aatmmanthan - 3 in Gujarati Human Science by Komal Mehta books and stories PDF | આત્મમંથન - ૩

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

આત્મમંથન - ૩

આત્મમંથન.

કેટલી સરળતા થી આપણે આપણા પોતાનાં લોકો ઉપર હાથ ઊઠી જતો હોય છે. તમને લાગે છે કોઈ ભૂલ એટલી મોટી હોય છે, માતાપિતા બાળકો ઉપર હાથ ઉપાડે કે પછી પતિ પત્ની ની ઉપર હાથ ઉપાડે.

તમે વિચારો કે તમે અોફીસ માં કામ કરો છો, તો શું તમારાથી કોઈ ભૂલ થતી નથી! " ભૂલ તો આખરે એનાથી થાય છે, જેણે કામ કરવાની કોશિશ કરી હોય છે." એક ની એક ભૂલ પણ અમુક લોકો થી વધારે થાય છે.તો એ વ્યકિત નાં દિમાગ ને તમે સમજો, એની એટલી ક્ષમતા છે, પછી તમે એણે મારો, કે કેટલું સમજવો અર્થહીન છે. એ એની ક્ષમતા પ્રમાણે કામ કરશે.

હવે આપણે ક્યાં હતા. હાથ ઉપાડી કઈ રીતે શકાય. તમે એમ માનો છો કે પોતાનાં લોકો માં ચાલ્યાં કરે. તમે એક વાત વિચારો કે કોઈ મજાક માં પણ આપણને અપમાનીત કરી દે તો આપણાથી સહન થતું છે નહિ. જ્યારે તમે કોઈની ઉપર હાથ ઉપાડી ને એના આત્મસન્માન ને ઠેસ આપો છો. એનું શું!

કોઈ પણ વ્યક્તિ હોય, પુરુષ કે પછી સ્ત્રી કોઈના ઉપર હાથ ઉપાડવો બહાદુરી નથી, તમારી સૌથી મોટી કમજોરી છે. મનુષ્ય ભાવ માં દયા, પ્રેમ, નમ્રતા હોવી જોઈએ કરુણા હોવી જોઈએ. મનુષ્ય ભાવ ક્યારે કોઈના ઉપર હાથ ઉપાડી નાં શકે.કેટલી પણ મોટી ભૂલ કેમ નાં હોઈ શકે.

આપણને ખબર જ નથી કે ગુસ્સો એટલી હદે કેમ આવે છે. આપણને ગુસ્સો ત્યારે આવે છે, જ્યારે આપણાં હિસાબે કોઈ કામ થતું નથી. આપણી રીતે જ્યારે બધું નાં થાય એટલે ગુસ્સો આવે છે. આપણી આ જે જીદ છે કે હું કૌ એમજ થવું જોઈએ, આ વસ્તુ નાં થાય એટલે તમને ગુસ્સો આવે સામેવાળા ઉપર! અને તમે એ વ્યક્તિ જોડે ખરાબ વર્તન કરો છો. ઘણીવાર ખરીખોટી સંભળાવીને તો ઘણીવાર હાથ ઉપાડી દેતાં હોય છે.

આપણે મનુષ્ય છે, ભગવાને કેમ જાનવરો જેવા નથી બનાવ્યા છે.એ તો સમજો. જાનવરો માં પશુ ભાવ હોય કે પેલા એ મને માર્યું તો માટે પણ એણે મારવાનું છે. Tit for tat nu વલણ પશુભાવ માં જોવા મળે છે. આપણે મનુષ્ય છે, આપણે સામેવાળા ને માફ પણ કરી દેતા હોય છે.
મનુષ્યભાવ માટે તમને એક સરસ ઉદાહરણ આપું! "યુધિષ્ઠિર ".

મહાભાતની યુધિષ્ઠિર નું ચરિત્ર આપણને સમજાવે છે કે મનુષ્યભાવ શું છે.એક મનુષ્ય ને કોનાં જોડે કઈ રીતે વર્તન કરવું જોઈએ. મનુષ્ય કેટલી હદ સુધી જતું કરીને પોતાના લોકો મે ક્ષમા કરી શકે છે. પણ એ પણ વાત અહીંયા સમજવા જેવી છે કે સર્વગુણસંપન્ન કોઈ નથી હોતું. એવી જ રીતે યુધિષ્ઠિર માં પણ થોડી ઊણપ હતી. એમણે જુવા માં પોતાનાં ભાઈ અને પત્ની ને દાવ પર લગાવ્યા. તો તમે પણ સમજો તમારા પોતાના સબંધો માં પણ દરેક વ્યક્તિ માં કઈ ને કઈ ખોટ હશે.તમારે એ ખોટ નો સ્વીકાર કરવો રહ્યો. તમે અમુક સબંધો ને ત્યાગી નથી શકતા. એ તમારા હાથ માં નથી.તો એ જેવા છે એવા એમનો સ્વીકાર કરવો જોઈએ.

આપણે ક્યારે આપણું કર્મ એવું બીજા નાં કારણે ખરાબ નાં કરવું જોઈએ. જમાના પ્રમાણે બધાં સાચા સકારાત્મક બદલાવ નો પણ સ્વીકાર કરવો જોઈએ.


તમે તમારી આત્મા ને જૂવો કે , ક્યાં મારા માં કેટલી ખામી છે તો પણ મારા પોતાનાં લોકો મને સ્વીકાર કાર્ડ છે. તો તમે તમારા બાળકો પત્ની અને પતિ ની ભૂલો ને સુધારી એણે કેમ સ્વીકારી નાં શકો.અમુક ઉંમર માણસ ક્યારે બદલાઈ નાં શકે. હવે તમે તમારા વૃદ્ધ માતાપિતા ને કહો અમારા હિસાબે જીવન જીવો એ ખોટું છે.

એ માતાપિતા તમારા હિસાબે નહિ પણ તમારે પોતાની જાત ને માતાપિતા ને હિસાબે રાખવી એ તમારું કર્મ અને ધર્મ છે.