On the edge of words .... in English Poems by NishA_Parmar books and stories PDF | શબ્દોના કિનારે....

Featured Books
Categories
Share

શબ્દોના કિનારે....

આવ્યો છું હું...!!



આ જીંદગીની છેક સુધી ફરી આવ્યો છું હું...
સમનદરની એકે એક તરંગ તરી આવ્યો છું હું...!

તરતાં-ડૂબતા શ્વાસો છે હવે જે રાહે...
એ, રસ્તે રસ્તામાં તારી યાદોને મળી આવ્યો છું હું...!!



સમયના પળે પળને તારું નામ ધરી આવ્યો છું હું...
તારી નજરોની હોળી રંગે રંગથી ચીતરી આવ્યો છું હું...!

દવા - દુઆની કશી ખબર હવે મને રહી નથી...
કારણ, બધા ધબકારે વીતેલા ક્ષણો જડી આવ્યો છું હું...!!



આંખોથી આંસુની વહેતી ધાર સુધી રડી આવ્યો છું હું...
હૃદયના શબ્દે શબ્દોની આજે ઈબાદત કરી આવ્યો છું હું...!

લાગે છે કે અંતરનો વિશ્વાસ બન્યો છે હવે નશો...
પણ, શરાબના ટીપે ટીપે પ્રેમ-સુવાસ ઢોળી આવ્યો છું હું...!!


*****

જીંદગી...!!



સપનો કો હકીકત સે હમને બદલા હૈ...
અરે, સપનો કો હકીકત સે હમને બદલા હૈ...!

અબ બતાઓ, કોનસી કિસ્મત પે યે મસલા હૈ...!



ચલ રહે એક એક કદમ પર તું સંભલા હૈ...
અરે, ચલ રહે એક એક કદમ પર તું સંભલા હૈ...!

કયું કી, દૌડી જા રહી તુમ્હારી જીંદગી કા યે ફેસલા હૈ...!



આંખે છું રહી હૈ આસમાન, તેરે દિલ કા યે હોસલા હૈ...
અરે, આંખે છું રહી હૈ આસમાન, તેરે દિલ કા યે હોંસલા હૈ...!

ફિર, પલ પલ વહી સવાલો પે કયું યે મામલા હૈ...!



સોચ ક્યા રહા હૈ.. જીંદા ખ્વાબો કા શહેનશાહ તુ અકેલા હૈ...
અરે સોચ ક્યા રહા હૈ.. જીંદા ખ્વાબો કા શહેનશાહ તું અકેલા હૈ...!

જાગેગી હર સાંસે, નયી સુબહ કે લિયે તેરા ચાંદ જો યે ધલા હૈ...!



ઉસકી સીદ્દત કા તેરે હર ઝરીયે સે અબ સિલસીલા હૈ...
અરે ઉસકી સીદ્દત કા તેરે હર ઝરીયે સે અબ સિલસીલા હક...!

રોશન હી હૈ તેરી મંઝીલે, યહાઁ હર સિતારા તેરી જીત સે મિલા હૈ...!

*****



કાચના આસમાને એક દિવામાં...જ્યોત રૂપી આ સૂરજને શણગાર્યો છે,
ને જ્યોતની પરછાઈને કિનારે...આંસુનો આખો આ સમંદર વ્હાવ્યો છે.

વધી રહ્યા છે પગલાં એ રાહે...જોને પગરવની દુનિયામાં શોર થવા માંડ્યો છે,
અરે !
દુનિયા તો દુનિયા...મેં તારી એક નજર માટે આ વરસાદને પણ તરસાવ્યો છે....વરસાદને પણ તરસાવ્યો છે.....!!!


*****



खामोशी मर चुकी है....!
अब सारी दुनिया ताप उसकी परछाई का सह रही है ।

अरे देखो ज़रा...!
पूरा सागर छोड़ आज ये नाव, अपने साहिल को जा रही है ।


*****



નિયમો વિનાનો છે.....ને શ્વાસે શ્વાસે બંધાયો છે.

સાગર છેક સુધી તરસ્યો છે.....ને એક ટીપે આખો મેઘ વરસ્યો છે.


*****



સળગાવ્યું છે એણે રાખ સુધી...પણ ભસ્મ થતું નથી.

વિખરાયો છે છેલ્લા શ્વાસ સુધી...તોય તૂટી પડાતું નથી...


*****



રાઝ દફન છે હજારો....ને પાગલ શરાબ પીને ફરે,

એક આંસુ માત્ર વહયું પ્રેમ-રાહે....ને આસમાન વિશાળ આફતાબ થઈ પલળે...!


*****



देखा है बहुत कुछ..हो रहा है कुछ न कुछ,
आखिर सब राज़ में ही दफ़न हो रहा है।

ना कोई गुनहगार..ना कोई साक्ष्य।
बस!
कीसी की कारागार में सदीयो जीए जा रहा है।


*****

#હાઈકુ


સરવાળો એ
ક્ષણમાં જીંદગીનો.
જવાબ શૂન્ય!


*****


#દોસ્ત


ખુદા કહું ! જીંદગી કહું ! કે
નાનકડો એવો એક શ્વાસ !
તું જ છે આખી દુનિયા મારી...
દોસ્ત ! તું છે જો એટલો ખાસ !

*****


સદીઓથી તડપતી આ રુહની...એક દુઆ તો એવી ફળી છે ,
ખાસ થઈ ગયો છું...જીંદગીના સાહિલને કસ્તી જો તારી મળી છે !!

*****



નામ લઉં તારું...ને આખી કાયનાત મારી થાય,

થાય કંઈ એવું...!

રાત સ્વપ્ન ભરી...ને આંખો ખોલું તો એ હકીકત થાય.


*****

ખ્વાહીશોનો દરિયો છોડશે...આ નાવ હવે એના કિનારે જશે,
જૂનૂન છે તવ આંખો મહીં...જો જે આ વિશ્વાસ આખી કાયનાત બદલશે....!

*****


જીંદગી કે હિસાબ સે ચલો...
થોડા જીંદગી કો ખુદ કે હિસાબ સે ચલાઓ...

ઓર ફિર યે તો રાસ્તા હૈ....
કિસી કે ભી ચલને સે કટ હી જાયેગા...

Depend on U...!


*****