miracle old tample - 18 in Gujarati Horror Stories by Prit's Patel (Pirate) books and stories PDF | રહસ્યમય પુરાણી દેરી - 18

Featured Books
Categories
Share

રહસ્યમય પુરાણી દેરી - 18

ભાગ-18
રહસ્યમય પુરાણી દેરી - 18

(આગળનાં ભાગમાં જોયું કે મુખીજી વાતોમાં થોડા આગળ વઈ જાય છે અને મણીનાં પતિનું ખૂન ઘનાભાઈ કરે છે. હવે આગળ...)

મુખીજી ચૂપચાપ થોડુ વિચારવા લાગ્યા. મુખીનો જીવ હજી ઉધર જ હતો. તેનો જીવ પોતાની બાળકી પર જ ભટકતો હતો.

પ્રવીણભાઈએ મુખીને ફરીથી આતુરતા પૂર્વક પુછ્યું " શું હતુ એક દિવસ...?"

મુખીજી ફરીથી પોતાના ભાનમાં આવ્યાં અને વિચારીને કહ્યુ.

*** થોડા સમય પહેલા...

એક દિવસ વાલજી ની પત્ની કરશનભગતનાં ઘરે થોડા ઉછીના રૂપિયા માંગવા જાય છે, પંરતુ તેનાં ઘરે કરશન ભગત સાથે ઘનો પણ બેઠો હતો.

વાલજીની પત્નીએ કરશનભગત નાં ઉંબરે આવી જોયું તો કરશન ભગત સાથે ઘનો પણ બેઠો હતો એટ્લે થોડી ખચકાય પરંતુ બીજો કોઈ ઉપાય પણ નહતો. એટલે વાલજીની પત્ની એ વિનમ્ર પૂર્વક કહ્યુ " કરશન ભાઈ, ઓઓ... કરશનભાઈ"

કરશન ભગત પોતાનુ નામ સાંભળી અંદરથી ઉંબરા તરફ બહાર આવ્યાં. જોયું તો વાલજીની પત્ની હતી. તુરંત કરશન ભગત સમજી ગયા કે તેં અહિયાં શુ કરવા આવી છે.

પરંતુ કરશન ભગતે પહેલી વાર ગુસ્સામાં કહી દીધું કે "અહિયાં કાઈ ધર્મ શાળા ખોલી છે કે દરરોજ માંગવા આવી જવાનું."

પહેલી વાર આવા શબ્દ સાંભળી વાલજીની પત્ની તો થોડી ગભરાય ગઇ. હિમ્મત કરી કહ્યુ કે " બસ હવે કાલે જ મે કરેલા કામનાં રૂપિયા આવી જશે. એમાંથી તમને આપી દઈશ."

કરશન પોતાનુ મોઢું નકારમાં હલાવતો બોલ્યો , " અરે તારા કામના રૂપિયા આપીને તુ શું મારી ઉધારી ચૂકવીશ. તુ આખુ જીવન તારું અહિયાં કામ કરીશ ત્યારે ખાલી વસુલીનાં રૂપિયા પૂરા થાશે."

વાલજીની પત્ની કરશન ભગત પાસે કરગરવા લાગી. પરંતુ કરશન ભગતે પહેલી વાર વાલજીની પત્નીની એક નાં સુની, ત્યારે પાછળથી ઘનાભાઈ આવી પહોંચ્યા. અને કરશન ભગતનાં પીઠ પર હાથ રાખી બોલ્યો કે " શું મગજ મારી ચાલી રહી છે"

કરશન ભગતે પોતાને માથે હાથ રાખતાં કહ્યુ કે "દરરોજ નું છે ભાઈ આ તો." થોડા શાંત રહીને કરશન ભગતે કહ્યુ " દરરોજ આ રૂપિયા માંગવા આવી જાય છે અને કહે છે કે કાલે આપી જાવ, અત્યાર લગી તો વાલજી ની તબિયતને જોઇ આપતો હતો કે કાલે એ સારો થઈ જશે અને મારી ઉધારી ચૂકવી દેશે. પરંતુ હવે લાગતું નથી કે તે કોઈ દિવસ ખાટલામાંથી ઉભો થાઈ. અને આ દરરોજ મારુ ઉધારી વધારતી જાઇ છે."

ત્યાં તો ઘનાભાઈ એ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને રૂપિયાનું પોટલું કાઢ્યું. થોડા ગણીને રૂપિયા વાલજીની પત્નીને આપ્યાં.

