એક એવી સ્ત્રીની વાત અહીં કરવામાં આવી છે. જે બધા સાથે ખૂબ પ્રેમથી વર્તે છે. કોઈ બે વાક્ય કહે તો તે બે વાક્ય સાંભળવાની સ્ત્રીશક્તિ ધરાવે છે. આવો મળતાવણો, મિતસ્વભાવી અને મિલનસાર સ્ત્રીના ચેહરા પર એસિડ ફેંકવામાં આવે છે. ઈન્સ્પેકટર રાણા બહારથી કડક પણ લાગણીશીલ વ્યક્તિના હાથમાં આ કેસ પહોંચે છે. જે બહુ ધીરજતાથી અને લાગણીથી એક એવી ગુંચ કે જે કદી ખુલે તેમ હતી જ નહીં તે પોતાની વિવેકબુદ્ધિ થી ગુંચ ખોલી આપે છે.
પ્રકરણ-1
એક બળેલો ચેહરા વાળો ફોટો ને બાજુમાં પૂરો ચેહરો દેખાય તેવો ફોટો બોર્ડ પર લગાવ્યો હતો. તેને જોતા ઇન્સ્પેકટર રાણા બોલ્યા, "પોતે ફેંક્યું હશે કે કોઈ બીજો જ અપરાધી છે" બાજુ માંથી કોઈ જવાબ ન મળ્યો.
એવી રીતે તેજાબ ફેંકાયું હતું કે, પ્રોફેસરનો ચહેરો ઓળખવો મુશ્કેલી બની ગયો હતો. પોતાના જ ઘરમાં અને પહેરેલા કપડાં પરથી જણાતું હતું કે નિતાભટ્ટ છે. અને મહત્વની વાત એ છે કે કોઈએ ચીસ સાંભળી નહોતી, હાથ પગ પર કોઈ નિશાન નહોતાં. ઘરની કોઈ વસ્તુ આમતેમ ન હતી. ઘરમાં કોઈ આવ્યું પણ નહોતું. કેસ વધારે ત્યારે ગુંચવાયો હતો કે પહેલી વાર કોઈ વ્યક્તિના ચેહરા પર જ એસિડનો મારો થતા તેનું મૃત્યુ થયું હતું.
પુરે પૂરો ચેહરો દાજી ગયો હતો, આવું ઘાતક એસિડ આવ્યું ક્યાંથી.
"આપણી પાસે આ ચેહરો છે, તેનું નામ છે, તેનું સરનામું છે, બધી જાણકારી છે. અને હમણાં તેના માતા પિતા પહોંચતા જ હશે. ગાંધીનગરથી કાલે જ નીકળી ગયા હતા." ઇન્સ્પેકટર ધ્યાનથી સાંભળતા હતા.
એક એવો કેસ આવ્યો હતો કે જેની ગુંચ ઉકેલવી બહુ અઘરું કામ હતું, ડો. એ કહ્યું હતું કે "રિસર્ચ પરથી કશું ફાઇનલ ના કહી શકાય કોઈએ ફેંક્યું હોય એસિડ અને પોતે પણ પોતાના પર એસિડ, કદાચ સુસાઇડ." જો એસિડ ફેંક્યું હોય તો તેનો અપરાધી શોધવો રહ્યો. છેલ્લે તો ફાઇલ બંધ થાય. પણ અત્યારે કોઈ નિર્ણય લેવો તદ્દન ભૂલ ભરેલો કહેવાય.
"અપરાધી કેટલો બેરેહમ હશે, રાણા સર ચહેરો એવી રીતે બળ્યો છે કે તેને ઓળખી ન શકાય" શિરીષ પટેલ બોલ્યા. "કેટલી પણ બેરહેમી કેમ ના કરી હોય પણ કોઈ ને કોઈ ભૂલ કરી હશે તે આપણે શોધવાની છે. નીતા ભટ્ટના ઘરની ફોટોગ્રાફ જોતા જોતા બોલ્યા.
