Vatsalya - 4 in Gujarati Motivational Stories by Jayrajsinh Chavda books and stories PDF | વાત્સલ્ય-અંતનો અંતે આરંભ(ભાગ-૪)

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

વાત્સલ્ય-અંતનો અંતે આરંભ(ભાગ-૪)

•મિત્રો,ભાગ-૩માં આપણે જોયું કે નિરજ અને સકુંતલા એકીસાથે ત્રણ-ત્રણ બાળકોની ખુશીમાં આનંદમાં આવીને તેની કંપનીમાં એક શાનદાર પાર્ટીનું આયોજન કરે છે અને આ પાર્ટીમાં નિરજના ખાસ મિત્ર તરુણ સહિત તેની કંપનીના તમામ કર્મચારીઓ તેના પરિવાર સાથે ઊપસ્થિત રહે છે.આમ નિરજ અને સકુંતલાના આનંદ ભરેલા દિવસો પછી તેમનાં વાત્સલ્યની વરસાદના કારણે જે પૂરની પરિસ્થિતિથી નુકસાન થવાનું હતું તે દિવસો આવવાના હતા તેનો આરંભ હવે ટૂંક જ સમયમાં થશે.

•હું કોઈપણ માતા-પિતાને તેના બાળકો ઊપર વાત્સલ્યનો દરિયો લૂંટાવવાની મનાઈ નથી કરતો,પરંતુ હાલનો સમય અને દુનિયાના ખરાબ માણસોની સંગત તેની રંગત ઊપર લાવીને ઊભી કરી જ મૂકે છે.

•હું તમને ખાતરી આપું છું,તમારે તમારી આસપાસના વૃધ્ધાશ્રમની તપાસ કરવાની છૂટ છે તેમાં રહેતાં સો ટકા માતા-પિતામાંથી વીસ ટકા માતા-પિતા નિરજ અને સકુંતલા જેવા હશે જ કે જેમણે પોતાની સમગ્ર જીંદગીમાં સારા કર્મો કરવા છતાં પણ તેને દયાવિહિન સંતાન મળે છે અને તેમને એક વાત્સલ્યની લાગણી આપવાને બદલે આશ્રમના દરવાજા બતાવે છે.

•આવા તમામે તમામ માતા-પિતા પોતાના સંતાનોના તરછોડાવાના દુઃખને એક ખૂણામાં પોતાના આંસુમાં વહાવી નાખે છે.તમારા સારા કર્મ કોઈકવાર ભગવાનના સિંહાસનને પણ હચમચાવી નાખે છે અને અંતે તેના પ્રેમની પરાકાષ્ઠા કરે છે.

•મારી દરેક માતા-પિતાને નમ્ર વિનંતી છે કે,તમારા બાળકોના પ્રેમમાં ક્યારેય આંધળા ન બનતાં અને હા જો તમે સારા કાર્યો કરતાં હોવ તો તે ચાલુ જ રાખજો પણ બાળકોના પ્રેમની આશામાં તમારા બાળકો ઊપર આંધળી વાત્સલ્યની પ્રેમધારા ક્યારેય ન વરસાવતા.

•હું માનું છું કે,વૃધ્ધાવસ્થામાં કોઈ પણ વ્યક્તિ કામ ન કરી શકે પણ તે અવસ્થામાં આપણા પાસે કોઈક એવી થોડી શક્તિ હોય છે જેના કારણે આપણે વૃધ્ધાવસ્થામાં પણ એક અનોખા જીવનની શરૂઆત કરી શકીએ છીએ.તો મારા તરછોડાયેલા વૃધ્ધ માતા-પિતાએ પોતાના સંતાનોના તરછોડાવાના વિચારોમાં પોતાની બચેલી જીંદગીને ફક્ત આંસુ અને ગમમાં ન વહાવીને તેને મોજથી અને વટથી જીવવી જોઈએ.

•નિરજ અને સકુંકલા પણ પોતાના વાત્સલ્ય સામે હારીને કંઈક આવું જ કરવાના છે.તે તેના રિપોર્ટ વખતે એક વાત ભૂલી ગયા હતા કે જો માતાપિતાના વાત્સલ્ય સામે ભગવાને હાર માની હતી અને આ હારને તે બંને પોતાની જીત સમજીને ઘમંડ કરવા લાગ્યા.પરંતુ મિત્રો કહેવાય છે કે ભગવાન જો સુખ આપે તો તેની સામે ક્યારેય ઘમંડ ન કરવું જોઈએ કારણ કે તે આપણને જે સુખ આપી શકે છે તેને પાછું પણ લઈ શકે છે.

