Sunset Villa - 5 in Gujarati Horror Stories by Mehul Kumar books and stories PDF | સનસેટ વિલા - ભાગ - ૫

Featured Books
Categories
Share

સનસેટ વિલા - ભાગ - ૫

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત અને કરણ રજની ને બંગલા માથી બચાવી ને લાવે છે, કરણ જ્યા રોકાયો હોય છે ત્યા બધા પહોચે છે. કરણ ની પત્નિ નિશા રાહ જોઈને જ બેઠી હોય છે. એણે જમવાનુ એ બે જણ નુ જ બનાયુ હોય છે. મોહિત અને રજની ને જોઈ ને એ બીજુ જમવાનુ બનાવવાનુ કહે છે. રજની પણ એને મદદ કરવાનુ કહે છે, પછી બંન્ને જમવાનુ બનાવવા રસોડા મા જાય છે હવે જોઈએ આગળ.
નિશા અને રજની ફટાફટ જમવાનુ બનાવી બહાર હોલ મા આવે છે.
નિશા : કરણ ચાલો જમવાનુ તૈયાર છે આપણે બધા જમી લઈએ.
કરણ : શુ વાત છે બોવ જલ્દી જમવાનુ થઈ ગયુ ને!
નિશા : હા એ તો રજની નો કમાલ છે એણે એટલુ ફટાફટ કામ કર્યુ ને કે જમવાનુ બનાવતા વાર જ ન લાગી.
રજની : અરે એવુ કંઈ નય એ તો આપણે બંન્ને મહેનત કરી એટલે ફટાફટ બની ગયુ.
મોહિત : હવે વાતો જ કરીશુ કે જમીશુ પણ બોવ ભૂખ લાગી છે.
નિશા : હા ચાલો તમે બંન્ને હાથ મો ધોઈ લો અમે જમવાનુ પીરસીએ.
મોહિત અને કરણ હાથ મો ધોવા જાય છે. આ બાજુ રજની અને નિશા બધુ જમવાનુ લાવી ડાઈનીંગ ટેબલ પર મુકે છે. મોહિત અને કરણ આવી ને બેસે છે, નિશા જમવાનુ પીરસે છે.
નિશા : આજે તો રજની એ ખૂબ જ સરસ શાક બનાવ્યુ છે અને એ પણ મોહિત નુ ફેવરિટ.
કરણ : એમ તો મારુ ફેવરિટ કશુ નય બનાવ્યુ તે?
નિશા : અરે પાગલ એ તારુ પણ ફેવરિટ જ છે ને!
મોહિત : અરે પણ શુ છે એ તો કહો?
નિશા : તો જુઓ સ્પેશિયલ રજવાડી ચીકન મસાલા.
મોહિત : શુ આ તે બનાવ્યુ નિશા?
નિશા : અરે ના મે પહેલા તો કહ્યુ રજની એ બનાવ્યુ છે.
આ સાંભળતા ની સાથે જ મોહિત સમજી ગયો કે આ રજની નથી મે ભૂલ થી મારી રજની ને ધક્કો મારી દીધો અને આને સાથે લઈ આવ્યો, મારે કરણ ને આના વિશે કહેવુ પડશે પણ હમણા પહેલા એને જમી લેવા દઉ બિચારો ક્યાર નો મારી સાથે ત્યા બંગલા પર હતો એને ય ભૂખ તો લાગી હશે ને જમી લે ય પછી ધીમે રહી ને એને કહુ.
કરણ : અરે મોહિત ક્યા ખોવાઈ ગયો જમવુ નથી કે શુ?
મોહિત : અરે કંઈ નય ચાલો જમી લઈએ.
બધા જમવા લાગે છે, મોહિત ની નજર રજની પર હોય છે એ જે રીતે ચીકન ખાતી હોય છે, મોહિત નો વિશ્વાસ પાક્કો થતો જાય છે કે એ રજની નથી. બધા જમી ને નવરા થાય છે પછી મોહિત કરણ ને ઈશારો કરી ઉપર જવા નુ કહે છે. કરણ એનો ઈશારો સમજી મોહિત ને ઉપર લઈ જાય છે.
કરણ : હવે શુ થયુ ઉપર કેમ લઈ આવ્યો?
મોહિત : યાર બોવ મોટી ભૂલ થઈ ગઈ મારાથી.
કરણ : ભૂલ થઈ ગઈ કેવી ભૂલ થઈ ગઈ.
મોહિત : હુ રજની સમજી લઈ આવ્યો છુ એ રજની નથી એ પેલી આત્મા છે રજની તો હજી ત્યા બંગલા મા જ છે.
કરણ : તુ ગાંડો થઈ ગયો છે કે શુ તારી પત્ની ને તુ એક આત્મા બોલી રહ્યો છે.
મોહિત : યાર તુ મારો વિશ્વાસ કર એ ખરેખર રજની નથી, તે જોયુ નય એ ચિકન ખાતી હતી.
કરણ : ચિકન ખાવા થી એ આત્મા થઈ ગઈ એમ ચિકન તો આપણે બધા ય ખાઈ એ છે ને
