gahri chal in Gujarati Classic Stories by Urvashi Trivedi books and stories PDF | ગહરી ચાલ

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ગહરી ચાલ

રાશી ભોગીભાઈ શેઠ ની એક ની એક દિકરી હતી.ખુબજ લાડકોડથી ભોગીભાઈ એ રાશીનો ઉછેર કર્યો હતો.રાશીની મમ્મી રાશી છ વર્ષની હતી. ત્યારે કેન્સર જેવી ભયંકર બિમારીને કારણે રાશીનો હાથ ભોગીભાઈ ના હાથમાં સોપી મૃત્યુ પામ્યા હતા. રાશીનો ઉછેર તેના ફૈબાના હાથમાં થયો હતો. રાશીના ફૈબા બાળવિધવા હતાં તેથી ભોગીભાઈ ને ત્યાં જ રહેતા હતા. ફૈબા એ રાશીને ક્યારેય માની ખોટ સાલવા નહોતી દીધી.ભોગીભાઈ પૈસેટકે સુખી હતા.ખુબ મોટો બંગલો હતો. અન પોતાની એક મોટી ફાર્મ હતી. જે વર્ષો જુના મુનીમ હતાં તે સંભાળતા હતા.
ભોગીભાઈ ના બંગલાને અડીનેજ બીજો બંગલો કિરીટભાઈ નો હતો. કિરીટભાઈ ને સંતાન માં એક પુત્રજ હતો જેનું નામ મંથન હતું અને કિરીટભાઈ ના પત્ની નુ નામ મીનાબેન હતું. કિરીટભાઈ ની નામના એક ધનાઢ્ય વ્યક્તિમાં થતી.આ એક બંગલો તો હતોજ , બીજા બે ફાર્મ હાઉસ પણ હતા અને બે ફેક્ટરી ના માલિક હતા. આટલો પૈસો હોવા છતા કોઈ આડંબર નહીં, અભિમાન નહીં, નોકરોને પણ ક્યારેય તુકારે નહોતા બોલાવતા. બંગલાની પાછળજ નોકરોને રહેવા માટે ક્વાર્ટર બનાવી દીધા હતાં.તેમાં જ તેઓ રહેતા હતા. તેમના છોકરાઓ ને ભણાવવા નો તમામ ખર્ચો પોતે ઉઠાવતા. રામુકાકાની ત્રીજી પેઢી પણ શેઠને ત્યાં કામ કરતી હતી એટલા જુના હતા.
મંથન અને રાશીની ઉમર લગભગ એક સરખી હતી. આથી બંનેને એકબીજા સાથે ખુબ ભળતું. બંને લગભગ આખો દિવસ સાથે ને સાથે રહેતા કોઈક વાર રાશી મંથનને ત્યાં રમવા જતી કોઈક વાર મંથન રાશીને ત્યાં રમવા જતો. આમનેઆમ સાથે હસતાં રમતા ભણતા બંને જુવાનીના ઊંબરે ક્યારે પહોંચી ગયાં તેનું ભાનજ ન રહ્યું. બંનેને જવાનીની હવા લાગી ચુકી હતી. બંનેની દોસ્તી એ પ્રેમ નુ સ્વરૂપ પકડી લીધું હતું.રાશી અને મંથન ના ઘરના સૌ આ વાત જાણતા હતા. પણ લગ્ન માટે બંનેની ઉમર બહું નાની હતી. અને રાશીની ઈચ્છા નાનપણથી વકીલ બનવાની હતી.કોર્ટે માં કાળો કોટ પહેરી જજ ની સામે વકીલો જે રજૂઆત કરતાં હોય તેવું બનવાની હોશ હતી. મંથન ને તો ભણવા માં બહું રસ નહોતો. ગ્રેજ્યુએશન માંડ પુરી કરી શક્યો .પણ તે બિઝનેસ માં માસ્ટરી ધરાવતો હતો.રાશી એ વકીલાત નુ ભણવાનું પુરુ કર્યું ત્યાં સુધીમાં તો મંથન પણ બિઝનેસ માં ખુબ આગળ વધી ગયો હતો. બંને હવે પોતપોતાની મનગમતા વિષયો માં બરાબર સેટ થઈ ગયા હતા. ખુબ નાની ઉમરમાં રાશીએ ઘણા કેશ સિફતપૂર્વક સોલ્વ કર્યા અને વકીલાત ની દુનિયામાં સારું એવું નામ કમાવી લીધું હતું.
