આગળના ભાગમાં આપણે જોયું કે અવની કઇંક મયંકને પૂછે છે...,હવે આગળ...,
                 નવો પ્રેમ અને નવા પ્રેમ સંબંધની વાત જ કંઈક અલગ હોય એક અઠવાડિયામાં તો અવની અને મયંક એકબીજા ની વધુ નજીક આવી ગયા હતા, ત્યાં એક દિવસ અવની મયંકને મેસેજમાં પૂછ્યું એના પપ્પા વિશે..
અવની : તમારા પપ્પા શુ કરે છે...?
મયંક : સાચું કહું કે ખોટું?
અવની : સાચું જ કહેવાનું હોય ને પાગલ.
મયંક : જો તને સાચું કહીશ તો શાયદ તું મને છોડી દઈશ...
અવની : લે વાત કહ્યા વગર કેમ ખબર પડે. હવે સાચું સાચું જલ્દી બોલો.
મયંક : તું નારાજ ના થાય તો જ કહું...
અવની: હવે નહિ કહો તો  નક્કી નારાજ થઈ જઈશ..
મયંક :  પપ્પા દારૂ બનાવીને વહેંચે છે..
અવની : શુ ? મજાક કરો છો તમે?
મયંક : ના લવ સાચું કહું છું કે પપ્પા દારૂનો ધંધો કરે છે..મને ખબર હતી તું વિશ્વાસ નહિ કરે એટલે તને કાંઈ કહ્યું નહિ..
અવની: તમે તો મયંક ભણો છો તમે કેમ નથી સમજાવતા તમારા પપ્પાને કે એમના આવું કરવાથી કેટલાં લોકોની જિંદગી બગડે છે.., કેટલી સ્ત્રીઓ ઘરેલું હિંસાનો શિકાર થાય છે.. બસ દારૂના લીધે..તમે ગમે એમ કરીને દારૂ બંધ કરવો બસ.
મયંક : અવની હું તારી વાત સમજુ છું યાર પણ હું શું કરી શકું બહુ બધા ના પાડે છે છતાં પપ્પા નથી સમજતા..
 
અવની : તમને ખબર છે મયંક કે મને આવું જરાય નથી ગમતું..  તમારા પપ્પાને સુધારો તો જ હું તમારી સાથે રહીશ બાકી અત્યારથી બધું પૂરું..
મયંક :  ઓકે પૂરું તો પૂરું..
અવની : હવે કોઈ દિવસ મને કોલ કે મેસેજ ના  આવવા જોઈએ.
મયંક :  ઓકે ગુડ બાય.
અવની : ગુડ બાય..
     
            બંને ગુસ્સામાં એક બીજાને ગુડબાય કહી દીધું.. પણ પ્રેમ તો હજુ એક બીજા માટે હતો જ. દિવાળી વેકેશન હતું એટલે ના જોઈ શકે .. ત્યારે તો વોટ્સએપ પણ નહીં એટલે ટેક્સ મેસેજમાં જ વાત થાય.
          મનમાં ને મનમાં બંને એકબીજાને યાદ કરે હવે મેસેજ કરે કોણ સામેથી એ પણ એક સવાલ હતો..તડપ બંને બાજુ એક સરખી.. અવનિ વિચાર કરતી કે મયંકને મેસેજ કરે પણ ટાઈપ કરીને ડીલીટ કરે.. આ બાજુ મયંકની હાલત એ જ હતી.
                 એમ કરતાં કરતાં એક અઠવાડિયું નીકળી ગયું ના કોઈ ફોન કે  ના કોઈ મેસેજ. બંને બેચેન હતા.. 
     એક સાંજે 8 વાગે અવની ગામમાં રાખેલી ધ્યાન શિબિરમાં જાય છે..,  શિયાળાના લીધે ઘોર અંધારું હતું એટલે મોબાઇલ સાથે લઈ ગઈ. ત્યાં જઈ ધ્યાન ધર્યું પણ વિચાર તો એને મયંકના આવતા સાથે પ્રાર્થના કરતી કે એકવાર મેસેજ આવી જાય..
 