મોહિત : પણ કરણ તુ ભૂલી ગયો આપણે બધા કોલેજ મા સાથે જ ભણતા હતા ત્યારે કોઈ દિવસ રજની ને ચિકન ખાતા જોઈ, ચિકન ના નામ થી જ દૂર ભાગતી હતી એ શુધ્ધ બ્રાહ્મણ પરિવાર ની છે. એ ચિકન ખાવા ની વાત તો દૂર પણ એને અડકતી પણ નથી.
કરણ : હા ખબર છે મને કે એ બ્રાહ્મણ છે પણ તારી સાથે લગ્ન કર્યા પછી બદલાઈ ગઈ હોય ખાતી થઈ ગઈ હશે.
મોહિત : અરે ના યાર અમારા લગ્ન ને આટલા ૮ વર્ષ થયા પણ હજી સુધી એ ચિકન નય ખાતી.
કરણ : સારુ આપણે એવુ કરીએ કે થોડી વાતો રજની સામે કાઢી એ પછી જો આપણી વાત નો ખોટો જવાબ આપશે તો સમજી જવા નુ કે એ રજની નથી.
બંન્ને જણ નીચે જાય છે. રજની અને સોફા પર બેઠા એક બીજા સાથે વાત કરતા હોય છે.
કરણ : રજની હવે થોડા ટાઈમ પછી તમારી મેરેજ એનીવર્સરી આવે છે તો કેટલા સમય થી તમારી એનીવર્સરી ના દિવસે મારાથી અવાતુ નથી, પણ વિચાર કરુ છુ કે આ વખતે આવુ હવે મને એ કહે કે તમને એનીવર્સરી ની શુ ગિફ્ટ જોઈએ છે.
રજની : હવે એવુ કઈ થોડુ કહેવાનુ હોય તમારે જે ગિફ્ટ આપવી હોય એ આપજો.
કરણ : મારો વિચાર છે કે તમને લેટેસ્ટ મોડેલ નુ એક રેફ્રીજરેટર ગિફ્ટ મા આપુ.
રજની : એ મારે શુ કરવુ છે અમારા લગ્ન મા તે જ તો અમને રેફ્રીજરેટર ગિફ્ટ કર્યુ છે હવે ફરી પણ એજ ગિફ્ટ કરીશ. ?
કરણ મોહિત સામુ જોઈ ને ઈશારો કરે છે કે જો આ વાત સાચી છે. મોહિત કરણ ને બીજુ પુછવાનુ કહે છે.
કરણ : સારુ ગિફ્ટ નુ છોડ એ પછી વિચારી લઈશુ પણ તમારા લગ્ન પછી આપણે બધા ફરવા ગયા હતા મારો વિચાર છે કે તમારી એનીવર્સરી મા પણ ફરવા જઈએ.
રજની : હા આ બોવ સારુ છે ક્યા જઈશુ?
કરણ : આપણે ગોવા ફરવા જઈએ મજા આવશે.
રજની : ગોવા આપણે અમારા લગ્ન પછી ગયા જ હતા ને આપણે બીજે કશે ફરવા જઈએ.
કરણ : સારુ હુ વિચારી ને કહીશ કે ક્યા જઈએ.
પછી કરણ મોહિત ને લઈને પાછો ઉપર જાય છે.
કરણ : જો મોહિત એને બધુ જ ખબર છે જો એ રજની ના હોત તો મે લગ્ન મા શુ ગિફ્ટ આપી અને લગ્ન પછી ક્યા ફરવા ગયા હતા એ એને ખબર જ ના હોત.
મોહિત : મને નથી લાગતુ ભાઈ પણ સાચુ એ જ છે કે એ રજની નથી.
કરણ : હવે બોવ વિચાર ના કર હમણા શાંતિ થી ઊંઘી જઈએ જે હશે હવે કાલે વિચારીશુ.
મોહિત : સારુ તુ ઊંઘી જા હુ થોડીવાર અહી બેસુ છુ.
કરણે મોહિત ની હાલત જોઈ વધારે કશુ બોલ્યો નય અને નીચે આવતો રહ્યો.
કરણ : નિશા મને ઊંઘ આવે છે હુ ફ્રેશ થઈ ને ઊંઘવા જઉ છુ.
નિશા : ઊંઘ તો મને પણ આવે છે.
રજની : તમે ઊંઘી જાવ શાંતિ થી. કરણ મોહિત ક્યા છે?
કરણ : એ થોડીવાર માટે ઉપર બેઠો છે હમણા ઼આવતો રહેશે.
રજની : સારુ જાવ તમે બંન્ને ઊંઘી જાવ.
કરણ બાથરુમ મા ફ્રેશ થવા જાય છે, કરણ ફ્રેશ થઈ ને આવે છે ત્યારે સોફા પર કોઈ હોતુ નથી, કરણ ને લાગે છે કે નિશા અને રજની ઊંઘવા જતા રહ્યા કરણ પણ એના બેડરુમ મા જાય છે. કરણ એના બેડરુમ મા જાય છે તો જોવે છે કે બેડ પર ઊંધા પડખે કોઈ સુતુ હોય છે.
કરણ : નિશા તુ આવી ને ઊંઘી પણ ગઈ?
પણ કોઈ જવાબ આવતો નથી. કરણ બેડ ની તરફ જાય છે
બેડ પર જે સુતુ હોય છે શુ એ નિશા જ છે? જો એ નિશા ના હોય તો કોણ હશે? નિશા ક્યા ગઈ હશે? અને જો એ નિશા જ હોય તો એણે કરણ ની વાત નો જવાબ કેમ ના આપ્યો? જાણો આવતા ભાગ મા આવજો. . . .