_સફર™
નમેલી સાંજથી ચાલ્યો હું....અશબ્દ રાત્રી સુધી.
પણ, તારીખના ઘરની એ બારી આજે....ઉઘાડી જ રહી ગઈ !
એક ખાલી નાવથી વળ્યો હું....કાગળના સમુદ્ર સુધી.
ને, બેહદની બારખડીમાં એના સ્પર્શ વગરની....આ રાત પુરી થઈ ગઈ !
ખુશબો ભર્યા અંધારાથી જીવ્યો હું....સ્વપ્નનાં સુરમા સુધી.
પણ, વતન્સની સવારના પગલામાં ચલાયેલી એ રાહ....જાણે ઝાકળ જ બની ગઈ !
યુગોની તરસથી આજે સમક્ષ મળ્યો હું....જેને ઝંખી છે રંગતરંગ સુધી.
યા હોમ કહીને પડ્યો ફતેહની આગમાં ને એ....ગમતાનો ગુલાલ કરી ગઈ !
ભાગદોડની આ દુનિયામાં જીત્યો હું....માત્ર એક આશ સુધી.
પણ, લડ્યા જે હિન્દૂ-મુસલમાન રહી....રાખ-કબર એમને ઇન્સાન કહી ગઈ !
એકાંતમાં ધોધમાર સળગ્યો....આ ઠોઠ નિશાળીયો શૂન્ય સુધી.
ને, ખોબો ભરીને હસેલી એ જીંદગીની....આંસુના કૂવામાં છેવટે એ સાંજ ઢળી ગઈ !
હા...સાંજ ઢળી ગઈ !
■■■■■
નથી મળતું...!!
જ્યાં જીવાઈ હતી આખી જીંદગી,
હવે કોઈ રાતે એ સપનું નથી મળતું...
જ્યાં વર્ષો ચાલી પાર થતી મંજિલો,
જે રાહે આજે એક પગલું નથી મળતું...
જ્યાં પલાળતા શબ્દોને મળતી રોજ કુદરત,
એ બંજર-કાગળે આંસુનું એક ટીપું નથી મળતું...
જ્યાં સંતાકૂકડી રમી થયું પસાર બચપન,
અહીં ખુદને મળવા હસ્તીનું સાહસ નથી મળતું...
જ્યાં એક-એક શ્વાસ હોતી તારી યાદોના જંગલે,
અરે! જોને ક્યાંય એક તણખલું માત્ર નથી મળતું...
જ્યાં પહોંચી જતા અમથા જ એ દિશાએ હૃદયો,
બસ..! એ જ હૃદયે મારા ઘરનું સરનામું નથી મળતું...
■■■■■
જીંદગી...!!
એક તણખલેથી સ્વપ્ન-ઘરનો નિરાકાર છે...
ને,
તું એ પહેલાં પગલેથી છેલ્લી શ્વાસ સુધીની રાહ છે...જીંદગી!
એક શાંત કુદરતથી જ્વાળાનો ધબકાર છે...
ને,
તું એ નજરથી સાગરસમ-હૃદય સુધીની આહ છે...જીંદગી!
એક સાહિલથી દરેક તરંગનો એકરાર છે...
ને,
તું એ ઊડતી આશથી આસમાન સુધીની અનંત ચાહ છે...જીંદગી!
એક ટહુકેથી એના સાજનો રણકાર છે...
ને,
તું એ રંગીન મંજરે બધા હોંઠોએ 'વાહ-વાહ' છે...જીંદગી!
છતાં...
કેમ પળે પળમાં, આમ જ તબાહ છે...જીંદગી!
■■■■■
પૂર્ણ વિરામ...!
ચાલ્યો છું જમીંથી આસમાનની ખુદ-રહે...ને
એ રાહે એક પગલું પાછું વળાયું નહીં,
થયો છું સાહિલ હર એક કસ્તીનો હું...તોય
સાગર-તરંગને ગજથી મપાયા નહીં.