મંથન અને રાશી ની સહમતી લઈ ભોગીભાઈ અને કિરીટભાઈ એ મળીને બંનેના લગ્નની તારીખ નક્કી કરી લીધી.અને ખુબ જ ધામધૂમથી પ્રસંગ પતાવ્યો.રાશી અને મંથન હનીમૂન માટે નીકળી ગયા. એક મહિનો તો જોતજોતાંમાં ક્યારે પસાર થઈ ગયો ખબર જ ન પડી. ફરીને આવીને બંને પાછા પોતપોતાના કામમાં બીઝી થઈ ગયાં. રાશિના હાથમાં એક બહુજ ગંભીર કેસ આવ્યો હતો. આરોપી આંતકવાદી હતો.તેના વિરુદ્ધ પુરાવા એકઠા કરવાના હતા. આ કામ કપરું પણ હતું અને જોખમી પણ હતું. જોકે રાશી ને challenge expect કરવાની મજા આવતી. તેણે તપાસ શરૂ કરી દીધી. આરોપી નું નામ યુસુફ હતું. તેણે સ્કૂલમાં બોમ્બ ગોઠવ્યો હતો. સ્કૂલમાં બોમ્બ મુકી લપાતો છુપાતો બહાર નીકળતો હતો ત્યાં ચોકીદાર નું ધ્યાન ગયું તેણે ઝડપથી ગેટ બંધ કરી દીધો અને બેલ દાબી ને પ્રિન્સિપાલ ને સતેજ કરી દીધા અને તેને પકડવા તેની માથે ઝપટ મારી. યુસુફ છુટવા ફાફા માર્યા પણ છુટી ન શક્યો.એટલે ચોકીદાર નું ખુન કરી નાખ્યું અને ભાગવા લાગ્યો ત્યાં તો બધા ભેગા થઈ ગયા અને પોલીસ પણ આવી ગઈ અને પકડાઈ ગયો. પોલીસ ની ગાડીમાં બેસતાં જ પોતાની ઘડિયાળ માં થી એક બટન દબાવ્યું. અને એક મોટા ધડાકા સાથે સ્કૂલ નો પાછળ નો ભાગ જમીનદોસ્ત થઇ ગયો.મરણતોલ ચીસો અને ચીચીયારી થી વાતાવરણ ધ્રુજી ઉઠ્યું. આખું મેદાન બાળકો ના અવશેષો થી અને લોહી થી લથપથ થઈ ગયું હતું. રાશી એ સ્ટાફ ના બધા અને પ્રિન્સિપાલ એ બધાએ જેમણે આ કરુણ દ્રશ્ય પોતાની નજરે નિહાળ્યું હોય તે બધા બયાન અને બધા પુરાવા ઓ પ્રુફ સાથે ભેગા કર્યા.કેસ ચાલુ થયો ત્યારથી રાશીને ધમકીભર્યાં ફોન આવવાની શરૂઆત થઈ ગઈ હતી. મંથને તનો મિત્ર રાજન જે ક્રાઈમ બ્રાન્ચમાં હતો તેને બોલાવી બધી માહિતી આપી અને ઘર તથા રાશી ની સિક્યુરિટી ગોઠવવા ની વાત કરી. રાજને તરતજ પોતાના માણસો ને ઘર ની તથા રાશી ની સિક્યુરિટી માટે ગોઠવી દીધા. અને રાશીને કહ્યું તમે નિશ્ચિત પણે કેસ લડો તમને કોઈ આંગળી પણ નહીં અડાડી શકે.
રાશીની પાકા પુરાવા સાથેની જોરદાર દલીલો ને કારણે જજને યસુફ વિરુદ્ધ ચુકાદો આપવાની ફરજ પડી. અને જજે યુસુફ ને ફાંસીની સજા ફટકારી. રાશિના જીવન ની આ મોટામાં મોટી જીત હતી. સાંજે બંને ઘરના તથા થોડા નજીકના મિત્રો પાર્ટી ની ઉજવણી કરતાં ત્યાં એક પથ્થર કાચની બારી તોડી અંદર આવ્યો તેની સાથે એક ચીઠ્ઠી વીટાળેલી હતી .મંથને તે ખોલીને વાંચી તો તેમાં લખ્યું હતું તમે જે કર્યું છે તે સારું નથી કર્યું તમારે તેનું પરિણામ ભોગવવુ પડશે એ માટે તૈયાર રહેજો.મંથને આ ચીઠ્ઠી રાજનને આપી રાજને વાચીને ચુપચાપ તેના ખિસ્સામાં મુકી દીધી મંથન અને રાશી શિવાય કોઈ નહોતું જાણતું કે રાજન ક્રાઇમ બ્રાન્ચ માં છે.
આ વાત ને બે વર્ષ થઈ ગયા તે દરમ્યાન રાશીએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો તેનું નામ મંશી રાખ્યું. બે ઘર વચ્ચે મંશી ખુબજ લાડકોડથી ઉછરી રહી હતી. બધાની ખુબજ લાડકવાયી હતી રાશીનુ મન ભરાતું જ નહીં તેને રમાડવા માં જ તેનો સમય પસાર થઇ જતો રાશીએ પોતાના હાથ નીચે બે જુનીયર વકીલ છોકરાઓ ને તૈયાર કર્યાં એટલે મોટા ભાગના કેસ તેઓજ હેન્ડલ કરતાં હતા. રાશી એ ઘરમાં જ ઑફિસ ખોલી નાખી હતી. કોઈ મોટા કેશ હોય તોજ તે કોર્ટે જતી.
મીનાબેન ના ભાઈની દિકરી ના લગ્ન હતા.આથી એક અઠવાડિયા પહેલાં બધાં આવી જાવ એવો મીનાબેન ના ભાઈનો ખાસ આગ્રહ હતો. બધા લગ્ન માં જવાની તૈયારીમાં લાગી ગયાં. ત્યાં રાશીને એક ખુબજ અટપટો કેસ સોલ્વ કરવાનો આવ્યો. આથી રાશી એ કહ્યું તમે બધા જાવ મારા પપ્પાને અને ફોઈને પણ સાથે લેતાં જાવ અને મંશી માને તો તેને પણ લેતાં જાવ હું બે દિવસ માં કેસ સોલ્વ કરીને પહોંચી જઈશ. બધા અમદાવાદ થી સુરત જવા રવાના થઈ ગયા અને રાશી પોતાના કામે લાગી ગઈ.લગભગ દોઢ કલાક જેવું થયું હશે ત્યાં ઘરના ફોન ની રીંગ વાગી નંબર અજાણ્યા હતા છતાં તેણે ફોન રીસીવ કર્યો. ત્યાજ સામેથી અટ્ટહાસ્ય કરતો અવાજ આવ્યો, હું મારો બદલો ભુલ્યો નથી, તારા કુટુંબ પાસે ફક્ત દસજ મિનિટ છે બચાવી શકે તો બચાવી લે નહીં તો જેવી ભગવાન ની મરજી. કહી ફોન કપાઈ ગયો .રાશી ને તો પરસેવો વળી ગયો હાફળી ફાફળી થઈ ગઈ મગજ શુન્ન થઈ ગયું .