Helu nu romanchak sapnu - 5 in Gujarati Children Stories by Parag Parekh books and stories PDF | હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૫

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૫

દેવ ની વાત માની ને માયા એ કીધું કે આપડી મદદ એક જ કરી શકે છે અને તે છે હર્ષ. બધા હર્ષ ને મળવા તેના ઘરે પોહચી ગયા ને હર્ષ ને બધી વાત કહી. હર્ષ એક્દમ શાંત દેખાતો હતો અને તેના મગજ મા કોઈ વિચાર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. દેવ એ પૂછયું હર્ષ તું શું વિચારે છે? થોડીકવાર મૌન રહ્યા પછી હર્ષ બોલ્યો મને ખબર છે કે આ મણિ ક્યાં છે અને કેવી રીતે મળી શક્શે, પણ.... પણ શું? રત્ના બોલી. તેમને મેળવા સેહલા નથી તેના રક્ષક ખુબજ તાકાતવર, ચાલાક અને બળવાન છે. તો શું થયું આપડે બધા પણ તેટલા જ બહાદુર છે,દેવ બોલ્યો અને તેની વાત મા રત્ના અને માયા એ હામી ભરી.

એવું છે તો પછી ચાલો પેહલા મણિ ના રક્ષક પાસે, હર્ષ ઉત્સાહ મા આવી બોલ્યો અને બધા નીકડી પડ્યા. રસ્તા મા દેવ એ પૂછ્યું કે કોણ છે આ રક્ષક અને તે ક્યાં રહે છે. હર્ષ જવાબ દેતા કીધું કે તે વાનરો નો રાજા છે અને તે જંગલ મા રહે છે. માયા થોડુક વિચારી ને બોલી આ જંગલ નુ નામ લુંટેરું જંગલ તો નથી ને! હાં તેજ જંગલ અને તેનો રાજા લુંટેરો વાનર. શું? એવું મોટેથી બોલી અને માયા ઉભી રહી ગઈ. એવું કેવું એક લુંટેરો મણિ નો રક્ષક, અને મે સાંભડ્યું છે કે તે જંગલ મા જે પણ જાય છે તે પાછું નથી આવતું, તો હર્ષ બોલ્યો હું છું બધું સંભાડી લઇશ બસ હું કહું તેમ જ કરજો.

બધા લોકો તે જંગલમાં પોહચી ગયા અને ત્યાં જ તેમને થોડાક વાનરો રોકે છે અને પૂછે છે કે તે આ જંગલ મા શું કરે છે? હર્ષ નીડર થઈ ને કહે છે કે અમે તમારા રાજા ને મળવા આવ્યા છે. વાનરો તેમને રાજા પાસે લઈ જઈ છે. વાનર રાજ એક્દમ સાધારણ વાનર જેવો જ હતો પણ તે એક્દમ સિશતબધ હતો. વાનર રાજ એ બધા ને સારો આવકાર આપ્યો અને બધા ને તેમના નામથી બોલાવ્યા, બધા ના નામ વાનર રાજ કઈ રીતે જાણે છે તે વિચાર કરવા જેવી બાબત હતી,અને સવથી મોટી વાત એ હતી કે તેણે પૂછ્યું કે હેલુ નથી આવી સાથે? આ સાંભળી ને તો બધા ચોકી ગયા પણ હર્ષ તો એક્દમ શાંત હતો અને તેના ચેહરા પર કોઈ જ હાવભાવ ના હતા. તું આટલો શાંત કેમ છે? દેવ ધીરેથી હર્ષ ના કાનમાં બોલ્યો પણ હર્ષ તો બસ વાનર રાજ ને જ જોઈ રહ્યો હતો.