•મારી આ રચનામાં પણ ભગવાને સકુંતલા અને નિરજના વાત્સલ્ય સામે હાર માનીને એકીસાથે તેમા વાત્સલ્યના દરિયામાં નાહી શકે તેવા ત્રણ બાળકો આપ્યા પણ તે બંનેનો ઘમંડ ભગવાનને મંજૂર જ ન હતો તેથી ભગવાન કંઈક એવું કરશે જે સકુંતલા અને નિરજને એક અલગ જ સમયમાં લઈ જઈને એક નવા રૂપમાં બહાર લાવશે.

•ખરેખર આ રચના મારા જીવનમાં મને ઘણું શીખવે છે અને બીજા લોકોને પણ કંઈક શીખાડવા માટે પ્રેરિત કરે છે.જીવનમાં ક્યારેય ભગવાને આપેલ સમય,પરિસ્થિતિ,સંજોગો વગેરે ઊપર પોતાનો અતિશય સ્વાભિમાન કે પોતાનો અતિશય અભિમાન વ્યક્ત ન કરવો.કારણ કે,આપણે ભગવાનની પૃથ્વી ઊપર ભગવાન દ્વારા મોકલેલ માત્ર મહેમાન જ છીએ નહિ કે યજમાન કે માલિક.

•માટે અભિમાન અને ઘમંડ છોડીને ભગવાને આપણને જે આપ્યું છે કે જે આપશે તેને શાંતિથી અપનાવીને જીવનના ગમે તે સમયમાં ભગવાનને યાદ કરીને લડી લેવું જોઈએ.જો પરિસ્થિતિ સામેની લડતમાં તમારી મહેનત જોરદાર હશે તો તેનું પરિણામ પર પણ જોરદાર જ આવવાનું માટે હિંમત રાખીને હસતાં મુખે જીવો અને પરિસ્થિતિઓને પ્રેમથી પચાવતા શીખો.

•આ બાજુ સકુંતલા અને નિરજ તેની આનંદની દુનિયામાંથી બહાર આવવાનું નામ જ નહોતા લેતા ત્યાં તેને એક જોરદાર ઝટકો લાગવાનો હતો....

•નવ મહિના પછી;.....

(નિરજ સવારે કંપની ઊપર જવા નીકળે છે અને સકુંતલાને નવમો માસ ચાલતો હોવાથી તે રૂમમાં આરામ કરે છે અને અચાનક....)

સંકુતલા:-નિરજ....ઓ નિરજ....(ચીસ પાડે છે...)
(સકુંતલાની ચીસ સાંભળીને નિરજ દોડીને તેના રૂમમાં જાય છે....)

નિરજ:-(સકુંતલાના માથા પાસે આવીને)શું થયું બકુડી કેમ ચીસો પાડે છે?(ચિંતામાં)

સકુંતલા:-(રડતાં રડતાં)મને પેટમાં બહુ જ દુખાવો થાય છે.

નિરજ:-સારું હું હમણા જ હોસ્પિટલએ પહોંચાડું તને તું ટેન્શન ના લઈશ,બસ થોડીકવાર બકુડી હમણાં હોસ્પિટલ પહોંચાડવાનું કરું.(ચિંતામાં)

(આમ,નિરજ સકુંતલાને એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલએ પહોંચાડે છે.હોસ્પિટલએ પહોંચીને બે-ત્રણ નર્સ સકુમતલાને એમ્બ્યુલન્સમાંથી ઊતરે છે અને નિરજ સકુંતલાની ચિંતામાં બેબાકળો બની જાય છે.....)

નિરજ:-(દોડતાં દોડતાં)ડોક્ટર સાહેબ.....ડોક્ટર સાહેબ....જુઓને સકુંતલાને અચાનક દુખાવો ઊપડ્યો છે.(ચિંતામાં તે ડોક્ટર પાસે પહોંચે છે....)

ડોક્ટર:-નિરજ ભાઈ,ચિંતા ન કરો અમે તેને ઓપરેશન રૂમમાં લઈ જાય છીએ.

