Sunset Villa - 1 in Gujarati Horror Stories by Mehul Kumar books and stories PDF | સનસેટ વિલા - ભાગ - ૧

Featured Books
Categories
Share

સનસેટ વિલા - ભાગ - ૧

નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી પાછળ ની ધારાવાહિક ને તમે બધા એ ખૂબ પસંદ કરી તમારા બધા નો ખૂબ ખૂબ આભાર. હવે હુ તમારી સમક્ષ નવી ધારાવાહિક "સનસેટ વિલા" લઈને આવ્યો છુ. આ ધારાવાહિક પ્રેમ પર નહિ પણ હોરર પર આધારીત છે. આ મારી પહેલી હોરર ધારાવાહિક છે. મિત્રો હુ આશા કરુ છુ કે તમને મારી આ ધારાવાહિક ગમશે. તો ચાલો હવે શરુ કરીએ ધારાવાહિક નો પહેલો ભાગ. . .
ગુજરાત જિલ્લા મા આવેલુ શહેર સુરત. સુરત મા એક મલ્ટીનેશનલ કંપનિ હતી. એમા હજારો લોકો નોકરી કરતા હતા. એ કંપનિ મા સ્ટાફ મેનેજર તરીકે મોહિત નામ નો ૨૭ વર્ષ નો યુવાન ફરજ બજાવતો હતો. મોહિત છેલ્લા ૬ વર્ષ થી અહી નોકરી કરે છે. એ એટલો સ્માર્ટ, ઈન્ટલેજન્ટ હતો કે કંપનિ મા બધા જ એના વખાણ કરતા થાકતા ન હતા. મોહિત એની પત્ની સાથે સુરત રહેતો હતો. એની પત્ની નુ નામ રજની હતુ. રજની પણ એક સમજદાર સ્ત્રી હતી. પણ હમણા એ બોવ ડિપ્રેશન મા હતી કારણકે એમનો ૫ વર્ષ નો એક નો એક પુત્ર એક ગંભીર બિમારી ના કારણે મૃત્યુ પામ્યો હતો. મોહિત રજની ને એ આઘાતમાથી બહાર લાવવા માટે એનાથી બનતા પ્રયત્નો કરતો. મોહિત ને એની કંપનિમાથી એના સારા કામ, મહેનત અને ઈમાનદારી ના લીધે ૧૫ દિવસ ની શિમલા ની ટ્રીપ મળી હતી. મોહિત ને પણ ખુશી હતી, ખુશી એ વાત ની નહિ કે એને શિમલા જવા મળે છે પણ એ વાત ની હતી કે રજની નવી જગ્યા એ નવા વાતાવરણ મા જશે તો કદાચ એ આઘાતમાથી બહાર આવી શકશે. એણે રજની ને સમજાવી શિમલા જવા રાજી કરી દીધી. એણે બધી પેકીંગ કરી શિમલા જવા રવાના થયા. શિમલા પહોચી ને એમને ત્યા જે બંગલો રહેવા માટે મળ્યો હતો ત્યા જવા માટે તૈયાર થયો અને શિમલા મા ફરવા માટે મોહિત ને કંપનિ તરફ થી શિમલામા પ્રાઈવેટ કાર મળી. મોહિત અને રજની એ કાર લઈ બંગલા તરફ જવા નીકળ્યા. મોહિત ડ્રાઈવ કરતા કરતા રજની ને આજુબાજુ નુ રમણીય વાતાવરણ ના વખાણ કરી બતાવતો હતો. રજની એ બધુ મુંગા મોઢે જોયા કરતી હતી. સાંજ પડવા આવી હતી એટલે મોહિત થોડુ ફાસ્ટ ડ્રાઈવીંગ કરતો હતો કેમ કે આટલો લાંબો સફર હોવાથી બંન્ને ને થાક લાગ્યો હતો એટલે જલ્દી બંગલા એ પહોંચી ને જમીને બંન્ને આરામ કરવા માંગતા હતા. જેમ જેમ બંગલો નજીક આવતો હતો તેમ તેમ રસ્તો સુમસામ થવા લાગ્યો આજુબાજુ નુ વાતાવરણ એકદમ શાંત થઈ ગયુ હતુ. રજની ને થોડુ અજુગતુ લાગ્યુ કે હમણા રસ્તા પર બધી ગાડીઓ દેખાતી હતી ને હવે કશુ જ નય? થોડીવાર મા એ લોકો બંગલા પાસે પહોંચ્યા, બંગલા નો મેઈનગેટ બંધ હતો. મોહિતે આજુબાજુ જોયુ પણ કોઈ દેખાતુ ન હતુ બંગલા ની સામે ની બાજુ એક નાનકડી ચા ની દુકાન હતી પરંતુ એ પણ બંધ હતી. રજની બંગલા તરફ જોઈ રહી હતી બંગલો એકદમ સુમસામ હતો એમ લાગતુ હતુ કે જાણે અહી કોઈ રહેતુ જ નથી. રજની ને નવાઈ લાગી કે આ કેવી જગ્યા છે.