"મેં આજુબાજુ વાળા ને પૂછતાછ પણ કરી કોઈ કામ આવે તેવો જવાબ મળ્યો નથી. બધાનું એવું જ કેહવું છે કે એકદમ શાંત હતી. સવારે કોલેજમાં ભણાવવા જતી અને બપોર પછી આખો દિવસ ઘરમાં" ઇન્સપેક્ટર રાણા તેની વાતના શબ્દો ને ચાખતા હોય એવી રીતે સાંભળી રહ્યા હતા. કે હમણાં કોઈ એવો શબ્દ બોલે કે હું કહું કદાચ આ હોય શકે.
"કોલેજમાં પણ તેનું પરિણામ એકદમ સાફ છે. અર્થશાસ્ત્ર ભણાવતા હતા. સાથીમિત્રો નું કેહવું છે કે જ્યારે ફ્રી પડતા ત્યારે કોઈ કિતાબ વાંચતા." શિરીષ પટેલની લાઈન ફટાક પકડી લીધી. તેણે તસ્વીર પાછી ફેરવી તેના ઘરમાં પણ ઘણી બુક્સ હતી. પણ એ સ્વભાવિક હતું. એક પ્રોફેસર હતી એટલે વાંચવાનો શોખ હોય. પણ ફોટા ના પાનાં ફેરવીએ કશું મળવાનું નહોતું.
એક નવજુવાન પોલીસએ દરવાજો ખોલ્યો, આવી ને કડકતાથી સલામ ભરી. "સર, નીતા ભટ્ટના મમ્મી-પપ્પા આવી ગયા છે, અંદર લાવું" ઈન્સ્પેકટર રાણા એ ફોટોગ્રાફ લેપટોપમાં બંધ કર્યા અને હકારમાં ઈશારો કર્યો. નીતાના મમ્મી-પપ્પા બેઠા. બંને એ નમસ્કાર કર્યા. સામે રાણા સર એ પણ અવાજમાં થોડી કડકતા ઓછી કરી ને જવાબ આપ્યો.
મારુ નામ આદિત્ય ભટ્ટ અને મારી પત્ની શાંતિ ભટ્ટ. બંનેની આંખો માંથી આંસુ રહી નહોતા શકતા. શાંતિબેનના મોઢા માંથી નીકળતા શબ્દો ડૂસકાં માં જ શમી જતા.
"તમારી દીકરી કેમ આટલી દૂર સુરત રહે છે"
"અમે પણ પેહલા સુરત જ હતા, પણ મારું ટ્રાન્સફર થયું એટલે અમે ગાંધીનગર આવી ગયા" રડતી આંખે શબ્દોને અંદરથી ખેંચી ખેંચી બોલતા હતા.
"નીતાના લગ્ન થયા છે, અમે ઘરમાં તપાસ દરમિયાન કોઈ એવું ડોક્યુમેન્ટ મળ્યું નથી."
"ના, અમે બહુ કહ્યું પણ તે હંમેશા ના જ પાડતી હતી. તેને એકલું જ રહેવું હતું, અમે સુરતમાં હતા તો પણ તેનો અલગ ફ્લેટ હતો" આદિત્યભાઈ પોલીસના નિયમો પાલન કરતા હોય તે રીતે જવાબ આપતા હતા. પણ શાંતિબેન ના ડૂસકાં હજી પણ શાંત થયા નહોતા.
ઇન્સ્પેકટર રાણા એ તેમની સામે જોયું. પણ લાગ્યું કે કોઈ જવાબ આપી શકે તેવી સ્થિતિમાં નથી. એટલે પૂછ્યું નહીં.
હમણાં અહીં સુરતના ફ્લેટમાં જ રહેવા જણાવ્યુ. બંને જણ ધીમે ધીમે તે ઓફિસ માંથી નીકળી ગયા.