માંડ કરી ને પોતાની જાતને કાબૂમાં કરી અને રાજનને ફોન કર્યો અને બધી વાત કરી. રાજને કહ્યું કે હમણા ને હમણાં તે લોકો નુ લોકેશન જાણીને મને જલ્દીથી મારા મોબાઈલ માં મોકલ.કહી તે મંથન ના ઘરે આવવા નીકળી ગયો. રાશીએ તરતજ મીનાબેન ને ફોન લગાડ્યો. મીનાબેને ફોન ઉપાડ્યો તેથી રાશી ને થોડી રાહત થઈ.રાશીએ પુછ્યું બધા મજામાં તો છોને પપ્પા શું કરે છે. મંશી હેરાન તો નથી કરતી ને,મનના ફફડાટ ને છુપાવી ને મીનાબેન ને વારાફરતી બધા કેમ છે?શું કરે છે? વાત ચાલુ હતી ને ત્યાં જ મીનાબેને જોરથી ચીસ પાડી રાશી ચીસ સાંભળીને ધ્રુજી ગઈ.ત્યાં તો એક મોટો ધડાકો સંભળાયો. રાશિ એકદમ ચીસ પાડીને બેભાન થઈ ગઈ.રાશી ની ચીસ સાંભળી રામુકાકા બહાર દોડતા આવ્યાં.રાશીની હાલત જોઈને રામુકાકાએ એમની પત્નીને અને દિકરા ની વહુને બુમ પાડીને બહાર બોલાવ્યા. રાશીને ભાનમાં લાવવાની કોશિશ કરી જોઈ રાશી ની હાલત જોઈ ગભરાઈ ગયા અને બહાર ની તરફ દોડ્યાં બહાર નીકળતા જ સામે ગૌરવ મળ્યો, રામુકાકાએ રોતાં રોતા ગૌરવ ને કહ્યું ભાઈ જલદી અંદર ચાલોને મારી દિકરી રાશીને કંઈક થઈ ગયું છે. ગૌરવ તરત જ અંદર આવ્યો અને ઝડપથી 108 ને બોલાવી અને રાશીને હૉસ્પિટલમાં દાખલ કરી દીધી. એટલી વારમાં રાજન પણ હૉસ્પિટલમાં પહોંચી ગયો. રાજનને મંથન ના ફેમિલી ના એક્સિડન્ટ ના સમાચાર મળી ગયાં હતાં.સુરત પહોંચવાને અડધી કલાક નીજ વાર હતી એ પહેલાં એક સડસડાટ ધસી આવતાં ટ્રકે મોટરનો કુચો બોલાવી દીધો હતો. સાથે એ ટ્રક ડ્રાઈવર નુ પણ ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું હતું અને ટ્રક ના નંબર પણ ખોટા હતા. અત્યારે તો રાજન માટે રાશી ઝડપથી સ્વસ્થ થાય તે મહત્વનું હતું.રાશી ત્રણ દિવસે ભાનમાં આવી.
ગૌરવે ત્રણ દિવસ સુધી દિવસ રાત જોયા વગર રાશીની સેવા કરી. રાશી ભાનમાં આવી પછી રાજને ધીમે ધીમે રાશી ને એક્સિડન્ટ ની વાત કરી. તેના પર પડેલા વ્રજધાત રાશી માટે જીરવવો બહુ અઘરો હતો. તે દોડીને બારી પાસે ગઈ અને બારીમાંથી કુદકો મારવા જતી હતી ત્યાં રાજને અને ગૌરવે પકડી લીધી. તેના આક્રંન્દે આખી હોસ્પિટલને રોવડાવી દીધી.
રાશી ને એકલી હૉસ્પિટલમાં રાખવી હિતાવહ નહોતી તેથી રાજને હૉસ્પિટલમાં થી ડિસ્ચાર્જ લેવડાવી રાશી ને ઘરે શિફ્ટ કરી અને સાથે એક નર્સ ચોવીસ કલાક તેની સાથે રહે તેવી વ્યવસ્થા કરી. સાથે સાથે તેને એમ હતું કે કદાચ રાશી પર પણ હુમલો થશે તેથી બંગલા ની ફરતે છુપી પોલીસ ગોઠવી દીધી અને એકને બગીચાના માળી તરીકે બંગલા માં ગોઠવી દીધો. જેથી બંગલાની અંદર ની હિલચાલ પર પણ ધ્યાન રહે. રાજન અથવા ગૌરવ રાશી નુ ધ્યાન રાખવા સતત તેની સાથે રહે તેવી ગોઠવણ કરી. રાશીને ઘેનનુ ઈન્જેકશન આપ્યુ હોવાથી રાશી ઘસઘસાટ ઊંઘી રહી હતી. તે દરમ્યાન રાજને ગૌરવ વિશે જાણી લીધું. ગૌરવ અઠવાડિયા પહેલાં જ રાજકોટ થી અમદાવાદ નોકરી નું ઈન્ટરવ્યૂ આપવા આવ્યો હતો. તેના મામા ના સાળાનો બંગલો ખાલી હોવાથી તે તેમાં ઊતર્યો હતો.પાંચ છ બંગલા છોડીને જ તેનો બંગલો હતો. રાશી સાથે આ બનાવ બન્યો ત્યારે તે ઈન્ટરવ્યૂ દેવા જ જઈ રહ્યો હતો.રાજનને ગૌરવ પર વિશ્વાસ બેસી ગયો તેથી હવે તે થોડો નિશ્ચિંત બની ગયો હતો કારણ રાજનનુ ઘર રાશી ના ઘરથી ઘણું દુર હતું. અચાનક દોડીને આવવામાં સ્હેજે કલાક નીકળી જાય બાજુમાં ગૌરવ હતો તો તરત પહોંચી તો શકે. રાશીની સંભાળ રાખવા વાળા તો ઘણા હતા પણ પોતાના કહી શકાય તેવી એકપણ વ્યક્તિ બચી નહોતી. રાશી નું ધ્યાન રાખવાનું રામુકાકા અને ગૌતમ ને સોંપી રાજન પાંચ દિવસે પોતાના ઘેર જતો હતો. પોતાના ઘેર પહોંચી ફ્રેશ થઈને પહેલું કામ તેમણે સુરત પોલીસ સ્ટેશનને ફોન કરવાનું કર્યું અને પોલીસ સ્ટેશનની માહિતી મુજબ એક અકસ્માત તરીકે કેસ દર્જ થયો હતો પરંતુ તે જાણતો હતો કે આ અકસ્માત નહોતો પણ હાથે કરીને કરેલુ કોઈ બેરહીમીથી કરેલું કોઈ કૃત્ય હતું ટ્રક ડ્રાઈવર તો મૃત્યુ પામ્યો હતો તેથી તેનો પત્તો લગાવવા અઘરો હતો પણ જો કદાચ ટ્રક કોનો હતો તેનો માલિક કોણ હતો એ ખબર પડે તો ખુનીનો પત્તો લગાવી શકાય. તેણે ટ્રકના માલિક ની તપાસ કરી પણ આ ટ્રક તો ચોરાયેલો હતો અને એની કંપનીના માલિકે અઠવાડિયા પહેલા લખાવેલી હતી. રાજન મૂંઝવણમાં તો એક પણ કડી હાથ નહોતી લાગતી.