કરશન ભગત સાથે વાલજીની પત્ની તો ઘનાભાઈ સામે આંખો પહોળી કરીને જોતી જ રહી. કે આ શું, જે માણસ કોઈ દિવસ કોઈ પર દયા નથી બતાવતો એ માણસ આજે મને રૂપિયા આપે છે.

થોડુ વિચારમાં મગ્ન એવી વાલજીની પત્નીએ ઘનાભાઈ ને નાં પાડતાં કહ્યુ કે " નાં, નાં, મારે તમારા રૂપિયા નથી જોઈતા, એ તો ઢોલીનાં બાપુ કરશન ભાઈનાં મિત્ર હતાં એટ્લે એમની પાસે સહાયતા લેવા આવી હતી."

ઘનાભાઈ એ રૂપિયા ફરીથી વાલજીની પત્નીનાં હાથમાં રાખતા થોડા હાસ્ય સાથે કહ્યુ "જો એક કરશન ભગત આ ગામનો માણસ થઈ તમારી મદદ કરતો હોઇ, તો હુ આ ગામનાં મુખીનો ભાઈ છું. હુ કેમ તમારી મદદ નો કરી શકુ?"

વાલજીની પત્ની એ પોતાના હાથમાં રાખેલા રૂપિયા ઘનાભાઈનાં મોઢા પરનું હાસ્ય જોઇ લઇ લીધાં. પરંતુ એને ક્યાં ખબર હતી કે આ હાસ્ય પાછળ બહુ મોટુ માયાજાળ ઘનાભાઈના વિચારોમાં ચાલી રહ્યુ છે.

પોતાના બને હાથ વચ્ચે રૂપિયા રાખી વાલજીની પત્નીએ હાથ જોડી આભાર માનતા પોતાના ઘર તરફ ચાલી ગઇ.

કરશન ભગત અને ઘનાભાઈ ફરી પાછા ઘરની અંદર આવ્યાં. પરંતુ ઘનાભાઈ નું આવુ બદલાતું સ્વરુપ જોઇને કરશનભગતનાં મગજ અંદર બ્રહ્માંડનું યુદ્ધ ચાલી રહ્યુ હતુ.

કાંઇ નહીં સમજાતા કરશન ભગતે ઘનાભાઈને પૂછી લીધુ કે " ઘનાભાઈ, તમારુ આ રૂપિયા દેવાનું મને કાઈ સમજાણું નહીં."

ઘનાભાઈ એ ફરીથી એક મોઢા પર અનોખું હાસ્ય આપ્યું અને ચૂપચાપ જ રહ્યાં.

કરશનભગતે ફરીથી પુછ્યું "ઘનાભાઈ તમે સીધા આવી જ રીતે આટલા રૂપિયાની ખોટ ખાઈ જાવ તેમ તો નથી જ. કંઇક તો વિચાર્યું જ હશે."

ઘનાભાઈ એ કરશનનાં ગોઠણ પર હાથ થબથબાવતા બોલ્યા, "કરશન તમે આ વાતથી કોષો દુર છો, એટલે તો તમે હજુ એકલા છો. નહિતર બીજી પત્નીનો આવી ગઇ હોઇ" અને પછી હસવા લાગ્યા.

કરશન ભગત થોડા ગુસ્સે થયા અને કહ્યુ કે " એકલો છું, એનું પણ કારણ છે. બાકી મારા સમયમાં તો વાત કરતા જ મને બહુ બીજી મળી ગઇ હોત, પરંતુ એની કંઇક વાત જ અલગ હતી."

ઘનાભાઈ કાઈ સમજ્યા નહીં અને ચકિત થઈ પરંતુ મોઢા પર હાસ્યનો ભાવ સાથે બોલ્યા "એટલે પ્રેમની વાતો કરો છો એમ...."

"ના ભાઈ, આ તો ચાહ હતો મારો, બાકી આને તો દગ્ગો કહેવાય. બીજુ મુક આ વાત તો મે કોઈને નથી કહી. પણ તુ ઉમરમાં નાનો તોય તારી સાથે મારે જાજુ બને એટ્લે કહ્યુ. બાકી એ વાતથી હવે તુ કોષો દુર છો." ટોન મારતા કરશન ભગતે કહ્યુ.

ત્યાં જ ઘનાભાઈ એ કહ્યુ કે " સાચું કહ્યુ, અમને એ પ્રેમ વહેમનાં ચક્કર નહીં દેખાઈ. અમને તો સીધુ બન્ને વચ્ચેનું જ જાણી પાડી."

