Hu ane mara Ahsaas - 12 in Gujarati Poems by Darshita Babubhai Shah books and stories PDF | હું અને મારા અહસાસ - 12

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

હું અને મારા અહસાસ - 12

હું અને મારા અહસાસ

12

હોઠ પર વાત આવી ને અટકી ગઈ કેમ?
આંખ માં તોફાન આવી અટકી ગયું કેમ?

*********************************************************

હૈયા ની વાત હોઠો પર આવી ગઈ,
ના કહેવાની વાત પણ કહેવાઈ ગઈ.

*********************************************************

હોઠો ની લાલી એ હૈયું લૂંટી લીધું,
આંખો જ્યાં મળી હૈયું ચોરી લીધું.

*********************************************************

છાની વાતો હોઠો પર આવી ગઈ,
હૈયા એ આજે ગદ્દારી કરી હતી.

*********************************************************

જ્યારે હૈયા ની વાત હોઠો પર ના આવે,
ત્યારે આંખો માં તે સ્પષ્ટ વંચાતી હોય છે.

*********************************************************

આંખો માં હા હોય,
હોઠો પર ના હોય,
ત્યારે લોચો સમજવો,
અને તે છે પ્રેમ.

*********************************************************

તારા ભાગ નો વારસો છે,
"માં" નું અમૂલ્ય વ્હાલ.

*********************************************************

નવરાશ ઉધાર મળે છે?
વપરાશ સમય કરે છે.

*********************************************************

એક પળ માટે પણ સમય નથી,
કોરોના એ નવરા બનાવી દીધાં.

*********************************************************

નવરાશ નો સમય ગપ્પા મારવા માં ના પસાર કરો,
સમય નો સદુપયોગ કરીને કોઈને મદદ કરો.

*********************************************************

ચુંબક જેવી છે યાદો તારી,
ગળે વળગી છે યાદો તારી.

*********************************************************

ચુંબક ની જેમ વાયદો નીભાવજો,
સાથ જિંદગીભર જરૂર નીભાવજો.

*********************************************************

હૃદય વિશાળ રાખો,
ક્ષમાં આપતાં શીખો.

*********************************************************

વિશાળ દરિયા નું પાણી તરસ છીપાવત્તું નથી શકતું,
દિલ તારી મીઠી પ્યારી યાદો ને ભૂલાવી નથી શકતું.

*********************************************************

પૃથ્વી ની વિશાળતા માપી નથી શકાતી,
તેમ તારા પ્રેમ ને હું સમજી નથી શકાતી.

*********************************************************

દૃષ્ટિ વિશાળ રાખો,
સૃષ્ટિ નિશાળ રાખો.

*********************************************************

બહાર નો ભૂકંપ શરીર દ્રુજાવે છે,
અંદર નો ભૂકંપ બુધ્ધિ દ્રુજાવે છે.

*********************************************************

બહુવિધ નામ છે તારા,
કયે નામે પોકારું તને.

*********************************************************

બહુવિધ પ્રતિભા બુદ્ધિશાળી હોય છે,
તેમનું દિમાગ અને ગતિ તેજ હોય છે.

*********************************************************

મારી સાથે ચાલાકી કેમ કરે છે કૃષ્ણ?
તારી સાથે પ્રીત જોડી ભૂલ કરી મેં?

*********************************************************

ચાલાકી આંખો એ કરી,
ઉમરકેદ દિલ ને મળી.

*********************************************************

ભોળા રે શંકર નો મેળો રે ભરાયો.
હાલો મેળે માં ઘૂમવા રે જઈએ.

*********************************************************

ભોળો દિલ નો મને વ્હાલો લાગે છે,
જટાધારી શંભુ મીઠો રૂપાળો લાગે છે.

*********************************************************

ભોળા બનો, ડફોળ નહીં,
સીધા બનો, ચાલક નહીં.

*********************************************************

દિલ ની કથા આંખો માં વાંચી લીધી,
જીવન ની વ્યથા છે ઘોળી ને પીધી.