વાનર રાજ બધા ની પાસે આવ્યો અને બોલ્યો કે મને ખબર છે કે તમે અહીં મણિ લેવા માટે અવ્યા છો પણ તે હું તે નહીં આપું. તમે સાહસ કરી ને અહીં આવી તો ગયા પણ અહીં જઈ નહીં શકો. બધા ઘણા ડરી ગયા હતા અને ત્યાં હર્ષ બોલ્યો કે વાનર રાજ હું જાણું છું કે તેમને જો કોઈ ચૂનોતી આપે તો તમે તેને સ્વીકારો છો અને હું તમને ચૂનોતી આપવા માંગુ છું, જો હું હારી જાવ તો તમારો બંદી થઈ જઈશ ને જીતી ગયો તો મણિ લઈ ને અમે બધા અહીં થી જતા રેહશું. વાનર રાજ પેહલા તો ખુબજ હસ્યો ને પછી કીધું કે મને મંજૂર છે. શું છે તારી ચૂનોતી? હર્ષ બોલ્યો કે હું જે બંધ આંખે કરું તે તમારે ખુલી આંખે કરવાનું છે. આ સાંભડી વાનર રાજ અને તેના સાથીઓ જોર જોરથી હસવા લાગ્યા અને આ બાજુ માયા, રત્ના અને દેવ એક બીજાને જોઈ મંદ મંદ હસવા લાગ્યા ને મનમાં જ કેહવા લાગ્યા કે વાનર રાજ તો માથે હાથ મૂકી ને રડશે. બધા નુ હસવાનું બંધ થયું અને હર્ષ એ વાનર રાજ ને કીધું કે મને ધ્યાનથી જોવો કે હું શું કરું છું. હર્ષે એક પિછું લીધું અને પોતાના નાક મા નાંખી ને ત્યાં તેને એક છીંક આવી, પછી હર્ષ બોલ્યો કે તમે પણ આ જ કરી ને દેખાડો વાનર રાજ. આ સાંભડી પાછા બધા જોર જોરથી હસવા લાગ્યા અને કેહવા લાગ્યા કે આ તો કોઈ પણ કરી શકે.... ત્યાં હર્ષ બોલ્યો કે બશ તમારે છીંક ખાવ ત્યારે આંખો ખૂલી રાખવાની છે અને પછી વાનર રાજ એ પિછું લીધું અને નાક મા નાખ્યું ને તરત જ છીંક ખાધી પણ તેમની આંખો બંધ થઈ ગઈ. હવે માત્ર હર્ષ જ હસતો હતો અને બાકી બધા ચૂપ હતા. વાનર રાજે ૧, ૨, ૩ એમ ઘણી છીંકો ખાધી પણ દરેક સમય તેમની આંખો બંધ જ થઈ જતી હતી અને હવે માત્ર ને માત્ર હર્ષ ને તેના મિત્રો જ હસતાં હતાં ને બાકી બધા વાનરો એક્દમ ચૂપ થઈ ગયા. આખરે વાનર રાજે પોતાની હાર માની અને હર્ષ ને મણી આપી દીધું ને કહ્યું આ મણિ તારા જેવો કોઈ ચતુર જ મારી પાસે થી લઈ શકે. તમે અહીં થી જઈ શકો છો પણ હવેથી હેલુ ને તારી સાથે રાખજે તેના વગર બીજા મણિ નહીં મળે. આ સાંભડી હર્ષ થોડોક વિચાર મા પડી ગયો. બધા ને મણિ મળવા ની ખુબજ ખુશી હતી અને તે લોકો અશ્વિની નગર પાછા ફરવા લાગ્યા. બધા ખુશ હતા કે તેમને મણિ મળી ગયો પણ હર્ષ ના મગજ મા વાનર રાજ ની વાત જ ઘૂમ્યા કરતી હતી કે હેલુ ને સાથે રાખીશ તો જ બીજા મણિ મળશે. એવું વાનર રાજે શુંકામે કીધું? શું હશે તે વાત મા રહસ્ય? અને રત્ના ના મગજ મા એ વાત ચાલતી હતી કે હું હર્ષ ને ના ઓડખી શકી તે દેખાવ મા એક્દમ શાંત છે પણ તે ખુબજ ચતુર અને નીડર છે તેને આજે લુંટેરા ના રાજા વાનર ની સામે નીડર થઈ ને ચૂનોતી આપી અને તેની પાસેથી મણિ પણ જીતી લીધો. થોડીક વાર મા બધા માયા ના ઘરે પોહચી ગયા અને હેલુ ને કીધું કે તે લોકો એક મણિ લઈ અવ્યા છે. પણ હવે સવાલ એ હતો કે બીજા મણિ કોની પાસે છે અને તે મેળવા શું આશાન હશે કે પછી તેમને મેળડવા આનાથી પણ વધારે મુશ્કેલ હશે?