તે પાછો અમદાવાદ આવી ગયો આવીને સીધો રાશિ ને મળવા ગયો. રાશી ની હાલત હજુ પણ નાજુક હતી તે ઊંઘમાં પણ ચીસો નાખી નાખીને રડી રહી હતી ડોક્ટરનું કહેવું એમ હતું કે જો આમ નામ રહેશે તો આ પાગલ થઈ જશે. ગૌરવ અને રાજન સતત તેની સેવામાં હતા આ બનાવને અઠવાડિયું થઇ ગયું હતું પણ રાશિમાં કોઈ ફેર પડતો ન હતો ડોક્ટરે કહ્યું જ્યાં સુધી તેના મનમાંથી વાત બારે નહીં નીકળે ત્યાં સુધી આમ જ રહેશે રાજને એક ઉપાય શોધ્યો રાશિ રડી રહી હતી ત્યારે રાજને રાશી નેએક જોરથી તમાચો માર્યો રાશિ હતપ્રભ બનીને રાજન સામે જોવા લાગી અને પછી રાજનને વળગી ને ખુબ રડી રાજન ને કોઈ બહેન ન હતી આથી રક્ષાબંધન ને દિવસે હંમેશાં રાશી પાસે રાખડી બંધાવવા આવતો. રાજન ની આખો પણ આસું ઓને રોકી ન શકી.રાજને પણ પોતાનો જીગરજાન મિત્ર ખોયો હતો. આટલા દિવસથી રોકી રાખેલા આંસુઓને રાજને વહેવા દિધા. થોડીવાર પછી બંને શાંત થયા. અને સ્વસ્થ થયા. રામુકાકા બંને માટે પાણી લઈ આવ્યા તેની આંખમાંથી પણ આંસુ સુકાતા ન હતા બંનેને શાંતવના આપી અને કહ્યું કે જે થવાનું હતું તે થઈ ગયું હવે થોડા સ્વસ્થ થઈને તેની પાછળની ક્રિયાઓ પર ધ્યાન આપો જેથી તેઓ ના આત્મા ને શાંતિ મળે રાજન અને ગૌરવ બંને દ્વારકા બધાના અસ્થિ પધરાવા ગયા અને રામુકાકાને કડક સુચના આપીને ગયાં કે કોઈ પણ અજાણ્યા ને આવવા નહીં દેતાં અને રાશી નુ બરાબર ધ્યાન રાખજો. બંને દ્વારકા પહોંચી ને અસ્થિ પધરાવવા નીકળતા હતા ત્યાં ગૌરવ ને એકદમ પેટ માં દુખાવો શરૂ થઈ ગયો તે તો બેવડો ચોવડો વળી જતો હતો રાજને એક હોટેલ માં રૂમ બુક કરાવી હોટલ વાળા પાસેથી ડૉક્ટર નો નંબર લઈ ડૉકટર ને ફોન કરી બોલાવ્યા ડૉકટરે દુખાવા નુ એક ઈન્જેકશન આપ્યું અને કહ્યું કદાચ ગેસ એસીડીટી નો પ્રોબ્લેમ હોઈ શકે. ગૌરવ ને હોટલમાં જ સુવડાવી રાખી રાજન એકલોજ અસ્થિ પધરાવવા ગયો અને મંદિરમાં દર્શન કરી હોટલેથી ગૌરવ ને લઈ પાછા અમદાવાદ આવવા નીકળી ગયા. રાજનને રાશી ની ચિંતા હતી વારે વારે ફોન કરી ને સમાચાર પુછતો રેતો.
રાશી ધીમે ધીમે હવે સ્વસ્થ થવા લાગી હતી. રાજને તેને ગૌરવ વિશે જણાવી દીધું હતું. તેને ગૌરવ પર ખુબ જ માન થઈ આવ્યું કોઈ પણ જાતની ઓળખાણ કે સબંધ વગર તેણે રાશીની ઊભા પગે સેવા કરી પોતાની નોકરી નું ઈન્ટરવ્યૂ જતુ કર્યું એતો ખરેખર મહાનતા કહેવાય. તેણે વિચાર્યુ કે ગૌતમ ને મારી ફેક્ટરી માં જ નોકરી આપી દઉ તો તેના ઉપકાર માં થી થોડી મુક્ત થઈ જાઉં. સાંજે ગૌરવ આવ્યો ત્યારે તેણે વાત કરી જોઈ. ગૌરવ એ કહ્યું ભલે હું પણ આમ એ નોકરીની તલાશમાં છું જો નોકરી મળી જાય તો હું અહીંયા રહી જાવ નહિતર પાછો ચાલ્યો જાઉં. રાશિ એ કહ્યું ભલે કાલથી તમે જોઈન થઇ જાવ હું મેનેજર સાથે વાત કરી લઈશ તે તમને બધું સમજાવી દેશે તમારે રોજ રાતે આવીને મને રિપોર્ટ દઈ જાવો. તમે તો હવે ઘરના જેવા જ છો તેથી જો તમે સંભાળી લેતા હો તો મારે ફેક્ટરી ની ચિંતા નહીં.