*********************************************************

કથા અમૃત ને બધાં જ પચાવી નથી શકતાં,
આયનો પોતાની જાતને બતાવી નથી શકતાં.

*********************************************************

અમૃત કથા નો સાર છે,
દિલ માં શે નો ભાર છે.

*********************************************************

કોઈ ને તન મન ધન થી મદદ કરો,
એ ભગવાન ની કથા કરી કહેવાય.

*********************************************************

માં બાપ ની સેવા ઉત્તમ કથા છે,
બાકી બધી મહેનત ખાલી છટા છે.

*********************************************************

સગાવાદ નું દૂષણ ભારે,

સમાજ ને ઢોર માર મારે.

*********************************************************

કોરોના ભરખી ગયો સમાજ રચનાને આજે,
ભાઈ ભાઈ ને અડવા તૈયાર નથી આજે,

*********************************************************

જોઈએ હવે કેટલો સગાવાદ ચાલશે આજે,
સામાજિક અંતર બન્યું છે ફરજીયાત આજે.

*********************************************************

આંખો વિશિષ્ઠ હતી કે દિલ ખોઈ બેઠા,
જીવનભર સજા ને પાત્ર બની બેઠા.

*********************************************************

કામગીરી વિશિષ્ઠતા થી કરો,
હમેશાં આગળ ને આગળ વધો.

*********************************************************

કુદરત વિશિષ્ટતા થી ભરેલી છે,
તેને જાળવી ને મનભરી માણો.

*********************************************************

દરેક માણસ વિશિષ્ઠ છે,
ઓળખવા નજર જોઈએ.

*********************************************************

ક ખ ગ ક્યાં આવડે છે મને?
બારખડી ક્યાં આવડે છે મને?
છતાં કવિતાઓ ઘસી મારું છું,
ભાષાઓ ક્યાં આવડે છે મને?

*********************************************************

વિશ્વ ભાષા દિવસ નિમિત્તે.

અસ્પષ્ટ વાતો તારી ગુંચવે છે મને,
આ સ્વભાવ તારો પજવે છે મને.

*********************************************************

હું સ્પષ્ટ,
તું અસ્પષ્ટ,
કેવી લાગણીમાં,
બંધાયા છે દિલ.

*********************************************************

જવાબ હા કે ના માં હોય છે,
અસ્પષ્ટ ક્યાં કશું હોય છે.

*********************************************************

વાત અપ્રચલિત રાખજો,
પ્રેમ અપ્રચલિત રાખજો.

*********************************************************

નાહક નજર લાગશે જોજો,
લાગણી અપ્રચલિત રાખજો.

*********************************************************

અપ્રચલિત રહેવા માં જ મઝા છે,
પ્રચલિત વાસી અખબાર બને છે.

*********************************************************

અપ્રચલિત ગાથા સંભાળો,
રમ્યતા મનભરીને માનો.

*********************************************************

અપ્રચલિત આપણી કહાની રહેવા દો,
પવિત્રતા આપણા પ્રેમની રહેવા દો.

*********************************************************

સમય અપશુકનિયાળ નથી,
કર્મો અપશુકનિયાળ કર્યા છે.

*********************************************************

પોતાની નાકામિયાબી માટે પોતાને દોષ આપો,
બીજા ને અપશુકનિયાળ કહી પાપ માં નાં પડો.

*********************************************************

સમય, કાળ, ઘડી અને પળ તો પવિત્રતા થી ભરેલા છે,
અંધશ્રદ્ધા અને શંકા તેને અપશુકનિયાળ
કહી તે અપવિત્ર કરે છે.

*********************************************************

લાગણી નું આક્રમણ વધી રહ્યું છે,
માગણી નું આક્રમણ વધી રહ્યું છે.

*********************************************************

બહાર ના આક્રમણ સામે જીતવું હોય તો

અંદર ના આક્રમણ સામે જીતવું પડે.

*********************************************************

કુદરતી આક્રમણ સામે લડવા
તન મન ધન થી સજ્જ થઈએ.