The Author Parag Parekh Follow Current Read હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૧ By Parag Parekh Gujarati Children Stories Share Facebook Twitter Whatsapp Featured Books Chasing butterflies …….4 Chasing butterflies ……. (A spicy hot romantic and suspense t... One Letter a Day One Letter a DayArthur Penhaligon, at seventy-eight, lived... Conflict of Emotions - 14 Conflict of Emotions (The emotional conflict of a girl towar... Wings of Tomorrow - 12 Chapter 12:- School day 1Part 1The morning sun streamed brig... THE BOY WHO LOVED IN SILENCE - 7 The First Look, The First StepShe stood near her classroom,... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Parag Parekh in Gujarati Children Stories Total Episodes : 6 Share હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૧ (6k) 3.5k 8.7k હેલુ ને વાર્તાઓ સાંભળવી બહુ ગમે. એક વખત તેની મમ્મી તેને જાદુઇ જંગલ ની વાર્તા કરી રહી હતી, હેલુ તે વાર્તા સંભાડતા સંભાડતા જ સૂઈ ગઈ. અચાનક વીજડી ના કડાકા ભડાકા નો અવાજ સાંભડાંયો ને હેલુ ડરી ને ગોદલા મા છુપાઈ ગઈ. થોડીક વાર એક્દમ શાંતિ થઈ ગઈ એટલે હેલુ એ આંખો ઉઘાડી અને ગોદલા ની બહાર જોયું અને તે જોઈ ને હેલુ એક્દમ ચોકી ગઈ. તેની આજુ બાજુ અને ચારે બાજુ ખુબજ લાંબા લાંબા વૃક્ષો, રંગબે રંગી ફુલો અને લીલાછમ ઘાસ વાળી ધરા હતી. હેલુ ની નજર એક ખૂબજ સુંદર પતંગિયા પર પડી ને તેને અડવા માટે તેની પાસે ગઈ પણ પતંગિયું ઉડી ગયું. હેલુ તેની પાછળ પાછળ ચાલવા લાગી અને ચાલતા ચાલતા તે એક જાડ પર ચડી પોહંચી. ત્યાંંથી તેને એક સુંદર મજાનું ઇન્દ્ર ધનુષ દેખાનું અને જોત જોતામાં તો ત્યાં બીજું એક ઈન્દ્ર ધનુષ દેખાવા લાગ્યું. હેલુ તો તેને જોતી જ રહી અને અચાનક જ તેને તે ઈન્દ્ર ધનુષ પર એક ઘોડો દોડતો દેખાનો અને તે જોત જોતામાં જ દોડતા દોડતા ઉડવા લાગ્યો. હેલુ તે ઉડતા ઘોડા ને જોવા મા તે ભૂલી ગઈ કે તે જાડ પર છે અને અચાનક જ તે લપસી ને જાડ પરથી નીચે પડવા લાગી. હેલુ ની આંખો બંધ થઈ ગઈ ને જોરથી રાડો પાડવા લાગી આઆઆઆઆઆઆઆઆઆ બચાવો, અને તે ધડમ કરી ને કોઈ પોચા પોચા ગાદલા પર પડી તેવું તેને લાગ્યુ, હેલુ એ ધીરે ધીરે એક આંખ ખોલી ને જોયું, વાદળો એક્દમ જડપી પસાર થઈ રહ્યા હતા, પક્ષીઓ તેની બાજુમા ઉડી હતા, ને ઠંડો પવન તેેનાં વાળ ઉડાડી રહ્યો હતો. હેલુ એ બેસીને જોયું તો નીચે , હાથી, હરણ અને બીજા ઘણા પ્રાણીઓ રમકડા જેવા નાના દેખાતા હતા ને પાછળ ફરી ને જોયું તો તે એક સુંદર પાંખો વાળા ઘોડા પર સવાર થઈ ને આકાશ મા ઊંચે ઊંચે ઉડી રહી હતી, નીચે આવી ને હેલુ તે ઘોડા ને જોતી જ રહી. ગુલાબ ના ફૂલ જેવો ગુલાબી રંગ, વિસાલ પાંખો પણ ફૂલો જેવી કોમળ, સોનેરી રેસમ જેવા તેના વાળ ને પૂંછડી અને તેના માથા પર રૂપેરી ચમક્તું સિંગડું હતુ. હેલુ તો તેને એકીટશે જોતી જ રહી ને ત્યાં પેલો ઘોડો બોલ્યો તારું નામ શું છે? તું ક્યાથી આવી છે? તારું ઘર ક્યાં છે? એ સાંભડી ને હેલુ તો ચોંકી ઉઠી ને ત્યાં તે ઘોડો પાછો બોલ્યો તું પેલા જાડ પરથી કઈ રીતે પડી? હેલુ કઈજ બોલી ના સકી. પેલા ઘોડા એ તેને ખાવા માટે થોડા ફળ આપ્યાં ને પીવા પાણી. હવે હેલુ નો ડર દૂર થવા લાગ્યો ને તે બોલી મારું નામ હેલુ છે અને મને ખબર નથી હું અહીં કેમ આવી પણ મને મારા ઘરે જવું છે. હું મારી મમ્મી ને ખુબજ યાદ કરું છું. એમ કહી હેલુ રડવા લાગી. પેલા ઘોડા એ તેની પાંખો વડે તેને વહાલ કરતા કહ્યું રળ નહીં હું તને તારા ઘરે લઈ જઈશ. મારું નામ માયા છે મને તું મને તારી મિત્ર સમજ અને માયા હેલુ ને તેની સાથે તેના ઘરે લઈ ગઈ.માયા ના ઘરે હેલુ તેના ના બે બચ્ચા ને મળી. એક નું નામ હતું વાયુ અને બીજા નું નામ હતું મીઠી. મીઠી તો હેલુ સાથે તરત જ હડી મડી ગઈ. હેલુ ને હવે ડર નહતો લાગતો અને તેણે માયા પર વિશ્વાસ પણ હતો કે તે હેલુ ને તેના ઘરે પોહંચાડી દેશે. › Next Chapter હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૨ Download Our App