The Author Urvashi Trivedi Follow Current Read રહસ્યમય મંદિર By Urvashi Trivedi Gujarati Detective stories Share Facebook Twitter Whatsapp Featured Books मी आणि माझे अहसास - 100 विश्वाच्या हृदयातून द्वेष नाहीसा करत राहा. प्रेमाची ज्योत ते... नियती - भाग 35 भाग -35मायराने घरी सर्वांना रामने दिलेली ......उद्या पहाटे स... जर ती असती - 3 "हे काय बोलतोय तू... वेळा झाला आहेस, जे तोंडात येतंय ते बोलत... बकासुराचे नख - भाग १ बकासुराचे नख भाग१मी माझ्या वस्तुसहांग्रालयात शांतपणे बसलो हो... निवडणूक निकालाच्या निमित्याने आज निवडणूक निकालाच्या दिवशी *आज तेवीस तारीख. कोण न... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share રહસ્યમય મંદિર (53) 2k 5.4k અષાઢ મહિના ની મેઘલી રાત્રે એસ. પી. સુરજસિહ પોતાના નીજી કામ માટે રાજકોટ થી મુંબઈ જઈ રહ્યા હતા તેથી પોતાની કાર લઈને નીકળ્યા હતા.અને સીવીલ ડ્રેસ માં હતા. રાજકોટ થી વહેલી સવારે નીકળ્યા હતા. રસ્તા માં બે ત્રણ સ્ટોપ કરી રાત્રે કરજણ પહોંચ્યા. કરજણ થી બે ત્રણ કિલોમીટર દુર ગયા હશે ત્યાં રસ્તામાં તેમની ગાડી બંધ પડી ગઈ.દસેક મિનિટ રાહ જોઈ કે કોઈ પસાર થાય તો મદદ મળી જાય તો.પણ કોઈ મળ્યું નહીં આથી કંટાળી ને આજૂબાજૂ માં તપાસ કરવા રસ્તા નીચે ઊતરી અંદર ની તરફ ચાલવા લાગ્યાં. ત્રણ ચાર કિલોમીટર ચાલ્યા હશે ત્યાં ટોર્ચ ના પ્રકાશમા તેમને મંદિર જેવું કંઈક લાગ્યું. દસ બાર ડગલાંં ચાલ્યાં હશે ત્યાં તો મંદિર ની દિશામાં થી જાતજાતનાા પ્રકાશો નિકળવા લાગ્યા બિહામણા દ્રશ્યો દેખાવા લાગ્યા ડરામણા અવાજો આવવા લાગ્યા શિયાળવા ની લારી કુતરાનો રડવાનો અવાજ સ્ત્રી ના ઝાંઝરનો અવાજ એવા જાતજાતના અવાજો આવવા લાગ્યા તોપણ સુરજસિિહ ડર્યા નહીંં અને મંદિરની તરફ ચાલવા લાગ્યા મંદિરના પરિસરમાં પગ મૂક્યો ત્યાં તો બિહામણી અનેે ડરામણી ભૂતાવળો નાચવા લાગી સુરજ સિંહ ને આ બધું અજીબ લાગ્યું તેમને થયું નક્કી કંઇક દાળમાં કાળું છે. પોતેે એકલા હતા અને સાથે રિવોલ્વર પણ ન હતી તેથી તેણે ત્યાંથી નીકળી જવામાં જ શાણપણ માન્યુ.તે ડરી નહોતા ગયા. તે ભૂત પ્રેત માં માનતા ન હતા.