miracle old tample - 19 in Gujarati Horror Stories by Prit's Patel (Pirate) books and stories PDF | રહસ્યમય પુરાણી દેરી - 19

Featured Books
Categories
Share

રહસ્યમય પુરાણી દેરી - 19

ભાગ-19
રહસ્યમય પુરાણી દેરી - 19

(આગળનાં ભાગમાં જોયું કે કરશન હાંફતો હાંફતો ભાગીને ઘનાભાઈ પાસે પહોચે. હવે આગળ...)

કરશન ભગત બોલ્યો કે " અરે જીવ જ નીકળી ગયો છે, તમે કંઇક કરો"

ઘનાભાઈ એ મજાક બંધ કરી થોડુ ચિંતિત થઈ કહ્યુ કે " શું થયુ છે ?"

કરશન ભગતે ગભરાતા ગભરાતા કહ્યુ "તે દિવસ તમે વાલજીની પત્નીને રૂપિયા આપ્યાં હતા યાદ છે"

ઘનાભાઈ એ હકારમાં માથું હલાવતા ઈશારો કર્યો કે તુરંત કરશન ભગત ફરીથી બોલ્યો કે "તમે ત્યાંથી ચાલ્યા ગયા પછી મે બહુ વિચાર્યું, અને જે હોઇ તે એમ કરીને સૂઈ ગયો, પરંતુ આખી રાત પડખા જ ફર્યા કર્યા. આખી રાત વાલજીની પત્ની જ નજરે આવે."

આંખુ બંધ કરુ કે વાલજીની પત્ની દેખાય, માન માન તડફળિયા મારીને સવાર પડી કે તુરંત વાલજીના ઘરે ચાલ્યો ગયો. તેના ઘરે પહોંચ્યો કે તે સાવરણી કાઢી રહી હતી. તેની કમર જોઇ એમ જ લાગ્યું કે અત્યારે જ પકડી લવ. હું ધીરા પગલે અંદર ગયો.

ત્યાં જ ખુ....ખુ...કરતો વાલજી નો અવાજ આવ્યો અને વાલજીની પત્ની એ પાછળ ફરી જોયું. મને જોઇ તુરંત ચોકી ગઇ અને હાથમાંથી સાવરણી છૂટી ગઇ પછી બોલી કે " કરશન ભાઈ, તમે અમારાં ઘરે, બેસો બેસો, અમારાં ઘરનું તો પાણી પણ તમારા માટે પાપ કહેવાશે. હુ સાવરણી મુકી આવુ"

તે સાવરણી લેવા નીચી નમી અને મારી નજર તેનાં છુટેલા પલ્લુથી સરકતી કમર પર જ ટકી હતી. ત્યાં તે પાણી આપતાં બોલી કે " તમે અહિયાં આવ્યાં છો, શું કાંઇ કામ હતું, તમારે કામ હોઇ તો મને કહેવાય ને હુ તમારે ઉંબરે આવેત"

કરશન ભગતને હવે કપાળે પરસેવો વળવા લાગ્યો હતો અને બોલ્યો કે " ના ના, કાંઇ કામ નથી હુ તો વાલજી નાં હાલચાલ જ પૂછવા આવ્યો છું".

વાલજીની પત્ની એ કહ્યુ " પરંતુ તમે તેનાં મિત્ર છો, મિત્રમાં શુ ભેદભાવ હોઇ પરંતુ ગામનાં કોઇક જોઇ જશે તો તમારે નીચું જોવું પડશે, મને ખબર કે કાલે મે કહ્યુ હતુ કે તમને કાલે રૂપિયા આપી જઈશ. હુ રૂપિયા લેવા પણ ગઇ હતી પરંતુ તેને કહ્યુ કે બપોર પછી મળશે. એટલે કરશનભાઈ તમે ચિંતા નો કરો હુ બપોરે તમને થોડા રૂપિયા આપી જઈશ."

કરશન ભગત તુરંત ઉભો થયો અને ત્યાંથી બાહર પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો અને કહ્યુ કે સારુ " બપોરે મળી."

હવે કરશનભગતને બપોરની રાહ હતી. થોડી થોડી વારે સમયનાં કાંટા પર જ નજર કરીને બેસબરીથી બપોરની રાહ જોઇ રહ્યાં હતાં.

અચાનક જ અવાજ આવ્યો " કરશન ભાઈ....કરશન ભાઈ..."
કરશનને ખબર પડી ગઇ કે વાલજીની પત્ની આવી ગઇ. પરંતુ કરશન ભગતે દરવાજો ખોલ્યો જ નહીં. એટલે વાલજીની પત્ની ઉંબરે દરવાજા લગી આવી. એને ખબર હતી કે કરશન ભાઈ તો મિત્રમાં માને છે તે કોઈ ભેદભાવ નહીં કરે. એટલે તેને ધીરેથી દરવાજો ખોલવાની કોશિશ કરી.

ત્યાં તો દરવાજો કરશન ભગતે અંદરથી જ ખોલ્યો. અને કહ્યુ " લે તમે ક્યારે આવ્યાં, આવો ને અંદર આવો, બેસો"

કરશન ભગત નું આવુ બદલાયેલ રુપ જોઇ વાલજીની પત્ની બે ઘડી તો સ્તબ્ધ થઈ ગઇ. પછી સારી રીતે ઓળખે જ છે એમ વિચારી અંદર ગઇ.