બીજા દિવસ થી ગૌરવે ફેક્ટરી એ જવાનું શરૂ કરી દીધું. સવારે ફેક્ટરી એ જતાં પહેલાં રાશી ને મળી ને જાય અને પાછો આવે ત્યારે પણ મળવા આવતો. રાશી પણ ધીમે ધીમે પોતાની રૂટિન લાઈફ માં આવવાની કોશિશ કરવા લાગી તેણે ઘરમાં પાછી ઑફિસ ચાલુ કરી દીધી. આથી તેનુ મન પ્રવૃત્તિ માં રહે. એકદિવસ ગૌરવ સવારે આવ્યો ત્યારે થોડો ઉદાસ દેખાતો હતો. રાશી એ તેની ઉદાસી નુ કારણ પુછ્યું તો ગૌરવે જણાવ્યું કે તે જે બંગલા માં રહેતો હતો તે બંગલો વેચાય ગયો છે જેથી મારે તે બંગલો ખાલી કરી દેવો પડશે.અને બીજે મકાન ક્યાંક ભાડે રાખવુ પડશે. રાશી એ તરત કહ્યું બીજે ક્યાંય જવાની શું જરૂર છે મારો આવડો મોટો બંગલો છે અને તું પણ ક્યાં અજાણ્યો છે અહીં જ રહેવા આવી જા.ગૌરવે થોડી આનાકાની કરી પછી રહેવા આવી ગયો. ફેક્ટરી નું કામ પણ બરાબર ચાલતુ હતું રાશી પણ કોર્ટ ના કામમાં રસ લેવા લાગી હતી. રાજન પણ અવારનવાર આવીને તપાસ કરી જાતો.ગૌરવ ના બંગલામાં રહેવા આવી ગયાં પછી રાશી અને ગૌરવ વચ્ચે નિકટતા વધવા લાગી. રાશી ના જીવનમાં જે કરુણ બનાવ બન્યો હતો તેને એક વર્ષ થવા આવ્યું હતું રાશી પોતાના જીવન માં સાવ એકલી પડી ગઈ હતી .બધું હતું છતાં પોતાનું કોઈ નહોતું તેને કોઈ ના સહારા ની જરૂર હતી. ગૌરવ આવતા તે તેના તરફ ઢળવા લાગી હતી. ગૌરવ ને પણ રાશી પ્રત્યે કુણી લાગણી હતી. એકવાર રાજનને બોલાવી તેણે પોતાના વિચાર જણાવ્યા અને સલાહ માંગી.રાજનને આમાં ના પાડવા જેવું કંઈ લાગ્યું નહીં તેથી તેણે ગૌતમ ને બોલાવી તેનો શું વિચાર છે તે પુછી જોયું અને બંને ની સંમતિ થી કોર્ટમેરેજ કરી દીધા.
બે ત્રણ મહિના હસીખુશીથી પસાર કરી બંને પાછા પોતાનાં કામમાં વ્યસ્ત થઇ ગયા. હવે તો ફેક્ટરી ની બધી જવાબદારી ગૌરવે સંભાળી લીધી હતી રાશી ફેક્ટરી ની બાબત માં નિશ્ચિત બની ગઈ હતી. બે મહિના પછી ગૌરવ ને મળવા કોઈ બે અજાણ્યા શખ્સો આવ્યા હતા ગૌરવ તેની હા માં હા મિલાવતો હતો. તે લોકો બંગલા ની અંદર નહોતા ગયાં બહાર ઊભા ઊભા વાત કરતાં હતા. બગીચા ના માળીને અડધું પડધુ સમજાતું હતુ છેલ્લે જતાં જતાં મોટેથી બોલાયેલા શબ્દો તેમણે બરાબર સાંભળ્યા હતા. તેણે તરતજ રાજનને ફોન લગાડ્યો રાજનને બધી વાત થી વાકેફ કર્યો. રાજને તરત જ રાશી ને ફોન લગાડ્યો અને પુછ્યું તું ક્યાં છો રાશી એ કહ્યું હું કેસના હીયરીંગ માટે કોર્ટમાં આવી છું. રાજને કહ્યું સારું તું બારે છો. તું મને હમણાં ને હમણાં મળ પણ કોઈને ખબર ન પડવી જોઈએ કે તું મને મળવા આવી છે બાકી બધું તું આવીશ પછી બધું કહીશ.રાશી વકીલ હતી તે સમજી ગઈ નક્કી કોઈ ગંભીર વાત હશે. તેથી બુરખો પેરી ને રાજનને મળવા ગઈ.
રાજને રાશી ને કહ્યું કે આપણે કોઈ મોટી સાઝીસ ના શિકાર બન્યા છીએ. હું સ્યોર નથી પણ ગૌરવ વિરુદ્ધ એક એવીડન્સ મળ્યું છે તેના પરથી એમ લાગે છે કે જો હું વિચારુ છું તે જો સાચું હોય તો તારા પર પણ મોટું જોખમ છે. પછી રાજને ગૌરવ ને બે માણસો મળવા આવ્યા હતા અને જતાં જતાં કહેતાં ગયાં હતા કે અભી જો ભી કરના હૈં વો જલ્દી કરલે, તેરે પ્લાન કો અબ અંજામ દે દે.હમારે પાસ જ્યાદા વક્ત નહીં હૈ.માટે હવે ગૌરવ થી થોડી સાવચેતી રાખજે. બીજી બધી તપાસ હું મારી રીતે કરીશ.અને ગૌરવ ફ્રોડ હશે તો આ એક્સિડન્ટ માં તેનો પણ હાથ હોવો જોઈએ. માટે આપણે આ કેસ ખુબજ સાવધાની અને હિંમત થી સોલ્વ કરવો પડશે રાશી ની આંખમાં પાણી આવી ગયા.રાજને તેના માથે હાથ ફેરવી હિમત રાખવાનું કહ્યું અને બંને છુટા પડ્યા રાશી રિક્ષામાં આવી હતી. તે પાછી કોર્ટમાં ગઈ બુરખો ઉતારી પછી કાર લઈ પોતાના ઘરે ગઈ.