                  8:15 થઈ હશે ત્યાં જ જેકેટના ખીચ્ચાંમાં રહેલો મોબાઈલ વાઈબ્રેટ થાય છે, અને અવની એકા એક ઝબકી જાય છે ધ્યાન માંથી કે નક્કી મયંકનો જ મેસેજ હશે., એટલે એને ધીમેથી મોબાઈલમાં જોયું તો મયંકનો જ મેસેજ હતો, એથી અવની ભગવાનનો આભાર વ્યક્ત કરે  છે, અને ધ્યાન શિબિર પુરી કર્યા વગર એની સહેલીને લઈને પાછી ઘરે આવી જાય છે.. 
           રસ્તામાં તો મોબાઇલે ઓન કરીને મેસેજ જોઈ શકે નહીં સહેલી સાથે હતી એટલે.. જલ્દી ઘરે પહોંચી ને મેસેજ જોવે છે ..
મયંક :  સોરી અવની મેં ગુસ્સો કર્યો તારી પર. પ્લીઝ મને માફ નહીં કરે.?
અવની :  હમ્મ..
મયંક :સમય આપ મને થોડો હું બધું બદલી દઈશ બસ તું સાથ આપ. નહીં રહી શકું યાર તારા વગર, તને દિલથી લવ કર્યો  છે.
અવની : ઓકે.
                   મયંક અને અવની પાછા એક સાથે હતા ખુશ હતા, જોત જોતામાં તો દીવાળીના દિવસો પણ પુરા થવા આવ્યા અને વકેસન પણ.., આ 21 દિવસ દરમિયાન એકબીજાને જોયા સુધ્ધાં ન હતા..
   
                    વેકેશન પછી સ્કૂલનો એ પહેલો દિવસ હતો. જ્યારે બંને એકબીજાને જોવા અધીરા બન્યા હતા.એક રાત પહેલા જ મયંકએ અવનીને કહ્યું હતું મોબાઈલ સાથે લઈને આવજે બસ એક દિવસ માટે.. કેમ કે પહેલો દિવસ છે સ્કૂલનો એટલે સફાઈને એવું  થશે અને બહુ કોઈ સ્ટુડન્ટ્સ પણ નહીં આવે તો મોબાઈલ સાથે લેતી આવજે..
                  મયંક તો પહેલા દિવસે વહેલો આવી જાય છે એકદમ ટીપટોપ તૈયાર થઈને.આ બાજુ અવની પણ લાઈટ પિંક ડ્રેસમાં બહુ સુંદર તૈયાર થઈને બેઠી હોય છે,અને મનમાં વિચારે છે કે ભલે આજ તો મયંક રાહ જોવે..ત્યાંજ હાથમાં રહેલો મોબાઇલ વાઈબ્રેટ થાય છે..
મયંક :  હું આવી ગયો..
અવની : તો શું ?
મયંક :  તો શું ? એટલે આય તું જલદી.
અવની : હું તો ક્યારની આઇ ગઈ છું, શોધો મને ક્યાં છું હું.?
મયંક : સાચું ? અને શોધી લઈશ તો મને શું મળશે?
અવની :  હા,  તમે કહો એ.
મયંક :  એક કિસ..
અવની: હાય રે એવું કંઈ હોતુ હશે શુ?. 
મયંક : હા હોય જ હો.
અવની : ઓકે. પણ દસ મિનિટમાં શોધીને બતાવો તો જ કિસ મળશે..
મયંક : ઓકે ડન.
                    આ બાજુ મયંક પુરી સ્કૂલમાં અવનીને શોધી રહ્યો હતો અને અવની ઘરે બેઠા બેઠા રાજી થઈ રહી હતી કે ભલે આજે હેરાન થાય 5 મિનિટ પછી જ સ્કૂલમાં જાવ. 
                          રસ્તામાં જતા જતા પાંચ મિનિટ આરામથી થઈ જશે અને શરત પણ હું જીતી જઈશ.. 
                         અવની સ્કૂલ જવા નીકળે છે અને દસ મિનિટ પછી એ મયંકને મેસેજ કરે છે..
અવની : કેમ હારી ગયા ને?
મયંક : કયાં છે યાર તું બધું જોઈ આવ્યો  ગર્લ્સ વોશરૂમ પણ ( સહેજ ચીડાઈને )
અવની : તમારી પાછળ નઝર કરો.
          મયંક પાછું વળીને જોયો તો અવની આવી રહી હતી એની સહેલી સાથે. લાઈટ પિંક ડ્રેસમાં ખૂબ જ સુંદર  લાગી રહી હતી. મયંકની નઝર તો અવની પરથી હટી જ નહીં.ગુસ્સો પણ ઉતરી ગયો.
                   અવની મયંકની બાજુમાંથી નીકળી  તો ક્રિષ્નાને સંબોધીને બોલી કે તમે શરત હારી ગયા છો.ત્યાંજ મયંકને ધ્યાન પડ્યું કે અવની મને જ કહી રહી છે.. 
            મયંક પાછો નારાજ થઈ જાય છે અને મેસેજ કરે છે અવનીને.
મયંક : બહુ ચાપલી હો.
અવની :  ઓહ એવું કે?
મયંક : હા હો હવે નાટક નો કરીશ ખોટા. પણ લાગે છે જોરદાર આજે.
અવની : આભાર હો આપનો. કલાસરૂમમાં આવો કોઈ નથી કંટાળો આવે છે.
મયંક :  આવું છું આમ પણ શરત પુરી નથી થઈ ને.
અવની : હમ્મ આવો તો ખરા હજુ.
( ક્રમશ....)