં જ ઇન્દ્ર ઉત્તમને પૂછે કે શું થયું ગયો હતો ને તું.. એટલે મયંકથી પૂછ્યા વગર રહેવાયું નહીં અને કહે છે કે ક્યાં ગયો હતો તું.. ? ઉત્તમ નીચું મોઢું રાખી ને બોલે છે કે અવનીને પ્રપોઝ કરવા..એ ચેન્જ રૂમમાં ગઈ ત્યારે , હાર્દિક વચ્ચે બોલ્યો કે શું જવાબ આપ્યો? ઉત્તમ બધું વિગતવાર એની અને અવનીની વાત કહે છે..

આ બધું સાંભળીને મયંકને ખુબ જ ગુસ્સો આવે છે અને ઉભો થઈને મારે છે ઉત્તમને બધા બોયસ પકડે છે મયંકને પણ મયંક તો બોલે છે કે એ મારી છે તારી હિંમત કેમ થઈ એની સાથે આવી રીતે વાત કરવાની એ પણ અવની એકલી હોય છે ત્યારે.. ભુપેન્દ્ર શાંત પાડે છે મયંકને અને ઘરે લઈ જાય છે...
મયંક ઘરે હોય છે, છતાં એના મનમાં સતત અવનીના વિચાર આવ્યા કરે છે કે શું એની પર વિતતી હશે.,એની આંખ સામે અવનીનો ઉદાસ અને ઊતરી ગયેલો ચહેરો આવે છે.. એમ વિચાર કરતા કરતા મયંક સુઈ જાય છે..

બીજે દિવસે સવારે સ્કૂલ જાય છે, પ્રાર્થના બધું પૂરું થયા પછી કલાસરૂમમાં તમામ વિધાર્થીઓ હોય છે અને અવની પોતાના રૂમમાં આવે છે.., ગુસ્સાવાળી નજરથી એ ઉત્તમ સામે જોવે છે ,ત્યાં મયંક પણ હોય છે મયંક પણ સમજી જાય છે કે કાલની વાતથી અવની ગુસ્સામાં લાગે છે..
સમય જતાં અવની પણ આ વાત ને ભૂલી જાય છે અને મયંક માટે એના મનમાં ક્યાંક પ્રેમનું અંકુર ફૂટે છે બસ રાહ હતી મયંકના મોઢે સાંભળવાની..એમ કરતાં કરતાં નવરાત્રી આવી જાય છે..
અવની સ્કૂલમાંથી ચાર દિવસની રજા લઈ લે છે... , કેમ કે અવની એના સંભધી સાથે માતાજીના દર્શન માટે પગપાળા જવાની હોય છે, તો બીજી બાજુ મયંક, ભુપેન્દ્ર, હાર્દિક વગેરે પણ પગપાળા જવાના હોય છે.. બંને એકદમ બેખબર હોય છે કે બંને એક જ જગ્યાએ જવાના છે...
માતાજી નું મંદિર 120 કિલોમીટર દૂર હોય છે એટલે નવરાત્રીની એક રાત પહેલા જ બધા નીકળે છે,, બે દિવસ ચાલ્યા બાદ રાતે આરામ કરે છે. મંદિર બહુ દૂર નહોતું બસ પાંચ કિલોમીટર દુર હશે ત્યાં જ સવારના આછા પ્રકાશમાં છોકરાઓનું ટોળું આવતું દેખાયુ તરત જ અવનીની પાછળ ચલતા હતા પણ સહેજ દૂર હતા.. બહુ વાતો નો અવાજ આવ્યો એટલે અવની પાછું વળીને જોયું તો મયંક અને એના મિત્રો હતા..
મયંકએ નાઈટ ડ્રેસમાં હતો, હાથમાં લાકડી લઈ માંડ ચાલતો હતો એટલે અવનીથી હસાઈ ગયું ત્યાંજ મયંક અવની સામું જોયુ ને એકા એક લાકડી નાખી ને ઝડપથી ચાલવા લાગ્યો.. એ જોઈ અવની ઝડપથી આગળ દોડવા લાગી.. કહેવાય છે કે પ્રેમ ભલ ભલા ને દોડતા કરી દે એવું જ થયું.. બસ એટલી જ ઝલક જોઈ બંને એક બીજાની. માતાજીએ દર્શન કરી એક દિવસ અવની ઘરે આવી આરામ કરે છે પછી સ્કૂલ એ જાય છે..
એ બંનેનો નિત્યક્રમ ક કે સ્કૂલ જાવ ભણવાની સાથે એકબીજા ને જોયા કરો.. પ્રથમ પરિક્ષા પછી વેકેશન પડવાનું હતું એટલે મયંક કહે ભુપેન્દ્રને અવનીનવ નંબરનું કહે છે, એટલે ભુપેન્દ્ર પણ કહે છે કે બે દિવસ હજુ લાગશે..મયંક ગુસ્સેથી બોલે છે કે શું કર્યું છ મહિના તે એક નંબર નો મળ્યો તને??..
આ બાજુ વેકેશન પડવાથી અવની ખુશ હતી કે ફરવા જવા મળશે તો બીજી બાજુ મયંક અવનીના મોબાઈલ નંબરની રાહમાં હતો.....
અવની એના મમ્મી તથા એમના કાકાની છોકરીઓ સાથે ફરવા જાય છે.. અવનીના પપ્પાના મામાને ત્યાં.. બધા રસ્તામાં હતા ત્યાં જ વહેલી સવારે
7:30 વાગે એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે...કે જય શ્રીકૃષ્ણ એટલે અવની તરત જ વળતો જવાબ આપે છે જય શ્રી કૃષ્ણ.. સાથે તમે કોણ એ પણ પુછી લે છે... સામે થી જવાબ આવે છે કે મયંક તમારી સાથે સ્ટડી કરું છું એ..
(મેસેજ ચેટ)
અવની: તમને શું કામ છે કે મેસેજ કર્યો??

મયંક : કામ કાઈ નથી પણ એક વાત કહેવી છે..

અવની : શુ વાત ??
મયંક : I love you

અવની : ઓહ હશે, પરંતુ હું તમને લવ નથી કરતી..

મયંક : તો મને ના કરો તો વાંધો નહિ પણ જો મારી
સામે કે મારી પાછળ કોઈ છોકરા સાથે વાત પણ કરી તો હું નહીં ચલાવી લવ..( ગુસ્સામાં બોલે છે)

અવની : ધમકી આપો છો મને?

મયંક : એ તમે જ સમજો એ..

અવની : કેટલો પ્રેમ કરો છો તમે??
મયંક : 10000000000 વાર

અવની : વધી ગયું થોડું પણ ચાલશે... i love u too

મયંક : સાચું કહે છે તું..

અવની : હા બહુ જ પ્રેમ કરું છું તમને.. તમારી જોવાની રીત જ કંઈક અલગ છે, મારા હૃદતની લાગણીને હું દબાવી નથી શકતી એટલે તમને કહી દીધું..

બંને આ નવા પ્રેમ સંબંધથી ખુશ હતા. એક બીજાને સમવાની કોશિશ કરતા હતા..એક દિવસ અવની મયંક ને પૂછે છે કે......
.
.....ક્રમશ......