ઘરે પહોંચી ને ફ્રેશ થઈ ગૌરવ ની રાહ જોવા લાગી
બેઠી બેઠી વિચારતી હતી શું ગૌરવ સાચેજ ફ્રોડ હશે. તે કોણ છે શું છે તે તો તેણે કીધું હતું એજ અમે માન્યું હતું કોર્ટે મેરેજ કર્યા ત્યારે તેના મા બાપને બોલાવવાનું કહ્યું ત્યારે જવાબ આપ્યો હતો કે મારા પપ્પાની તબિયત સારી નથી તેથી તેઓ આવી શકે તેમ નથી એમણે મેરેજ ની રજા આપી દીધી છે.તેથી આપણે મેરેજ પછી તેમને મળી આવશું. અને હજુ સુધી તેણે તેના મમ્મી પપ્પા ને મળાવ્યા નથી. ગૌરવ ના અહેસાન નીચે એટલા દબાઈ ગયા હતા કે તેના વિશે ડિટેઈલમા માહિતી મેળવવા નો વિચાર જ ન આવ્યો. પણ હવે તેને પુરેપુરો સમજવો પડશે. એ વિચારતી બેઠી હતી ત્યાં ગૌરવ આવી ગયો અને પુછવા લાગ્યો કે આજતો મેડમ કંઈક ઊંડા વિચારમાં ખોવાયેલા બેઠા છે. શું વાત છે હું આવી ગયો તે પણ તારું ધ્યાન નથી . રાશિ એ કહ્યું બસ એમ જ હું મારા કેસ વિશે વિચારતી હતી . તુ બોલ કેવો ગયો તારો આજનો દિવસ. ગૌરવે કહ્યું એમ ને એમ અમારે બીજું નવું શું હોય. પછી બંને જમવા અંદર ગયાં. જમીને ગાર્ડનમાં થોડી વાર બેઠા પછી રાશી એ ગૌરવ ને કહ્યું કે ગૌરવ મને એમ થાય છે કે રવિવારે આપણી પ્રોપર્ટી નું કામ જે વર્ષો થી સંભાળે છે તે સુભાષ અંકલ ને બોલાવીએ અને મારે વીલ માં થોડો ફેરફાર કરાવવો છે. ગૌરવ ના કાન ચમક્યા અને આખમા ચમક આવી તેણે રાશી ને કહ્યું એમાં ફેરફાર શું કરવાનો હોય આપણે બેજ તો છીએ. બીજું કોઈ તો છે નહીં. રાશી એ કહ્યું એમ વાત નથી.પણ જ્યારે હું એકલી હતી અને જીવન જીવવાની કોઈ ઈચ્છા નહોતી ત્યારે સુભાષ અંકલ ને બોલાવી એક વીલ તૈયાર કરાવડાવ્યુ હતું એમાં અમારી અને મારા પપ્પાની મિલ્કત મળી ને જેટલી પણ મિલ્કત થાય એ બધી મિલ્કત જો હું મૃત્યુ પામુ તો જુદી જુદી સંસ્થા ઓના નામ મે સુચવ્યા હતા તે બધાં માં વહેચી દેવી. હવે તો તું છે તો શા માટે તારું નામ વીલ માં એડ ન કરાવું આથી સુભાષ અંકલ ને બોલાવી લઈએ. ગૌરવ ના મોઢા પર તેજ પથરાય ગયું ચાલાક રાશી ની નજર માં આવી ગયું. ગૌરવ ને તો ભાવતું તુ ને વૈદે કીધું. ભલે જેવી તારી ઈચ્છા કહી ફોન લઈને અંદર ગયો. હવે રાશી અઠવાડિયા સુધી સેફ હતી.અને ગૌરવ વિરુદ્ધ પુરાવા એકઠા કરવા નો ટાઈમ પણ મળી ગયો. રાજને મેસેજ કે ફોન કરવાની ના પાડી હતી. ગાર્ડનનો માલી છે તે મારો જ માણસ છે તેના દ્વારા મને બધી માહિતી મળતી રહેશે. જેથી ગૌરવ ને જરા સરખી પણ ગંધ ન આવે.
રાજને તપાસ શરૂ કરી દીધી સૌથી પહેલાં તો ગૌરવ ની ફેક્ટરી એ ગૌરવ ને મળવા ના બહાને પહોંચી ગયો.ગૌરવ ને તો રાજનને જોઈને આશ્ચર્ય થયું પણ રાજને કહ્યું કે અહીં થી પસાર થતો હતો તો થયું કે તને મળતો જાવ આમેય કેટલાય દિવસ થી આપણે મળ્યાં નહોતા રાશી મજામાં છેને. યાર તે તો ફેક્ટરી ની સકલ ફેરવી નાખી છે.મંથન હતો ત્યારે તેને મળવા અવારનવાર આવતો. ઘણા ચેન્જીસ કરી નાખ્યાં છે. એમ કહેતાં ફરતો જતો તો અને છુપા કેમેરા થી ફોટા પાડતો જતો હતો. ચાલને આપણે આખી ફેક્ટરીમાં એક આટો મારીએ મને એમ થાશે કે હું મંથન સાથે ફરી રહ્યો છું. ગૌરવ ને નાછૂટકે રાજનને ફેક્ટરીમાં આંટો મરાવવા નીકળવું પડ્યું.રાજને ફેક્ટરી ના ખુણે ખુણાના ફોટા લઈ લીધા.ગૌરવ સાથે થોડી આડા અવળી વાતો કરીને ત્યાં થી રાજન જ્યાં સર્વિસ કરતો હતો ત્યાં ગયો કારણ તેને ખબર હતી મારી પાછળ તપાસ કરવા માણસ મોકલશે.રાજનને ઑફિસમાં દાખલ થતો જોઈ ગૌરવ ને નિરાત થઈ .રાજન ઑફિસમાં સર્વિસ કરતો હતો તે સાવ દેખાવ પુરતું હતું. કારણ તેની સાચી ઓળખાણ છુપી રહે.