તે આ બધું શું ચાલી રહ્યું છે તેનો તાગ મેળવવા તે ગામ જવા તરફના રસ્તે વળી ગયા મંદિરની આજુબાજુ એટલા બધા ઝાડી ઝાંખરા હતા લાગતું હતું કે ગામવાળાા ક્યારે ય આ મંદિર તરફ આવતા ન હતા બે કિલોમીટર ચાલ્યા હશે ત્યાં ગામ આવી ગયું ગામના ચોરે એક પાનવાળાની દુકાન હતી ત્યાં પાંચ છ જણા ઉભા હતા મંદિર તરફ થી સુરજ સિંહ ને આવતા જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા આશ્ચર્યથી સુરજસિંહ સામે જોવા લાગ્યા સુરજ સિંહ બધાની પાસે ગયા અને કહ્યું કે હું મુંબઈ જઈ રહ્યો હતો પણ રસ્તામાં મારી ગાડી ખરાબ થઇ ગઇ હોવાથી કાંઈ પણ મદદની શોધમાં મંદિર તરફ ગયો પણ મંદિર આગળ નુદ્રશ્ય જોતા લાગ્યું કે નક્કી આ મંદિરમાં કંઈક ડખો છે હો રાજકોટનો એસપી સુરત સિંહ ચૌહાણ છું હું ભૂત ભૂત-પ્રેત માં માનતો નથી તમે લોકો મને મંદિર વિશે કંઈક માહિતી આપો તો હું તપાસ આગળ કરી શકું ગામ લોકોએ કહ્યું કે અમારામાંથી બે ત્રણ જણા હિંમત કરીને મંદિર પાસે ગયા હતા તો ત્યાંથી કોઈ જીવતું પાછું નથી આવ્યું માટે ગામના લોકોએ તે તરફ જવાનું જ બંધ કરી દીધું સુરજ સિંહે કહ્યું કંઈ વાંધો નહીં તમારા ગામમાં કોઈ મેકેનિક હોય તો મારી સાથે આવે અને મારી ગાડી સમી કરી દે ગામ વાળા એ મેકેનિકને સુરજસિહ સાથે મોકલ્યો મેકેનિક ગાડી સમી કરતો હતો ત્યાં સુધીમાં તેમણે ગુમાનસિંહ જાડેજા ને ફોન લગાડ્યો ગુમાનસિંહ તેમના બાળપણના મિત્ર હતા અને સાથે તેમના જુનિયર પણ હતા તેમણે ગુમાનસિંહ ને પોતાની સાથે બનેલી ઘટનાની સઘળી માહિતી આપી અને કહ્યું જરૂરી શસ્ત્રો અને સ્ટાફના બહાદુર સિપાઈઓને સાથે લાવવાનું કહીને બધાએ કરજણમાં મળવાનું નક્કી કર્યું ગાડી સમી થઈ ગઈ પછી ગાડી પાછી કરજણ તરફ રવાના કરી કરજણ પહોંચી પહેલું કામ hotel book કરાવવાનું કર્યું પોતાનો સામાન હોટેલમાં રાખી સુરજસિહ કરજણ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યાંના હેડ ને મળીને પોતાની સાથે બનેલી ઘટનાનું વર્ણન કર્યું અને પોતે આ બધામાં નથી માનતા નક્કી આની પાછળ કોઈ કારણ હોવું જોઈએ તેની તપાસ માટે તેમનો સાથ માગ્યો હેડ કોન્સ્ટેબલ આ વાત સ્વીકારી અને જરૂરી સહાય કરવાની બાહેધરી આપી સવાર સુધીમાં ગુમાનસિંહ સ્ટાફ સાથે આવી પહોંચ્યા આખો કાફલો સુરજસિંહ ની ગાડી જ્યાં બગડી હતી તે દિશામાં નીકળ્યો તે સ્થળે પહોંચી બધા મંદિર ની દિશા માં આગળ વધ્યા મંદિરથી થોડે દૂર બધા અલગ અલગ દિશામાં આગળ વધ્યા સુરજ સિંહ અને ગુમાનસિંહ મંદિરની ડાબી તરફ ગયા જ્યાંથી જાતજાતના ને ભાતભાતના અવાજ આવતા હતા દિવસ હોવાથી મંદિરની આજુબાજુ નું બધું ચોખ્ખું દેખાતું હતું આટલી બધી ઝાડી વચ્ચે થોડી જગ્યા સાફ દેખાતી હતી પણ સીધું ત્યાં જવામાં જોખમ હતું તેથી જાડી પાછળ છુપાઈને એક પથ્થરનો ઘા કર્યો જેવો પથ્થરનો ઘા થયો તેવામાં જાતજાતના બિહામણા દ્રશ્યો અને ડરામણા અવાજો આવવા લાગ્યા બંને શૂરવીરો અવાજની દિશામાં આગળ વધવા લાગ્યા થોડીવારમાં ચાર ભૂતો ખુલ્લી તલવાર સાથે એકદમ સામે આવી ગયા બંને સુરવીરો એ ડર્યા વગર ભૂતો નો સામનો કર્યો ત્યાં તો બીજા બહાદુર સૈનિકોનો કાફલો જે આવ્યો હતો તેમણે પાછળથી ચારે ભૂતોને પકડી લીધા અને તેમણે પહેરેલાં ભૂતોનો નકાબ ખેંચી કાઢ્યો અને ચારેય ને ખૂબ ઢોરમાર માર્યો અને પૂછ્યું કે ગામના લોકોને ડરાવવા નું કારણ શું છે. સુરજ સિંહ ચારેને ડંડા ફટકારતા કહ્યું સાચેસાચું કહી દો કે શું વાત છે નહીં તો તમને ચારેય ને અહીં નહીં મારીને દાટી દઈશ ચારે જણા મોતના ડરથી ધ્રૂજી ઊઠયા અને કહેવા લાગ્યા જ્યાં થોડી જગ્યા સાફ છે તેની નીચે એક ભોંયરું છે આથી બધા ભોયરામાં ગયા નીચે ભોયરું નું દ્રશ્ય જોઈ બધા ચકિત થઈ ગયા ભોયરામાં પચ્ચીસેક જેટલા નાના બાળકોને બાધીને રાખવામાં આવ્યા હતા બાળકો ખૂબ જ ગભરાયેલા હતા આટલા બધાને એકસાથે આવેલા જોઇ બધા મોટે મોટેથી રડવા લાગ્યા સુરજસિહ તથા તેના સ્ટાફે પહેલાં તો પ્રેમ થી બધા બાળકોને શાંત કર્યા. અને બંધન માં થી મુક્ત કર્યા ચારેય બદમાશો ના કહેવા પ્રમાણે મંદિર ની પાછળ એક નાલુ છે જે વર્ષો થી વપરાયા વગરનું પડ્યું હતું. આ નાલુ છેક કરજણ પાસે એક રાજકીય વગ ધરાવતા મોટા માથાની વાડીમાં ખુલતુ હતું. સત્તા પર આવતા વેતજ આ મોટા માથા માટે બાળકો ને ફસાવી તેને નાલા મારફત મંદિર સુધી પહોચાડવા અને મંદિર ના ભોયરામા પુરી દઈ પછી શીપમા એકસાથે ભેગા થયેલા બાળકોને વેચી નાખવા.મંદિર ની આજુબાજુ નુ વાતાવરણ એટલું બધું બિહામણું કરી નાખ્યું હતું કે ગામવાળા આ બાજુ ફરકતા ન હતા. બે ત્રણ જણાએ હિંમત કરી હતી તેમણે બિચારાઓએ જાન ખોવો પડ્યો હતો. આવી રીતે બે વાર તો બાળકોના સોદા કરી ચુક્યો હતો. પણ આ વખતે બાળકો ના સારા નસીબે સુરજસિહ અનાયસે અહીં પહોંચી ગયાં અને પાછું આવતી કાલે જ આ બાળકોને અહીંથી ટ્રાન્સફર કરી ને વિદેશમાં મોકલી દેવાના હતા આથી ટોળકીના મોટા ભાગના લોકો તેની વ્યવસ્થા કરવામાં રોકાયેલા હતા આથી સુરજસિહ નુ કામ જલ્દી પતી ગયું. ચારેય બદમાશો નુ સ્ટેટમેન્ટ લઈને પુરતા પુરાવાના આધારે પેલા કહેવાતા મોટા માથાની ધરપકડ કરી.પોતાની નોકરીની પરવા કર્યા વગર અને કોઈપણ જાતની ધમકી ની પરવા કર્યા વગર કોર્ટમાં જુબાની અને પુરાવા ના આધારે સજા દેવડાવી સમાપ્ત Download Our App