once open a time - 161 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 161

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 161

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 161

દાઉદના મહત્વના માણસ છોટા દાઉદની હત્યાના બરાબર એક મહિના પછી મુંબઈમાં દાઉદના ગઢ સમી ગણાતી પાકમોડિયા સ્ટ્રીટમાં દાઉદના નાના ભાઈ ઈકબાલ કાસકર પર ચાર યુવાનોએ ગોળીબાર કર્યો. બે બાઈક પર આવેલા ચાર યુવાનોએ હિંમતપૂર્વક પાકમોડિયા સ્ટ્રીટમાં ઘૂસીને ઈકબાલ કાસકર પર ગોળીઓ છોડી પણ ઈકબાલ કાસકરના વફાદાર સિક્યુરિટી ગાર્ડ કમ ડ્રાઈવર આરીફ ઉર્ફે અબુ બકરે એ ગોળીઓ પોતાના શરીર પર ઝીલી લીધી અને ઈકબાલને બચાવી લીધો.

ઈકબાલ કાસકરની હત્યાના પ્રયાસ પછી મુંબઈ પોલીસે બહુ ઝડપથી ચારેચાર શૂટરને ઝડપી પાડ્યા. એ શૂટર ઉંમર રહેમાન, સૈયદ અલી ઉર્ફે બુક્કા, ઈરફાન કાલિયા અને ઈન્દ્ર ખત્રી હતા. એ શૂટર્સ પૈકી લીડર ઈરફાન કાલિયા દાઉદ ઈબ્રાહિમ ગેંગના જૂના ગુંડા હનીફનો દીકરો હતો. હનીફ ગેંગવોરમાં માર્યો ગયો હતો. ઈરફાન કાલિયાએ છોટા રાજનના આદેશથી દાઉદના ભાઈ ઈકબાલની હત્યાની કોશિશ કરી હતી.

***

2011માં પોતાના બે મહત્વના સાથીદારની હત્યા અને ભાઈની હત્યા પ્રયાસના ખરાબ સમાચાર દાઉદે સાંભળવા પડ્યા હતા, પણ એ જ વર્ષે દાઉદને ખુશાલી મનાવવાનો મોકો પણ મળ્યો. જોકે દાઉદ એ ખુશાલીની ખુલ્લંખુલ્લા ઉજવણી નહોતી કરી શક્યો. દાઉદનો દીકરો લંડનમાં ભણતા ભણતા એક યુવતીના પ્રેમમાં પડ્યો હતો તે યુવતીના પિતા દાઉદના ખાસ દોસ્ત અને કુખ્યાત ડ્રગ સ્મગલર ઈકબાલ મિરચીનો મિત્ર હતો. ઈકબાલ મિરચીએ 25 સપ્ટેમ્બર, 2011ના દિવસે લંડનમાં મોઈનના લગ્ન તેની પ્રેમિકા (એટલે કે ઈકબાલ મિરચીના મિત્રની દીકરી) સાથે કરાવી આપ્યા.

***

2011ની શરૂઆતના મહિનાઓમાં દાઉદએ ઉપરાછાપરી ત્રણ આંચકા લાગ્યા હતા એવું જ 2012ના એપ્રિલ મહિનામાં બન્યું. 9 અપ્રિલ, 2012ના દિવસે ભારત અને નેપાળની સરહદ પર દાઉદ ગેંગના અત્યંત મહત્વના આફતાબ બટકીના જમણા હાથ સમા ખાલીદ મસૂદને છોટા રાજન ગેંગના શૂટર વિજય શેટ્ટીએ ગોળીએ દીધો. તો 10 એપ્રિલ, 2012ના દિવસે એટલે કે બીજા જ દિવસે દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરના દાઉદ ગેંગના મહત્વના ગુંડા નાવેદ ખાનની ગોળી મારીને હત્યા કરાઈ. નાવદ ખાન ડ્રગ સ્મગલર ઈકબાલ મિરચીનો અત્યંત વિશ્વાસુ માણસ હતો.

પોતાના માણસોની હત્યાને કારણે કે પોતાના માણસો કોઈને મારી નાખે ત્યારે દાઉદનું નામ ભારતના અખબારોમાં ઉછળતું હતું પણ ખુદ દાઉદ વિશે કોઈ મહત્વના સમાચારો ભારતીય અખબારોમાં ખાસ ચમકતા નહોતા. એવી સ્થિતિમાં અચાનક શાંત જળમાં પથરો ફેંકવાની જેમ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એમ.એન.સિંહે 21 માર્ચ, 2013ના દિવસે એક ટીવી ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂ આપીને બેધડક કહ્યું કે, “મુંબઈના ખોફનાક શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ પછી દાઉદ ઈબ્રાહિમને પકડવા માટે મુંબઈ પોલીસની ટીમ દુબઈ મોકલવાની પરવાનગી સરકાર પાસે મંગાઈ હતી, પણ કેન્દ્રિય ગૃહપ્રધાન શંકરરાવ ચવ્હાણે એવી પરવાનગી આપવાની ના પાડી દીધી હતી!”

એમ.એન.સિંહે ટીવી ન્યૂઝ ચેનલને કહ્યું કે, “એ વખતે કેન્દ્ર સરકારના નનૈયાને કારણે જ દાઉદ હજી સુધી ભાગતો ફરે છે. નહીં તો એ વખતે જ તેની ધરપકડ થઈ ગઈ હોત. મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના આરોપી દાઉદ ઈબ્રાહિમ, ટાઈગર મેમણ અને તેમના બીજા અનેક સાથીદારો દુબઈમાં છે એટલે પોલીસ ટીમ મોકલીને ત્યાંની પોલીસની મદદથી આપણી પોલીસ તેમને શોધી કાઢે એ માટે મેં મુંબઈ પોલીસની ટીમ દુબઈ મોકલવાની દરખાસ્ત તત્કાલીન કેન્દ્રિય ગૃહપ્રધાન શંકરરાવ ચવ્હાણને મોકલી હતી. પરંતુ તેમણે માત્ર એટલું કહ્યું હતું કે, “એવુ કંઈ કરશો નહીં!” કેન્દ્રિય ગૃહપ્રધાનના એ આદેશનો અમલ કરવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો.”

જાણીતી અંગ્રેજી ટીવી ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં ભૂતપૂર્વ પોલીસ કમિશનર એમ.એન. સિંહે આગળ કહ્યું હતું કે, “દાઉદ ઈબ્રાહિમની ધરપકડ માટે કેન્દ્ર સરકારે શું કર્યું એ હું જાણતો નથી. પરંતુ એક વખત કેન્દ્ર સરકાર તરફથી ‘ના’ આવી ગઈ પછી મુંબઈ પોલીસ કે મહારાષ્ટ્ર પોલીસે કંઈ કરવાનું રહેતું નહોતું.”

એમ.એન.સિંહ જેવા અત્યંત સીનિયર હોદ્દા પર રહી ચૂકેલા પોલીસ અધિકારીના એ સ્ટેટમેન્ટ બોમ્બથી થોડી કલાકો માટે હોબાળો મચી ગયો, પણ પછી બહુ ઝડપથી તેમની એ મુલાકાતનું પુનઃપ્રસારણ અટકી ગયું અને એ વાત ફટાફટ શાંત પાડી દેવાઈ. એ પછી ફરીવાર ના તો એમ.એન. સિંહ એ મુદ્દે કંઈ બોલ્યા કે ના તો કોંગ્રસના વડપણ હેઠળની કેન્દ્રિય સરકારે એ દિશામાં આગળ કંઈ બોલવાની કે કરવાની તસ્દી લીધી!”

પોલીસ ફ્રેન્ડ અમને માહિતી આપી રહ્યા હતા પણ પપ્પુ ટકલાની જેમ તેઓ અંડરવર્લ્ડકથા નહોતા કહી શકતા. જોકે તેઓ માહિતી આપી રહ્યા હતા એ ઉપયોગી હતી એટલે તેમની સાથે બેઠક ચાલુ રાખી હતી.

અંડરવર્લ્ડની વાત આગળ ધપાવતાં તેમણે કહ્યું કે, “દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં ફરજ બજાવતા હોઈ પ્રોફાઈલ ઑફિસર બદરી દત્તે અને તેમની પ્રેમિકા ગીતા શર્માના મૃતદેહ ગુડગાંવના સેક્ટર બાવનની એન્ડ્રી સિટી સોસાયટીના એક ફ્લેટમાંથી મળી આવ્યા. દિલ્હી પોલીસના સ્થાનિક અધિકારીઓએ એવું તારણ કાઢ્યું કે પોલીસ ઑફિસર બદરી દત્ત અને તેની પ્રેમિકાની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા થઈ હતી એટલે બદરી દત્તે પોતાની પ્રેમિકાને ગોળી મારીને પછી આત્મહત્યા કરી લીધી હશે. પણ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઉચ્ચ અધિકારીઓના ગળે એ વાત ઊતરી નહીં. આતંકવાદીઓ અને ખતરનાક ગુંડાઓ સાથે પનારો પાડનારા અને ડેર ડેવિલ ગણાતા બદરી દત્ત આપઘાત કરી લે એવું તેમના માન્યામાં ન આવ્યું એટલે તેમણે બદરી દત્ત અને ગીતા શર્માના કમોત વિશે ઊંડી તપાસ હાથ ધરી.