ફેક્ટરી ના બધાં ફોટા ઝીણવટથી જોયા માલ ભરેલા બોક્સ હતા તેમાં એક બોક્સ ખુલ્લું હતું અને તેમાં રિવોલ્વર હતી છરા હતા. આ જોઈને રાજન વિચારવા લાગ્યો કે ધારીએ છીએ તેના કરતાં પણ આ વધારે ખતરનાક છે. તેના મનમાં એકદમ ઝબકારો થયો.તેને મંથને દીધેલી ચિઠ્ઠી યાદ આવી. મહામહેનતે તે ચિઠ્ઠી ગોતી. ચિઠ્ઠી ના અક્ષર અને ગૌરવ ના ટેબલ પર પડેલા એક કાગળ ના અક્ષર લગભગ સરખા હતા. તેણે તરતજ રાશી ની ઑફિસમાં રહેલા છોકરાને ફોન કર્યો. અને રાશી ને ફોન દેવા કહ્યું. રાશી ને બધી વાત જણાવી અને કહ્યું કે ગૌરવ ના અક્ષર થી લખેલો કોઈ પણ એક કાગળ મને છોકરા દ્વારા પહોચાડી દે.રાશી એ તરતજ કાગળ શોધી ને છોકરા સાથે મોકલી દીધો.રાજને તરતજ તે કાગળ અને ચિઠ્ઠી લેબોરેટરી માં તપાસ માટે મોકલી દીધા.તે દરમિયાન તેના માણસો ને યુસુફ જેને ફાંસીની સજા થઈ હતી.તેના વિશે ડિટેઈલમા માહિતી એકઠી કરવા મોકલી દીધા અને કહ્યું ધ્યાન રહે કે તમે પકડાય શ જાવ.
લેબોરેટરી માં થી રિપોર્ટ આવી ગયો. એ તો કન્ફર્મ થઇ ગયું કે બંને રાઇટીંગ મેચ થતી હતી.તેમણે પોલીસ સ્ટેશન માં જઈને યુસુફ ની ફાઈલ ચેક કરી એમાં એક ફોટા માં તેની સાથે એક છોકરો ઊભો હતો. ધ્યાન થી જોતાં તે ગૌરવ જેવો જ દેખાતો હતો.તેણે યુસુફ ની તપાસ કરવા જે માણસના કહેવા પ્રમાણે તો સાબિત થઈ જતું હતું કે ગૌરવ યસુફ નોજ દિકરો હતો અને એનું નામ હસન હતું. અત્યારે તે આંતકવાદીઓ સાથે જોડાયેલો છે અને આંતકવાદીઓએ તેને હાથો બનાવ્યો છે.યુસુફ ને ફાંસી થઈ એનો આઘાત હસનને લાગ્યો અને એનો ફાયદો આંતકવાદીઓએ ઉઠાવ્યો ગૌરવ બન્ને ફેકટરીના વર્કરોની બદલી કરી નાખી એમાં પોતાના માણસો ગોઠવી દીધા અને ફેક્ટરીને હથિયારો અને આરડીએક્સ ના જથ્થા નુ ગોડાઉન બનાવી નાખ્યું રાશી અને રાજન ની આંખ તો ઊઘડી પણ બહુ મોડી ઉઘડી. જોકે રાશી ને કંઈ થાય એ પહેલા ભગવાને ચેતવી દીધા. રાજનની રાશિને સમાચાર પહોંચાડી દીધા કે ગૌરવ યુસુફ નો દીકરો હસન છે અને આંતકવાદીઓ સાથે ભળેલો છે તારી બન્ને ફેક્ટરીઓ હથિયારો અને આરડીએકસના જથ્થાને રાખવાનું ગોડાઉન બની ગયું છે.