આ બધુ મોહિત જોઈ રહ્યો હતો કે રજની કંઈક વિચારી રહી છે.
મોહિત : રજની શુ વિચારે છે? આ બંગલા બાજુ આમ કેમ જોયા કરે છે?
ક્યારની રજની એકદમ શાંત બેઠી હતી , પણ બંગલા નુ વાતાવરણ જોઈ એણે એનુ મૌન તોડ્યુ.
રજની : આ કેવો બંગલો છે કોઈ દેખાતુ જ નથી ને ચારેબાજુ એકદમ સુમસામ વાતાવરણ છે, મને કંઈક અજીબ લાગે છે.
મોહિત : અરે એવુ કશુ નથી, આ ગેસ્ટહાઉસ છે એટલે અહી નોકર સિવાય કોઈ જોવા ન મળે અને આપણા જેવા જે અહી ફરવા આવતા હશે એ લોકો અહી થોડા દિવસ રહે અને પછી જતા રહે. હુ હમણા બૂમ પાડુ છુ કોઈ બહાર આવશે તુ ચિંતા ન કર.
મોહિત ની વાત સાંભળી રજની થોડી શાંત થાય છે. મોહિત બૂમ પાડે છે કે , "કોઈ છે બંગલા મા ગેટ ખોલો, ગાડી નો હોર્ન પણ વગાડે છે. ગેટ એની જાતે જ ખુલી જાય છે. આ જોઈ રજની થોડી ડરી જાય છે.
રજની : મોહિત તમે જોયુ આ ગેટ આપોઆપ ખુલી ગયો મને તો ડર લાગે છે આપણે અંદર નથી જવુ.
મોહિત : રજની ડરવાની કોઈ જરુર નથી આવા મોટા બંગલાઓ મા આ બધી ઓટોમેટીક સિસ્ટમ હોય છે કે ગાડી ના હોર્ન થી ગેટ ખુલી જાય.
રજની : ખરેખર એવુ હોય છે.
મોહિત : હા, એટલે તો અહી રહેવાના લાખો રુપીયા આપે છે લોકો. કંઈ નહી તુ ડરીશ નહી.
મોહિત ગાડી બંગલા મા લેય છે, ગાડી અંદર ગયા પછી ગેટ આપોઆપ બંધ થઈ જાય છે. મોહિત રજની બંગલા મા પ્રવેશે છે મોહિત લાઈટ ની સ્વિચ ક્યા હશે એમ રજની ને પુછે છે, ત્યારે એની જાતે લાઈટો ચાલુ થઈ જાય છે.
રજની : જુઓ મોહિત આ લાઈટ પણ એની જાતે ચાલુ થઈ ગઈ મને કંઈક ગરબડ લાગે છે.
મોહિત : અરે રજની એવુ કંઈ નથી આવા મોટા બંગલા મા બધુ ઓટોમેટીક જ હોય છે . તુ ચાલ થોડી ફ્રેશ થઈ જા આજે જમવાનુ હુ બનાવુ છુ, જમીને પછી આરામ કરીએ કાલે ફરવા નીકળીશુ. મોહિત કિચન અને બાથરુમ ક્યા હશે એ વિચારતો હોય છે, કેમ કે મહેલ જેવો બંગલો એમા કઈ જગ્યા એ શુ હશે કોને ખબર? એટલામા જ ઉપર થી એક ૫૦ વર્ષ ની સ્રી ઉપર ના માળે થી નીચે ઉતરે છે. એ એમની પાસે આવીને બોલે છે. આવી ગયા તમે? મારુ નામ કુસુમ છે આ બંગલાની નોકરાણી છુ.
મોહિત : ઓહ્ સારુ સારુ હુ તો કન્ફયુઝ થઈ ગયો હતો કે આટલા મોટા બંગલા મા કઈ વસ્તુ ક્યા હશે કોને ખબર પડે? પણ અમે આવ્યા ત્યારે તો તમે ના દેખાયા?
કુસુમ : એ હુ ઉપર રુમ ની સફાઈ કરતી હતી એટલે તમને આરામ કરવા જોઈશે ને? મે બધી જ સાફ સફાઈ કરી દીધી છે બસ જમવાનુ બનાવવાનુ બાકી છે હુ ફટાફટ બનાવી દઉ.
મોહિત : અરે વાંધો નય તમે ચિંતા ના કરો અત્યારે જમવાનુ હુ બનાવી દઉ છુ તમે આ બંગલા ની માહિતી આપો.
કુસુમ : અહી આપણે ઊભા છે એ હોલ છે, અહી જમણી બાજુ રસોડુ છુ, સામે ની બાજુ બાથરુમ છે ઉપર બેડરુમ છે અહી બહાર ની બાજુ સુંદર બગીચો છે. ઉપર બેડરુમ ની ગેલેરી મા પણ નાનો બગીચો છે.