કરશન ભગત મગીયું હાસ્ય કર્યું ત્યાં વાલજીની પત્ની બોલી કે " કરશન ભાઈ, આજે તો રૂપિયાનો મેળ નહીં પડે, મે વાત કરી જ છે તમારા કાલે તો થોડા રૂપિયા આપી જ દઈશ, પાક્કુ."

ત્યાં કરશન ભગતે હાથ પોતાના બટવામાં નાખ્યો અને થોડા રૂપિયા કાઢી આગળ મુક્યા અને કહ્યુ કે " રૂપિયાની કોઈ વાત નથી, આ રાખો રૂપિયા"

વાલજીની પત્ની તો એક સાથે આટલા રૂપિયા જોઇ બહુ જ ખુશ થઈ ગઈ. પરંતુ એને ક્યાં ખબર હતી કે આ રૂપિયાની માયાજાળ છે. ખુશ થઈ કહ્યુ કે " મારે આટલા બધાં રૂપિયા નથી જોતાં, પછી તમારુ દેવું ચૂકવી નહીં શકુ"

કરશન પોતાનુ મોઢું ફેરવતો બોલ્યો કે " અરે તમે ચિંતા નો કરો, તમારે દરરોજ રૂપિયા માંગવા આવા પડે છે એનાં કરતા અઠવાડિયા આવજો"

વાલજીની પત્ની વાત સમજતા જ ધુવાંપુવાં થઈ ઊભી થઈ ગઇ
અને બોલી " તમે આવુ વિચારી પણ કઈ રીતે શકો, મારો પતી હજી જીવે જ છે, અને હુ તમારી પાસે મારા પતીનાં ભરોસે આવતી હતી. પણ તમારી નજર આવી ગંદી હશે એ હુ વિચારી પણ નથી શકતી."

કરશન ભગત વાલજીની પત્નીને ઠંડી પડતાં કહ્યુ કે "તારી પાસે આ એક જ માર્ગ છે, બાકી તો તુ મારા રૂપિયા ચૂકવી નહીં શકે જીવનભર"

વાલજીની પત્ની ગુસ્સામાં ત્રીવ ધારદાર આંખે કરશન ભગતની અંદર છુપાયેલ હેવાનનું રુપ નીહારી ત્યાંથી ચૂપચાપ નીકળી જવામાં જ ભલાઈ છે એમ વિચારી ભાગવા ગઇ.

ત્યાં પાછળથી કરશન ભગતે તેનો હાથ પકડી બોલ્યો કે હજુ કહું છું, બસ અઠવાડિયે એક વાર"

વાલજીની પત્ની ખૂબ જ ગુસ્સામાં બોલી, " હરામખોર, મારો હાથ મુકી દે, તારી હેવાનીયત સામે જૂકવું એનાં કરતા તો મને મરી જાવું સહેલું લાગશે."

ત્યાં કરશન ભગત હાથને જોરથી દબાવી બોલ્યો " વિચારી લે, તું મરી જઈશ એટલે વાલજી તો પોતાના પ્રાણ ખાટલા પર જ ત્યાગી દેશે. અને પાછળ તારા છોકરાંનું શુ થાશે? વિચાર્યું છે તેં ક્યારેય એનું. હજુ કહું છું માની જા."

છોકરાંનુ નામ પાડતાં જ વાલજીની પત્ની એક્દમ ઢીલી થઈ ગઇ. અને પોતાનુ શરીરનો આક્રોશને ઠંડો કર્યો. ત્યાં જ કરશન ભગતે પોતાનાં હાથની પકડ મજબૂત કરી.

વાલજીની પત્નીનું શરીર ઠંડું પડતુ ગયું અને સામે કરશનની તીવ્રતા ગરમ થાતી ગઇ. કરશન ભગતે વાલજીની પત્નીને જોરથી પોતાની તરફ ખેંચી.

વાલજીની પત્ની કરશન ભગત સાથે ભીંસાણી અને પોતાનુ આખું શરીર પડતુ મુકી દીધું. ત્યાં જ કરશન ભગતે પોતાના બન્ને હાથની સાંકળ કરી ભાથ ભરી લીધી. કરશન તો પોતાના વર્ષો પછીની આહ ને પુરી કરવામાં જ આનંદ લઈ રહ્યો હતો.

વાલજીની પત્ની એક એવાં પુરુષ સાથે સંકળાય રહી હતી જે વર્ષોથી આ વસ્તુનો બહિષ્કાર કરી ચુક્યો હતો. ત્યાં જ કરશન ભગતને પોતાનુ વચન યાદ આવી ગયું કે " આજ પછી હું ક્યારેય કોઈ સ્ત્રીને સ્પર્શ નહીં કરુ, હુ તારો હતો અને તારો જ રહીશ."

યાદની સાથે જ પોતાના હાથ થોડા ઢીલા પડ્યા, તુરંત જ વાલજીની પત્ની કરશન ભગતની બાથમાંથી જેમ સિંહનાં પંજામાંથી હરણ પોતાની જાન બચાવી ભાગ્યું હોઇ તેમ આસપાસની બધી વાસ્તુને અદ્રશ્ય કરી દરવાજા તરફ ભાગી.

ક્રમશ...

શું વાલજીની પત્ની પોતાને સંભાળી શકશે?
કરશને આવુ વચન કેને આપ્યું હશે?

આગળ જાણવા બન્યાં રહો "રહસ્યમય પુરાણી દેરી" ની રોમાંચક સફર સાથે.

પ્રિત'z...💐