બન્ને જણા મજાકમાં ફરી હસી પડ્યા. ત્યાં કરશન ભગત બોલ્યો કે " આપણે બન્ને તદ્દન અલગ રસ્તા વારા છી, તોય સારુ ભળે છે. પરંતુ મને એ તો કહે કે તે વાલજીની પત્નીને રૂપિયા કેમ આપ્યાં."

ઘનાભાઈ હસતાં હસતાં એક્દમ ચુપ થઈ ગયા અને કહ્યુ કે " જોવો કરશન ભગત, તમને એની આંખોમાં નમી દેખાણી અને મને એની આંખમાં નાની ઉમરમાં એક સ્ત્રીની વેદના, તમને કામ કરેલા વેર વિખેર કેશ દેખાયા અને મને ખુલ્લા કેશમાં એક સુંદર મુખ દેખાયું, તમને એનાં મેલા ઘેલા કપડા દેખાયા અને મને એ કપડા પાછળ રહેલું ગોરુ કોમળ શરીર, તમને એક લાચાર ઊભી સ્ત્રી દેખાય અને મને જીવતાં પતીએ વિધવા સ્ત્રી દેખાણી."

કરશન ભગત તો ઘનાભાઈ ની સામે જોતાં જ રહ્યાં. કરશનને બધુ સમજાય ગયું હતુ કે ઘનાભાઈનાં કહેવાનું કારણ શું હતુ. વાલજીની પત્ની તો રુપનો કટકો હતી. લાંબા કેશ, સમઘટોલ બાંધો એમા પણ કમર એક્દમ લટકણી ચાલે તો કોઈ અપ્સરાથી ઓછી નહીં, ગોરી ચામડી અને જો કોઈ જુવાન મર્દ એની આંખોમાં તેજ જોઇ લે એટલે ત્યાં જ તેનાં વશમાં આવી જાય.

બધુ જાણતો હોવાં છતાં પણ થોડુ વિચારી કરશન ભગત બોલ્યા કે " ખરેખર તમારી નજરની વાહ વાહ કહેવી પડશે હો. પરંતુ તમે આમાં રૂપિયા અને વાલજીની પત્ની વિશે શુ કહેવા માંગો છો તે કાંઇ સમજાણું નહીં."

ફરીથી ઘનાભાઈ એ હસીને કહ્યુ " ભગત....ભગત....તમે હવે ભગત છો એની પાક્કી ખાતરી કહેવાય. તેં વાત મૂકો તમને તે વાત નહીં સમજાય."

થોડા સમય પછી ઘનાભાઈ ત્યાંથી ચાલ્યા જાય છે. અને કરશનનાં મગજમાં તો હજુ ઘનાભાઈની વાલજીની પત્નીનાં જ વિચાર ચાલતા હતાં.

*** થોડા દિવસો પછી...

અચાનક જ કરશન ભગત દોડતો દોડતો ઘનાભાઈ પાસે આવ્યો અને હાંફતા હાંફતા કહેવા લાગ્યો " ઘના...ઘનાભાઈ...."

ઘનાભાઈ કહ્યુ કે " પહેલા શ્વાસ તો સરખો કરો, તમારે ક્યાં આટલી જલ્દીમાં સાસરે જાવું છે કે આવી રીતે હાંફો છો."

કરશન ભગત ઉતાવળથી બોલ્યો " અરે... કંઇક કરો, નહિતર આજે તો મારુ આવી જ બનશે."

ઘનાભાઈ એ શાંત પાડતા કહ્યુ કે " પહેલા શાંત થઈ જાવ નહિતર, કંઇક કહેશો એ પહેલા તમારો જીવ નીકળી..."

ઘનાભાઈની વાત કાપતા કરશન ભગત બોલ્યો કે " અરે જીવ જ નીકળી ગયો છે, તમે કંઇક કરો"

ઘનાભાઈ એ મજાક બંધ કરી થોડુ ચિંતિત થઈ કહ્યુ કે " શું થયુ છે ?"

ક્રમશ...

શું હશે એ વાત કે કરશન ભગત આવી રીતે દોડતા દોડતા આવ્યાં હતાં?

આગળ જાણવા માટે બન્યાં રહો "રહસ્યમય પુરાણી દેરી" રહસ્યમય અને રોમાંચક થી ભરપૂર સફર સાથે.

પ્રિત'z...💐