મોહિત : બોવ સરસ કુસુમબેન તમે તમારુ કામ કરો હવે વાંધો નય અમે અત્યારે અમારી રીતે બધુ કરી લઈશુ.
પછી મોહિત રસોડા મા ગયો ત્યા બધુ જોયુ, ફ્રીજ મા કંઈ શાકભાજી હશે શુ છે હુ જોઈને બનાવી દઉ. એ ફ્રીજ ખોલે છે પણ અંદર બધુ કાચુ નોનવેજ જ હોય છે. એ વિચારે છે કે રજની તો નોનવેજ ખાવાનુ દુર પણ એને અડકતી પણ નથી બીજી શાકભાજી પણ નથી હવે શુ કરુ? એ રજની ને બોલાવે છે. રજની રસોડા મા આવે છે.
મોહિત : રજની અહી તો બધુ નોનવેજ જ છે તો હવે તારી માટે શુ બનાવુ ? તારી માટે હુ બહાર થી કંઈ લઈ આવુ.
રજની : ના વાંધો નય હુ આમ પણ ખુબ થાકી ગઈ છુ એટલે મારે હવે આરામ કરવો છે.
મોહિત : પણ તુ ભુખી જ ઊંઘી જઈશ?
રજની : ના એ તો બહાર હોલ મા ફ્રુટ્સ પડ્યા છે હુ એ ખાઈ લઈશ તમે ચિંતા ના કરો.
મોહિત : સ્યોર ના હોય તો કંઈ બહાર થી લઈ આવુ.
રજની : ના વાંધો નય હવે તમે તમારુ જમવાનુ બનાવી દો હુ થોડીવાર હોલ મા બેસુ છુ.
મોહિત : ઠીક છે તુ બહાર બેસ હુ ફટાફટ જમવાનુ બનાવી લઉ પછી આપણે જમી લઈએ.
રજની બહાર હોલ મા જતી રહે છે મોહિત જમાવાનુ બનાવવા લાગે છે. જમવાનુ બનાવી ને એ બધુ લઈને બહાર ડાઈનીંગ ટેબલ પર મુકે છે, રજની તરફ જોવે છે તો રજની સોફા પર બેઠી બેઠી જ ઊંઘતી હોય છે. મોહિત એને ઊઠાડે છે ને ફ્રેશ થવા બાથરુમ મા મોકલે છે. રજની બાથરુમ મા જાય છે , મોહિત જમવાનુ પીરસે છે અને રજની માટે ફ્રુટ્સ કાપે છે. રજની બાથરુમ મા વોશબેસીન નો નળ ખોલે છે તો નળમાથી લોહી જેવુ પાણી નીકળે છે, રજની ડરી ને એકદમ નળ બંધ કરી દે છે. એને પાછળ કોઈ ઊભુ હોય એવો આભાસ થાય છે, એ મીરર મા જોવે છે તો એને એક ભયાનક આકૃતિ દેખાય છે, રજની ખૂબ જ ડરી જાય છે અને એના મોઢામાથી જોર થી બૂમ નીકળી જાય છે. રજની ની બૂમ સાંભળી મોહિત દોડીને બાથરુમ મા આવે છે. મોહિત ને જોઈ રજની રડતી રડતી એને બાજી પડે છે.
મોહિત : રજની શુ થયુ કેમ તે આટલી જોર થી બૂમ પાડી?
રજની : અહી કોઈ હતુ જે એકદમ ભયાનક દેખાતુ હતુ મને બોવ ડર લાગે છે.
મોહિત : અરે અહી આપણા સિવાય કોઈ નથી એ તારો વહેમ છે તુ ડિપ્રેશન મા છે એટલે તને એવુ લાગે છે.
રજની : ના મોહિત મે ખરેખર અહી કોઈને જોઈ છે અને આ નળ પણ ચાલુ કર્યો તો પાણી નય લોહી નીકળ્યુ.
મોહિત નળ ચાલુ કરે છે, પણ પાણી જ આવે છે.
મોહિત : ક્યા છે લોહી અહી તો પાણી જ આવે છે.
રજની : મોહિત મારો વિશ્વાસ કરો હુ સાચુ કહુ છુ.
મોહિત : સારુ હમણા એ બધુ છોડ તુ જલ્દી મો ધોઈ લે હુ અહી જ ઊભો છુ પછી ચાલ જમી લઈએ મને બોવ ભુખ લાગી છે. રજની મોઢુ ધોવે છે અને પછી બંન્ને હોલ મા જાય છે અને જમવા બેસે છે.
રજની એ બાથરુમ મા કોને જોઈ? કોણ હતી એ, રજની ને બાથરુમ મા જે અનુભવ થયો એવો અનુભવ મોહિત ને કેમ ના થયો? આગળ હવે શુ થશે ? જાણો આવતા ભાગ મા ત્યા સુધી આવજો. . . . . . . . . .