શુક્રવાર નો દિવસ હતો ત્યારે રાશી એ ગૌરવને કહ્યું કે ચાલને આપણે થોડી ખરીદી કરી આવીએ ગૌરવ તરત જ તૈયાર થઈ ગયો તેને થયું હવે આમ પણ બેજ દિવસ રાશી જીવવાની છે ભલે થોડી મોજ કરીલે. બંને શોપિંગ મોલમાં થોડી ખરીદી કરવા ગયા. ખરીદી કરીને પાછા ફરી રહ્યા હતા.ત્યાં મોલની બારે સ્ટેપ્સ ઊતરતાં રાશી નો પગ સ્લીપ થઈ ગયો અને રાશી ગબડતી ગબડતી છેક નીચે પટકાઈ ગઈ.ડ્રાઈવર તરત જ રાશી તરફ દોડ્યો ગૌરવ પણ ઝડપથી રાશી પાસે પહોંચી ગયો. રાશી બેભાન બની ગઈ હતી અને માથામાં થી લોહી વહી રહ્યું હતું.બંને એ મળીને રાશી ને કારમાં સુવડાવી અને ડ્રાઈવરે હૉસ્પિટલ તરફ કાર ભગાવી ગૌરવે રસ્તામાં થીજ રાજનને ફોન કરી ને જણાવી દીધું હતું આથી રાજન સીધો હૉસ્પિટલે પહોંચી ગયો હતો.રાશી ને તરતજ સ્ટ્રેચરમાં લઈ લીધી અને ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું તેને માથામાં વાગ્યું છે અને હાથ પગમાં થોડું છોલાઈ ગયું છે માથા નો ઘા થોડો ઊંડો છે અત્યારે તો હજુ ભાનમાં નથી આવી ભાનમાં આવે પછી ખબર પડે કે મગજ ને અસર પહોંચી છે કે નહીં. ગૌરવ તો રવિવાર ની રાહ જોઈને બેઠો તો તેને તો તેના બારે વહાણ ડુબતા નજર આવ્યાં. તેણે મનમાં વિચાર્યું હજી તો બે દિવસ બાકી છે ને ત્યાં સુધી માં સારી થઈ જશે. રાજને પુછ્યું ગૌરવ શું વિચાર માં પડી ગયો ચિંતા ન કર રાશી જોજેને બે દિવસ માં ઓલરાઇટ થઈ જશે.તું ઘરે જા ફ્રેશ થઈ ને સાંજે આવજે પછી હું ઘરે જઈશ. આમ પણ અત્યારે રાશી ને ઘેનનુ ઇન્જેક્શન આપ્યું હોવાથી બે ત્રણ કલાક ભાન માં આવવાની જ નથી એટલે તું આવ ત્યારે કદાચ ભાનમાં આવી જાય? ગૌરવ ઘરે જવા તૈયાર થઈ ગયો. જેવી ગૌરવ ની ગાડી રવાના થઈ તેવો તરત રાજન રાશી ના રૂમ માં ગયો અને ડ્રાઈવર અને ડૉક્ટર ને સર્તક રહેવા કહ્યું કોઈ પણ અજાણી વ્યક્તિ ને અંદર આવવા નહીં દેતાં. અંદર જઈને રાશી ને પુછ્યું કેમ લાગે છે રાશી એ કહ્યું પડતી વખતે માથા નીચે હાથ તો રાખ્યો હતો તો પણ જરા લાગી ગયું હતું સારું કર્યું ડ્રાઇવરે ઝડપથી આવીને લોહી ની શીશી મારા માથામાં રેડી દીધી. હવે આગળનો પ્લાન શું છે રાજને કહ્યું એ બધું મારી પર છોડી દે તારે હું કહું નહી ત્યાં સુધી કોમામાં જ રહેવાનું છે.મે ડૉકટર ને સમજાવી દીધું છે.ગૌરવ ઘરે પહોંચ્યો ત્યાં તેના સાગરીતો રાહ જોઈને બેઠા હતા ગૌરવ ને આવતો જોઈ બંને ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા સલામાલેકુમ હસન ભાઈ કલ બોસ આપકો મીલને આ રહે હૈ કલ દસ બજે ફેક્ટરી મે પહોંચ જાયેંગે આપ દસ બજે ફેક્ટરી મેં હાજર રહના .એટલો સંદેશો આપી બંને નિકળી ગયાં. રાજને રાશીને એક છુપો કેમેરો આપ્યો હતો જે રાશી એ ડ્રોઈંગ રૂમ માં ફ્લાવર વચ્ચે સંતાળેલો હતો અને રાજનના મોબાઈલ સાથે કનેક્ટેડ હતો આથી રાજને તેઓની બધી વાત સાંભળી લીધી અને ડીએસપી ને ફોરવર્ડ કરી દીધી ડીએસપી સાથે હસન વિશે બધી ચર્ચા કરી લીધેલી હતી આથી ડીએસપીને બધી વાતની માહિતી હતી એટલે તેણે પોલીસ ફોર્સ આખી ભેગી કરી બીજે દિવસે સવારે 10:00 વાગ્યે ફેક્ટરીની ચોતરફ છૂટી પોલીસ અને ગોઠવી દીધી હતી જેવો આંતકવાદી નો બોસ ફેકટરી માં દાખલ થયો એટલે તરત જ દસ મિનિટ પછી પોલીસોએ હુમલો કરીને બધાને પકડી લીધા અચાનક હુમલો થવાથી બધા પોલીસના હાથમાં ઝડપાઈ ગયા આંતકવાદી નો બોસ અને હસન એક કેબીન માં બેઠા હતા તે કેબીન સાઉન્ડપ્રુફ હતી આથી બહાર શું થઈ રહ્યું છે તેની તેની માહિતી ન હતી તે બંને કેબીન માં થી બહાર નિકળ્યા તેવા પોલીસે તેને ઝડપી લીધા પણ આંતકવાદી ના બોસ પાસે રિવોલ્વર હતી તેનાથી તેણે બે પોલીસોને ઘાયલ કરે દીધા અને બંને એ પોલીસ ના હાથમાં થી છુટી ને ભાગવાની કોશિશ કરી ત્યારે ડીએસપી એ બંનેને ગોળી થી વિંધી નાખ્યા
ફેક્ટરી માંથી કેટલાય હથિયારોના બોક્ષ પોલીસે કબ્જે કર્યા આર ડી એક્સ નો મોટા પ્રમાણમાં જથ્થો મળ્યો અને ગૌરવ ની કેબીનમાથી અમદાવાદ નો મેપ નિકળ્યો એમાં પાંચ ઠેકાણે રાઉન્ડ કરેલા હતા અને બધાં સેન્સીટીવ એરીયા હતા. ડીએસપી એ રાજનનો આભાર માન્યો રાજને કહ્યું તમારી મદદથી અમે આ લોકોની ગહેરી ચાલ ના શિકાર બન્યા હતા તેમાંથી માંડ છુટકારો મળ્યો રાશી એ પણ ડીએસપી સાહેબ નો આભાર માન્યો.
રાશી ને હવે સંસાર પરથી મોહ ઊડી ગયો હતો તેને મનમાં થઈ આવ્યું કે આ પૈસો જ આ બધા ની જડ છે તેમણે સુભાષ અંકલ ને બોલાવી પોતાની બધી સંપત્તિ દાન માં દઈ દીધી ફકત એક બંગલો હરદ્વાર માં બંધાવી પોતાના જીવન નિર્વાહ પુરતા પૈસા રાખ્યાં અને પ્રભુ ભક્તિ માં જીવન પુરુ કરવાનો નિર્ણય લીધો.
સમાપ્ત