ઊગ્યો નવી સવાર થઈ અહીં રોજ શ્વાસે...ને
સૂરજને તડકો પાછો અપાયો જ નહીં,
થયો તરબોળ હૃદયે પ્રાણ બની હું...તોય
કોઈ રુહે જીવંત રહી પલળાયું નહીં.
ઊઠ્યો છું એક એક પળે આ વિશ્વ ભૂલી હું...ને
મળતા આપણા રસ્તાને વિસરાયો નહીં,
થયો છું પૂરો ક્ષણે-ક્ષણે તવ શબ્દે હું...તોય
કો'શર્તે તારામાં પૂર્ણ-વિરામ થવાયું નહિ.
【 મનહર છંદ_
●પ્રથમ ચરણ : 16 અક્ષર
●બીજું ચરણ : 15 અક્ષર
●ટોટલ 31 અક્ષરની પંક્તિ
●31 મો અક્ષર ગુરુ(-) 】
■■■■■
એક એવું ઘર..જ્યાં ખુદના સપનામાં ઉડાય છે,
ને એક એવી જીંદગી..જ્યાં તે પુરા થઈ જાય છે.
એક એવો રસ્તો..જ્યાં તારો સાથ મળી જાય છે,
ને એક એવી મંજીલ..જ્યાં તું જ મળી જાય છે.
એક એવો શબ્દ..જ્યાં બધા રિશ્તાઓ તૂટી જાય છે,
ને એક એવું મૌન..જ્યાં આંખોથી જ બધુ કહી જવાય છે.
એક એવો સંબંધ..જ્યાં મજબૂરી હરાવી જાય છે,
ને એક એવી દુનિયા..જ્યાં વિશ્વાસ જ જીતી જાય છે.
■■■■■
तेरे लिए....!!
मेरे दर्द में राहत नहीं....
लेकिन,
तेरे प्रेमकी धारा बहा सकता हूँ।
मेरे शब्द में वो सूर नही....
लेकिन,
तेरी चुपी की साज सुना सकता हूँ।
मेरे आँसू में आवाज़ नहीं....
लेकिन,
तेरी खुशीकी लहेरे उछाल सकता हूँ।
मेरे रंगों में कोई सजावट नही....
लेकिन,
तेरे रंगीन ख्वाबोकी महफ़िल सजा सकता हूं।
■■■■■
क्यों...?
दो राह में से..!
एक राह भी ना चूनी जाए...ना एक राह तक छोड़ी जाए...
ऐसी कस्मकस क्युं ?
.
.
.
अरे..!
ये क्या बात...छाई है पुरी दुनिया रोशनी से...
चिराग तले ही अंधेरा क्युं ?
■■■■■
जरूरत ना रहे....!!
रखना ही है कदम
तो..
आसमाँ पे जाके रख |
वहां कहां दुनिया की सरहदें कुछ कहे...
साहब..!!
डूबना ही है
तो..
कीसी की आंखों के समंदर में डूब |
जहां तेरी कस्ती को साहील की जरूरत ना रहें...!!
■■■■■
'दील' हो...!!
बीना तेरे जीन्दगी का..अगर एक भी पल हो, तेरे बिन कभी कल हो..
तो ये दील बन जाए पथ्थर का, ना उसमें कभी भी कोई हलचल हो।
बीना तेरे साथ..अगर किसी राह पे साम हो, तेरे बिन कभी खुदी हांसील हो..
तो ये रात बन जाए स्वप्न-कफन का, ना उसमें कोई जाम-ए-महफील हो।
बीना तेरे पुरवत..अगर कोई खुशी हो, तेरे बिन कभी सांस-किनारे का सहारा हो..
तो ये जिस्म बन जाए तेरी ही हस्ती का, *हां* उसमे धड़कता-तबाह 'दील' हो..!!
■■■■■