બદરી દત્તના ભેદી મોતની તપાસ કરતા કરતા દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ દિલ્હીના કુખ્યાત બુકી ટીન્કુ દિલ્હીવાલાની પૂછપરછ કરી. દિલ્હી પોલીસની સ્પશિયલ ટીમ ઉચ્ચ અધિકારીઓને ખબર હતી કે બદરી દત્ત આઈપીએલની મેચો પર ખેલાતા સટ્ટા વિશે ઊંડી તપાસ કરી રહ્યા હતા. એના આધારે તપાસ શરૂ થઈ અને બુકી ટીન્કુ દિલ્હીવાલાની પૂછપરછ થઈ ત્યારે બદરી દત્તના મોતનું રહસ્ય તો ના ખૂલ્યું પણ આઈપીએલ મેચો પર રમાતા અબજો રૂપિયાના સટ્ટાની અણધારી માહિતી દિલ્હી પોલીસને મળી ગઈ અને દિલ્હી પોલીસે ડઝનબંધ ખેપાનીઓની ધરપકડ કરી. એમાં કુખ્યાત ક્રિકેટર શ્રીસંત અને દારાસિંઘના દીકરા તરીકે વધુ જાણીતો અભિનેતા વિન્દુ દારાસિંઘ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચેરમેન શ્રીનિવાસનનો જમાઈ રાજેન્દ્ર મયપ્પન તથા અનેક બુકીઓનો સમાવેશ થતો હતો. આઈપીએલની મેચો પર સટ્ટાના કૌભાંડે દેશનાં ક્રિકેટ પ્રેમીઓને હચમચાવી નાખ્યા. એ વખતે વિન્દુ દારાસિંઘ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી સાથે બેસીને મેચ જોતો હોય અને સાક્ષી સાથે ગપ્પાં મારતો હોય એવી તસવીરો મીડિયામાં ચમકી. બીજી બાજુ પોલીસે આઈપીએલની રાજસ્થાન રૉયલ્સ ટીમની માલિકી ધરાવતી હિરોઈન શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની પૂછપરછ કરીને બધાને ચોંકાવી દીધા. જોકે છેવટે દરેક વખતે બનતું હોય એ જ રીતે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું.

બધાને લાગવા માંડ્યું હતું કે આઈપીએલની મેચીસ પર સટ્ટાના ખેલનું ચેપ્ટર પૂરું થઈ ગયું છે ત્યારે અચાનક દિલ્હી પોલીસે ધડાકો કર્યો કે આઈપીએલની મેચીસમાં સટ્ટાનું અને સ્પોટ ફિક્સિંગનું કૌભાંડ ખુદ ડોન દાઉદ ઈબ્રાહિમની નજર હેઠળ ચાલતું હતું દિલ્હી પોલીસના અધિકારીઓએ દાવો કર્યો કે અણે ભારત, પાકિસ્તાન અને દુબઈના કેટલાક ફોન નંબર્સ પર થયેલા કૉલ આંતરીને એનું રેકોર્ડિંગ કર્યું ત્યારે અમને ખબર પડી કે પાકિસ્તાનના એક નંબર 33332064488 પરથી ખુદ દાઉદ આઈપીએલ મેચીસમાં સ્પોટ ફિક્સિંગ સાથે સંકળાયેલા ખેપાનીઓ સાથે વાતો કરતો હતો અને તેમણે આગળ શું કરવાનું છે એના માટે આદેશ આપતો હતો. દાઉદનો ખાસ સાથીદાર છોટા શકીલ પણ આ કૌભાંડમાં ભારતનો ઘણા કબાડીઓ સાથે સંપર્કમાં હોવાનું દિલ્હી પોલીસે જાહેર કર્યું અને 12 જુલાઈ, 2013ના દિવસે દિલ્હી પોલીસે આઈપીએલની મેચમાં સ્પોટ ફિક્સિંગ માટે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને વોન્ટેડ જાહેર કર્યા.

જોકે દાઉદના જમણા હાથ સમા છોટા શકીલે દિલ્હી પોલીસની હાંસી ઉડાવતાં એવું નિવેદન આપ્યું કે દાઉદભાઈ પાસે બીજા ઘણા મહત્વના કામ છે અને દાઉદભાઈ આવા બસો-પાંચસો કરોડના ‘પરચુરણ’ કામોમાં હાથ નાખે એવી વાત જ હાસ્યાસ્પદ છે. જોકે આઈપીએલની મેચીસમાં સ્પોટ ફિક્સિંગ એ કંઈ ‘પરચુરણ’ કામ ના ગણાય એવો પુરાવો આપવો હોય એમ દિલ્હી પોલીસના એક અધિકારીએ એ વાત લીક કરી કે આઈપીએલ મેચીસમાં સ્પોટ ફિક્સિંગનું પગેરું શોધવા માટે જે ટેલિફોન કોલ્સ આંતરવામાં આવ્યા હતા એ કોલ્સમાં દાઉદ ઈબ્રાહિમ એક કેન્દ્રિય પ્રધાનનું નામ પણ બોલતો હોય એવું રેકોર્ડીંગ થયું છે.

4 જૂન, 2013ના દિવસે મહારાષ્ટ્રના દલિત રાજકીય નેતા અને રાજ્યસભાના સભ્ય પ્રકાશ આંબેડકરે એવો ધડાકો કર્યો હતો કે, ક્રિકેટ જગત સાથે સંકળાયેલો એક યુવાન કેન્દ્રિય પ્રધાન પાકિસ્તાન ગયો ત્યારે દાઉદ ઈબ્રાહિમને મળ્યો હતો અને તેની દાઉદ સાથેની મુલાકાત વખતે પાકિસ્તાની લશ્કરનો એક ઉચ્ચ અધિકારી પણ હાજર હતો!

(ક્રમશઃ)