(પછી ડોક્ટર અને નર્સની ટીમ સકુંતલાને ઓપરેશન રૂમમાં લઈ જાય છે અને નિરજ ઓપરેશન રૂમની બહાર ચિંતામાં બેઠો છે.તેટલામાં તરુણનો ફોન આવે છે....)

તરુણ:-ક્યાં છે તું ભાઈ?

નિરજ:-હું હોસ્પિટલએ તારી ભાભીને લઈને આવ્યો છું.(ચિંતામાં)

તરુણ:-ઓહ!તું ટેન્શન ના લે,બધું સારું જ થશે ભાઈ.તું ટેન્શન ન લે હું આવું છું.(આશ્વાસન આપતાં)

નિરજ:-હા ભાઈ(ચિંતામાં જ)
(પછી નિરજ ફોન મૂકી દે છે અને બીજી બાજુ તરુણ હોસ્પિટલ આવવા માટે નીકળે છે,પરંતુ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું.તરુણને નિરજ ની ચિંતામાં જ પોતાના ગાડીની સ્પીડ ભૂલાય જાય છે અને રસ્તામાં જ તરુણનું એક્સિડન્ટ થઈ જાય છે.પણ આ વાતની નિરજને ખબર જ નથી પડતી.તેટલામાં નિરજ હોલમાં પાણી પીવા માટે આવે છે અને હોસ્પિટલના દરવાજેથી બે-ત્રણ ડોક્ટર અને નર્સ એર સ્ટ્રેચર પર સુવાડેલ દરદીને લઈને નીકળે છે.ભીડમાં "અકસ્માત ખતરનાક હતું તે બચી જાય તો સારું"તેવી બૂમાબૂમ સાથે સ્ટ્રેચર નિરજની બાજુમાંથી પસાર થાય છે અને નિરજનું ધ્યાન તે ભીડ અને સ્ટ્રેચર પર સુવાડેલ દરદી ઊપર ખેંચાય છે તે જોતાં જ નિરજનું ધ્યાન દરદીના હાથમાં બાંધેલા ફ્રેન્ડશીપ બેલ્ટ ઊપર અને તે જોતાં જ નિરજને તરુણના હાથમાં પોતે ફ્રેન્ડશીપ બેલ્ટની યાદ આવે છે અને તેને શંકા પડે છે કે ક્યાંક તે તરુણ તો નથી ને!એટલે તે જાણવા માટે નિરજ તરુણને ફોન કરે છે તો તરુણનો ફોન "આઊટ ઓફ કવરેજ" એટલે નિરજને થયું કંઈક કામને કારણે તરુણે ફોન બંધ રાખ્યો હશે.છતાં નિરજ થી રહેવાયું નહિ એટલે તેને અમસતા તે ભીડમાં જઈને....)

નિરજ:-(એક વ્યક્તિને પૂછે છે...)ભાઈ,શું થયું પેલા ભાઈને અંદર લઈ ગયા તેમને?

વ્યક્તિ:-અરે,જોરદાર અકસ્માત થયું છે તે ભાઈનું નજીકના રસ્તા પર જ.

નિરજ:-ઓહ,,,,બહુ જ ભયાનક વાગ્યું હશે નહિ?કેમકે બહું જ લોહી નીકળતું હતું એટલે!

વ્યક્તિ:-હા ભાઈ....
(આમ,હજું થોડી વાતચીત બંને વચ્ચે ચાલે છે,પણ નિરજ તરુણના અકસ્માતથી અજાણ જ છે અને બીજી બાજુ સકુંતલાનું ઓપરેશન હજુ ચાલતું જ હોય છે.હવે આવનારા ભાગમાં આપણે જાણીશું નિરજને તરુણના અકસ્માતની જાણ થશે તો શું થશે અને સકુંતલાના ઓપરેશનનું પરિણામ શું આવશે....)

•તો આગળના ભાગોમાં વાંચતા રહો મારી સાથે "વાત્સલ્ય-અંતનો અંતે આરંભ" કેમકે હવે થોડા ભાગ પછી જ આ રચનામાં અલગ આરંભ થઈ જશે,તો જાણવા માટે અને વાંચવા માટે તથા આવનારી અવનવી રચનાઓની અપડેટો મેળવવા માટે મારા માતૃભારતીના એકાઊન્ટને પ્લીઝ ફોલો કરજો.

-જયરાજસિંહ ચાવડા
Mo.8735965492